Third-party premium has changed from 1st June. Renew now
ઇલેક્ટ્રિક બાઇક ઈન્સ્યોરન્સ શું છે?
ઇલેક્ટ્રિક બાઇક ઈન્સ્યોરન્સએ એક પ્રકારનો મોટર ઈન્સ્યોરન્સ છે જે ઈલેક્ટ્રિસિટીથી ચાલતા ટુ-વ્હીલર્સને અકસ્માત, કુદરતી આફત અથવા આગના કિસ્સામાં થતા સંભવિત નુકસાનથી બચાવે છે.
ઈલેક્ટ્રિક બાઈક, જેને ઈ-બાઈક અથવા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પણ કહેવાય છે. આ બાઇક રસ્તા પર અનુકૂળ પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે અને રસ્તા પર વાહનોના કારણે ફેલાતા નોઇઝ પોલ્યુશનને પણ અટકાવે છે જેના કારણે તે વધુ લોકપ્રિય બની રહી છે.
સામાન્ય ટુ-વ્હીલર્સને ઇંધણ તરીકે પેટ્રોલની જરૂર હોય છે, તેમ આ બાઇકને વીજળીથી ચાર્જ કરવાની જરૂર છે (જેમ કે સ્માર્ટફોન).
ભારતમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ એકદમ નવો કોન્સેપ્ટ છે પરંતુ તમારા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે બાઇક ઈન્સ્યોરન્સ પોલિસી મેળવવી એ નિયમિત ઈંધણથી ચાલતી બાઇક માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા કરતાં અલગ નથી
કેમ તમારે ઇલેક્ટ્રિક બાઇક ઈન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?
તમે ક્યારેય અનુમાન કરી શકતા નથી કે તમારા નવા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું શું થશે ? જ્યારે ઇલેક્ટ્રિક બાઇક ઉદ્યોગ હજુ ઉભરી રહ્યો છે અને નિયમો હજુ સુધી નક્કી થયા નથી ત્યારે ઇ-બાઇક ખૂબ ખર્ચાળ છે.
ઈ-બાઈકમાં ઘણા જટિલ ટેકનિલોજી અને ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ભાગો પણ હોય છે જે તમને કોઈપણ સમયે પ્રોબલ્બમાં મુકી શકે છે. તેથી અન્ય કોઈપણ વાહનની જેમ કોઈ કમનસીબ ઘટનામાં ઈન્સ્યોરન્સ તારણહાર બની શકે છે અને કોઈપણ ચિંતા વિના તમને ટ્રાવેલિંગ કરવામાં મદદ કરી શકે છે.
ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટ મુજબ, લઘુત્તમ થર્ડ પાર્ટી ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે.
આ બાઇક ઈન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે ?
ઈલેક્ટ્રિક ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્કયુલેટર
ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્રિમીયમ ઘણા પરિબળો પર આધારિત છે જેમ કે કિલોવોટ ક્ષમતા, મેક, મોડલ અને ઉંમર.
કિલોવોટ ક્ષમતાવાળા ટુ-વ્હીલર (KW) | એક વર્ષની પોલિસી માટેના પ્રીમિયમ રેટ | Premium* rate for long-term policy |
3 KWથી વધુ નહીં | ₹457 | ₹2,466 |
3 KWથી વધુ પરંતુ 7 KWથી વધુ નહીં | ₹609 | ₹3,273 |
7 KWથી વધુ પરંતુ 16 KWથી વધુ નહીં | ₹1,161 | ₹6,260 |
16 KWથી વધુ | ₹2,383 | ₹12,849 |
* લોંગ ટર્મ પોલિસી એટલે નવા ખાનગી ટુ-વ્હીલર માટે 5-વર્ષની પોલિસી. (Source - IRDAI)
શું કવર થતું નથી ?
તમારી ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર કરવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વનું છે જેથી કરીને જ્યારે તમે ક્લેઈમ કરો ત્યારે કોઈ આંચકો ન અનુભવો.
થર્ડ-પાર્ટી અથવા લાયાબિલિટી બાઇક પોલિસીના કિસ્સામાં પોતાના વાહનને થતા નુકસાનનું કવર આપવામાં આવશે નહીં.
તમે નશામાં કે માન્ય ટુ-વ્હીલર લાયસન્સ વગર ચલાવી રહ્યાં હોવ તેવી પરિસ્થિતિઓમાં તમારો બાઇક ઈન્સ્યોરન્સ કવર થશે નહીં.
જો તમે લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને પાછળની સીટ પર માન્ય લાયસન્સ ધારક વગર તમારા ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો- તો તે પરિસ્થિતિઓમાં તમારો ક્લેઈમ કવર કરવામાં આવશે નહીં.
અકસ્માતને કારણે થતા સીધા પરિણામ નહિ પરંતુ અન્ય કોઈપણ પરિણામી નુકસાન જેમકે અકસ્માત પછી આ ક્ષતિગ્રસ્ત ટુ-વ્હીલરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એન્જિનને થતા નુકસાન જેને પરિણામી નુકશાન કહેવાય તેને આવરી લેવામાં આવશે નહીં.
કોઈપણ કારણભૂત બેદરકારી (દા.ત. પૂરમાં ટુ-વ્હીલર ચલાવવાને કારણે નુકસાન, જે મેન્યુફેક્ચર્સના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી, તેને કવર કરવામાં આવશે નહીં)
કેટલીક પરિસ્થિતિઓને એડ-ઓન્સમાં કવર કરવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને કવર આપવામાં આવશે નહીં.
ઇલેકટ્રીક બાઇક ઈન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ ?
કેવી રીતે ક્લેઈમ ફાઇલ કરવો?
તમે અમારો ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કર્યા બાદ તમે ચિંતા મુક્ત રહો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની સંપૂર્ણ ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે !
સ્ટેપ 1
માત્ર 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.
સ્ટેપ 3
તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક પર રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ ક્લેઈમ.
ભારતમાં ઈલેક્ટ્રિક બાઇક ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું ભારતમાં ઈલેક્ટ્રોનિક બાઇકનો ઈન્સ્યોરન્સ લેવો જરૂરી છે?
જ્યારે ઈ-બાઈક પહેલીવાર રજૂ કરવામાં આવી હતી ત્યારે 250 વોટની કેટેગરીમાં આવતી અને 25 kmphની મહત્તમ ઝડપ ધરાવતી કોઈપણ બાઇકનું રજિસ્ટ્રેશન અથવા ઈન્સ્યોરન્સ લેવાની જરૂર નહોતી. જોકે તાજેતરમાં સત્તાધીશોએ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ઈલેક્ટ્રોનિક બાઈકનો સમાવેશ કરવાની યોજના બનાવી છે.
આનો અર્થ એ થશે કે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના માલિકોએ એન્જિન આધારિત ટુ-વ્હીલર માટેના તમામ નિયમોનું પાલન કરવું પડશે જેમ કે નોંધણી કરાવવી, ઈન્સ્યોરન્સ હોવો, હેલ્મેટ પહેરવું વગેરે.
કયા પ્રકારનો બાઇક ઈન્સ્યોરન્સ શ્રેષ્ઠ છે?
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ સામાન્ય રીતે તમામ પ્રકારના ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ગણવામાં આવે છે કારણ કે તે વધુ કોમ્પ્રિહેન્સિવ કવરેજ સાથે આવે છે. તદુપરાંત ઈલેક્ટ્રિક બાઈક થોડી વધુ મોંઘી છે તે જોતાં - એવો આગ્રહ રાખવામાં આવે છે કે તમે એવા ઈન્સ્યોરન્સ માટે જાઓ જે સંપૂર્ણપણે આવરી શકે.
તમારી ઇલેક્ટ્રિક બાઇક માટે એક કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ ફરજિયાત થર્ડ પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ કવરેજ લાભો, વત્તા પોતાના નુકસાન અને બીજું કંઈપણ આવરી લેશે જે તમે ડિજિટ સાથે ઉપલબ્ધ એક અથવા વધુ એડ-ઓન કવર પસંદ કરીને ઉમેરવા માંગો છો.