હેલ્થ ઈન્સ્યોરન્સમાં નો રૂમ રેન્ટ કેપિંગનો અર્થ શું છે ?
હેલ્થ ઈન્સ્યોરન્સમાં નો રૂમ રેન્ટ કેપિંગનો અર્થ એ છે કે તમે તમારી સારવાર દરમિયાન તમને જોઈતો કોઈપણ હોસ્પિટલનો રૂમ પસંદ કરી શકો છો એટલે કે ત્યાં કોઈ મહત્તમ રૂમ ભાડાની મર્યાદા નથી.
જ્યાં સુધી તમારી કુલ ક્લેયમની રકમ તમારી સમ ઈશ્યોર્ડ જેટલી હોય ત્યાં સુધી તમે સારવાર માટે અથવા ICU (જો જરૂર હોય તો) માટે ઇચ્છો તે કોઈપણ હોસ્પિટલ રૂમ પસંદ કરી શકો છો.
ચાલો કેટલાક સંદર્ભ સાથે વધુ સારી રીતે આ બાબત સમજીએ.
કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ થતી વખતે પસંદગી માટે ઘણા બધા રૂમ ઉપલબ્ધ હોય છે. મોટાભાગની હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ તમને એક લિમિટ આપે છે કે જ્યાં સુધી તમે તમારો હોસ્પિટલનો રૂમ અને ICU રૂમ પસંદ કરી શકો.
દા.ત.: હોસ્પિટલના રૂમની કેટેગરીઓ હોય છે જેમ કે ડબલ રૂમ, ડીલક્સ રૂમ, લક્ઝરી રૂમ વગેરે દરેકના અલગ-અલગ રૂમ ભાડા સાથે.
હોટલના રૂમની માફક જ આ હોય છે! અનેક હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ તમને તમારી પોલિસીમાં રૂમ ભાડાની કેપિંગ નક્કી કરે છે, જેમાં ICUના રૂમના ભાડા પર પણ લિમિટ લાગુ થાય છે.
રૂમ ભાડા પર નો કેપિંગથી તમારા હોસ્પિટલના બિલમાં કેવી રીતે ફરક પડી શકે છે ?
ભારતમાં હોસ્પિટલ રૂમનું સરેરાશ ભાડું કેટલું છે?
ICU રૂમના ભાડા સહિત ભારતની હોસ્પિટલોમાં અલગ-અલગ રૂમ માટેના સરેરાશ રૂમ ભાડાના ખર્ચને સમજવામાં મદદ કરવા માટે અહીં એક ટેબલ રજૂ કરી રહ્યાં છીએ.
હોસ્પિટલ રૂમના પ્રકારો | ઝોન A | ઝોન B | ઝોન C |
જનરલ વોર્ડ | ₹1432 | ₹1235 | ₹780 |
સેમીપ્રાઈવેટ વોર્ડ(2 કે તેથી વધુ શેરિંગ) | ₹4071 | ₹3097 | ₹1530 |
પ્રાઈવેટ વોર્ડ | ₹5206 | ₹4879 | ₹2344 |
આઈસીયુ | ₹8884 | ₹8442 | ₹6884 |