અણધારી તબીબી કટોકટીના કિસ્સામાં હેલ્થ ઈન્સ્યુરન્સ એ એક આવશ્યક સુરક્ષા છે. પરંતુ, ઘણા લોકો માને છે કે હેલ્થ ઈન્સ્યુરન્સ પ્લાન માત્ર હોસ્પિટલમાં દાખલ થવા અથવા સારવારના ખર્ચને આવરી લે છે. વાસ્તવમાં આજકાલ હવે હેલ્થ ઈન્સ્યુરન્સ અકસ્માત, માનસિક સહાય, પ્રસૂતિ ખર્ચ, તેમજ હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને બાદના તમામ સંબંધિત ખર્ચ સહિતની બાબતોને પણ આવરી લે છે.
હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચમાં તમારા હોસ્પિટલમાં રોકાણ દરમિયાન રૂમનું ભાડું, નર્સિંગ ચાર્જ, દવાઓ, ઓક્સિજન અને અન્ય જરૂરી ઉપભોજ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ શું છે? ચાલો એક નજર કરીએ:
હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં કરવામાં આવતો આ તબીબી ખર્ચ છે. દર્દીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા કરવામાં આવતા જરૂરી તબીબી પરીક્ષણોનો સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, એક્સ-રે, સીટી સ્કેન, એમઆરઆઈ, એન્જીયોગ્રામ, તપાસ પ્રક્રિયાઓ, દવા સહિતનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ થવાની તારીખના 30 દિવસ પહેલા સુધીના આવા કોઈપણ ખર્ચને આવરી લેવામાં આવે છે, પરંતુ આ નિયમો દરેક ઈન્સ્યુરન્સ કંપનીએ બદલાઈ શકે છે.
મોટાભાગના કિસ્સાઓમાં સારવાર અને રિકવરી સામાન્ય રીતે હોસ્પિટલ છોડ્યા પછી તરત જ સમાપ્ત થતી નથી. પોસ્ટ હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ એટલેકે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ કરવામાં આવતો ખર્ચ.
આમાં કોઈપણ ફોલો-અપ સારવાર, તબીબી પરામર્શ, ડાયગ્નોસ્ટિક પરીક્ષણો, દવા વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદના 45-90 દિવસની વચ્ચે થતા આ તબીબી ખર્ચાઓને આવરી લેશે.
આ દરેક કવર માટે ઉલ્લેખિત સમયગાળાની અંદર હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને બાદના ખર્ચ માટે દાવા કરવાનું યાદ રાખો. નીચેના પગલાં ધ્યાનમાં લેવા જોઈએ:
પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઈઝેશન ખર્ચને કવર કરતી તમારી હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીમાં ઘણા બધા લાભો છે, જેમ કે:
તબીબી બીલ ઘણીવાર તમારા હોસ્પિટલાઈઝેશના ખર્ચ કરતા વધી જાય છે. તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય (અકસ્માતના કિસ્સાઓ સિવાય), હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછી ઘણા ટેસ્ટમાંથી પસાર થવું પડે છે, વધુ ઉંડી તપાસો-પરીક્ષણો, દવા અથવા સારવારની જરૂર પડી શકે છે. પરંતુ, તબીબી સંભાળના વધતા ખર્ચ સાથે આ તમામ ખર્ચો ખૂબ ઊંચા હોઈ શકે છે અને તમારી બચતને પણ સમાપ્ત કરી શકે છે.
આમ મહત્વનું છે કે તમે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને હોસ્પિટલમાં દાખલ થયા પછીના લગભગ તમામ ખર્ચ માટે કવરેજ પૂરું પાડે તેવી હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસી ચકાસો.