હેલ્થ ઇન્શ્યુરન્સમાં કોપે

0% કોપેમેન્ટ વિકલ્પ સાથે ડિજીટ હેલ્થ ઈન્સ્યોરન્સ

હેલ્થ ઇન્શ્યુરન્સમાં કોપે અર્થ અને વ્યાખ્યા

છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં મધ્યમ-આવક જૂથના લોકો માટે સસ્તા દરે મેડિકલ સુવિધાઓમાંથી સ્પર્ધાત્મક સારવારનો લાભ મેળવવો લગભગ અશક્ય બન્યો છે. જોકે ઝડપી આર્થિક વિકાસ ઘણા લોકોને સારી જીવનશૈલી મેળવવામાં મદદ કરી છે. તેમ છતાં પણ દેશના એકંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી પોસાય તેવી હેલ્થકેરનો હજુ પણ અભાવ છે.

તેથી જ જ્યારે આપણા દેશમાં સક્ષમ હેલ્થકેર મેળવવાની વાત આવે ત્યારે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીનો લાભ મેળવવો એ માત્ર એક વિકલ્પ નથી પણ એક આવશ્યકતા છે. હેલ્થકેર પોલિસી હોવાથી તમે અચાનક મેડિકલ ઈમરજન્સીમાંથી ઊભી થતી નાણાકીય જવાબદારીઓ સામે સુરક્ષિત રહો છો.

હેલ્થ ઇન્શ્યુરન્સમાં કોપે શું છે

હેલ્થ ઇન્શ્યુરન્સમાં કોપે ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ પોલિસીધારકે ક્લેમની પોતાના તરફથી ઉઠાવવાની રકમની ટકાવારીનો સંદર્ભ આપે છે.

કેટલીક ઇન્શ્યુરન્સ પોલિસીઓ સહ-ચુકવણી (Co-Payment)ની ફરજિયાત શરત સાથે આવે છે, જ્યારે અન્ય પોલિસીધારકોને પ્રીમિયમ ચુકવણી ઘટાડવાની મંજૂરી સાથે સ્વૈચ્છિક સહ-ચુકવણીનો વિકલ્પ આપે છે.

તે કેવી રીતે કામ કરે છે?

સામાન્ય રીતે, હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી સાથે તમે બે પ્રકારના ક્લેમઓ પસંદ કરી શકો છો:

  • કેશલેસ સારવાર ઓપ્શન.

  • થયેલા ખર્ચ માટે વળતર.

કેશલેસ સારવાર સાથે તમારા ઇન્શ્યુરન્સ પ્રદાતા તમારી અથવા તમારા કુટુંબના સભ્યો જ્યાં સારવાર લઈ રહ્યા હોય તે હોસ્પિટલ સાથે સીધા તમારા ખર્ચાઓની પતાવટ કરવાની ઓફર કરે છે.

બીજી તરફ, ભરપાઈના ક્લેમ સાથે ઇન્શ્યુરન્સ પ્રદાતા તમને સારવાર હેઠળ હતા ત્યારે થયેલા ખર્ચ માટે વળતર આપશે.

હવે, અહિં કો-પેમેન્ટથી બે પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે:

  • તમે ઉચ્ચ કોપેની પસંદગી કરો છો ત્યારે તે તમારી કુલ પ્રીમિયમ ચુકવણી ઘટાડવામાં મદદ કરશે પરંતુ તમારે ક્લેમ દરમિયાન વધુ રકમ ચૂકવવી પડશે.

  • જો તમે ઓછું કોપે પસંદ કરો છો, તો તે ક્લેમ દરમિયાન તમારે ચૂકવવાની થતી રકમ ઘટાડશે, પરંતુ તમારે તમારી ઇન્શ્યુરન્સ પોલિસી માટે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે.

દાખલા તરીકે, જો તમે 15% કોપેની પસંદગી કરી હોય તો તમારા ઇન્શ્યુરન્સ પ્રદાતા ક્લેમની રકમના 85% ભોગવશે, જ્યારે બાકીની રકમ તમારે ઉઠાવવાની રહેશે.

 

વાંચો : COVID 19 ઇન્શ્યુરન્સ પોલિસીના કવરેજ વિશે વધુ જાણો

હેલ્થ ઇન્શ્યુરન્સમાં કોપે ક્લોઝ (કલમ/નિયમ) ના કયા પ્રકાર છે?

હવે મેડિકલ ઇન્શ્યુરન્સમાં કોપે શું છે તે વિશે શીખ્યા છીએ, તો ચાલો આપણે તેના પ્રકારો પર એક નજર કરીએ.

તમામ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી ફરજિયાત કોપે કલમો સાથે આવતી નથી. પરંતુ, જો તમારી હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીમાં આ કલમ હોય તો તે નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલ રીતે લાગુ કરી શકાય છે:

કોપેનો પ્રકાર લાગુ કરના ધોરણ (પ્રયોજ્યતા/એપ્લિકેબિલિટી)
મેડિકલ બિલ પર આ શ્રેણી હેઠળ કોપે કલમ ઉઠાવવામાં આવેલા સ્વૈચ્છિક અથવા ફરજિયાત તમામ ક્લેમઓને લાગુ પડે છે. આ રીતે તમારે ક્લેમની રકમનો એક ભાગ ચૂકવવો પડશે.
સિનિયર સિટિઝન પોલિસી પર આ પોલિસી મોટે ભાગે ફરજિયાત કોપે કલમો સાથે આવતી હોય છે. કારણ કે સિનિયર સિટિઝનો માટે સારવારનો ખર્ચ સામાન્ય રીતે ઘણો વધારે હોય છે.
કોઈપણ બિન-નેટવર્ક હોસ્પિટલમાં ભરપાઈના ક્લેમ અને સારવાર માટે કેટલીકવાર ઇન્શ્યુરન્સ પ્રદાતાઓ ફક્ત ભરપાઈના ક્લેમ પર અથવા નોન-નેટવર્ક હોસ્પિટલોમાં સારવાર દરમિયાન કોપેમેન્ટ કલમ લાગુ કરે છે. આ સંજોગોમાં કેશલેસ ક્લેમ ઇન્શ્યુરન્સ પ્રદાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે.
મેટ્રો શહેરોમાં હોસ્પિટલમાં દાખલ થવા માટે મેટ્રોપોલિટન શહેરોમાં સારવારનો ખર્ચ નાના શહેરો અને નગરો કરતાં વધુ હોવાથી ઇન્શ્યુરન્સ પ્રદાતાઓ આવા સંજોગો માટે કોપે કલમ લગાવી શકે છે.

કોપે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીની વિશેષતાઓ

હેલ્થ ઈન્શ્યોરન્સમાં કોપે શું છે તે સમજવા માટે તમારે પહેલા તેની વિશેષતાઓ વિશે જાણવું પડશે. અમે તેની ખાસિયતો/વિશેષતાઓને નીચે મુજબ જણાવી છે:

  • આ સિસ્ટમ હેઠળ તમારા મોટાભાગના ક્લેમ ઇન્શ્યુરન્સ પ્રદાતા દ્વારા આવરી લેવામાં આવે છે જ્યારે તમારે ખર્ચના અમુક ચોક્કસ ટકાવારીનું ભારણ સહન કરવાનું હોય છે.

  • તમે મેળવતી મેડિકલ સેવા પર કોપેની ટકાવારી આધાર રાખે છે.

  • જો તમે ઓછી કોપેમેન્ટની રકમ પસંદ કરો છો તો તમારે તમારી હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી સામે વધુ પ્રિમિયમ ચૂકવવું પડશે.

  • કોપે અર્થની વાત આવે છે ત્યારે તેનો કો-ઇન્શ્યુરન્સ સાથે એકબીજાના બદલે વાપરી શકાય છે.

  • વરિષ્ઠ-નાગરિક હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીઓમાં મોટાભાગે કોપે કલમો લાગુ કરવામાં આવે છે.

  • મેટ્રોપોલિટન શહેરોમાં સારવારનો ખર્ચ નાના શહેરો અને શહેરો કરતા વધારે હોવાથી આ વધુ લોકપ્રિય છે.

ઇન્શ્યુરન્સ કંપનીઓ પોલિસીધારક પર કોપે કલમો શા માટે વસૂલે છે?

ઇન્શ્યુરન્સ કંપનીઓ માટે પોલિસી ધારકો પર કોપે કલમો વસૂલવાનું સૌથી સ્પષ્ટ કારણ એ છે કે તેમના ક્લેમઓ પર તેમની કિંમતનો એક ભાગ બચાવવામાં મદદ કરી શકે છે.

આ સિવાય ઇન્શ્યુરન્સ કંપનીઓ દ્વારા હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી પર કોપે કલમ વસૂલવાના કયા કારણો છે?

એક નજર નાખીએ !

1. પોલિસીઓના દુરુપયોગને અટકાવવો - ઇન્શ્યુરન્સ પ્રદાતાઓ દ્વારા પોલિસીઓ પર કોપે કલમ લગાવવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ છે પોલિસી ધારકોના ભાગ પરના બિનજરૂરી ક્લેમઓને રોકવામાં મદદ કરે છે.

દાખલા તરીકે કોઈ વ્યક્તિ સારવારના ઉંચ ખર્ચની બાંયધરી ન આપતા રોગોની સારવાર સામે ક્લેમ કરવા માંગે છે. કોપે ક્લોઝ લાગવાથી આ કિસ્સામાં ઇન્શ્યુરન્સ પોલિસીનો દુરુપયોગ અટકાવી શકાય છે.

2. ઇન્શ્યુરન્સ પોલિસીના પ્રામાણિક ઉપયોગને પ્રોત્સાહન - કો-પેમેન્ટને કારણે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી તમારી સારવારના ખર્ચની ટકાવારી ચૂકવવાની હોવાથી ઇન્શ્યુરન્સ પોલિસીના ઉપયોગમાં સુધારો આવશે. પરિણામે તે પોલિસીધારક તરફથી પોલિસીના ન્યાયપૂર્ણ અને પ્રમાણિક ઉપયોગને પ્રોત્સાહિત કરે છે.

3. મોંઘી હેલ્થકેર લેતા પહેલા તમારા વિકલ્પો પર વિચાર કરવા મજબૂર કરે છે - સારવારનો ખર્ચ સતત વધી રહ્યો હોવા છતાં વ્યક્તિઓ ઘણીવાર મોંઘી હોસ્પિટલમાંથી સારવાર લે છે, જે બિનજરૂરી ખર્ચને નોતરે છે.

દાખલા તરીકે જો તમારી પાસે કોપે ક્લોઝ છે અને તમારે સારવારના ખર્ચ રૂ. 10,000ના બિલના 10% ચૂકવવા પડશે તો રુ. 1,000 ચૂકવવાના રહેશે. પરંતુ જો તમે મોંઘા મેડિકલ સેન્ટરમાંથી સારવાર લો છો તો તમારું બિલ રૂ. 50,000 સુધી જઈ શકે છે.આમ સમાન સારવાર માટે તમારે રૂ. 5,000 ચૂકવવાના રહેશે.

આમ કોપે વિકલ્પ સરેરાશ પોલિસીધારકને ઊંચા ખર્ચવાળી હોસ્પિટલોમાં સારવાર લેવાનું ટાળવા માટે પ્રોત્સાહિત કરશે.

4. ઇન્શ્યુરન્સ પ્રદાતાઓના જોખમોને ઘટાડે છે - કોપેમેન્ટ કલમ હેઠળ ઇન્શ્યુરન્સ પ્રદાતાઓએ કુલ ક્લેમની રકમના 100% ચૂકવવાની જરૂર નથી.

કોપે કલમ દ્વારા લાવવામાં આવેલા ફાયદા અને ગેરફાયદા

ફાયદા ગેરફાયદા
કોપે કલમની વાત આવે ત્યારે સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારી ઇન્શ્યુરન્સ પોલિસી તરફ ચૂકવવામાં આવતા પ્રીમિયમને ઘટાડવામાં મદદ કરે છે. જો તમારે તેના માટે તમારા ક્લેમનો એક ભાગ ચૂકવવો પડે તો પણ તે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તે તમારા પ્રીમિયમની ચૂકવણીને ઘટાડીને તમારા સામયિક ખર્ચમાં ઘટાડો કરે છે. પોલિસીધારકો પાસેથી ઉચ્ચ કો-પેમેન્ટની રકમની માંગણી કરતી ઇન્શ્યુરન્સ પોલિસી ઇન્શ્યુરન્સધારક વ્યક્તિને તેમની જરૂરિયાતના સમયે યોગ્ય હેલ્થકેર મેળવવાનું રોકી શકે છે અને પોલિસીને નકામી બનાવી શકે છે. કોપેમેન્ટ ઇન્શ્યુરન્સધારક વ્યક્તિને ગેરલાભમાં મૂકે છે કારણ કે તેઓ તેના અમુક હિસ્સા માટે ચૂકવણી કર્યા વિના ઇન્શ્યુરન્સ પ્રદાતાઓ પાસેથી પર્યાપ્ત હેલ્થકેર મેળવી શકતા નથી.
-- વધુ કોપેનો અર્થ ઓછું પ્રીમિયમ થાય પણ તમે પ્રીમિયમ પર બચત કરતાં તમારા સારવાર ખર્ચ માટે વધુ ચૂકવણી કરશો.

તેથી જ કોપે કલમો વિનાની હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીઓ વધુ લોકપ્રિય છે.

કોપે કલમ સાથે હેલ્થ ઇન્શ્યુરન્સ પસંદ કરતા પહેલા તમારે શું ધ્યાનમાં લેવું જોઈએ?

તમને સહ-ચુકવણી કલમ સાથે હેલ્થ ઇન્શ્યુરન્સ યોજનાઓ વધુ સસ્તી લાગતી હોય, પણ તમે તેને પસંદ કરતા પહેલા તમારી કવરેજની જરૂરિયાતો નક્કી કરવી તમારા માટે જરૂરી અને મહત્વપૂર્ણ છે. વધુમાં, તમારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમે કોપે વિકલ્પો સાથેની યોજના પસંદ કરો તે પહેલાં તમારી પાસે હોસ્પિટલમાં દાખલ થવાના બિલના તમારા હિસ્સાને આવરી લેવા માટે પર્યાપ્ત નાણાં છે .

નકારાત્મક પાસાંને જોતા ભલે સહ-ચુકવણી વિકલ્પ સાથે હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન સારો વિચાર લાગે તે મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં તમારી નાણાકીય જવાબદારીઓને ઘટાડવામાં બહુ ઓછી કામે આવે છે.

તેથી, એવી હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી પસંદ કરવી હંમેશા વધુ ફાયદાકારક છે જેમાં આવી કોપે કલમો નથી હોતી.

હેલ્થ ઇન્શ્યુરન્સમાં કોપે વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

હેલ્થ ઇન્શ્યુરન્સમાં ડિજિટ દ્વારા કોપેમેન્ટ શું છે?

તે 0% છે. હા, તમે બરાબર વાંચ્યું છે. ડિજિટના હેલ્થ ઇન્શ્યુરન્સમાં કોઈ કોપેમેન્ટ સામેલ નથી.

ક્લેમની પતાવટ સમયે મારી કોપેમેન્ટ જવાબદારી વિશે કેવી રીતે જાણવું?

તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી દસ્તાવેજમાં સહ-ચુકવણીના વિકલ્પને લગતી દરેક સંબંધિત વિગતો હશે - તમારે નક્કી કરેલ ટકાવારી સાથે ચૂકવવાનું રહેશે. 

હોસ્પિટલમાં દાખલ થવા પર કોપે લાદવામાં આવે છે?

કોપે વિકલ્પો મોટે ભાગે ભરપાઈના ક્લેમ પર વસૂલવામાં આવે છે. આ પોલિસી ધારકોને તેમની નેટવર્ક હોસ્પિટલોમાં સારવાર મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે. 

શું કોપે કલમો સાથેની પોલિસી સસ્તી છે?

હા, કોપે કલમો સાથેની પોલિસિઓ સસ્તી હોય છે કારણ કે ક્લેમની પતાવટની જવાબદારી ઇન્શ્યુરન્સ પ્રદાતા અને પોલિસીધારક વચ્ચે વહેંચાયેલી છે.