તેથી તમે સ્વાસ્થ્ય વીમો ખરીદવાનું વિચારી રહ્યાં છો અને તમારી નિર્ણય લેવા જઈ રહ્યાં છો ની પ્રક્રિયા વચ્ચે તમે વિચારો છો, "એક મિનિટ રાહ જુઓ, જો હું બિલકુલ દાવો ન કરું તો શું થશે"?
તમે કદાચ ચિંતિત હશો કે તમારી પ્રીમિયમની ચૂકવણી ખાલી થઈ જશે. પરંતુ જો અમે તમને કહીએ કે તમે સ્વસ્થ રહેવા માટે, એટલે કે કોઈ દાવા ન કરવા બદલ પણ ઈનામ મેળવી શકો છો તો શું?
હા, અમે બોનસ વિશે વાત કરી રહ્યા છીએ. ઈન્સ્યોરન્સની શરતોમાં, આને 'ક્યુમિલિટીવ બોનસ' તરીકે ઓળખવામાં આવે છે.
હેલ્થ ઈન્સ્યોરન્સમાં ક્યુમિલિટીવ બોનસ એ એક પોલિસી વર્ષમાં કોઈપણ ક્લેઈમ ન કરવા બદલ પુરસ્કાર તરીકે મેળવેલ નાણાંકીય લાભનો સંદર્ભ આપે છે. તે કાર ઈન્સ્યોરન્સમાં નો-ક્લેઈમ બોનસની વિભાવના(કોન્સેપ્ટ) જેવી જ છે.
જોકે આ લાભ દરેક સ્વાસ્થ્ય ઈન્સ્યોરન્સ કંપનીઓમાં અલગ હોય છે. અમુક ઈન્સ્યોરન્સ કંપનીઓ તમને તમારા આગામી પોલિસી વર્ષ પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ આપે છે, જ્યારે કેટલીક ઈન્સ્યોરન્સ કંપનીઓ તમારા સ્વાસ્થ્ય ઈન્સ્યોરન્સ પ્રિમિયમમાં કોઈપણ વધારો કર્યા વિના તમારા સ્વાસ્થ્ય ઈન્સ્યોરન્સ માટે વધારાનું સમ ઈન્સ્યોર્ડ ઓફર કરે છે. સામાન્ય રીતે મોટા ભાગના ઈન્સ્યોર્રઓ દરેક ક્લેયલ વગરના વર્ષ માટે સમ-ઈન્સ્યોર્ડમાં 5% થી 50% વધારો ઓફર કરે છે.
ડિજિટ પર અમે તમને દરેક ક્લેઈમ કેસ વર્ષ માટે તમારા સમ ઈન્સ્યોર્ડમાં 50% સુધી વધારાનો લાભ આપીએ છીએ. (100%ના મહત્તમ લાભ સાથે).
ધારો કે તમે 10 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય ઈન્સ્યોરન્સ પોલિસીધારક છો. જો તમે તમારા પ્રથમ વર્ષમાં કોઈ ક્લેઈમ ન કરો તો તમને સીધો 50% વધારો મળી શકે છે, જે તમારૂં સમ ઈન્સ્યોર્ડ રૂ. 15 લાખ કરે છે.
આ જ રીતે જો સતત બીજા વર્ષ માટે તમે કોઈ ક્લેઈમ નથી કરતા તો પછી ત્રીજા વર્ષે તમારૂં સમ ઈન્શ્યિર્ડ શરૂઆતના 10 લાખ કરતા બમણું એટલેકે 20 લાખ થઈ જશે.
નોંધ: ડિજિટના હેલ્થ ઈન્સ્યોરન્સ (કમ્ફર્ટ ઓપ્શન)ના સંદર્ભમાં ક્યુમિલિટીવ બોનસમાં ઈન્સ્યોરન્સની રકમમાં વધારો કેવી રીતે કાર્ય કરે છે તે દર્શાવવા માટે આ માત્ર એક ઉદાહરણ હતું. દરેક ઈન્સ્યોર્ર ઈન્સ્યોરન્સની રકમ અથવા ડિસ્કાઉન્ટેડ પ્રીમિયમમાં વધારાના વિવિધ દરો ઓફર કરે છે.
નોંધ : કોરોના વાયરસ હેલ્થ ઈન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે અને તેના ફાયદાઓ વિશે વધુ જાણો
ક્લેઈમ ફ્રી વર્ષ |
ક્યુમિલિટીવ બોનસ (ડબલ વૉલેટ પ્લાન) |
ક્યુમિલિટીવ બોનસ (અમર્યાદિત વૉલેટ અને વિશ્વવ્યાપી સારવાર યોજના) |
1 વર્ષ બાદ |
10% |
50% |
2 વર્ષ બાદ |
20% |
100% |
3 વર્ષ બાદ |
30% |
N/A |
4 વર્ષ બાદ |
40% |
N/A |
5 વર્ષ બાદ |
50% |
N/A |
6 વર્ષ પછી |
60% |
N/A |
7 વર્ષ પછી |
70% |
N/A |
8 વર્ષ પછી |
80% |
N/A |
9 વર્ષ પછી |
90% |
N/A |
10 વર્ષ પછી |
100% |
N/A |
આ બાબત તમારા ઈન્સ્યોર્ર પર આધાર રાખે છે. જો તમારો જે-તે વર્ષમાં કરેલ ક્લેઈમ નાનો હોય તો પણ અમુક ઈન્સ્યોરન્સ કંપનીઓ હજુ પણ ક્યુમિલિટીવ બોનસ ઓફર કરે છે. સામાન્ય રીતે જો તમે એક વર્ષની અંદર ક્લેઈમ કરો છો તો તમારો મૂળ સમ ઈન્સ્યોર્ડની રકમ પુનઃસ્થાપિત કરવામાં આવશે. વર્તમાન નીતિ નિયમો વધુ ફ્લેક્સિબલ છે જો તમે ઓછો ક્લેઈમ કરો છો તો તમારો રીવોર્ડ ઘટી જાય છે.
ઉદાહરણ તરીકે તમારો રૂ. 10 લાખનો વીમો લેવામાં આવ્યો છે. જો વર્ષ દરમિયાન એક નાનો રૂ. 10,000નો ક્લેઈમ કરો છો તો તમારા ક્યુમિલિટીવ બોનસમાં સમાન ટકાવારીથી ઘટાડો થાય છે.
જો તમારું ક્યુમિલિટીવ બોનસ ટ્રાન્સફર કરવું શક્ય હોય ત્યારે નવી કંપની દ્વારા ઓફર કરવામાં આવતા લાભનો પ્રકાર બોનસ (પ્રીમિયમ-આધારિત અથવા રકમ-આધારિત) પર આધારિત છે. તેઓ તેમના પોતાના નિયમો અને શરતો સાથે તમને ફાયદા આપશે.
ઉદાહરણ તરીકે જો તમારી ઉંમર 45 વર્ષથી ઓછી હોય તો તમે સમગ્ર બોનસ ટ્રાન્સફર કરી શકો છો અને જો તમારી ઉંમર 45 વર્ષથી વધુ હોય તો માત્ર 50% બોનસ ટ્રાન્સફર કરી શકો છો. તમારા ઈન્સ્યોરન્સની રકમ પોર્ટ કરતી વખતે તમારા ક્યુમિલિટીવ બોનસને નવી કંપનીમાં ઈન્સ્યોરન્સની રકમ પસંદ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે.
મોટાભાગની હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ તેમની નો-ક્લેઈમ અથવા ક્યુમિલિટીવ બોનસ કલમ હેઠળ ચોક્કસ મર્યાદા ધરાવે છે. પ્રીમિયમ પર તમારૂં મહત્તમ ડિસ્કાઉન્ટ અથવા ઈન્સ્યોરન્સની રકમમાં વધારો આ નિશ્ચિત ટકાવારી પર નિર્ભર રહેશે.
ડિજિટ પર જ્યારે તમે સતત બે વર્ષ સુધી કોઈ ક્લેઈમ ન કરો ત્યારે અમે સમ ઈન્સ્યોર્ડમાં 100% વધારો અને પ્રથમ ક્લેઈમ-મુક્ત વર્ષ માટે 50% વધારો ઓફર કરીએ છીએ.
P.S: તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને સમયસર રિન્યૂ કરવાનું હંમેશા યાદ રાખો, નહીં તો ક્યુમિલિટીવ બોનસ સમાપ્ત થઈ જાય. છેવટે તે સ્વસ્થ રહેવા માટેના રીવોર્ડ તરીકે ઓફર કરવામાં આવે છે.
અમે ઇન્સ્યોરન્સને એટલું સરળ બનાવી રહ્યા છીએ, હવે 5 વર્ષના લોકો પણ તેને સમજી શકે છે.
માયાને દરરોજ ચોકલેટ ખાવાનું પસંદ છે. તેણીના માતા-પિતા તેણીને કહે છે કે જો તેણી એક અઠવાડિયું ચોકલેટ ખાધા વિના જશે, તો તેણીને ટ્રફલ કેક મળશે અને દર રવિવારે તેણીનો મનપસંદ ચોકો-બાર પણ મળશે. તેના માતા-પિતાની ઓફર હેલ્થ ઇન્સ્યોરન્સમાં એક્ત્રિત બોનસ જેવી જ છે.