Third-party premium has changed from 1st June. Renew now
ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સની કિંમત અને તાત્કાલિક જ ઓનલાઇન રિન્યૂ કરો
2018માં ફોર્ડ ઇન્ડિયાએ તેની સબ-ફોર મીટર સેડાન એસ્પાયરને 2 પાવરટ્રેન અને 5 કલર વિકલ્પોમાં લોન્ચ કરી હતી. પાછળથી ફોર્ડે કેટલાક અન્ય આકર્ષક રંગોનો પણ સમાવેશ કર્યો હતો.
1.2-લિટર પેટ્રોલ મહત્તમ 95 bHP પાવર અને 119 પીક ટોર્ક જનરેટ કરી શકે છે. તેનાથી વિપરીત 1.5-લિટર એસ્પાયર વેરિઅન્ટે 99 bHP પાવર અને 215 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કર્યો હતો. બંને વર્ઝન પાંચ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે.
એક્સટીરિયરની વાત કરીએ તો, એસ્પાયરના ઊંચા લેમ્પ હેલોજન લાઇટ, C-આકારના ફોગ લેમ્પ્સ અને 15-ઇંચના મલ્ટી-સ્પોક એલોય વ્હીલ્સ સાથે આવે છે. કારની અંદર તમને ફોર્ડપાસ સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટેડ ક્લાઇમેટ કંટ્રોલ, પુશ સ્ટાર્ટ બટન, ડ્યુઅલ-ટોન અપહોલ્સ્ટરી વગેરે મળશે.
મોડલ્સ 6 એરબેગ્સ, EBD સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને સેફ્ટી માટે સીટ-બેલ્ટ રિમાઇન્ડરથી સજ્જ છે.
જોકે, આવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ આકસ્મિક નુકસાનથી સંપૂર્ણ રક્ષણની પુષ્ટિ કરવામાં નિષ્ફળ જાય છે. તેથી ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ પોલિસી મેળવવી એ રિપેર/રિપ્લેસમેન્ટ ખર્ચથી બચવા માટે એક સમજદાર પસંદગી છે.
હવે, ઇન્સ્યોરન્સ વિકલ્પોની ઓનલાઈન સરખામણી કરતી વખતે તમારે જાણકારીભર્યો નિર્ણય લેવા માટે કેટલાક પરિબળો નક્કી કરવા જોઈએ. તમારે ફોર્ડ એસ્પાયર કારની ઇન્સ્યોરન્સ કિંમત તો ધ્યાનમાં લેવી જ જોઈએ ઉપરાંત ઉપલબ્ધ એડ-ઓન કવર્સ જોવા, ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ તરફથી IDV ફેરફાર કરવાની પરવાનગી આપે છે કે કેમ તેની પુષ્ટિ કરવી.
ડિજિટ ઇન્સ્યોરન્સ આ બધું પ્રદાન કરે છે.
ફોર્ડ એસ્પાયર ઇન્સ્યોરન્સ કિંમત
રજિસ્ટ્રેશન તારીખ | પ્રીમિયમ (માત્ર અંગત નુકસાન માટે પોલિસી) |
---|---|
જૂન-2021 | 8,987 |
જૂન-2020 | 6,158 |
જૂન-2019 | 5,872 |
**ડિસ્ક્લેમર/અસ્વીકરણ: ફોર્ડ એસ્પાયર TDCi Titanium (MT) ડીઝલ માટે પ્રીમિયમની ગણતરી કરવામાં આવી છે. 1498.0 GST બાકાત
શહેર - બેંગ્લોર, વ્હિકલ રજિસ્ટ્રેશન મહિનો - જૂન, NCB - 0%, કોઈ એડ-ઓન નથી, પોલિસી સમાપ્ત થઈ નથી, અને IDV- સૌથી ઓછી ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી માર્ચ-2022માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ ચકાસો.
ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
તમારે ડિજિટનો ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
ફોર્ડ એસ્પાયર માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન
થર્ડ પાર્ટી | કોમ્પ્રિહેન્સિવ |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
|
થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન |
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
|
તમારી કારની ચોરી |
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
સ્ટેપ 3
અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
ફોર્ડ એસ્પાયર માટે કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ
ભારતનું કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટ અનેક કાર મોડલ્સ દ્વારા ભરાઈ રહ્યું છે કારણ કે ભારતીયોને આ સેગમેન્ટના મીઠા સ્વાદનો ચસ્કો લાગ્યો છે. આ સેગમેન્ટના કારની માંગ ભારે છે તેથી આ માંગને જોતા ફોર્ડે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર સાથે સ્પર્ધા કરવા માટે ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે એસ્પાયરને રિલીઝ કરી છે. આ 5 સીટર કાર ઉચ્ચ માપદંડો સેટ કરવા માટે માર્કેટમાં આવી છે. આ ફોર્ડ ફિગોની ચેસિસ પર આધારિત સેડાન છે.
આ કાર ફેમિલી કારના તમામ ગુણોને સંતોષે છે અને કિંમત ₹. 5.89 લાખ ( એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. તે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
તમારે ફોર્ડ એસ્પાયર શા માટે ખરીદવી જોઈએ?
- આકર્ષક એક્સટિરિયર: કારના આગળના ભાગમાં ડાયમંડ મેસડ ગ્રિલ છે અને ફોગ લાઇટો મોટા ક્રોમ બાસ્કેટથી ઘેરાયેલી હોય છે. આજુબાજુના હેડલેમ્પને બ્લેક-આઉટ ટ્રીટમેન્ટ મળે છે. શાર્પ શોલ્ડર લાઈન પાછળ સુધી વિસ્તરેલી છે અને પાછળના લેમ્પ્સ વચ્ચે ક્રોમ સ્ટ્રીપ દ્વારા પૂરક છે. 15-ઇંચના એલોય વ્હીલ્સ કારને સારી ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને સરળ રાઇડ કમ્ફર્ટ પ્રદાન કરે છે.
- ઈન્ટિરિયર અને મોટર્ન ફીચર્સ: ડેશબોર્ડ કેટલાક કોસ્મેટિક અપડેટ્સ સાથે ફોર્ડની ફ્રીસ્ટાઇલ જેવું જ છે. પુષ્કળ સ્ટોરેજ સ્પેસ અને ગ્લોવ બોક્સ, USB ચાર્જિંગ પોર્ટ તેને વ્યવહારુ બનાવે છે. ઓટોમેટિક હેડલેમ્પ્સ અને રેઈન સેન્સિંગ વાઈપર્સ સ્ટાન્ડર્ડ છે. ઉચ્ચ ટ્રીમ્સ લેટેસ્ટ સિન્કનાઈઝ 3 સિસ્ટમ દ્વારા સપોર્ટેડ રીઅરવ્યુ કેમેરા સાથે સુપર રિસ્પોન્સિવ 6.5 ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સ્ટાન્ડર્ડ તરીકે આવે છે. ઓટોમેટિક કલાઈમેટ કંટ્રોલ કમ્ફર્ટમાં ઉમેરો કરે છે.
- પાવરફુલ એન્જિન અને ફ્યુઅલ એફિશિયન્સી: આ કાર માટે ત્રણ એન્જિન વિકલ્પો ઉપલબ્ધ છે, એક 1.2 લિટર 3 સિલિન્ડર ડ્રેગન સીરિઝનું પેટ્રોલ એન્જિન છે, જેનું ડિસ્પ્લેસમેન્ટ 1194cc છે અને તે 20.4 kmplની ઇંધણ કાર્યક્ષમતા ધરાવે છે. બીજું વધુ શક્તિશાળી ડ્રેગન 1.5 લિટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 19.4 kmplની ફ્યુઅલ ઇકોનોમી ધરાવે છે. ડીઝલ વેરિઅન્ટ માટે આ કાર 26.1 kmplની ક્લાસ-લીડિંગ ફ્યુઅલ ઈકોનોમી સાથે 1.5 લિટર એન્જિન ઓફર કરે છે.
- ચલાવવાની મજા: તમામ ફોર્ડ કારમાં ફન ટુ ડ્રાઇવ ફેક્ટર આવે છે, જે આ કારમાં પણ પ્રતિબિંબિત થાય છે. એસ્પાયર ખરેખર રાઈડ અને હેન્ડલિંગ સેક્શનમાં એક શ્રેષ્ઠ કાર છે. સ્ટીયરિંગ સરસ રીતે વેઈટેજ્ડ છે અને કોર્નરથી પણ ખૂબ મનોરંજક છે.
- શાનદાર સસ્પેન્શન: આ કારની સવારી શાનદાર છે, તમે માત્ર ખરબચડી બિટ્સ અને પેચ પર પાવર કરી શકો છો અને સસ્પેન્શન તે બધુ જ સંભાળી લે છે.
ફોર્ડ એસ્પાયર માટે કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?
આ હેન્ડસમ કાર તમને તરત જ તેના પ્રેમમાં પાડી દેશે. તેથી તેનો ઇન્સ્યોરન્સ લેવો અને તેની સારી રીતે કાળજી લેવી તમારી ફરજ છે. ચાલો જોઈએ કે ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ તમારા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે.
- કાયદેસર રીતે વાહન ચલાવવા અને દંડથી બચવા: ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ પોલિસી ભારતીય રસ્તાઓ પર કાયદેસર રીતે વાહન ચલાવવાની પરમિટ તરીકે કામ કરે છે. ઇન્સ્યોરન્સ પોલિસી ન હોવાના કિસ્સામાં તમારી પાસેથી ₹2000નો દંડ વસૂલવામાં આવી શકે છે અને તમારું લાઇસન્સ પણ રદ થઈ શકે છે. તેમજ ગુનાની ગંભીરતા અનુસાર, તમને 3 મહિના માટે જેલના સળિયા પાછળ ધકેલી શકાય છે.
ઇન્સ્યોરન્સ વિના ડ્રાઇવિંગ માટે દંડ વિશે વધુ જાણો.
- થર્ડ-પાર્ટી લાયાબિલિટી કવર મેળવો: જો તમે અકસ્માત દરમિયાન કોઈને ઈજા પહોંચાડો છો અથવા તેમની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડો છો તો થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ તમને આવરી લે છે. તેમના ક્લેમની રકમ તમારા ઇન્સ્યોરન્સદાતા દ્વારા ચૂકવવામાં આવે છે પરંતુ આ પોલિસી તમારી પોતાની કારના નુકસાનને આવરી લેતી નથી.
- તમારી કારને કોમ્પ્રિહેન્સિવ પોલિસી સાથે સુરક્ષિત કરો: કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ બે ભાગ સાથે આવે છે. આ પોલિસી વડે તમે તમારી પોતાની કાર અને થર્ડ-પાર્ટીને થયેલા નુકસાનને વસૂલ કરી શકો છો. એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન માર્ગ અકસ્માતમાં થર્ડ-પાર્ટી સિવાય પણ ઘણું આવરી લે છે. તમે તોફાન, ધરતીકંપ, પૂર, ચોરી, હુલ્લડો વગેરેને લીધે થયેલા નુકસાન માટે પણ ક્લેમ કરી શકો છો.
- એડ-ઓન્સ સાથે વધુ પ્રોટેક્શન મેળવો: એડ-ઓન્સ કોમ્પ્રિહેન્સિવ કવર સાથે તેમના પોતાના અલગ-અલગ ખર્ચે આવે છે. તેઓ ચોક્કસ સંજોગોમાં કવરના અવકાશને વિસ્તૃત કરવા માટે રચાયેલ છે, જેમ કે ઝીરો ડેપ્રિસિયેશન એડ-ઓન ઇન્સ્યોરન્સ કંપની તમારા ક્લેમ સામે વિચારણા હેઠળના કોઈપણ કારના કોમ્પોનેન્ટની ડેપ્રિસિયેશન વેલ્યુને ધ્યાને નથી લેતી. એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન, ટાયર પ્રોટેક્શન, રિટર્ન ટુ ઇનવોઇસ વગેરે જેવા અન્ય એડ-ઓન્સ પણ મેળવી શકો છે.
કાર ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર વિશે વધુ જાણો.
ફોર્ડ એસ્પાયર કાર ઈન્સ્યોરન્સ પોલિસી માટે ડિજિટ શા માટે પસંદ કરો?
ડિજિટ પરવડે તેવી કાર ઇન્સ્યોરન્સ પોલિસીઓ સાથે આકર્ષક ઓફર્સની અનેકવિધ કેટેગરી આપે છે.
ચાલો તેમના પર એક નજર કરીએ.
- અનુકૂળ પોલિસી પ્લાન - ડિજિટ વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે અનુરૂપ ઇન્સ્યોરન્સ પોલિસી તૈયાર કરે છે.
- થર્ડ-પાર્ટી પ્રોટેક્શન - થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી તમારા વાહન દ્વારા અન્ય કાર, વ્યક્તિ અથવા પ્રોપર્ટીને થતા નુકસાનને આવરી લે છે. 1988ના મોટર વ્હિકલ એક્ટ મુજબ ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ વાહનો માટે આ ફરજિયાત છે. મૂળભૂત હોવા છતાં, આ પોલિસી તમને ગુનાની ગંભીરતાના આધારે ₹2,000 અથવા ₹4,000ના ભારે દંડથી બચાવી શકે છે. કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે.
- કોમ્પ્રિહેન્સિવ પ્રોટેક્શન - નામ સૂચવે છે તેમ જ તે ઉપલબ્ધ સૌથી વ્યાપક ઇન્સ્યોરન્સ પ્લાન છે. તે થર્ડ-પાર્ટી અને ઓન ડેમેજ પ્રોટેક્શન બંનેને આવરી લે છે. તેથી થર્ડ પાર્ટીને ટક્કર વાગતા જો તમારી એસ્પાયરને નુકસાન થાય છે તો ચિંતા કરશો નહીં. ફોર્ડ એસ્પાયર માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ નુકસાનની ભરપાઈ કરશે. વાસ્તવમાં જો નુકસાન કુદરતી આફતો, આગ, ચોરી અથવા અન્ય જોખમોને કારણે થયું હોય, તો એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી આ બધું આવરી લેશે.
નોંધ: થર્ડ-પાર્ટી પોલિસી અંગત નુકસાન(Own Damage)થી રક્ષણ પૂરું નથી પાડતી તેથી નાણાકીય સહાય માટે તમે તેને અલગથી પસંદ કરી શકો છો.
- પોલિસીઓ ઓનલાઈન ખરીદો અથવા રિન્યૂ કરો - ઝંઝટમુક્ત, સરળ અનુભવ સુનિશ્ચિત કરવા માટે ડિજિટ ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ઓફર કરે છે. પ્રોસેસ શરૂ કરવા માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. હવે, ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ રિન્યૂ માટે, તમારે ફક્ત તમારા વર્તમાન એકાઉન્ટ્સમાં સાઇન ઇન જ કરવાનું રહેશે.
- ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો - ડિજિટ ગ્રાહકો દ્વારા ઊભા કરાયેલા ક્લેમનું મહત્તમ સંખ્યામાં સેટલમેન્ટ કરવા માટે નામના ધરાવે છે. આ ઉપરાંત, ઇન્સ્યોરન્સદાતા તમને ઝંઝટ-મુક્ત ક્લેમ ફાઇલ કરવામાં મદદ કરવા માટે સ્વ-નિરીક્ષણ પ્રક્રિયા પ્રદાન કરે છે. તમારા રજિસ્ટર્ડ નંબર પર સ્વ-નિરીક્ષણ લિંક મેળવવા માટે ફક્ત 1800 258 5956 પર કોલ કરો. પછી લિંક સાથે ઈમેજ જોડો અને તમારી અનુકૂળતા મુજબ રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ વળતર પસંદ કરો.
- IDV ફેરફાર - ડિજિટ તેના ગ્રાહકોને તેમની જરૂરિયાતો અનુસાર ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. તેથી જો તમે ઉચ્ચ IDV પસંદ કરો છો તો તમને ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનની ઘટનામાં વધુ વળતર મળશે.
- એડ-ઓન્સની વિશાળ શ્રેણી - જો તમારી પાસે ફોર્ડ એસ્પાયર માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ છે તો તમે એડ-ઓન કવરનો સમાવેશ કરીને તમારી પોલિસીને વધારી શકો છો. ઉપલબ્ધ વિકલ્પો અહિં સૂચવ્યા છે.
- ઝીરો ડેપ્રિસિયેશન
- રિટર્ન ટુ ઇન્વૉઇસ કવર
- કન્ઝયુમેબલ કવર
- એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન
- રોડસાઇડ આસિસ્ટન્સ વગેરે.
નોંધ: તમે ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ રિન્યૂ કિંમત વધારીને રિન્યૂ પછી એડ-ઓન કવર ચાલુ રાખી શકો છો.
- પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ - તમે ક્લેમ-ફ્રી વર્ષ કાઢ્યા બાદ પોલિસી રિન્યૂ કરાવશો તો ડિજિટ તમને નો ક્લેમ બોનસ સાથે રિવોર્ડ આપશે. આ બોનસ પ્રોટેક્શન સાથે સમાધાન કર્યા વિના જ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ તરીકે કામ કરે છે. આ NCB 20%થી 50% સુધી હોય છે અને નોન-ક્લેમ વર્ષોની સંખ્યા પર આધાર રાખે છે.
- ઝડપી કસ્ટમર કેર - તમારા તમામ ઇન્સ્યોરન્સ-સંબંધિત પ્રશ્નોના જવાબો કોઈપણ સમયે ડિજિટ પર મેળવો. ડિજિટની ગ્રાહક સંભાળ ટીમ 24X7 ઉપલબ્ધ છે. તે તાત્કાલિક ઉકેલ પ્રદાન કરશે.
- ગેરેજનું વિશાળ નેટવર્ક - દેશના દરેક ખૂણે 5800 ડિજિટ નેટવર્ક કાર ગેરેજ ઉપલબ્ધ છે તેથી તમારી ટ્રિપ ટેન્શન-ફ્રી રહેશે. કોઈપણ ગેરેજની મુલાકાત લો અને તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી સામે કેશલેસ રિપેરનો વિકલ્પ પસંદ કરો.
જો તમારી કાર દેશમાં ક્યાંય પણ બ્રેક ડાઉન થઈ જાય તો પણ, તમે મુશ્કેલીઓથી બચવા માટે તમારા ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ સામે ઓન-સાઇટ પિક-અપ સુવિધા પસંદ કરી શકો છો. વધુમાં, ડિજિટ તેના ગ્રાહકોને ઉચ્ચ સ્વૈચ્છિક કપાતપાત્ર ઓફર કરીને ઇન્સ્યોરન્સ પ્રીમિયમને વધુ ઘટાડવામાં મદદ કરે છે.
તેમ છતાં, ઓછું પ્રીમિયમ સંપૂર્ણ નાણાકીય સુરક્ષાની ખાતરી આપતું નથી તેથી, પસંદગી કરતા પહેલા તમારે વિષય પર સ્પષ્ટતા મેળવવા માટે ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવો જોઈએ.
ફોર્ડ એસ્પાયર - વેરિયન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત
વેરિયન્ટ્સ | એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
---|---|
એમ્બિયેન્ટ 1194 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 20.4 kmpl | ₹ 5.88 લાખ |
ટ્રેન્ડ 1194 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 20.4 kmpl | ₹ 6.53 લાખ |
એમ્બિયેન્ટ CNG1194 cc, મેન્યુઅલ, CNG, 20.4 કિમી/કિલો | ₹ 6.6 લાખ |
ટ્રેન્ડ પ્લસ1194 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 20.4 kmpl | ₹ 6.87 લાખ |
એમ્બિયેન્ટ ડીઝલ 1498 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 26.1 kmpl | ₹ 6.89 લાખ |
ટાઇટેનિયમ 1194 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 19.4 kmpl | ₹ 7.27 લાખ |
ટ્રેન્ડ ડીઝલ 1498 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 26.1 kmpl | ₹ 7.27 લાખ |
ટાઇટેનિયમ બ્લુ 1194 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 20.4 kmpl | ₹ 7.52 લાખ |
ટ્રેન્ડ પ્લસ CNG1194 cc, મેન્યુઅલ, CNG, 20.4 km/kg | ₹ 7.59 લાખ |
ટ્રેન્ડ પ્લસ ડીઝલ 1498 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 26.1 kmpl | ₹ 7.67 લાખ |
ટાઇટેનિયમ પ્લસ1194 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 19.4 kmpl | ₹ 7.72 લાખ |
ટાઇટેનિયમ ડીઝલ 1498 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 26.1 kmpl | ₹ 8.07 લાખ |
ટાઇટેનિયમ બ્લુ ડીઝલ 1498 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 25.5 kmpl | ₹ 8.32 લાખ |
ટાઇટેનિયમ પ્લસ ડીઝલ 1498 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 26.1 kmpl | ₹ 8.52 લાખ |
ટાઇટેનિયમ ઓટોમેટિક 1497 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ, 16.3 kmpl | ₹ 9.0 લાખ |
ભારતમાં ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું ડિજિટ આ સિવાય કોઈ અન્ય પોલિસી વિકલ્પ પ્રદાન કરે છે?
ના, ડિજિટ માત્ર થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી ઓફર કરે છે.
જો હું થર્ડ-પાર્ટી ફોર્ડ એસ્પાયર કાર ઇન્સ્યોરન્સ પોલિસી મેળવી લઉં તો શું હું ડોરસ્ટેપ કાર પિક-અપ અને ડ્રોપની ફેસિલિટી પસંદ કરી શકું?
ના, ડોરસ્ટેપ કાર પિક-અપ અને ડ્રોપ સુવિધા માત્ર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી માટે જ ઉપલબ્ધ છે.