Third-party premium has changed from 1st June. Renew now
બજાજ પલ્સર 150 / 160 / 200 / 220 બાઇક ઇન્સ્યોરન્સ કિંમત અને ઓનલાઇન રિન્યુઅલ
બજાજ પલ્સર બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો? તમે ખરીદી કરો તેની પહેલાં બાઈકને આટલું લોકપ્રિય કેમ બનાવે છે અને તમે તેના માટે ટુ-વ્હિકલ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતા પહેલાં તમારે કઈ વિશેષતાઓ ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે બધું જાણો!
ટકાઉપણું, એફોર્ડબિલિટી અને ક્વોલોટી એ ત્રણ વિશેષતાઓ છે જેના વિશે તમારે બજાજ વ્હિકલ ખરીદતી વખતે ચિંતા કરવાની જરૂર નથી. તેના પરવડે તેવા સ્કૂટર અને બાઇકની લાઇન-અપમાં લોકપ્રિય પલ્સર રેન્જ છે, જે સ્ટાઇલ, સ્પોર્ટનેસ અને કમ્ફર્ટ વચ્ચે સંપૂર્ણ સંતુલન પુરું પાડે છે.
અન્ય સ્પોર્ટ બાઈકની તુલનાએ વધુ સસ્તું હોવા છતાં, પલ્સરની માલિકીનો અર્થ એ છે કે વાહન પર મોટી રકમનું રોકાણ કરવું. તેથી, બાઇકમાં તમારા હિતનું રક્ષણ કરવા માટે, બજાજ પલ્સર ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવું મહત્વપૂર્ણ છે.
પલ્સર ઇન્સ્યોરન્સ ખરીદવાથી બિનઆયોજિત ખર્ચાઓ સામે તમારા નાણાંનું રક્ષણ થશે એટલું જ નહીં પણ તમને કાયદાકીય મુશ્કેલીથી બચવામાં પણ મદદ મળશે.
મોટર વ્હિકલ્સ એક્ટ, 1988 મુજબ, ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ મોટર વાહનોને માન્ય ઇન્સ્યોરન્સ કવરેજ હોવું જરૂરી છે. આ નિયમનું પાલન ન કરવા બદલ રૂ. 2000થી 4000 સુધીનો ટ્રાફિક દંડ થઈ શકે છે.
પરંતુ, થોભો!
તમે બાઇક માટે ઇન્સ્યોરન્સ પોલિસી વિશે ચિંતા કરવાનું શરૂ કરો તે પહેલાં, ચાલો બજાજ પલ્સર વિશે થોડું વધુ જાણીએ.
બજાજ પલ્સર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
જ્યારે તમારી બાઇકથી કોઈ વ્યક્તિ કે વસ્તુને નુકસાન થાય છે તો તમારે ડિજિટનો બજાજ પલ્સર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
બજાજ પલ્સર માટે ઇન્સ્યોરન્સ પ્લાન્સના પ્રકારો
થર્ડ પાર્ટી | કોમ્પ્રિહેન્સિવ |
એક્સિડન્ટને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ |
|
કુદરતી આફતોના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ |
|
થર્ડ-પાર્ટી વ્હિકલને નુકસાન |
|
થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન |
|
પર્સનલ એક્સિડેન્ટ કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ |
|
તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી |
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત વિશે વધુ જાણો
ક્લેઈમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે અમારો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે ચિંતા મુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-તબક્કાની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!
પ્રથમ પગલું
માત્ર 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.
બીજુ પગલું
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શન અનુસાર એક પછી એક તબક્કાવારની પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.
ત્રીજું પગલું
તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
બજાજ પલ્સર વિશે વધુ જાણો: એક પ્રભાવશાળી બાઇક
બજાજે ટોક્યો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને બાઇક ડિઝાઇનર, ગ્લિન કેર સાથે સહયોગ કરીને પલ્સરના વિકાસ સાથે સંપૂર્ણ રીતે આગળ વધ્યું.
પલ્સર બજારમાં લોન્ચ થાય તેની પહેલાં, ભારતમાં બાઇકનું બજાર મોટે ભાગે ઇંધણ-કાર્યક્ષમતા પર કેન્દ્રિત હતું. આનાથી નાની ક્ષમતાની મોટરસાયકલોનો ઉદય થયો.
- બજાજ પલ્સર મોડલ્સે પરવડે તેવા ભાવે 150સીસી અને 180સીસીના વાહનોની ઓફર કરીને બજારમાં ક્રાંતિ લાવી છે. ત્યારથી, ભારતમાં ટુ-વ્હીલર ગ્રાહકોએ બજેટ-ફ્રેંડલી પ્રાઇસ ટેગ સાથે હાઇ-પાવર બાઇકની અપેક્ષા રાખવાનું શરૂ કર્યું.
- પલ્સર 200NS જેવા નવા પલ્સર મોડલ્સે અસંખ્ય પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે. હકીકતમાં, તે ભારતમાં સૌથી વધુ એવોર્ડ મેળવનાર બાઇક તરીકે જાણીતી છે. તેમાં એનડીટીવીના કાર અને બાઇક એવોર્ડમાં બાઇક ઓફ ધી યર એવોર્ડ અને ઇકોનોમિક ટાઇમ્સ ઝિગવ્હીલ્સ બાઇક ઓફ ધી યર એવોર્ડ સામેલ છે.
- બજાજે જાહેરાત કરી કે, તે પ્રદૂષણને અંકુશમાં લેવા માટે સરકારની પહેલને અનુરૂપ, ટૂંક સમયમાં BS-VI કોમપ્લાયન્ટ પલ્સર મોડલ્સની રેન્જ લોન્ચ કરશે.
આ તમામ વિશેષતાઓ અને ઘણુ બુધ બજાજ પલ્સરને ભારતમાં સૌથી લોકપ્રિય બાઈક તરીકેનો દરજ્જો આપે છે. તેથી જ, એકલા ડિસેમ્બર 2019 માં, બજાજે વિવિધ પલ્સર મોડલ વેરિઅન્ટના 50,000 થી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું હતું. (1)
પલ્સર જેવી મોટી બાઈક હાઇ સ્પીડ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે, જે ઘણીવાર રાઈડર્સ માટે રોમાંચના સ્ત્રોતના રૂપમાં કાર્ય કરે છે.
જો કે, સ્પીડમાં બાઇક ચલાવવી તમારા જીવન તેમજ તમારી બાઇકને જોખમમાં મૂકતા વિનાશક એક્સિડન્ટ તરફ દોરી શકે છે. અલબત્ત, ઇન્સ્યોરન્સ એક્સિડન્ટની ઘટનાને અટકાવી શકતો નથી, તે આવી ઘટનાથી તમારી નાણાકીય જવાબદારી ઘટાડવામાં મદદ કરી શકે છે.
જો કે, આવી પરિસ્થિતિઓમાં તમે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત છો તેની ખાતરી કરવા માટે, તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તમારા બજાજ પલ્સર માટે પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપની પાસેથી કોમ્પ્રિહેન્સિવ કવર મેળવો છો.
આ સંબંધમાં ડિજિટ તમને કેવી રીતે મદદ કરી શકે છે તેના પર એક નજર નાંખો!
બજાજ પલ્સર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજિટને શા માટે પસંદ કરવી?
જ્યારે પણ તમે તમારા વાહન માટે ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો છો, ત્યારે તમારે તમારા મોંઘી ચીજ માટે યોગ્ય સુરક્ષાની ખાતરી કરવા માટે કેટલાંક પાસાંઓ ધ્યાનમાં લેવા જોઈએ.
સદભાગ્યે, ડિજિટની બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી આ તમામ ફિચર્સ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જ્યારે તમે ડિજિટમાંથી બજાજ પલ્સર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો ત્યારે તમે નીચેના લાભોની અપેક્ષા રાખી શકો છો:
પેપરલેસ ક્લેઈમ અને ઉંચો ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો
કટોકટી દરમિયાન, તમારા તમામ પોલિસી પેપરવર્કને ગોઠવવાનો પ્રયાસ કરવો એ એક રીતે ઘરની કામગીરી જેવું લાગે છે. તમને તમામ જરૂરી દસ્તાવેજો શોધવામાં મુશ્કેલી આવી શકે છે, જેના કારણે ક્લેઈમ ફાઇલ કરવાની પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ થાય છે.
સદભાગ્યે, ડિજિટ મુશ્કેલી-મુક્ત, ડિજિટાઇઝ્ડ ક્લેઈમ ફાઇલિંગ અને સેટલમેન્ટ પ્રક્રિયા બનાવીને તમારા માર્ગમાંથી આવા અવરોધોને દૂર કરે છે. આ ઉપરાંત, ડિજિટની સ્માર્ટફોન-અનેબ્લ્ડ સેલ્ફ- ઇન્સ્પેક્શનની પ્રક્રિયા એ એક વધારાનો લાભ છે જે ક્લેઈમની સેટલમેન્ટની પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકે છે.
આ સંદર્ભમાં, ડિજિટનો ઉંચો ક્લેઈમ સેટલમેન્ટનો રેશિયો પણ છે જે ખાતરી કરવામાં મદદ કરે છે કે તમારો ઇન્સ્યોરન્સ ક્લેઈમ કોઈપણ મુશ્કેલી વગર મંજૂર થાય છે.
પસંદ કરવા માટે વિવિધ પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસીઓ
પલ્સર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે તમે વિવિધ પ્રકારોમાંથી પસંદ કરી શકો છો. તમારા વિકલ્પો યાદી નીચે આપેલી છે:
- થર્ડ-પાર્ટી લાયબિલિટી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ - આ ફરજિયાત પોલિસીનો પ્રકાર છે જે ફક્ત તમારી બાઇક સાથે અકસ્માતમાં સામેલ થર્ડ પાર્ટી (વ્યક્તિ, વાહન અથવા મિલકત) પ્રત્યેની તમારી નાણાકીય જવાબદારીને આવરી લે છે. જો કે તમે તમારી પોતાની બાઇકને થતા કોઈપણ નુકસાન માટે પ્લાનમાં ક્લેઈમ કરી શકતા નથી, પરંતુ આ કવર તમને વિવિધ કાયદાકીય જવાબદારીઓથી બચાવી શકે છે.
- કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ - જો તમે એવી કોઈ વસ્તુ શોધી રહ્યા છો જે તમારી નાણાકીય બાબતોને વધુ સુરક્ષા પ્રદાન કરે, તો ડિજિટ કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરો. તેની સાથે તમારા પલ્સરને અકસ્માતમાં થયેલા નુકસાનનો ઉકેલ લાવવા માટે જરૂરી ગેરંટેડ નાણાકીય સહાય આવે છે. થર્ડ-પાર્ટી લાયેબિલિટી કવર પોલિસી સાથે જોડવામાં આવે છે. આવી યોજના બાઇકની ચોરી અથવા કુદરતી અથવા માનવસર્જિત આફતોથી નુકસાનના કિસ્સામાં પણ સહાય પ્રદાન કરે છે.
જો તમે સપ્ટેમ્બર 2018 પછી તમારું બજાજ પલ્સર ખરીદ્યું હોય તો તમે ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ પણ પસંદ કરી શકો છો. ઉપરાંત, તે ફક્ત નવા બાઇક માલિકોને જ લાગુ પડે છે અને યુઝ્ડ વ્હિકલના માલિકોને નહીં. આવી પોલિસીમાં, તમે પોલિસીના થર્ડ-પાર્ટી લાયેબિલિટીના ભાગને બાદ કરીને કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસીના તમામ લાભો મેળવી શકો છો.
રિન્યુઅલ અને ખરીદીની સરળ પ્રક્રિયા
ડિજિટ એ ઇન્સ્યોરન્સ પોલિસીની ઓનલાઈન વેચાણકર્તા છે. આ રીતે તેણે ટુ-વ્હીલરના માલિકો માટે ઓનલાઈન પોલિસી ખરીદવા અને રિન્યૂ કરવાનું કાર્ય બહુ જ સરળ બનાવી દીધુછે. ફક્ત અમારી વેબસાઇટની મુલાકાત લો, જરૂરી વિગતો ભરો, પ્રીમિયમ ઓનલાઈન ચૂકવો અને તમને થોડી જ મિનિટોમાં તમારા ઈમેલમાં પોલિસી પ્રાપ્ત થઇ જશે!
બાઇક ઇન્સ્યોરન્સ એડ-ઓન્સ માટે આકર્ષક વિકલ્પો
કેટલાક કિસ્સાઓમાં, કોમ્પ્રિહેન્સિવ બજાજ પલ્સર બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન તમે ઇચ્છો છો તે સુરક્ષા પૂરી પાડવા માટે પૂરતું નથી. ડિજિટ આવા જ કિસ્સાઓ માટે વધારાનું એડ-ઓન ઓફર કરે છે. આ એડ-ઓન્સ ઇન્સ્યોરન્સ પોલિસીના કવરેજને વિસ્તૃત પ્રમાણમાં વધારી શકે છે.
ડિજિટમાંથી તમારી બજાજ પલ્સર ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી પર તમે જે એડ-ઓન મેળવી શકો છો તેમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે:
- શૂન્ય ડિપ્રેશિયેશન કવર
- એન્જિન અને ગિયર પ્રોટેક્શન કવર
- કન્ઝ્યુમબ્લ કવર
- ઇનવોઇસ કવર પરત મેળવો
- બ્રેકડાઉન આસિસ્ટન્સ કવર
ખામીરહિત 24x7 કસ્ટમર આસિસ્ટન્સ સર્વિસિસ
શું તમે ક્યારેય કટોકટી દરમિયાન તમારી ઇન્સ્યોરન્સ કંપનીને ફોન કર્યો છે અને સામા પક્ષ તરફથી કોઈ જવાબ મળ્યો નથી? જો તમારી સાથે આવુ બન્યુ છે હોય, તો તમે ચોક્કસ વિવશતાને સમજી શકશો કે જેનો પોલિસીધારકોએ વારંવાર ઇન્સ્યોરન્સ કંપની તરફથી સામનો કરવો પડે છે.
સદભાગ્યે, ડિજિટ એ આ બાબતને સુધારવા માટે પણ પગલાં લીધાં છે. તેઓ 24-કલાકની સાચી સહાયતા પૂરી પાડે છે, જે હંમેશા માત્ર એક કૉલ દૂર હોય છે, રાષ્ટ્રીય જાહેર રજાઓના દિવસે પણ!
બીજી બાજુ, કસ્ટમર કેરના પ્રતિનિધિઓ પ્રોફેશનલ્સ અને જાણકાર હોય છે, જે તમારી ઇન્સ્યોરન્સ પોલિસી સાથે સામનો કરવો પડે તેવી કોઈપણ સમસ્યા માટે તમને માર્ગદર્શન આપે છે.
વિશાળ IDV
IDV અથવા ઇન્શર્ડ ડિક્લરેડ વેલ્યૂ એ પૂર્વ-નિર્ધારિત રકમનો સંદર્ભ આપે છે જે તમારી બાઇકને નુકસાન અથવા ચોરાઈ જવાના કિસ્સામાં તમારી વીમા કંપની ચૂકવવા માટે જવાબદાર છે. વીમા કંપની વાહનની દર્શાવેલી કિંમતમાં તેના ઘસારાને બાદ કરીને તેની ગણતરી કરે છે.
ડિજિટ પર, તમે તમારી બાઇક માટે વિશાળ IDV મેળવી શકો છો. વધુમાં, જો તમે તમારી નાણાંકીય બાબતો માટે ઉત્તમ સાર્વત્રિક સુરક્ષા ઇચ્છતા હોવ તો તમે IDV ને પણ કસ્ટમાઇઝ કરી શકો છો.
નેટવર્ક ગેરેજ સાથે સમગ્ર ભારતમાં કેશલેસ રિપેર
અકસ્માત પછી તમારી બાઇકનું રિપેરિંગ કામ શરૂ કરવા માટે કદાચ તમારી પાસે ભંડોળ ઉપલબ્ધ ન પણ હોય. તમારા ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર પાસેથી વળતરની રાહ જોવાને બદલે જ્યારે તમે ડિજિટમાંથી બજાજ પલ્સર વીમા પોલિસી મેળવો ત્યારે તમે સમગ્ર ભારતમાં 1000+ નેટવર્ક ગેરેજ પર કેશલેસ રિપેરિંગનો લાભ લઈ શકો છો.
એક પણ પૈસો ખર્ચ્યા વિના તમે આ નેટવર્ક ગેરેજમાં અકસ્માતને કારણે ક્ષતિગ્રસ્ત થયેલ બાઇક આવો અને રિપેર કરે પલ્સર લઈને નીકળી શકો છો.
ક્લેયમ ફ્રી ઈન્સ્યોરન્સ ટર્મ માટે નો ક્લેયમ બોનસ
જો તમે ક્લેઈમ-ફ્રી પોલિસી નિયમ સાથે જાવ છો તો ડિજિટના ઈન્સ્યોરન્સ પ્લાનમાં આકર્ષક નો-ક્લેઈમ બોનસ લાભો ઓફર કરવામાં આવે છે. દરેક નો-ક્લેઈમની શરતો સાથે તમારું બોનસ અનેકગણું વધી જાય છે, જે પોલિસી પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ તરફ દોરી જાય છે, તમારી બાઇક માટે પોસાય તેવા કવરની ખાતરી કરે છે. તમે આ લાભ સાથે તમારી વીમા પોલિસી પ્રીમિયમ પર 50% નો ક્લેઈમ બોનસ ફાયદો મેળવી શકો છો.
આ પ્રકારના ફાયદાઓ સાથે ડિજિટ તમારી બજાજ પલ્સરને થઈ શકે તેવા કોઈપણ નુકસાન સામે યોગ્ય રીતે કવર મળે તેના પર સૌથી વધુ ફોકસ કરે છે.
ભારતમાં લોકપ્રિય બજાજ પલ્સર મોડલ્સ માટે બાઇક ઈન્સ્યોરન્સ
બજાજ પલ્સર રેન્જ બજેટ-ફ્રેંડલી પલ્સર 125થી લઈને સુપર સ્ટાઇલિશ અને પાવરફુલ પલ્સર RS 200 સુધીના નવ અલગ-અલગ મોડલ ધરાવે છે. ડિજિટ આ દરેક ટૂ-વ્હીલરને અલગ પોલિસી ઓફર કરે છે.
આવો જાણીએ આ પોલિસીઓ વિશે.....
બજાજ પલ્સર 125 Neon- પલ્સર રેન્જમાં સૌથી વધુ સસ્તું બાઇક પલ્સર 125 છે. 125ccની એન્જિન ક્ષમતા સાથે પલ્સર 125 નિયોન રોજિંદી સવારી માટે શ્રેષ્ઠ અને અનુકુળ બાઈક છે. જો તમે દરરોજ કોલેજ અથવા ઓફિસ જવા માટે બાઈક ચલાવવા માંગતા હો તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ડિજિટ પલ્સર 150ને ઈન્સ્યોરન્સ કવચ પ્રદાન કરે છે.
બજાજ પલ્સર NS160 – પાવરફુલ એન્જિન અને અદભૂત ડિઝાઇનનું કોમ્બિનેશન ઓફર કરતી મિડ-રેન્જ બાઇક પલ્સર NS160એ યુવાનોમાં લોકપ્રિય ટુ-વ્હીલર છે. 160cc એન્જિનમાં શાનદાર સ્પીડ સાથે બજાજની બેસ્ટ લોંગલાસ્ટિંગ ક્વોલિટી પણ રાઈડર્સને અટ્રેક્ટ કરે છે. આ કિંમતી મોડલને સુરક્ષિત રાખવા માટે ડિજિટમાંથી ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરો.
બજાજ પલ્સર RS200 – બજાજ તરફથી આ એક શાનદાર પ્રીમિયમ પ્રોડક્ટ છે. તેની બિલ્ડિંગ ક્વોલિટી, ડિઝાઇન અને એન્જિન ક્ષમતા આ રેન્જમાં સર્વશ્રેષ્ઠ છે. જ્યારે માઇલેજ અન્ય પલ્સર મોડલ્સ કરતાં ઓછી છે, ત્યારે 200cc એન્જિન રાઈડર્સને અનેરો આનંદ પણ આપે છે. હાઇ-સ્પીડ ડ્રાઇવ માટે પરફેક્ટ, પલ્સર RS200 ઈન્સ્યોરન્સ પ્લાન એક્સિડન્ડના કિસ્સામાં તમારી જાતને આર્થિક અને અન્ય રીતે બચાવવા માટે જરૂરી છે.
બજાજ પલ્સર- વેરિયન્ટ & એક્સ-શોરૂમ પ્રાઈઝ
વેરિયન્ટ્સ | એક્સ-શોરૂમ પ્રાઇસ (શહેર મુજબ ફેરફાર થઇ શકે છે) |
---|---|
પલ્સર 150 Neon ABS, 65kmpl, 149.5 cc | ₹ 68,250 |
પલ્સર 150 ABS, 65kmpl, 149 cc | ₹ 84,960 |
પલ્સર 150 Twin Disc ABS, 65kmpl, 149.5 cc | ₹ 88,838 |
પલ્સર 180 STD (Non-ABS), 178.6 cc | ₹ 85,000 |
પલ્સર 180 ABS, 178.6 cc | ₹ 85,523 |
પલ્સર 220 F ABS, 40 Kmpl, 220 cc | ₹ 107,028 |
પલ્સર NS200 ABS, 36.1 Kmpl, 199.5 cc | ₹ 100,557 |
પલ્સર RS200 STD, 35 Kmpl, 199.5 cc | ₹ 127,482 |
પલ્સર RS200 ABS, 35 Kmpl, 199.5 cc | ₹ 140,237 |
પલ્સર NS160 STD, 160.3 cc | ₹ 82,624 |
પલ્સર NS160 Twin Disc, 160.3 cc | ₹ 93,094 |
તમે જે પણ બાઇક પસંદ કરો, અંતે વાહન માટે વ્હીકલ ઈન્સ્યોરન્સ જરૂરી અને અતિ મહત્વપૂર્ણ છે. કમનસીબ કિસ્સામાં તમારા માટે સંપૂર્ણ નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરતી પોલિસીઓ પસંદ કરવામાં તમે ક્યારેય અવગણના કરશો નહિ તે ચોક્કસથી ચકાસો.
ભારતમાં બજાજ પલ્સર બાઇક ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
જો તે/તેણી બાઇક એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થઈને મૃત્યુ પામે છે, તો શું પોલિસીધારકના પરિવારના સભ્યો ક્લેઈમ ફાઇલ કરી શકે છે ?
આ ઇન્સ્યોરન્સ પ્લાન એક્સિડેન્ટલ હેલ્થ બેનિફિટી પુરું પાડે છે, તો કુટુંબના સભ્યો ક્લેઈમ માટે ફાઇલ કરી શકે છે અને આવી કમનસીબ ઘટના પછી વીમા કંપની પાસેથી પૂર્વ-નિર્ધારિત એકસાથે રમક મેળવી શકે છે.
મારી બજાજ પલ્સર ઇન્સ્યોરન્સ પોલિસીને રિન્યૂ કરવાનો આદર્શ સમય ક્યો છે?
આદર્શ રીતે, તમારી ઇન્સ્યોરન્સ યોજના તેની નક્કી કરાયેલી તારીખના ઓછામાં ઓછા એક મહિના પહેલા રિન્યૂ કરો. નહિંતર, તમે તારીખ ભૂલી શકો છો અને તમારો પ્લાન સમાપ્ત થઈ શકે છે, જેનાથી પોલિસીમાંથી કેટલાંક લાભો ગુમાવી શકાય છે.
શું ડિજિટની બજાજ પલ્સર બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી પર કપાત લાગુ પડે છે?
ના, IRDAIના નિયમો અનુસાર કોમ્પ્રિહેન્સિવ કપાતપાત્ર ઉપરાંત, ડિજિટની ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી પોલિસીધારકો પર કોઈપણ વધારાની કપાતપાત્ર ચાર્જ વસૂલતી નથી.