કોમ્પ્રિહેન્સીવ અને થર્ડ-પાર્ટી ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ વચ્ચે શું તફાવત છે?
થર્ડ-પાર્ટી અને કોમ્પ્રીહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ વચ્ચેનો પ્રાથમિક તફાવત કવરેજથી મળતાં લાભોનો છે. જ્યારે થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ ફક્ત થર્ડ-પાર્ટી સંબંધિત જવાબદારીઓને કવર કરી લે છે, ત્યારે કોમ્પ્રીહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ તમારી બાઇકના પોતાના નુકસાન માટે પણ કવર પૂરૂં પાડે છે અને, તમને ફક્ત મૂળભૂત લાભો ઉપરાંત તમારા કવરેજને એડ-ઑન અને કવરની શ્રેણીબદ્ધ પસંદગીઓ સાથે તેને વિસ્તારવાનો વિકલ્પ પણ આપે છે.
શહેરોમાં અને તેની આસપાસના ટૂ-વ્હીલર્સની સવારી સાથે સંકળાયેલા જોખમોને ધ્યાનમાં રાખતાં તમારા ટુ-વ્હીલર માટે શ્રેષ્ઠ પ્રકારનો બાઇક ઇન્સ્યોરન્સ પસંદ કરવો એ નિર્ણાયક છે. તદુપરાંત, નવા ટ્રાફિક કાયદાઓ અને માન્ય બાઇક ઇન્સ્યોરન્સ ન હોવા સાથે સંકળાયેલા ભારે દંડ પછી, તમારી પાસે એક બાઇક ઇન્સ્યોરન્સ ન હોવો તે પરવડી શકતું નથી!
યોગ્ય બાઇક ઇન્સ્યોરન્સ ખરીદવાનો તમારો નિર્ણય લેવાનું તમારા માટે સરળ બનાવવા માટે, અમે થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ બંનેના લાભો અને મર્યાદાઓ નીચે જણાવી છે જેથી કરીને તમે તમારી પસંદગીઓનું મૂલ્યાંકન કરી શકો અને તે મુજબ જાણકાર નિર્ણય લઈ શકો.
કોમ્પ્રિહેન્સીવ અને થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ વચ્ચે તફાવત
કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ |
થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ |
|
તે શું છે? |
એક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી તમને તમામ અવરોધો સામે સંપૂર્ણ કવરેજ આપવા માટે થર્ડ-પાર્ટી જવાબદારીના ઇન્સ્યોરન્સ અને પોતાના-નુકસાનનું કવર એમ બંનેને સાથે જોડે છે! |
થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ એક ફરજિયાત પૉલિસી છે જે થર્ડ-પાર્ટીને થતાં નુકસાનની કાળજી લે છે, ભારતમાં તે મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ કાયદેસર રીતે ફરજિયાત છે. |
કવરેજની વિગતો |
આ પૉલિસી કોમ્પ્રિહેન્સીવ કવરેજ આપે છે. તમારી બાઇકની ચોરી, ખોટ અને નુકસાન સામે કવર પૂરૂં પાડશે. તે તમારી બાઇક તેમજ અન્ય વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા તમામ પ્રકારના નુકસાન સામે નાણાકીય સહાય આપે છે. |
આ પૉલિસી મર્યાદિત કવરેજ આપે છે. થર્ડ-પાર્ટી લાયબિલિટી બાઇક ઇન્શ્યોરન્સ તમને થર્ડ-પાર્ટી તરફના નુકસાન/ખોટ સામે જ રક્ષણ આપશે. |
એડ-ઑન |
આ પૉલિસી સાથે, તમે ફાયદાકારક ઍડ-ઑન્સ જેવા કે ઝીરો-ડેપ્રિસિયેશન કવર, રિટર્ન ટુ ઇનવોઇસ કવર, રોડસાઇડ આસિસ્ટન્સ અને કન્ઝ્યુમેબલ કવરની પસંદગી કરી શકો છો. |
આ પૉલિસી માત્ર વ્યક્તિગત અકસ્માત માટે કવર પૂરૂં પાડે છે. |
તમારે શું ખરીદવું જોઈએ? |
જો તમારે તમારી બાઇક માટે એડ-ઑનની સાથે સંપૂર્ણ કવરેજ જોઈએ છે તો આની ભલામણ કરવામાં આવે છે. |
જો તમે ભાગ્યેજ તમારી બાઇકની સવારી કરતાં હોવ અથવા તે બાઇક પહેલેથી જ ઘણી જૂની થઈ ગયેલી છે.. |
પ્રીમિયમ કિંમત |
એક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ એ થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ કરતાં વધારે હોય છે. |
થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી ઓછી ખર્ચાળ છે. |
ચાલો આપણે કોમ્પ્રિહેન્સીવ અને થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સને વિગતવાર સમજીએ:
કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ શું છે?
થર્ડ-પાર્ટી કવર અને પોતાના નુકસાનનું કવર એ બંનેનું સંયોજન એવો, એક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ તમારી બાઇકને થર્ડ-પાર્ટી સંબંધિત જવાબદારીઓથી શરૂ કરીને કુદરતી આફતો, અકસ્માતો, અથડામણો, વગેરે જેવા અણધાર્યા સંજોગોને કારણે તમારી પોતાની બાઇકને થયેલા નુકસાન સુધીની દરેક બાબતોને આવરી લઈને કોમ્પ્રિહેન્સીવ કવરેજ આપે છે.
વધુમાં, તમે તમારા ટૂ-વ્હીલરને બહેતર કવરેજ આપવા માટે એક અથવા વિવિધ એડ-ઓનનું મિશ્રણ પણ પસંદ કરી શકો છો. દાખલા તરીકે; તમારો વ્યાપક બાઇક વીમો ખરીદતી વખતે તમે અમારા રોડસાઇડ આસિસ્ટન્સ કવરની પસંદગી કરી શકો છો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે બ્રેકડાઉન સંબંધિત સહાય મેળવી શકો છો.
કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સના લાભો
કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સની મર્યાદાઓ
- તમારી બાઇકના કુદરતી ઘસારાને કવર કરતું નથી
- તે તમારી બાઇકને સમય જતાં તેના સમયસર અવમૂલ્યનથી સુરક્ષિત કરી શકતું નથી
- સામાન્ય રીતે, જ્યાં સુધી તમે કોઈ ચોક્કસ ઍડ-ઑન ન લીધું હોય, તો તમારી બાઇકના ફાઇબર અને રબરના ભાગો સ્ટાન્ડર્ડ બાઇક ઇન્સ્યોરન્સમાં સંપૂર્ણપણે કવર કરવામાં આવતાં નથી.
- સ્ટાન્ડર્ડ નિયમ તરીકે, કોઈપણ બાઇક ઇન્સ્યોરન્સ પરમાણુ હુમલા અથવા યુદ્ધને કારણે થયેલા નુકસાન અથવા ખોટ માટે કવર આપી શકશે નહીં.
બાકાત
- દારૂના નશામાં સવારી કરવી - આ કાયદાની વિરુદ્ધ હોવાથી, તમે દારૂના પ્રભાવ હેઠળ સવારી કરતા હોવાની જાણ થઈ હોય તેવા કોઈપણ ક્લેઇમને આવરી લેવામાં આવશે નહીં.
- ટૂ-વ્હીલરના લાયસન્સ વિના સવારી કરવી - ઠીક છે, તમારે કોઈપણ રીતે લાઇસન્સ વિના સવારી કરવી જોઈએ નહીં! પરંતુ જો એવું જાણવા મળે કે જ્યારે તમે ક્લેઇમ કરી રહ્યાં હોવ ત્યારે તમે લાઇસન્સ વિનાના હતાં- તો એ સંબંધિત બાઇક ઇન્સ્યોરન્સનો ક્લેઇમ કવર કરવામાં આવશે નહીં!
- માન્ય લાઇસન્સ ધારક વિના ડ્રાઇવિંગ - કાયદા મુજબ, જો તમે આગળની પેસેન્જર સીટ પર માન્ય લાયસન્સ ધારક વિના, લર્નર લાયસન્સ સાથે ડ્રાઇવિંગ કરતા હોવ તો અમે તમારા માટે કવર કરી શકતા નથી.
- પરિણામી નુકસાન - પરિણામી નુકસાન એ અકસ્માત પછી થયેલા કોઈપણ નુકસાન અને ખોટનો સંદર્ભ આપે છે. તેથી, તમારા બાઇક ઇન્સ્યોરન્સ ક્લેઇમમાં આવા નુકસાનને કવર કરવામાં આવશે નહીં! સિવાય કે તમે કોઈ એવું ચોક્કસ એડ-ઑન ખરીદ્યું હોય જે તેના માટે કવર પૂરૂં પાડતું હોય.
- ફાળો આપનાર બેદરકારી - તેને સરળ રીતે કહીએ તો, એવી વસ્તુઓ કરશો નહીં જે તમારે ન કરવી જોઈએ! આનો અર્થ એ છે કે, જો તમે તમારી પોતાની બેદરકારીને કારણે થયેલા નુકસાન અથવા ખોટ માટે ક્લેઇમ કરો છો, તો તેને કવર કરવામાં આવશે નહીં!
- એડ-ઑન ખરીદ્યાં નથી - જો તમે કોઈ ચોક્કસ એડ-ઑન ખરીદ્યું નથી, તો તમે દેખીતી રીતે તેના ફાયદા મેળવવા માટે ક્લેઇમ કરી શકતાં નથી! તેથી, એવીપરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં હંમેશા ઉપયોગી એડ-ઑન પસંદ કરીલો! તમે ક્યારેય જાણતા નથી કે તમને ક્યારે તેની જરૂર પડી શકે છે
થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ શું છે?
તેનું નામ સૂચવે છે તેમ, થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સનો એવો પ્રકાર છે જે માત્ર થર્ડ-પાર્ટીની જવાબદારીઓને લગતાં નુકસાન અને ખોટ્ને કવર કરવાની ન્યૂનતમ, ફરજિયાત આવશ્યકતાઓને કવર કરી લે છે.
દાખલા તરીકે; જો તમારો બીજી બાઇક સાથે અકસ્માત થાય છે, તો તમારો થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ થર્ડ-પાર્ટીને થયેલાં નુકસાન માટે કવર કરશે. જો કે, તે તમારી પોતાની બાઇકને થયેલા નુકસાન અને ખોટને કવર કરી શકશે નહીં.
થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સના લાભ
થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સની મર્યાદાઓ
- તે તમારી બાઇકના પોતાના નુકસાન અથવા ખોટને આવરી લેતું નથી; પછી ભલે તે અકસ્માત, અથડામણ, આગ અથવા તો કુદરતી આફતમાંથી ઉદ્ભવેલ હોય.
- તમે તમારી બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીને ઍડ-ઑન અથવા કવર સાથે કસ્ટમાઇઝ કરી શકતા નથી.
- તમે થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સના કિસ્સામાં તમારા IDVને કસ્ટમાઇઝ કરી શકતા નથી
- તે તમારી બાઇકની ચોરી માટે વળતર આપતું નથી.
બાકાત
- બાઇકના પોતાના નુકસાન - ઉપર જણાવ્યા મુજબ, થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ ફક્ત થર્ડ-પાર્ટીના નુકસાન અને ખોટ માટે કવર આપે છે, અને તમારી બાઇકના પોતાના નુકસાન અને ખોટને કવર કરશે નહીં.
- દારૂના નશામાં સવારી - કાયદાનું પાલન કરીને, જો તમે દારૂના નશામાં હોવાનું જણાયું, તો કોઈપણ ઇન્સ્યોરર તમારો બાઇક ઇન્સ્યોરન્સનો ક્લેઇમ સ્વીકારી શકશે નહીં.
- માન્ય લાયસન્સ વિના સવારી કરવી - કાયદો તે જ રીતે કહે છે, જો તમે માન્ય લાયસન્સ વિના સવારી કરતાં હોવ તો તમારો દાવો સ્વીકારવામાં આવશે નહીં
તમારે શા માટે અપગ્રેડ કરીને એક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ લેવો જોઈએ?
- તમારી પ્રિય બાઇકને સુરક્ષિત રાખવા માટે: જો તમે તમારી બાઇકની સ્થિતિની ખરેખર કાળજી રાખતા હો, તો એક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ એ તરફ જવાનો માર્ગ છે! અકસ્માત, કુદરતી આફત અથવા અન્ય કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કે જેને લીધે તમે અકસ્માતે તમારી બાઇકને નુકસાન પહોંચાડો છો, તો તમારો કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ તમારા માટે કવર કરશે.
- એક બાઇક વીમા પૉલિસીમાં પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટીની જવાબદારીઓ એમ બંનેને કવર કરવા માટે: કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ વિશેની એક શ્રેષ્ઠ બાબત એ છે કે તે તમને અને તમારી બાઇકને એક જ પ્લાનમાં પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટીની જવાબદારીઓ એ બંને સામે કવર પૂરૂં પાડશે.
- વધારાના કવરનો લાભ મેળવવા માટે: આવું માત્ર એક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીમાં હોય છે, અને એક પોતાના નુકસાનવાળા બાઇક ઇન્સ્યોરન્સમાં જ હોય છે, જ્યાં તમે તમને જરૂરી હોય તે પ્રકારનું કવર મેળવવા માટે તમારી પૉલિસીને તમને ગમે તે રીતે કસ્ટમાઇઝ કરવા માટે વિવિધ ઍડ-ઑન્સ પણ પસંદ કરી શકો છો.
કોમ્પ્રીહેન્સિવ બાઈક ઈન્સ્યોરન્સ ખરીદતાં પહેલાં તમારે ધ્યાનમાં લેવા જોઈએ તેવા પરિબળો
- ખરીદી અને ક્લેઇમ કરવાની પ્રક્રિયા: લોકોને ઇન્સ્યોરન્સ લેતાં અટકાવતી વસ્તુઓ પૈકીની આ એવી એક પ્રક્રિયા છે. આથી આ એક સૌથી મહત્વપૂર્ણ પાસું હોવું જોઈએ જેના વિશે તમારે શોધવું જોઈએ. ડિજીટના કિસ્સામાં, અમારી બધી પ્રક્રિયાઓ ઝડપી છે અને બધી થોડી ક્લિકમાં, ઓનલાઈન થઈ જશે.
- સેવાના લાભો: એક બાઇક ઇન્સ્યોરરને બીજા કરતાં અલગ બનાવે છે તેમાં તેઓ જે પ્રકારનો અનન્ય સેવાનો લાભ આપે છે તેનો સમાવેશ થાય છે. સેવાના ક્યા લાભો મળે છે તે જુઓ અને તમારા માટે શું વધુ અર્થપૂર્ણ છે તે જુઓ.
- ક્લેમ સેટલમેન્ટની ઝડપ અને રેશિયો: ઇન્સ્યોરન્સ કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો તમને તેઓ દાવાઓને કેટલી સફળતાપૂર્વક પૂર્ણ કરે છે તેનો ખ્યાલ આપશે. ડિજીટ પર, હાલમાં અમારા ટૂ-વ્હીલર માટેના ક્લેઇમ સેટલમેન્ટ 92% છે.
- યોગ્ય IDV - IDV એ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ છે, તે એવી મહત્તમ રકમ છે જે તમારા ઇન્સ્યોરર જો તમારી બાઇક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયેલી હોય અથવા ચોરાઈ ગઈ હોય તો તમને આપશે. અમે જાણીએ છીએ કે ઓછા પ્રીમિયમો આકર્ષક હોય છે પરંતુ તે તમને મહત્તમ નાણાકીય લાભ નહીં આપે. હંમેશા માત્ર પ્રીમિયમ જ નહીં પરંતુ તમને જે IDV ઓફર કરવામાં આવે છે તેને પણ તપાસો. અમે સૂચવીએ છીએ કે તમે ઉચ્ચ IDV પસંદ કરો, તમે જાણો છો કે એવું શા માટે? તમારી બાઇકની સંપૂર્ણ ખોટના કિસ્સામાં, ઊંચી IDV વધુ રિઇમ્બર્સમેન્ટ તરફ દોરી જાય છે. અમે તમને તમારી પસંદગી મુજબ તમારા IDVને કસ્ટમાઇઝ કરવા દઈએ છીએ કારણ કે અમે ઇચ્છીએ છીએ કે તમે કોઈપણ સમાધાન વગર યોગ્ય નિર્ણય લો.
- 24x7 સપોર્ટ: તમને ક્યારે મદદની જરૂર પડશે તે તમે ક્યારેય જાણતા નથી, તેથી હંમેશા ખાતરી કરો કે તમારા બાઇક ઇન્સ્યોરન્સના પ્રદાતા તમારા માટે હંમેશા ઉપલબ્ધ છે.