હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી
No Capping
on Room Rent
24/7
Customer Support
Zero
Co-payment
No Capping
on Room Rent
24/7
Customer Support
Zero
Co-payment
ભારતમાં પોર્ટ હેલ્થ ઈન્સ્યોરન્સ: ફાયદા અને કેવી રીતે ટ્રાન્સફર કરવો?
હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી શું છે?
હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી એ બીજું કશું નહિ પણ તમારી વર્તમાન હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને તમારી પસંદના અન્ય ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર પાસે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. જેમ તમે તમારો મોબાઈલ નંબર કોઈ એક ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડરની બદલે બીજામાં ટ્રાન્સફર કરો તેમ જ!
પણ આ પ્રક્રિયા માત્ર ઇન્શ્યોરન્સ બદલવા પૂરતી મર્યાદિત નથી. હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી ખાસ છે. કારણકે તેમાં તમે માત્ર એક વધુ સારા પ્લાનમાં ટ્રાન્સફર નથી કરતાં, પરંતુ તમારા વેઇટિંગ પિરિયડ અને નો ક્લેઇમ બોનસની પણ ટ્રાન્સફર કરો છો. પરિણામે તમારે શરૂઆતથી જ વેઇટિંગ પિરિયડ શરુ નથી થતો અને તમે અત્યાર સુધી એકઠું થયેલું બોનસ પણ નથી ગુમાવતાં!
હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી એ બીજું કશું નહિ પણ તમારી વર્તમાન હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને તમારી પસંદના અન્ય ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર પાસે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. જેમ તમે તમારો મોબાઈલ નંબર કોઈ એક ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડરની બદલે બીજામાં ટ્રાન્સફર કરો તેમ જ!
પણ આ પ્રક્રિયા માત્ર ઇન્શ્યોરન્સ બદલવા પૂરતી મર્યાદિત નથી. હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી ખાસ છે. કારણકે તેમાં તમે માત્ર એક વધુ સારા પ્લાનમાં ટ્રાન્સફર નથી કરતાં, પરંતુ તમારા વેઇટિંગ પિરિયડ અને નો ક્લેઇમ બોનસની પણ ટ્રાન્સફર કરો છો. પરિણામે તમારે શરૂઆતથી જ વેઇટિંગ પિરિયડ શરુ નથી થતો અને તમે અત્યાર સુધી એકઠું થયેલું બોનસ પણ નથી ગુમાવતાં!
તમારી હેલ્થ ઈન્સુરન્સ પૉલિસીને ડિજિટમાં શા માટે પોર્ટ કરો?
મારા હેલ્થ ઈન્શ્યોરન્સને ડિજિટમાં ટ્રાન્સફર કરવાની શું પ્રક્રિયા છે?
- સ્ટેપ 1: ‘ડિજિટ હેલ્થમાં ફેરબદલ કરો’ ઉપર ક્લિક કરો
- સ્ટેપ 2: ઓનલાઈન તમારું નામ અને મોબાઈલ નંબર ઉમેરો.
- સ્ટેપ 3: કામ થઈ ગયું! બાકીનું બધું જ અમારી જવાબદારી! 48 કલાકમાં અમારો કોઈ હેલ્થ નિષ્ણાંત તમારો સંપર્ક કરશે. અને સફળતાપૂર્વક તમારો હેલ્થ ઈન્શ્યોરન્સ ફેરબદલ કરવામાં મદદ કરશે.
ડિજિટમાં હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- તમારા વર્તમાન ઇન્શ્યોરર પાસે રહેલી હાલની હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી
- તમારી ઓળખનો પુરાવો
- અન્ય વિગતો, જેમકે તમારી મેડિકલ ડિટેલ્સ, ક્લેઇમ હિસ્ટરી વિષે ફોન દ્વારા માહિતી લેવામાં આવશે.
તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં તમે શું પોર્ટ કરી શકો છો?
હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવા માટે પૉલિસી હોલ્ડર (ઉર્ફે તમે!) ના અધિકારો
IRDAI દ્વારા નિર્ધારિત હેલ્થ ઇન્સ્યોરન્સ પોર્ટેબિલિટી નિયમો - તમારા માટે સરળ છે
તમારે તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ક્યારે પોર્ટ કરવી જોઈએ?
જ્યારે તમે તમારા વર્તમાન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડરથી ખુશ નથી
તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ, ખરાબ અનુભવ અથવા ખરાબ સેવાને કારણે તમારી કંપનીથી નાખુશ હોય શકો છો. જ્યારે તમારી પોલિસીના રિન્યુઅલને લગભગ 45 દિવસની વાર હોય ત્યારે તમે અલગ અલગ ઓપ્શન અંગે વિચારીને તમને વધુ અનુકૂળ લાગતાં હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન અથવા કંપનીને પસંદ કરીને તમારી હાલની હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીમાંથી છૂટા થઈ શકો છો.
જ્યારે ત્યાં વધુ સારા પ્લાન હોય છે!
ક્યારેક એવું બને કે તમારા હાલના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર સારા જ હોય છતાં પણ તમારી અને તમારા પરિવારની હેલ્થ ઈન્શ્યોરન્સ ની જરૂરિયાત પુરી કરવા સક્ષમ ન હોય. જેમકે, તમે તમારા માતા-પિતા માટે “આયુષ” સગવડ ઇચ્છતા હો અથવા પોતાના માટે મેટરનિટી કવર ઇચ્છતા હો અને તમારા અત્યારના પ્લાનમાં એ સગવડો ન હોય!
આવા સંજોગોમાં તમારે ઓછામાં ઓછા બીજા 3 ઓપ્શન એકબીજા સાથે સરખાવી જોવા જોઈએ અને પછી તમને સૌથી વધુ અનુકૂળ ઈન્શ્યોરન્સ કંપનીની પોલિસી લેવી જોઈએ. હા એક વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે આ પ્રવૃતિ તમારી પોલિસીના રિન્યુઅલને લગભગ 45 દિવસની વાર હોય ત્યારે કરી લેવી જરૂરી છે.
જ્યારે તમે હેલ્થ ઈન્સ્યોરન્સમાં શિફ્ટ થવા માંગો છો જે ડિજિટલ ફ્રેન્ડલી હોય
એવું બની શકે કે તમારી અત્યારની હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની ડિજિટ ફ્રેન્ડલી અથવા કોન્ટેકટલેસ ન હોય અને તેમની દરેક પ્રક્રિયાઓ ખૂબ જ લાંબી હોય અને તમારે કોઈ સારી ડિજિટ ફ્રેન્ડલી કંપનીનો ઈન્શ્યોરન્સ લેવો હોય માટે તમે તમારી પોલોસી ફેરબદલ કરાવવા માંગતા હો.
તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સને પોર્ટ કરો તે પહેલાં જાણવા માટેની 3 બાબતો
1. તમારી વર્તમાન પોલિસીની સમાપ્તિ તારીખ વિશે માહિતગાર રહો!
સમયસૂચકતા એ ખૂબ જ મહત્વની વાત છે. હેલ્થ ઈન્શ્યોરન્સ ની ફેરબદલના કિસ્સામાં સૌથી વધી ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમે માત્ર રિન્યુઅલ વખતે જ આ કામ કરી શકો છો.
અને તમારે ફેરબદલીની પ્રક્રિયા સમયસર પૂરી કરવી હોય તો તમારા હાલના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડરને ઓછામાં ઓછા 45 દિવસ અગાઉ આ અંગે જાણ કરવી ખૂબ જરૂરી છે. એક વખત તમારી પોલિસી એક્સપાયર થઈ જાય પછી તમે કોઈ પણ સંજોગોમાં તેની ફેરબદલી કરી શકશો નહિ.
2. અસ્વીકાર ટાળવા માટે તમારા નવા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર સાથે પ્રમાણિક રહો
જેવી રીતે સંબંધોમાં પ્રામાણિકતા જરૂરી છે એ જ રીતે તમારે તમારા નવા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર સાથે ક્લેઇમ અને મેડિકલ કંડિશન બંનેની હિસ્ટરી બાબતમાં એકદમ પ્રામાણિક રહેવું જોઈએ જેથી રિજેક્શન અને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ્સથી બચી શકાય.
3. યાદ રાખો કે સમાન પ્લાન પણ વિવિધ લાભો સાથે આવી શકે છે
તમારે એક વાત હમેશા યાદ રાખવી જોઈએ કે તમે કદાચ સમાન લાગતી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લઈ રહ્યા હો છતાં એમાં ફાયદાઓ અલગ પ્રકારના હોય શકે છે.
ઉદાહરણ તરીકે, અલગ અલગ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર અલગ અલગ રૂમ રેન્ટ લિમિટ ધરાવતા અથવા તો સાવ જ રૂમ રેન્ટ લિમિટ જ ન ધરાવતા હોય એવું બની શકે છે! એટલે તમારે બધા જ ફાયદાઓ સમાન જ હશે એવું ન ધરીને સાવધાન રહેવું અને દરેક ફાયદાઓ અંગે વિગતવાર માહિતગાર થવું જરૂરી છે.
તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પોર્ટ કરવાના ફાયદા અને ગેરફાયદા શું છે?
ફાયદાઓ |
ગેરફાયદાઓ |
કન્ટીન્યુટી બેનિફિટ – આ હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટ કરાવવાનો સૌથી મોટો ફાયદો છે. સરળતાથી સમજી તો તમારે તમારી જૂની પોલિસીના ફાયદાઓને છોડી દેવા નથી પડતાં, ઉદાહરણ તરીકે સમજી તો ધારોકે તમારી જૂની પોલિસીને 2 વર્ષ થઈ ચૂક્યા છે અને તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરના નિયમો મુજબ વેઇટિંગ પિરિયડ 3 વર્ષનો છે તો તમારે વધુ માત્ર 1 વર્ષ જ એ સ્પેસિફિક રોગો માટે રાહ જોવી પડે છે જ્યારે નવી પોલિસી લેવાની વાત આવે તો આ સમયગાળો નવેસરથી ગણવામાં આવે છે! |
ફેરબદલી માત્ર રિન્યુઅલ સમયે જ થઈ શકે છે – પોલીસીની ફેરબદલી એટલે કે પોર્ટિંગ એ માત્ર રિન્યુઅલ સમય પર જ શક્ય છે. એટલા માટે તમારે તમારી અંતિમ તારીખનાં ઓછામાં ઓછા 2 મહિના અગાઉથી નવી પોલિસી અને નવા પ્લાન ફીચર્સ વિષે રિસર્ચ કરી રાખવું જરૂરી બની જાય છે કારણકે તો જ તમે તમારી જરૂરિયાત પ્રમાણેના ફાયદાઓ સાથેની પોલિસી આરામથી પસંદ કરી શકશો. |
નો ક્લેઇમ બોનસ – સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ નો ક્લેઇમ બોનસનો લાભ જતો કરવા ન જ માંગતી હોય અને પોલિસીને પોર્ટ કરાવવાના કારણે તમે નો ક્લેઇમ બોનસનો લાભ પણ કેરી ફોરવર્ડ કરી શકો છો. |
મર્યાદિત ફેરફારો – તમે તમારા જુના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનમાંથી નવા વધુ સારા પ્લાનમાં ચોક્કસ જઈ શકો છો પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે કે તમે મર્યાદિત ફેરફારો જ કરી શકો છો. તમે વધુ પડતાં ફેરફારો અથવા ફીચર્સ ઇચ્છતા હશો તો તમારા પ્રીમિયમ અને શરતોમાં પણ એ મુજબના ફેરફારો થવાની તૈયારી રાખવી પડશે. |
વેઇટિંગ પિરિયડ પર ન પડતી અસર – પહેલા જ જણાવ્યા મુજબ તમારા નવા હેલ્થ ઈન્શ્યોરન્સ પાસે તમારી નવી પોલિસીની શરૂઆત જ્યારે થાય છે ત્યારે તમે જુના ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર સાથે પસાર કરેલો સમય તમારા વેઇટિંગ પિરિયડમાંથી બાદ થઈ જાય છે અને તમારે નવેસરથી વેઇટિંગ પિરિયડ ભરવો પડતો નથી. |
એક્સ્ટેંસીવ કવરેજ માટે વધુ પ્રીમિયમ – જો તમે એવું નક્કી કર્યું હોય કે તમારે તમારી જૂની પોલિસી કરતાં વધુ એક્સ્ટેંસીવ કવરેજ જોઈએ છે અને તમે સાવ અલગ જ પ્લાન પસંદ કરો તો તેના કારણે તમારે એ મુજબ વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. |