હેલ્થ ઈન્સ્યુરન્સમાં પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઈઝેશન ખર્ચ
અણધારી તબીબી કટોકટીના કિસ્સામાં હેલ્થ ઈન્સ્યુરન્સ એ એક આવશ્યક સુરક્ષા છે. પરંતુ, ઘણા લોકો માને છે કે હેલ્થ ઈન્સ્યુરન્સ પ્લાન માત્ર હોસ્પિટલમાં દાખલ થવા અથવા સારવારના ખર્ચને આવરી લે છે. વાસ્તવમાં આજકાલ હવે હેલ્થ ઈન્સ્યુરન્સ અકસ્માત, માનસિક સહાય, પ્રસૂતિ ખર્ચ, તેમજ હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને બાદના તમામ સંબંધિત ખર્ચ સહિતની બાબતોને પણ આવરી લે છે.
હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચમાં તમારા હોસ્પિટલમાં રોકાણ દરમિયાન રૂમનું ભાડું, નર્સિંગ ચાર્જ, દવાઓ, ઓક્સિજન અને અન્ય જરૂરી ઉપભોજ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ શું છે? ચાલો એક નજર કરીએ:
હોસ્પિટલમાં દાખલ થવા પહેલા (પ્રી-હોસ્પિટલાઈઝેશન) નો ખર્ચ એટલે શું?
હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં કરવામાં આવતો આ તબીબી ખર્ચ છે. દર્દીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા કરવામાં આવતા જરૂરી તબીબી પરીક્ષણોનો સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, એક્સ-રે, સીટી સ્કેન, એમઆરઆઈ, એન્જીયોગ્રામ, તપાસ પ્રક્રિયાઓ, દવા સહિતનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ થવાની તારીખના 30 દિવસ પહેલા સુધીના આવા કોઈપણ ખર્ચને આવરી લેવામાં આવે છે, પરંતુ આ નિયમો દરેક ઈન્સ્યુરન્સ કંપનીએ બદલાઈ શકે છે.
હોસ્પિટલમાં દાખલ થયા પછીનો ખર્ચ શું છે?
મોટાભાગના કિસ્સાઓમાં સારવાર અને રિકવરી સામાન્ય રીતે હોસ્પિટલ છોડ્યા પછી તરત જ સમાપ્ત થતી નથી. પોસ્ટ હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ એટલેકે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ કરવામાં આવતો ખર્ચ.
આમાં કોઈપણ ફોલો-અપ સારવાર, તબીબી પરામર્શ, ડાયગ્નોસ્ટિક પરીક્ષણો, દવા વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદના 45-90 દિવસની વચ્ચે થતા આ તબીબી ખર્ચાઓને આવરી લેશે.
હોસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચના દાવા કેવી રીતે કરવા?
આ દરેક કવર માટે ઉલ્લેખિત સમયગાળાની અંદર હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને બાદના ખર્ચ માટે દાવા કરવાનું યાદ રાખો. નીચેના પગલાં ધ્યાનમાં લેવા જોઈએ:
- સ્ટેપ 1: ખાતરી કરો કે હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીનો દાવો દર્દીને દાખલ કરવામાં આવે છે તે જ કારણસર કરવામાં આવ્યો હોય.
- સ્ટેપ 2: તમારા હોસ્પિટલના બિલ અને તમામ સંબંધિત દસ્તાવેજો (જેમ કે નિદાનની પુષ્ટિ, પ્રિસ્ક્રિપ્શન્સ, ડિસ્ચાર્જ સમરી વગેરે) સાથે જોડીને ક્લેમ કરો અને તેને તમારા ઇન્શ્યુરર તથા TPA સાથે શેર કરો.
- સ્ટેપ 3: હોસ્પિટલાઈઝેશન બાદના 45-90 દિવસની અંદર દાવો સબમિટ કરવાનું યાદ રાખો. (દાવો દાખલ કરવાની સમયરેખા વિશે તમારા ઇન્શ્યુરર સાથે તપાસ કરો).
- સ્ટેપ 4: એકવાર દસ્તાવેજો સબમિટ કર્યા પછી ઇન્શ્યુરર તેમની ચકાસણી કરશે અને પછી જો તેઓ નક્કી કરશે કે ખર્ચ એ જ તબીબી સ્થિતી સાથે સંબંધિત છે જેના માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તો દાવો સ્વીકારવામાં આવશે.
હોસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના કવરેજના લાભો
પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઈઝેશન ખર્ચને કવર કરતી તમારી હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીમાં ઘણા બધા લાભો છે, જેમ કે:
- ઓછો નાણાકીય બોજ: તમારા નાણાકીય બોજને ઘટાડવામાં મદદ સાથે વધારાના ખર્ચને આવરી લેશે.
- તણાવમાં ઘટાડો: તમારી પાસે આ કવરેજ હોય ત્યારે તમે તમારા તબીબી ખર્ચ વિશે વધુ ચિંતા કર્યા વિના તમારી સારવાર અને રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
- તબીબી કટોકટી માટે વધુ તૈયાર: કોઈપણ અણધારી તબીબી કટોકટીના કિસ્સામાં અને હોસ્પિટલાઈઝેશન બાદ પણ તમે વધુ તૈયાર રહેશો.
- બચતની બચત: તે સુનિશ્ચિત કરશે કે તમારી બચત નષ્ટ ન થાય, જ્યારે તમે હજુ પણ તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કાળજી મેળવો છો.
તબીબી બીલ ઘણીવાર તમારા હોસ્પિટલાઈઝેશના ખર્ચ કરતા વધી જાય છે. તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય (અકસ્માતના કિસ્સાઓ સિવાય), હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછી ઘણા ટેસ્ટમાંથી પસાર થવું પડે છે, વધુ ઉંડી તપાસો-પરીક્ષણો, દવા અથવા સારવારની જરૂર પડી શકે છે. પરંતુ, તબીબી સંભાળના વધતા ખર્ચ સાથે આ તમામ ખર્ચો ખૂબ ઊંચા હોઈ શકે છે અને તમારી બચતને પણ સમાપ્ત કરી શકે છે.
આમ મહત્વનું છે કે તમે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને હોસ્પિટલમાં દાખલ થયા પછીના લગભગ તમામ ખર્ચ માટે કવરેજ પૂરું પાડે તેવી હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસી ચકાસો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછી કયા ખર્ચાઓ આવરી લેવામાં આવે છે?
આ તબીબી ખર્ચાઓ તમારા હોસ્પિટલના રોકાણ સિવાયના ખર્ચાઓ છે. તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે પહેલા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, તપાસ પ્રક્રિયા, દવા સહિતના પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. ડિસ્ચાર્જ પછી કરવામાં આવતા ખર્ચ, ફોલો-અપ ટેસ્ટ, ચાલુ રાખવામાં આવેલ સારવાર વગેરેનો સમાવેશ હોસ્પિટલમાં દાખલ થવા પછીના ખર્ચમાં થાય છે.
શું તમારે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીનું કવર અલગ-અલગ મેળવવું પડશે?
મોટાભાગની કામ્પ્રિહેન્સિવ હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસી માટે આ ખર્ચાઓ સામાન્ય રીતે એકસાથે આવરી લેવામાં આવે છે. જોકે પોલિસી દસ્તાવેજો અવશ્ય તપાસો. જોકે કેટલીક પોલિસીઓ માટે તેમને એડ-ઓન કવર તરીકે અલગથી ખરીદવાની જરૂર પડી શકે છે.
હું હોસ્પિટલમાં દાખલ થયા પછીના ખર્ચનો દાવો કેવી રીતે કરી શકું?
તમે રેગ્યુલર હેલ્થ ઈન્સ્યુરન્સ ક્લેમ કરતી વખતે તમારા ઇન્શ્યુરરને સંબંધિત તબીબી બિલો અને દસ્તાવેજો જેમ કે ડોક્ટરનું પ્રમાણપત્ર અને ડિસ્ચાર્જ સમરી સબમિટ કરીને ડાયગ્નોસ્ટિક ચાર્જિસ, કન્સલ્ટિંગ ફી અને દવાના ખર્ચ માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલાંના અને પછીના બંને ખર્ચનો દાવો કરી શકો છો.
હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના દાવા ક્યારે સ્વીકારવામાં આવતા નથી?
હોસ્પિટલમાં દાખલ થવા પહેલાના અને પછીના ખર્ચને સ્વીકારવામાં નહિ આવનારા કેટલાક કિસ્સાઓ છે:
- દાવો ફરજિયાત સમયગાળા પછી કરવામાં આવ્યો હતો (સામાન્ય રીતે હોસ્પિટલાઈઝેશનના 45-90 દિવસ)
- તમે હોસ્પિટલમાં હતા તે સિવાયની અલગ કોઇ સારવાર માટેનો ખર્ચ હતો
- સબમિટ કરેલા બિલ અથવા દસ્તાવેજો ખોટા હોઈ શકે છે અથવા અધુરા હોય તો