ટ્રાવેલ ઇન્શ્યુરન્સ એ તમે ટ્રાવેલ સાથે આવતા જોખમોને આવરી લેવા માટે ખરીદો છો અને તેનો ઉપયોગ ઇન્ટરનેશનલ સ્તરે અથવા તો સ્થાનિક ટ્રાવેલ માટે અને અણધાર્યા સંજોગો દરમિયાન થઈ શકે છે.
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ઓનલાઇન ખરીદવાનો શ્રેષ્ઠ સમય એ તમારી ટ્રિપ પર પહેલી ડિપોઝિટ (હોટેલ અથવા ફ્લાઈટ ટિકિટ બુક કરાવવા) ના 15 દિવસની અંદરનો સમય છે. તમારી સફરનું આયોજન પૂર્ણ કર્યા પછી તમે તમારી કુલ પ્રી-પેઇડ ટ્રિપ ખર્ચનો અંદાજ લગાવી શકશો. આ આંકડો તમને તમારી સફરને સુરક્ષિત કરવા માટે તમારા પ્લાન માટે સચોટ ક્વોટ મેળવવા અંદાજ આપશે.
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ વહેલું ખરીદવાથી તમે ઘણી વખત પ્રી-ટેક-ઓફ કવરેજ માટે લાયક ઠરો છો જેમ કે ટ્રીપ કેન્સલેશન, વિક્ષેપ, ફ્લાઇટમાં વિલંબ વગેરે. ઘણી કંપનીઓ (જેમ કે અમારી) તમને રજા પ્રવાસે જાવ તેના આગલા દિવસ સુધી પ્લાન ખરીદવાનો અવકાશ આપે છે. જોકે શું આવરી લેવામાં આવ્યું છે અને શું નથી આવરી લેવાયું તેની ખાતરી કરો. ભલે તમે તમામ લાભો ન મેળવી શકો તેમ છતાં પણ તમને સામાન અને પાસપોર્ટની ખોટ, મેડિકલ કવર, સાહસિક પ્રવૃત્તિ કવરેજ, વ્યક્તિગત જવાબદારી અને જામીન બોન્ડ વગેરે જેવા મહત્વપૂર્ણ કવર મળે છે.
તમે જેટલી વહેલી તકે તમારો પ્લાન ખરીદો છો, તેટલી વહેલી તકે તમને આવરી લેવામાં આવશે. પરંતુ, જો તમે લાસ્ટ મિનિટ પ્લાનર છો તો પણ તમે બહાર નીકળતા પહેલા તમારી સફર સુરક્ષિત કરી શકો છો. તમે હવે ડિજિટની ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસીનો ઓનલાઇન લાભ મેળવી શકો છો!
ભારતમાં જનરલ ઇન્શ્યુરન્સ કંપનીઓ પાસેથી એરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયર કર્યા પછી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદી શકતા નથી.
તકનીકી રીતે તમારી પોલિસી જ્યારે તમે ટેક ઓફ કરશો ત્યારથી શરૂ થાય છે અને તમે તમારા દેશમાં પાછા ફરો છો ત્યાં સુધી કવરેજ આપે છે. કંઈક થઈ ગયા પછી પણ તમે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદી શકતા નથી. ઉદાહરણ તરીકે થાઈલેન્ડની તમારી સફરમાં તમારા પગમાં ઈજા થઈ અથવા તમારો સામાન ચોરાઈ ગયો. કમનસીબે આવી ઘટના માટે તમે ટ્રાવેલ ઇન્શ્યુરન્સનો ક્લેમ કરી શકતા નથી. જો કોઈ પરિસ્થિતિ પહેલેથી જ આવી ગઈ હોય અથવા થવાની અપેક્ષા હોય, તો તમને તમારી પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે નહીં.
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી ઓનલાઇન વહેલી ખરીદવી એ એક શાણપણભરી બુદ્ધિશાળી પસંદગી છે તેથી તમે બાદમાં તેને લેવાનું ભૂલશો નહીં.
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વિના ટ્રાવેલ કરવો અનેક જોખમોને આમંત્રણ છે અને ખાતરી છે કે તમે તે રિસ્ક લેવા તૈયાર નહિ હોવ. જાણો શા માટે નહિ:
હા, કારણ કે તે અણધારી અડચણો અથવા આફતોના કિસ્સામાં ટ્રાવેલ સંબંધિત ખર્ચાઓમાં હજારો-લાખો રૂપિયાના જોખમને આવરી લેવામાં મદદ કરે છે. કેટલાક કિસ્સાઓમાં ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદતા ઘણા પ્રવાસીઓએ આવશ્યક પણે ક્લેમ દાખલ કરતા નથી. અને તે જ લગભગ આખો મુદ્દો છે!
જો તમને તમારી ટ્રિપમાં કોઈ વિક્ષેપનો સામનો કરવો પડે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુરક્ષા એક સુરક્ષા કવચ તરીકે ખરીદવામાં આવે છે. આવી પરિસ્થિતિઓના નાણાકીય પરિણામો ગંભીર હોઈ શકે છે તેથી તમારા ખિસ્સાને ફટકો ન પડે તે માટે તમારી વિદેશ યાત્રાઓ માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદો છો. માફ કરવા કરતાં સલામત રહેવું વધુ સારું છે.
નીચે અમે તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ મેળવવાના કેટલાક વધુ મહત્વના કારણો અને લાભોનો ઉલ્લેખ કર્યો છે:
હવે જ્યારે તમે જાણો છો કે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ શા માટે નિર્ણાયક છે અને ખરીદવાનો યોગ્ય સમય છે, તો આગળ વધો અને ડિજિટમાંથી તમારી પોલિસી મેળવો.