Third-party premium has changed from 1st June. Renew now
ઝીરો ડેપ્રિશિએશન ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ
આ એક માનવસહજ સ્વભાવ છે કે આપણે સૌ આપણી મનપસંદ ચીજવસ્તુઓ સાચવવામાં માનીએ છીએ. ખાસ તો આપણું નવું ખરીદેલું વાહન! જો આપણી નવી ખરીદેલી વસ્તુને કોઈ કાયમ નવી જ રહે તેવી સંભાળ કરે તો?
અલબત્ત, દુનિયામાં જાદુ જેવું કશું નથી પણ કોમ્પ્રિહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ Comprehensive bike insurance માં અમે તમને ઝીરો ડેપ્રિશિએશન કવર ઓફર કરીએ છીએ જે કોઈ જાદુથી ઓછું નથી! આનાથી તમારી બાઇક હંમેશા નવી રહી શકે છે. એમ કહી શકાય કે આ તમારી બાઇકનું એન્ટિ-એજિંગ ક્રીમ છે. થોડું અટપટું લાગે છે? અમે તમને વિસ્તારથી સમજાવીએ:
ઝીરો ડેપ્રિશિએશન બાઇક ઈન્સ્યોરન્સ શું છે?
આપણે ઝીરો ડેપ્રિશિએશન બાઇક ઈન્સ્યોરન્સ વિષે જાણીએ તે પહેલા ડેપ્રિશિએશનનો અર્થ સમજવો જરૂરી છે. ડેપ્રિશિએશન એટલે સમય જતાં તમારા બાઇકના મૂલ્યમાં થતો ઘટાડો. એટલે કે જો ખરીદી સમયે તમારી બાઇકની કિંમત 1 લાખ રૂ હોય અને હાલમાં તે જ બાઇકની કિંમત રૂ. 50,000 હોય તો તેનું ડેપ્રિશિએશન રૂ. 50,000 છે તેમ ગણાય.
ડેપ્રિશિએશન એ સમય જતાં તમારા બાઇકના મૂલ્યમાં થતો ઘટાડો છે. એટલે કે જો ખરીદી સમયે તમારી બાઇકની કિંમત રૂ. 1 લાખ હોય અને હાલમાં તે જ બાઇકની કિંમત રૂ. 50,000 હોય તો તેનું ડેપ્રિશિએશન રૂ. 50,000 છે તેમ ગણાય.
પણ જો તમારી પાસે ઝીરો ડેપ્રિશિએશન બાઇક ઈન્સ્યોરન્સ કવર હોય તો તમારા ક્લેઇમમાં ડેપ્રિશિએશન અર્થે કોઈ પણ રકમ બાદ કર્યા વગર જ તમારી ઈન્સ્યોરન્સ કંપની તમને પૂરેપૂરી રકમની ચુકવણી કરશે. ટૂંકમાં કહીએ તો ઝીરો ડેપ્રિશિએશન કવર થકી તમારા ઇન્સ્યોરરની નજરમાં તમારી બાઇક કાયમ નવી જ રહે છે.
ચકાસો: વિવિધ એડ-ઓન્સ સાથે પ્રીમિયમની ગણતરી કરવા બાઇક ઈન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર Bike Insurance Calculatorનો ઉપયોગ કરો.
ટૂ- વ્હીલર વાહનમાં ડેપ્રિશિએશન
વાહનની ખરીદીનો સમય | % ડેપ્રિશિએશન |
---|---|
6 મહિના કરતાં વધુ | 5% |
6 મહિના કરતાં વધુ પણ 1 વર્ષ કરતાં ઓછી | 15% |
1 વર્ષ કરતાં વધુ પણ 2 વર્ષ કરતાં ઓછી | 20% |
2 વર્ષ કરતાં વધુ પણ 3 વર્ષ કરતાં ઓછી | 30% |
3 વર્ષ કરતાં વધુ પણ 4 વર્ષ કરતાં ઓછી | 40% |
4 વર્ષ કરતાં વધુ પણ 5 વર્ષ કરતાં ઓછી | 50% |
ઝીરો ડેપ્રિશિએશન સાથે અને તેના વગર બાઇક ઈન્સ્યોરન્સની સરખાણી
ઝીરો ડેપ્રિશિએશન સાથે બાઇક ઈન્સ્યોરન્સ | ઝીરો ડેપ્રિશિએશન વગર બાઇક ઈન્સ્યોરન્સ | |
ઝીરો ડેપ્રિશિએશન સાથે બાઇક ઈન્સ્યોરન્સ | વધુ રકમ મળે છે કારણકે પેમેન્ટ સમયે ડેપ્રિશિએશનની ગણતરી નથી થતી | ઓછી રકમ મળે છે કારણકે ચુકવણી સમયે ડેપ્રિશિએશનની પણ ગણતરી થાય છે. |
પાર્ટસનું ડેપ્રિશિએશન | કવર થાય છે | કવર થતું નથી |
ટૂ-વ્હીલરની ઉંમર | આ એડ-ઓનથી તમારા વાહનની ઉંમરથી કોઈ ફેર નથી પડતો કારણકે ડેપ્રિશિએશન ઓછું થતું નથી. | ડેપ્રિશિએશન તમારા વાહનની ઉંમર પર આધાર રખે છે. |
ટૂ-વ્હીલર પાર્ટસ પર લાગુ પડતો ડેપ્રિશિએશન રેટ
બાઇકના પાર્ટસ | લાગુ પડતું ડેપ્રિશિએશન (%માં) |
---|---|
નાયલૉન/ રબ્બર/ ટાયર અને ટ્યુબ/ પ્લાસ્ટિક પાર્ટસ/ બેટરી | 50% |
ફાઈબર/ ગ્લાસ મટિરિયલ | 30% |
અન્ય તમામ કાચના મટિરિયલ | Nil |
ઝીરો ડેપ્રિશિએશન બાઇક ઈન્સ્યોરન્સ વિષે વધુ માહિતી
શેનો સમાવેશ થશે?
- નાયલૉન, રબ્બર, ફાઈબરગ્લાસ અને પ્લાસ્ટિક પાર્ટસ જેવા ડેપરિશીએબલ બાઇક પાર્ટસ સામે વળતરની રકમ.
- જ્યાં સુધી તમારો બાઈક ઈન્સ્યોરન્સ માન્ય છે ત્યાં સુધી તમારી બાઇકના તમામ ક્લેઇમ માટે ઝીરો ડેપ્રિશિએશન કવર માન્ય છે.
- જો હાલમાં તમારી પાસે ઝીરો ડેપ્રિશિએશન કવર ન હોય તો પ્લાન રિન્યૂ કરતી વખતે પણ તમે તે ખરીદી શકો છે.
કઈ વસ્તુનો સમાવેશ નહીં થાય?
- 5 વર્ષ કરતાં જૂની બાઇક પર આ કવર માન્ય નથી.
- બાઈકના ઘસારા કે મિકેનિકલના ફોલ્ટના કારણે તમારી બાઈક કે તેના પાર્ટ્સને થયેલા નુકસાનને કવર કરતું નથી.
- આની અંદર તમારી બાઇકના ટાયર, બાઈ-ફ્યુઅલ કીટ અને ગેસ કિટનો સમાવેશ થતો નથી.
ઝીરો ડેપ્રિશિએશન બાઇક કવરના ફાયદાઓ:
- તમારી બચતમાં વધારો થાય છે કારણકે બાઇક ઈન્સ્યોરન્સ ક્લેઇમ દરમિયાન તમારે તમારા ખિસ્સામાંથી ઓછો ખર્ચ કરવો પડે છે.
- ફરજિયાત કપાતને બાદ કરતાં તમને ક્લેઇમની સંપૂર્ણ રકમ મળવાપાત્ર બને છે કારણકે તમારા ઇન્સ્યોરર ડેપ્રિશિએશનની રકમ બાદ કરી શકતા નથી.
- તમારી નવી બાઇક અને તેના પાર્ટસનું રક્ષણ કરે છે
ઝીરો ડેપ્રિશિએશન બાઇક ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
ઝીરો ડેપ્રિશિએશન કવરના પ્રીમિયમને કયા કયા પરિબળો અસર કરે છે?
તમારી બાઇકની ઉંમર, તેનું મોડેલ તેમજ તમારું લોકેશન વગેરે જેવા પરિબળો ઝીરો ડેપ્રિશિએશન કવરના પ્રીમિયમને અસર કરે છે.
શું નવી બાઇકના માલિક માટે ઝીરો ડેપ્રિશિએશન કવર ઉપયોગી છે?
હા, નવી બાઈકના તેમજ 5 વર્ષ કરતાં ઓછા સમય પહેલા ખરીદેલી બાઇકના માલિક માટે આ કવર ખૂબ જ ઉપયોગી છે. નવા બાઇક ઈન્સ્યોરન્સ New bike insurance વિષે વધુ જાણો.
શું જૂની બાઇકના માલિક માટે ઝીરો ડેપ્રિશિએશન કવર ઉપયોગી છે?
તેનો આધાર તમારી બાઇક કેટલી જૂની છે તેના પર છે. પાંચ વર્ષ કરતાં જૂની બાઇક માટે ઝીરો ડેપ્રિશિએશન કવર લેવું સલાહભર્યું નથી. જૂની બાઇક ઈન્સ્યોરન્સ Old bike insurance વિષે વિગતે જાણો.
ઝીરો ડેપ્રિશિએશન કવર ખરીદવા માટે શું શરતો છે?
ઝીરો ડેપ્રિશિએશન કવર ખરીદવા માત્ર એટલી જ શરતો છે કે આ કવર તમે માત્ર કોમ્પ્રિહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ પર ખરીદી શકો છો અને તમારી બાઇકની ઉંમર પાંચ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ
જો હું ત્રણ વર્ષ જૂની સેકન્ડહેન્ડ બાઇક ખરીદું તો હું ઝીરો ડેપ્રિશિએશન કવર ખરીદી શકું?
સામાન્ય રીતે અમે નવી બાઇક માટે ઝીરો ડેપ્રિશિએશન કવર ખરીદવાની સલાહ આપીએ છીએ. અલબત્ત, તમારી બાઇક પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમરની હોવાથી તમે આ કવર ખરીદી શકો છો. જો તમારી બાઇકના પાર્ટસ ખૂબ મોંઘા હોય તો. તે સિવાય ઝીરો ડેપ્રિશિએશન કવર ખરીદવું હિતાવહ નથી. સેકન્ડ હેન્ડ બાઇક ઈન્સ્યોરન્સ second-hand bike insurance વિષે વધુ વાંચો
શું હું થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ સાથે ઝીરો ડેપ્રિશિએશન કવર ખરીદી શકું?
ના, પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ સાથે ઝીરો ડેપ્રિશિએશન કવર ખરીદી ન શકાય. ઝીરો ડેપ્રિશિએશન કવર માત્ર કોમ્પ્રિહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ માટે જ માન્ય છે.