Third-party premium has changed from 1st June. Renew now
કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ વિશેની સમજણ
અમે જાણીએ છીએ કે તમે તમારી બાઇકને ખૂબ ચાહો છો અને કદાચ ખૂબ વિચારવિમર્શ, રિસર્ચ, આયોજન, બજેટિંગ, પૂછપરછ અને સલાહ-સૂચનો પછી જ તમે તેને ખરીદી હશે. તમારી પાસે હવે તમારા સપનાની બાઇક છે; તો શું તમે તમારી બાઇકને અને તમારા ખિસ્સાને સુરક્ષિત કરવા નથી માંગતા?
તમે તમારી બાઇકને ઇન્શ્યોર કરો અને રોમાંચક રોડ ટ્રિપ્સનો આનંદ લો. તમને ઉત્તમ સુરક્ષા આપે એવી યોગ્ય બાઇક ઇન્સ્યોરન્સ અને તેને માટે જરૂરી ઍડ-ઑન વિશે અમે તમને તમામ જાણકરી આપી, તમને માર્ગદર્શન પૂરું પાડીશું.
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ શું છે?
એક કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી તમને તમામ પ્રકારની અણધારી ઘટનાઓ માટે વિસ્તૃત કવરેજ આપશે, જેથી કરીને તમે સંપૂર્ણપણે મુશ્કેલી-મુક્ત ડ્રાઇવ કરી શકો. તે થર્ડ-પાર્ટી લાયબલિટી ઈન્શ્યોરન્સ અને ઔન ડેમેજ કવરનું સંયોજન છે.
બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરતી વખતે આઈડીવી (IDV)નું મહત્ત્વ
આઈડીવી (IDV) એટલે ઈન્શ્યોર્ડ ડીક્લેર્ડ વેલ્યુ, જેનો અર્થ થાય કે- જો તમારી બાઇક ચોરાઈ જાય કે તેણે રીપેર ન થઈ શકે એટલું નુકસાન થાય, તો એવી સ્થિતિમાં તમારી ઈન્શ્યોરન્સ કંપની તમને વધુમાં વધુ કેટલા રૂપયા આપશે.અમે જાણીએ છીએ કે ઓછા પ્રીમીયમવાળી પૉલિસી ગ્રાહકોને આકર્ષે છે, પરંતુ તે તમને મહત્તમ નાણાકીય લાભ નહિ આપી શકે.
ફક્ત પ્રીમીયમ નહિ, તમને જે આઈડીવી (IDV) ઑફર કરવામાં આવે છે, તેના વિષે પણ હંમેશા જાણકારી મેળવો. અમે સૂચવીએ છીએ કે તમે ઉચ્ચ આઈડીવી (IDV) પસંદ કરો, તમે જાણો છો કેમ? કારણકે, જો તમારી બાઇકને સંપૂર્ણ નુકસાન જાય, તો એવી સ્થિતિમાં ઊંચું આઈડીવી (IDV), તમને ઊંચું વળતર અપાવશે.
અમે તમને તમારી પસંદગી મુજબ રામરું આઈડીવી (IDV) કસ્ટમાઇઝ દઈએ છીએ કારણ કે તમે કોઈપણ સમાધાન વગર યોગ્ય નિર્ણય લો એવી અમારી ઈચ્છા છે.
તપાસો: બાઇક ઈન્શ્યોરન્સ ઍડ-ઑન સાથે થર્ડ-પાર્ટી અથવા કૉમ્પ્રીહેન્સિવ પૉલિસી માટે પ્રીમિયમની રકમની ગણતરી કરવા માટે બાઇક ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ અને થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ વચ્ચેનો તફાવત
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ | થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ |
---|---|
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ એ થર્ડ-પાર્ટીની બાઇક ઈન્શ્યોરન્સની લાયબલિટી અને ઓન ડેમેજ કવરેજનું સંયોજન છે. | કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ એ થર્ડ-પાર્ટીની બાઇક ઈન્શ્યોરન્સની લાયબલિટી અને ઓન ડેમેજ કવરેજનું સંયોજન છે. |
તમારી બાઇકને ચોરી, ખોટ અને નુકસાન સામે કવરેજ આપશે. તે તમારી બાઇક તેમજ અન્ય વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા તમામ પ્રકારના નુકસાન સામે નાણાકીય સહાય આપે છે. | થર્ડ-પાર્ટી લાયબલિટી બાઈક ઈન્શ્યોરન્સ તમને થર્ડ-પાર્ટીને થતા નુકસાન સામે જ રક્ષણ આપશે. |
આ પૉલિસી સાથે, તમે ફાયદાકારક ઍડ-ઑન પસંદ કરી શકો છો. | આ પૉલિસી ફક્ત વ્યક્તિગત નુકશાન એટલે કે પર્સનલ ઍક્સિડન્ટ કવર પ્રદાન કરે છે |
જો તમને તમારી બાઇક માટે ઍડ-ઑન સાથે સંપૂર્ણ કવરેજની જરૂર હોય તો પૉલિસી લેવી ફાયદાકારક રહેશે. | જો તમે ભાગ્યે જ તમારી બાઇક ચલાવતા હોવ અથવા તે ખૂબ જ જૂની થઈ ગઈ હોય, તો એવી સ્થિતિમાં આ પૉલિસી લઈ શકાય. |
આ પૉલિસી વ્યાપક કવરેજ આપે છે. | આ પૉલિસી મર્યાદિત કવરેજ આપે છે |
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ કરતાં વધારે હોય છે. | થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી ઓછી ખર્ચાળ હોય છે. |
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સના લાભ
ડિજિટની કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી કેમ પસંદ કરવી જોઈએ?
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ સાથેના ઍડ-ઑન કવર
જો તમારી બાઈક ચોરાઈ જાય કે તેને રીપેર ન થઈ શકે એટલું નુકસાન થાય, તો એવી સ્થિતમાં આ ઍડ-ઑન કામ આવશે. રિટર્ન ટુ ઈન્વોઈસ ઍડ-ઑન સાથે, અમે રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી સાથે તમને નવી બાઇક ખરીદવાનો ખર્ચ આપશું. જે તમારી પહેલાની બાઇક કે તેના જેવી બાઇક હોઈ શકે છે.
જો અકસ્માતથી એન્જિનને નુકસાન થયું હોય, તો તેને સ્ટાન્ડર્ડ પેકેજ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. પરંતુ જો તે કૉન્સેક્વેન્શલ નુકસાન હશે, તો તેને આવરી લેવામાં આવતું નથી. આવા સમયે રીપેરના ખર્ચને આવરી લઈ, આ ઍડ-ઑન તમને ખૂબ કામ આવશે.
રોડસાઈડ અસિસ્ટન્સ ઍડ-ઑન ખાતરી આપે છે કે કોઈપણ પ્રકારના બ્રેકડાઉનના સમયે અમે તમારાં અને તમારા ટુ-વ્હીલર માટે હંમેશા હાજર રહીશું. આની ઉત્તમ બાબત એ છે કે તમે અમારી મદદ માટે પૂછો એ ક્લેઈમ તરીકે ગણાતું નથી.
આ પ્રકારના ઍડ-ઑનમાં, સ્ક્રૂ, એન્જિન ઓઈલ, નટ અને બોલ્ટ, ગ્રીસ જેવા ભાગોને બદલવાની કિંમત સ્ટાન્ડર્ડ પેકેજ પૉલિસીમાં આવરી લેવામાં આવી છે.
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સમાં શું કવર્ડ નથી?
શું કવર્ડ છે અને શું નથી એ તો એક ઈન્શ્યોરન્સ કંપનીથી બીજી કંપનીમાં જુદું પડી શકે છે. એમ છતાં, અમે અહીં એક એવું લિસ્ટ બનાવ્યું છે જેમાં અમુક સ્થિતિમાં તમારી બાઇકને થયેલ કયા નુકસાન કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સમાં કવર થતા નથી:
થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સની સરખામણીમાં અમે તમને કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી લેવાનું સૂચન કરીએ છીએ. ઈન્શ્યોરન્સ કરાવેલ વાહન, તેના માલિક અને થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન, કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી આ બધાના ખર્ચને આવરી લે છે, જ્યારે થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ ન્યૂનતમ રક્ષણ જ આપે છે.
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો કે એફએક્યુ
કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ ઝીરો ડેપ્રિસિએશન ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સથી કેવી રીતે અલગ છે?
તેઓ બે સંપૂર્ણપણે અલગ વસ્તુઓ છો! કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ એ બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસીનો એક પ્રકાર છે, જ્યારે ઝીરો ડેપ્રિસિએશન ઍડ-ઑન છે, જેને તમે તમારી કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ પૉલિસીમાં પસંદ કરી શકો છો.
ઝીરો ડેપ્રિસિયએશન બાઇક ઈન્શ્યોરન્સ વિષે વધુ જાણો.
શું જૂની બાઇક માટે કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ ખરીદવો એ સારો વિચાર છે?
આનો જવાબ એના પર આધાર રખે છે કે- તમારી બાઇક કેટલી જૂની છે, તમે તેનો કેટલો ઉપયોગ કરો છો અને તમે તેનો ક્યાં સુધી ઉપયોગ કરવા માંગો છો. જો તમારી બાઇકને હજુ ૧૦ વર્ષ પણ નથી થયા અને તમે તેનો નિયમિત ઉપયોગ કરો છો, તો કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ તમને પોસાશે અને કોઈ અણધારી પરિસ્થિતિમાં તમારે તમારા વાહન પાછળ ઝાઝો ખર્ચો નહિ કરવો પડે.
કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ પૉલિસી ક્યારે ખરીદવી જોઈએ?
કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનો આદર્શ સમય ત્યારે છે જ્યારે તમે નવી બાઇક લીધી હોય. પણ, તેના માટે ક્યારેય મોડું નથી થતું! જો તમારી પાસે હાલમાં માત્ર થર્ડ-પાર્ટી પૉલિસી જ છે તો તમે ઔન ડેમેજ કવર સાથે અપગ્રેડ કરી શકો છો અથવા, જો તમારી પૉલિસી ટૂંક સમયમાં રિન્યુ થવાની છે તો - આ વખતે કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ પૉલિસી સાથે રિન્યુ કરો.