હેલ્થ ઈન્સ્યોરન્સમાં નો રૂમ રેન્ટ કેપિંગનો અર્થ એ છે કે તમે તમારી સારવાર દરમિયાન તમને જોઈતો કોઈપણ હોસ્પિટલનો રૂમ પસંદ કરી શકો છો એટલે કે ત્યાં કોઈ મહત્તમ રૂમ ભાડાની મર્યાદા નથી.
જ્યાં સુધી તમારી કુલ ક્લેયમની રકમ તમારી સમ ઈશ્યોર્ડ જેટલી હોય ત્યાં સુધી તમે સારવાર માટે અથવા ICU (જો જરૂર હોય તો) માટે ઇચ્છો તે કોઈપણ હોસ્પિટલ રૂમ પસંદ કરી શકો છો.
ચાલો કેટલાક સંદર્ભ સાથે વધુ સારી રીતે આ બાબત સમજીએ.
કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ થતી વખતે પસંદગી માટે ઘણા બધા રૂમ ઉપલબ્ધ હોય છે. મોટાભાગની હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ તમને એક લિમિટ આપે છે કે જ્યાં સુધી તમે તમારો હોસ્પિટલનો રૂમ અને ICU રૂમ પસંદ કરી શકો.
દા.ત.: હોસ્પિટલના રૂમની કેટેગરીઓ હોય છે જેમ કે ડબલ રૂમ, ડીલક્સ રૂમ, લક્ઝરી રૂમ વગેરે દરેકના અલગ-અલગ રૂમ ભાડા સાથે.
હોટલના રૂમની માફક જ આ હોય છે! અનેક હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ તમને તમારી પોલિસીમાં રૂમ ભાડાની કેપિંગ નક્કી કરે છે, જેમાં ICUના રૂમના ભાડા પર પણ લિમિટ લાગુ થાય છે.
ઉદાહરણ સાથે સમજીએ તો રૂ. 3 લાખના બેઝિક હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે બેંગ્લોર જેવા ઝોન B શહેરમાં 4 દિવસ માટે દાખલ થાવ તો તેના 1%ના રેન્ટ કેપિંગ એટલેકે પ્રતિ દિન રૂ. 3000નું કવર મળે છે.
નો રૂમ રેન્ટ કેપ સાથે ડિજિટ હેલ્થ ઈન્સ્યોરન્સ | રૂમ રેન્ટ કેપિંગ સાથેના બીજા ઈન્સ્યોરન્સ | |
સમ ઈન્શ્યોર્ડ | ₹3 Lacs | ₹3 Lacs |
રૂમ રેન્ટ કેપ | નો રૂમ રેન્ટ કેપ | તમારા સમ ઈન્શ્યોર્ડના 1% દા.ત, રૂ. 3000 |
હોસ્પિટલાઈઝેશનના દિવસો | 4 | 4 |
પ્રાઈવેત વોર્ડ માટે રૂમ રેન્ટ(પ્રતિ દિવસ) | ₹5000 | ₹5000 |
4 દિવસના રૂમ રેન્ટ ચાર્જ | ₹20000 | ₹20000 |
ઈન્સ્યોર્ર દ્વારા કવર થતું રૂમ રેન્ટ | ₹20000 | ₹12000 |
તમારે ચૂકવવાના થતા | ₹0 | ₹8000 |
જેમ તમે અહીં જોઈ શકો છો તમારા હેલ્થ ઈન્સ્યોરન્સમાં રૂમનું ભાડું મર્યાદિત કરવામાં આવ્યું છે તેથી તમારે ઓછામાં ઓછા રૂ. 8,000 (રૂમના ભાડાની મર્યાદાને લીધે વધારાની રકમ) વધુ ચૂકવશો.
જોકે જો તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ કોઈ રૂમ રેન્ટ કેપિંગ સાથે ન આવતો હોય તો એટલેકે નો રૂમ રેન્ટ કેપિંગ હોય તો તમારે આ વધારાની રકમ ચૂકવવાની રહેશે નહીં આમ વધારાના આઉટ પોકેટ ખર્ચમાંથી બચત થશે કપરી સ્થિતિમાં,તમને વધુ આર્થિક બોજો નહિ પડે !
ICU રૂમના ભાડા સહિત ભારતની હોસ્પિટલોમાં અલગ-અલગ રૂમ માટેના સરેરાશ રૂમ ભાડાના ખર્ચને સમજવામાં મદદ કરવા માટે અહીં એક ટેબલ રજૂ કરી રહ્યાં છીએ.
હોસ્પિટલ રૂમના પ્રકારો | ઝોન A | ઝોન B | ઝોન C |
જનરલ વોર્ડ | ₹1432 | ₹1235 | ₹780 |
સેમીપ્રાઈવેટ વોર્ડ(2 કે તેથી વધુ શેરિંગ) | ₹4071 | ₹3097 | ₹1530 |
પ્રાઈવેટ વોર્ડ | ₹5206 | ₹4879 | ₹2344 |
આઈસીયુ | ₹8884 | ₹8442 | ₹6884 |
નોંધ – અત્રે નોંધનીય છે કે આ માત્ર રેફરન્સ હેતુ માટે છે અને ખર્ચ દરેક હોસ્પિટલો અને શહેર પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.