સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં 26.8 મિલિયનથી વધુ વિકલાંગ લોકો ( PwDs ) છે - જે કુલ વસ્તીના લગભગ 2.2% છે. જોકે અન્ય સ્ત્રોતોના અંદાજો અનુસાર આંકડો હજી વધુ છે. તમને શારીરિક અથવા માનસિક વિકલાંગતા હોય ત્યારે રોજિંદુ જીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે. આ સિવાય ઉચ્ચ તબીબી ખર્ચનો નાણાકીય તાણ પણ પરેશાની ઉભી કરે છે.
હેલ્થ ઈન્શ્યુરન્સએ તબીબી ખર્ચમાંથી નાણાકીય સુરક્ષા મેળવવાની શ્રેષ્ઠ રીતો પૈકીની એક હોવાથી તમે કદાચ વિચારતા હશો કે "શું ભારતમાં વિકલાંગ લોકો માટે કોઈ હેલ્થ ઈન્શ્યુરન્સ છે?". સારું, ચાલો ખાતરી આપીએ કે હા વીમો મળે છે.
વિકલાંગ લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ છે પરંતુ તેમાં મર્યાદિત કવરેજ હોય છે. કેટલીક ખાનગી ઈન્શ્યુરન્સ કંપનીઓ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન પણ ઓફર કરે છે. જોકે તે ઘણી વખત વધુ ખર્ચાળ હોય છે. ચાલો આપણે વિકલાંગ વ્યક્તિ માટે ઉપલબ્ધ ઈન્શ્યુરન્સ ફાયદા પર એક નજર કરીએ:
ભારતમાં, વિકલાંગ વ્યક્તિ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) અધિનિયમ, 1955 હેઠળ ઓછામાં ઓછી 40% ક્ષતિ ધરાવતી વ્યક્તિ વિકલાંગ ગણાય છે. જો તેઓને એક કરતાં વધુ પ્રકારની વિકલાંગતા હોય અથવા 80% કરતાં વધુ ક્ષતિ હોય તો તેઓને ગંભીર રીતે અપંગ ગણવામાં આવે છે.
ભારતમાં વર્ગીકૃત કરવામાં આવેલ ત્રણ મુખ્ય પ્રકારની વિકલાંગતાઓ અહીં દર્શાવી છે:
ભલે તમે સરકાર દ્વારા પ્રાયોજિત હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદી રહ્યાં હોવ અથવા તમે ખાનગી ઈન્શ્યુરન્સ કંપની સાથે જવાની યોજના બનાવી રહ્યાં હોવ વિકલાંગ વ્યક્તિઓ માટે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે:
હેલ્થ ઈન્શ્યુરન્સ માટેની દરખાસ્ત કરતી વખતે તમારે તમારી વિકલાંગતા અને અન્ય કોઈપણ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી સ્થિતીઓને યોગ્ય રીતે જાહેર કરવી આવશ્યક છે. આમ ન કરવાથી ક્લેમઓના સમયે તમને આર્થિક નકારાત્મક અસર થઈ શકે છે.
તમારે અમુક દસ્તાવેજો અથવા તબીબી અહેવાલો સબમિટ કરવાની જરૂર પડી શકે છે. આમાં સામાન્ય રીતે વિકલાંગતાના ક્ષતિના સ્તરને સમજવા માટે ડોક્ટરનો રિપોર્ટ સામેલ હોય છે ( એટલે કે અપંગતા વ્યક્તિની દૈનિક કાર્યો કરવાની ક્ષમતાને કેટલી અસર કરે છે).
તમને સરકારી અધિકૃત હોસ્પિટલમાં નોંધાયેલા ડોક્ટર પાસેથી વધારાના તબીબી પરીક્ષણોમાંથી પસાર થવા માટે પણ કહેવામાં આવી શકે છે અને આ પરીક્ષણો અને રિપોર્ટના આધારે ઇન્શ્યુરર તમારી ઈન્શ્યુરન્સ અરજી સ્વીકારવી કે નહીં તે નક્કી કરશે.
એકવાર ખાનગી ઈન્શ્યુરન્સ કંપની દ્વારા તમારી ઈન્શ્યુરન્સ અરજી સ્વીકારવામાં આવે પછી યાદ રાખો કે તમારી પોલિસી માટે પ્રીમિયમ નક્કી કરવાનું વીમાદાતા/ઇન્શ્યુરર પર આધારિત છે. આ તમારી વિકલાંગતા, ઉંમર, કૌટુંબિક તબીબી ઇતિહાસ, અન્ય પૂર્વ-અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ સહિતના પરિબળોને આધારે બદલાશે. વધુમાં, તમારા પ્રીમિયમ પર 18%ના દરે GST પણ લાગશે.
તમે ઊંચા પ્રીમિયમ વિશે ભયભીત હોઈ શકો છો ત્યારે ધ્યાનમાં રાખો કે વિકલાંગ વ્યક્તિઓ તેમના હેલ્થ ઈન્શ્યુરન્સ પર કર કપાત ફાયદા મેળવી શકે છે.
આવકવેરા કાયદાની કલમ 80U આંશિક રીતે વિકલાંગ લોકોને ₹50,000 સુધીની કર કપાત મેળવવાની મંજૂરી આપે છે, જ્યારે ગંભીર રીતે અપંગ વ્યક્તિઓ ₹1 લાખ સુધીની કર કપાત મેળવી શકે છે.
અને કલમ 80DD મુજબ પરિવારના સભ્યો આશ્રિત વિકલાંગ વ્યક્તિઓ માટે ઈન્શ્યુરન્સ પ્રિમીયમ પર પણ કપાત મેળવી શકે છે.
અમે ઉપર ઉલ્લેખ કર્યો છે તેમ, વિકલાંગ લોકો માટે ખરેખર અમુક જ હેલ્થ ઈન્શ્યુરન્સ વિકલ્પો ઉપલબ્ધ હોય છે.
કોઈ વધારાની કલમો ઉમેર્યા વગર આકસ્મિક વિકલાંગ વ્યક્તિઓને મોટાભાગના રેગ્યુલર હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન દ્વારા આવરી લેવામાં આવશે. આ સિવાય જો અકસ્માત પહેલાં તેમની પાસે પર્સનલ અકસિડેન્ટ કવર હોય તો વધારાની નાણાકીય સુરક્ષા અને અમુક અપંગતાના કિસ્સામાં નિશ્ચિત ફાયદા પણ મળશે.
જોકે નોંધનીય છે કે જન્મજાત અને માનસિક વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ ઉચ્ચ જોખમની શ્રેણી હેઠળ આવશે અને તેઓ રેગ્યુલર હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન દ્વારા આવરી લેવામાં આવશે નહીં અથવા માત્ર આંશિક કવરેજ જ મેળવશે. તેથી, તેઓ વધુ સારી તબીબી સુરક્ષા માટે સરકારી યોજનાઓ તરફ ધ્યાન આપી શકે છે.
ભારત સરકાર વિકલાંગ લોકો માટે બે વિશેષ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન ઓફર કરે છે:
પરિમાણો |
નિર્માલ્ય હેલ્થ ઈન્શ્યુરન્સ |
સ્વાવલંબન હેલ્થ ઈન્શ્યુરન્સ |
વય/ઉંમર મર્યાદા |
કોઈ વય મર્યાદા નથી |
18-65 વર્ષ |
પાત્રતા |
નેશનલ ટ્રસ્ટ પાસે નોંધણી કરાવવી આવશ્યક છે |
કુટુંબની આવક વાર્ષિક ₹3 લાખ કરતા ઓછી હોવી જરૂરી |
ઈન્શ્યુરન્સની રકમ |
₹1 લાખનું કવરેજ |
₹2 લાખનું કવરેજ |
કવરેજ મર્યાદાઓ |
આ માટેની મર્યાદાઓમાં: OPD ખર્ચ: ₹14,500, વર્તમાન ઉપચાર: ₹10,000, વૈકલ્પિક દવાઓ: ₹4,500, પરિવહન ખર્ચ: ₹1,000 શામેલ છે |
અપંગ વ્યક્તિ, જીવનસાથી અને બે બાળકોને આવરી લે છે |
પ્રીમિયમ |
₹250 (જો કુટુંબની આવક ₹15,000 કરતાં ઓછી હોય), ₹500 (જો કુટુંબની આવક ₹15,000 કરતાં વધુ હોય) |
₹3,100 (વીમાધારક પાસેથી માત્ર 10% વસૂલવાના છે) |
જરૂરી દસ્તાવેજ |
માન્ય અપંગતા પ્રમાણપત્ર |
વિકલાંગતાનું પ્રમાણપત્ર, દરખાસ્તનું ફોર્મ, પ્રીમિયમ ચુકવણીની રસીદ, આવકનું પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો |
હેલ્થ ઈન્શ્યુરન્સ માટે તમારા પાત્રતા માપદંડો નક્કી કરતા કેટલાક પરિબળો છે. આ પરિબળો નીચે મુજબ છે:
જો તમે અથવા કુટુંબનો કોઈ સભ્ય વિકલાંગતા સાથે જીવે છે તો આશા છે કે, હવે તમને ખ્યાલ છે કે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદવા માટે તમે શું કરી શકો છો અને કઈ પોલિસી સારી છે તેની તુલના કરી યોગ્ય નિર્ણય લઈ શકો છો.
કમનસીબે વિકલાંગ વ્યક્તિઓ માટે હેલ્થ ઈન્શ્યુરન્સની વાત આવે ત્યારે હજુ પણ સુધારા માટે ઘણો અવકાશ છે. હાલમાં ખાનગી ઈન્શ્યુરન્સ પ્લાનની વાત આવે ત્યારે માત્ર ઉચ્ચ જોખમ માનવામાં ન આવતા વ્યક્તિઓને જ કવર આપવામાં આવે છે. પરંતુ ભવિષ્યમાં આ મોરચે પણ સુધારાઓ થવાની ખાતરી છે જેથી દરેકને, ગંભીર વિકલાંગતા ધરાવતા લોકોને પણ હેલ્થ ઈન્શ્યુરન્સ હેઠળ આવરી શકાય