ટોયોટા ઇનોવા ઇન્સ્યોરન્સ
Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

એક સામાન્ય ભારતીય પરિવારની વૈવિધ્યસભર જરૂરિયાતોને અનુરૂપ એમપીવી, ટોયોટાની ઇનોવાએ 2005માં ભારતીય બજારમાં પ્રથમ મોડલ બહાર પડ્યું ત્યારથી જ અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી છે.

ત્યારબાદથી જ બજારમાં આધિપત્ય જમાવવા અનેક અપગ્રેડ અને ફેસિલિટીમાં સુધારો કર્યો. બાદમાં ઇનોવાના સેકન્ડ-જનરેશન મોડલ ઇનોવા ક્રિસ્ટા માટે માર્ગ ઉભો કરવા 2016માં આ મોડલનું ઉત્પાદન રોકવામાં આવ્યું.

હાલમાં બજારમાં ટોયોટા ઈનોવા 5 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ક્રિસ્ટા 8-સીટર કન્ફિગરેશન સાથે આવે છે, જે તેને પેસેન્જર વાહનો અને ટેક્સીઓ માટે લોકપ્રિય પસંદગી બનાવે છે.

પરિણામે, વાહન ખરીદ્યા બાદ વાહનની સેફ્ટી સુનિશ્ચિત કરવા માટે સારી સર્વાંગી ઇનોવા ક્રિસ્ટા ઇન્સ્યોરન્સ પોલિસી મેળવવાની જવાબદારી પણ માલિકો પર હોય છે.

2019માં લગભગ 61,000ના વેચાણ વોલ્યુમને ટ્રેક કરીને ક્રિસ્ટા ભારતમાં મલ્ટીપર્પઝ કાર માર્કેટમાં સૌથી વધુ વેચાતા મોડલ પૈકીનું એક હતું. પરિણામે, કાર ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં ઈનોવા કાર ઇન્સ્યોરન્સ ખૂબ જ લોકપ્રિય પ્રોડક્ટ બન્યું છે.

છેવટે, થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી મોટર વ્હિકલ એક્ટ, 1988 નો આદેશ છે, જેના વિના તમને રૂ.2000 (પુનરાવર્તિત ગુનાઓ માટે રૂ. 4000) સુધીનો ટ્રાફિક દંડ થઈ શકે છે.

આ થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી, કાયદા દ્વારા ફરજિયાત બનાવવામાં આવી છે. તમારી ઈનોવાને સંડોવતા અકસ્માતને કારણે કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિ, વાહન અથવા પ્રોપર્ટીને થયેલા નુકસાનના કિસ્સામાં કવરેજ આપે છે.

જોકે, જો તમે આવા સંજોગોમાં તમારા વાહન માટે સુરક્ષા મેળવવા માંગતા હો તો કોમ્પ્રિહેન્સિવ ઇનોવા ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.

તમે તમારી કારને થતા નુકસાનથી આર્થિક રીતે સુરક્ષિત છો તેની ખાતરી કરવા માટે ડિજિટમાંથી ઇનોવા ક્રિસ્ટા ઇન્સ્યોરન્સ પોલિસી કેવી રીતે સૌથી વધુ સમજદાર વિકલ્પ બની શકે છે તેના પર નીચે એક નજર કરીએ.

વધુ વાંચો

ટોયોટા ઇનોવા કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું

તમારે ડિજિટનો ટોયોટા ઈનોવા કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

ટોયોટા ઈનોવા માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલો ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો! ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજિટની ઈનોવા/ઈનોવા ક્રિસ્ટા કાર ઇન્સ્યોરન્સ પોલિસી શા માટે પસંદ કરવી?

બજારમાં જ્યારે ઘણી બધી ઇન્સ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ છે, ત્યારે મહત્તમ ફાયદાઓ આપતી એક કંપની અને તેની પોલિસી પસંદ કરવી કંટાળાજનક કામ હોઈ શકે છે.

ખાસ કરીને ઈનોવા એક મોંઘી કાર હોવાથી, તેટલા જ ખર્ચાળ પાર્ટ્સ સાથે અણધાર્યા સંજોગોને કારણે ઊભી થતી તમારી નાણાકીય જવાબદારીઓને ઘટાડવા માટે યોગ્ય ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી મુખ્ય મહત્વની બાબત છે.

આ સંદર્ભમાં, ડિજિટનો ઇનોવા ઇન્સ્યોરન્સ તમારા ફાયદાઓને અસરકારક રીતે શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકે છે.

જો તમે તમારી હાલની કાર ઇન્સ્યોરન્સ પોલિસીનું રિન્યૂઅલ કરવા માગતા હોવ તો પણ ડિજિટની ઇનોવા ઇન્સ્યોરન્સ પોલિસી અનેક કારણોસર સૌથી વધુ ફાયદાકારક વિકલ્પ બની શકે છે. આ કારણોમાં શામેલ છે:

  • સંપૂર્ણ રીતે ડિજિટલ ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ - ડિજિટ ક્લેમ કરવાના ભારે મુશ્કેલ કાર્યને સરળ બનાવે છે અને ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા ઓફર કરે છે. જો તમારી ઈનોવાને અકસ્માતમાં નુકસાન થયું હોય અને તમારે ક્લેમ કરવાની જરૂર હોય તો તમે કોઈપણ ફોર્મ ભર્યા વગર અમારા અધિકૃત નંબર - 1800-258-5956 પર કૉલ કરી શકો છો. ત્યારપછી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક લિંક મળશે, જેના પછી તમારે તમારી ક્ષતિગ્રસ્ત કારની ઈમેજ અમને મોકલવાની રહેશે. હા, આ સાચું છે! તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો "ઈન્સપેક્શન" ભાગ જાતે જ કરી શકો છો. આ પછી તમારે સેટલમેન્ટનો મોડ - કેશલેસ અથવા રિઈમ્બર્સમેન્ટ પસંદ કરવો પડશે અને બસ તમારૂં કામ પૂર્ણ! અમે પછી અમે તમારા ક્લેમની સમીક્ષા કરીશું અને શક્ય તેટલી વહેલી તકે તમારો સંપર્ક કરીશું.
  • હાઈ ક્લેમ સેટલમેન્ટ રેશિયો - ઈનોવા ક્રિસ્ટા માટે ડિજિટના ઇન્સ્યોરન્સ સાથે, તમારે કોઈ કારણ વગર તમારો ક્લેમ રદ થવા અંગે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. અમને અમારા ક્લેમ સેટલમેન્ટની સંખ્યા પર ગર્વ છે અને ખાતરી આપીએ છીએ કે તમારા ક્લેમને વહેલી તકે ધ્યાને લેવાશે. આમ, તમે તમારા ક્લેમ સેટલમેન્ટ માટે અનેક મહિનાઓ સુધી રાહ જોવાની જરૂર નહિ પડે અને તરત જ તમારા વળતરનો લાભ લઈ શકો છો.
  • તમારી IDVને કસ્ટમાઇઝ કરો – ઇનોવાના મૉડલ સસ્તા નથી. મોટે ભાગે તમારી કાર માટે રૂ. 15 લાખથી વધુનો ખર્ચ કરવો પડ્યો હશે. ત્યારબાદ જો તમારી કાર ચોરાઈ જાય અથવા સંપૂર્ણ નુકશાની પામે, તો તમારું નાણાકીય નુકસાન પણ નોંધપાત્ર હશે. આને ધ્યાનમાં રાખીને, અમે તમારી કારના IDVને કસ્ટમાઈઝ કરવાની ફેસિલિટી પ્રદાન કરીએ છીએ. આમ તમારી કાર પરત ન મેળવી શકવાના કિસ્સામાં પણ મહત્તમ વળતર મેળવી શકો છો. ઉચ્ચ IDV મેળવવાની સુવિધા ઇનોવાની ઇન્સ્યોરન્સ કિંમતમાં થોડો ફેરફાર લાવશે પરંતુ તે અંતે તો તમારા માટે જ ખૂબ ફાયદાકારક સોદો બની રહેશે.

એડ-ઓન વિકલ્પોની વિવિધતા - ઇનોવા ભારતમાં ટોચની લોકપ્રિય કાર છે, તેના પાર્ટ્સ રિટેલમાં સસ્તા નથી. આમ તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ સમાવિષ્ટ નથી તેવા કારના આ પાર્ટ્સને નાણાકીય રીતે સુરક્ષિત કરવા માગી શકો છો. આ સંદર્ભે, અમારા એડ-ઓન કવર ખૂબ મદદરૂપ થઈ શકે છે. અમે અમારી ઇનોવા ઇન્સ્યોરન્સ પોલિસીનો અવકાશ વધારવા 7 એડ-ઓન્સ ઑફર કરીએ છીએ, જેમાં શામેલ છે:

તમારી ટોયોટા ઈનોવા સાથે, પેસેન્જર કવર એડ-ઓન અમુક સમયે એક આવશ્યકતા છે કારણકે વાહનનો ઉપયોગ મુસાફરોની અવર-જવર માટેના હેતુ માટે કરવામાં આવતો હોય છે. તમે ઇનોવા ક્રિસ્ટા ઇન્સ્યોરન્સમાં નજીવી ઊંચી કિંમત ચૂકવીને આમાંથી કોઈપણ એડ-ઓન મેળવી શકો છો.

  • રાઉન્ડ ધ ક્લોક કસ્ટમર સર્વિસ – અમને ખ્યાલ છે કે અકસ્માતો ગમે ત્યારે થઈ શકે છે અને તેથી આ આકસ્મિક સમયમાં સહાયની જરૂરિયાત રજાઓ અથવા કામકાજના દિવસો દ્વારા વ્યાખ્યાયિત નથી થતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવાર અને રાષ્ટ્રીય રજાના દિવસે પણ અમારી કસ્ટમર કેર સર્વિસ 24x7 ઉપલબ્ધ હોય છે. ઈનોવા ક્રિસ્ટા રિન્યુઅલ કિંમત વિશે કોઈ સવાલ-પૂછપરછ છે? તમે ઇચ્છો ત્યારે અમને કૉલ કરો!
  • 1400+ નેટવર્ક ગેરેજની હાજરી - રોકડની અનુપલબ્ધતા તમને તમારી ટોયોટા ઈનોવાને આકસ્મિક નુકસાનના રિપેરિંગથી અટકાવશે નહીં! 1400થી વધુ નેટવર્ક ગેરેજની અમારી સમગ્ર ભારતની ગ્રીડ સાથે તમે કોઈપણ મુશ્કેલી વિના તમારી ઈનોવા માટે કેશલેસ રિપેરનો લાભ લઈ શકો છો.
  • ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી - જો તમે અમારા કોઈપણ નેટવર્ક ગેરેજમાંથી તમારી કાર રિપેર કરાવવા માંગતા હોવ તો અમારી ઇનોવા કાર ઇન્સ્યોરન્સ પોલિસી ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપની ફેસિલિટી પણ આપે છે. આ રીતે તમારી જાતને નોંધપાત્ર મુશ્કેલીમાંથી બચાવી શકો છો અને તમારી ક્ષતિગ્રસ્ત કારને સર્વિસ સેન્ટર સુધી પહોંચાડવાના ખર્ચમાંથી પણ છુટકારો મેળવી શકો છો.

ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ઇન્સ્યોરન્સમાં નજીવા દરે તમે ડિજિટ દ્વારા ઓફર થતા આ અમુક જ અહિં વર્ણવેલા અને અન્ય અસંખ્ય નોંધપાત્ર લાભો લઈ શકો છો.

જોકે, મહત્તમ લાભ મેળવવા માટે ઇન્સ્યોરન્સ પોલિસીના કવરેજના અવકાશને તપાસવાનું ભૂલશો નહીં.

ટોયોટા ઇનોવા/ઇનોવા ક્રિસ્ટા કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

કારનો ઇન્સ્યોરન્સ હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે તે વાહનને થતા નુકસાન અથવા મુસાફરોને ઇજા થવાના કિસ્સામાં તમારા તમામ ખર્ચને આવરી લે છે.

તમે પસંદ કરી શકો તેવા કવરના ત્રણ લેવલ છે - થર્ડ પાર્ટી લાયાબિલિટી, કોમ્પ્રિહેન્સિવ અને કાનૂની ફરિયાદો.

  • થર્ડ-પાર્ટી લાયાબિલિટી - કાયદા દ્વારા ટોયોટા ઈનોવા ઇન્સ્યોરન્સનું આ મૂળભૂત સ્વરૂપ છે. તે અન્ય લોકોને થતી ઇજાઓ અને અન્ય લોકોની પ્રોપર્ટીને નુકસાનને આવરી લે છે અને થર્ડ પાર્ટીની માંગ અનુસાર રિપેર અથવા વાહન બદલવાના ખર્ચને પણ આવરી લે છે.
  • કોમ્પ્રિહેન્સિવ કવર – આ તમે મેળવી શકતા ઉચ્ચતમ લેવલનું કવર છે. તે અકસ્માતો અને કુદરતી આફતો તેમજ અન્ય લોકોને સંડોવતા અકસ્માતો દ્વારા તમારી પોતાની કારને થતા નુકસાન સામે રક્ષણ આપે છે. તેમાં કાર સંદર્ભે કાનૂની ખર્ચનો ઇન્સ્યોરન્સ પણ સામેલ હોઈ શકે છે. ઓન ડેમેજ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો.
  • કાયદેસર રીતે સુસંગત - તમારી ટોયોટા ઇનોવા કારનો ઇન્સ્યોરન્સ હોવો કાયદાકીય ધોરણેપણ ફરજિયાત છે. તેના વગર કાર ચલાવવી ગેરકાયદેસર છે. હાલમાં, માન્ય કાર ઇન્સ્યોરન્સ વિના ડ્રાઇવિંગ માટેનો દંડ રૂ. 2000 સુધી વધી શકે છે અને લાઇસન્સ પણ રદ્દબાતલ થઈ શકે છે.
  • ફાઈનાન્શિયલ લાયાબિલિટીઓ - અકસ્માત અથવા કુદરતી આફતોને કારણે ઉભા થયેલા રિપેર અથવા રિપ્લેસમેન્ટનો નાણાકીય ભાર ઘટાડવા માટે. તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીની નાણાકીય જવાબદારીઓ તમારા ખિસ્સાને થતા મોટા નુકશાનથી બચાવી શકે છે.

ટોયોટા ઇનોવા/ઇનોવા ક્રિસ્ટા વિશે વધુ જાણો

જાપાનીઝ ઓટોમેકર ટોયોટા દ્વારા ઉત્પાદિત ઇનોવા કાર ભારતમાં મોટી સંખ્યામાં વેચવામાં આવી છે અને મોટાભાગની પ્રવાસી ટેક્સી માર્કેટમાં સર્વિસ આપે છે અને આઉટસોર્સિંગ કંપનીઓ માટે મોટી ટેકનોલોજી-બિઝનેસ પ્રોસેસમાં ફ્લીટ ઓપરેશનમાં કાર્યરત છે.

ઈનોવાના ભારતમાં કુલ 12 વેરિઅન્ટ ઉપલબ્ધ છે. ઈનોવાના ત્રણ વેરિઅન્ટ પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે આવે છે, જે ઈલેક્ટ્રોનિક ફ્યુઅલ ઈન્જેક્શન સાથે 1,998 cc, ઇનલાઈન ચાર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. ક્રિસ્ટા પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે અને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે VX અને ZX વેરિઅન્ટમાં ટૂરિંગ સ્પોર્ટ એડિશનમાં પણ ઉપલબ્ધ છે.

તમારે ટોયોટા ઈનોવા ક્રિસ્ટા શા માટે ખરીદવી જોઈએ?

ટોયોટા ઈનોવાની નવી કેટેગરી તદ્દન નવા ડીઝલ એન્જિન સાથે સંપૂર્ણપણે નવા મોડલના રૂપમાં ઉતારવામાં આવી છે. ઈનોવા ક્રિસ્ટા ત્રણ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે:

  • 2.7-લિટર પેટ્રોલ- 166PS પાવર/245Nm ટોર્ક ઉત્પન્ન કરે છે
  • 2.4-લિટર ડીઝલ- 150PS/343Nm ટોર્ક ઉત્પન્ન કરે છે
  • 2.8-લિટર ડીઝલ - 174PS/360Nm ટોર્ક ઉત્પન્ન કરે છે

2.4-લિટર ડીઝલ અને 2.7-લિટર પેટ્રોલ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે, જ્યારે 2.8-લિટર ડીઝલ એન્જિન 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. ગિયરબોક્સ અને એન્જિન કોમ્બો બંને હાઇવે પર અને ઇન્ટરસિટી મુસાફરીમાં પણ ચાલી શકે છે.

આપણે જ્યારે આ શાનદાર હાઈ-એન્ડ મલ્ટીપર્પઝ વાહનની કેપેસિટી પર એક નજર કરીએ છીએ, ત્યારે ઈનોવા ક્રિસ્ટા છ થી સાત સીટર વર્ઝન સાથે આવે છે, જેમાં પ્રથમ હરોળમાં બે કેપ્ટન સીટ, બે મધ્યમાં અને બે છેલ્લી હરોળમાં હોય છે જેને ત્રણ સુધી વધારી શકાય છે. ZX ટ્રીમમાં, કીલેસ એન્ટ્રી અને કેમેરા સાથે રિવર્સિંગ પાર્કિંગ સેન્સર, કૂલ્ડ ગ્લોવબોક્સ, બ્લૂટૂથ અને નેવિગેશન સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવા ઘણા આરામદાયક ફીચર્સ છે.

કારનું આ મોડલ 14.93 લાખની શરૂઆતી કિંમત સાથે 10.75-15.1 kmplની માઇલેજ આપે છે. સેફ્ટી માટે તે સમગ્ર કેટેગરીમાં સ્ટાન્ડર્ડ EBD અને BA સાથે ત્રણ એરબેગ્સ (ડ્યુઅલ ફ્રન્ટ અને ઘૂંટણ) ABS આપે છે. જોકે Z વેરિઅન્ટમાં 7 એરબેગ્સ છે.

ચકાસો : ટોયોટા કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો

ટોયોટા ઇનોવા - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિયન્ટ્સ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
2.0 G (પેટ્રોલ) 8 સીટર1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl ₹ 10.2 લાખ
2.5 EV ડીઝલ PS WO AC 82494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 10.47 લાખ
2.5 EV ડીઝલ PS W/OA/C 8 BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 10.47 લાખ
2.5 EV ડીઝલ PS WO AC 72494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 10.51 લાખ
2.5 EV ડીઝલ PS W/OA/C 7 BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 10.51 લાખ
2.5 EV (ડીઝલ) PS 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 10.99 લાખ
2.5 EV ડીઝલ PS 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 10.99 લાખ
2.5 E (ડીઝલ) PS 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 11.04 લાખ
2.5 EV ડીઝલ PS 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 11.04 લાખ
2.0 GX (પેટ્રોલ) 8 સીટર 1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl ₹ 11.59 લાખ
2.5 LE 2014 ડીઝલ 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 12.7 લાખ
2.5 LE 2014 ડીઝલ 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 12.75 લાખ
2.5 LE 2014 ડીઝલ 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 12.95 લાખ
2.5 LE 2014 ડીઝલ 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 13.0 લાખ
2.5 G (ડીઝલ) 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 13.2 લાખ
2.5 G (ડીઝલ) 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 13.25 લાખ
2.5 G (ડીઝલ) 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 13.45 લાખ
2.5 G (ડીઝલ) 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 13.5 લાખ
2.0 VX (પેટ્રોલ) 7 સીટર 1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl ₹ 13.56 લાખ
2.0 VX (પેટ્રોલ) 8 સીટર 1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl ₹ 13.69 લાખ
2.5 GX (ડીઝલ) 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 13.77 લાખ
2.5 GX (ડીઝલ) 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 13.82 લાખ
2.5 GX (ડીઝલ) 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 14.02 લાખ
2.5 GX (ડીઝલ) 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 14.07 લાખ
2.5 Z ડીઝલ 7 સીટર BS III2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 15.18 લાખ
2.5 VX (ડીઝલ) 7 સીટર BS III2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 15.79 લાખ
2.5 Z ડીઝલ 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 15.8 લાખ
2.5 VX (ડીઝલ) 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 15.83 લાખ
2.5 VX (ડીઝલ) 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 16.04 લાખ
2.5 VX (ડીઝલ) 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 16.08 લાખ
2.5 ZX ડીઝલ 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 16.48 લાખ
2.5 ZX ડીઝલ 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl ₹ 16.73 લાખ
ઇનોવા ક્રિસ્ટા 2.7 GX MT2694 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.25 kmpl ₹ 14.93 લાખ
ઇનોવા ક્રિસ્ટા 2.7 GX MT 8S2694 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.25 kmpl ₹ 14.98 લાખ
ઇનોવા ક્રિસ્ટા 2.4 G Plus MT2393 cc, મેન્યુઅલ, ડીઝલ, 13.68 kmpl ₹ 15.67 લાખ
ઇનોવા ક્રિસ્ટા 2.4 G Plus MT 8S2393 cc, મેન્યુઅલ, ડીઝલ, 13.68 kmpl ₹ 15.72 લાખ
ઇનોવા ક્રિસ્ટા 2.4 GX MT2393 cc, મેન્યુઅલ, ડીઝલ, 13.68 kmpl ₹ 16.05 લાખ

ભારતમાં ટોયોટા ઈનોવા/ક્રિસ્ટા કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું ડિજિટના ઈનોવા ઇન્સ્યોરન્સ હેઠળ મારી પસંદગીના ગેરેજમાં રિપેરિંગ કરવાનું પસંદ કરી શકું?

હા, તમે તમારી પસંદના કોઈપણ નેટવર્ક ગેરેજ પર તમારી ઈનોવાને કોઈપણ આકસ્મિક નુકસાનને કારણે રિપેરનો ફાયદો લેવાનું પસંદ કરી શકો છો.

શું હું કુદરતી આફતોને કારણે મારી ઈનોવાને થયેલા નુકસાન માટે કવરેજ મેળવી શકું?

હા, જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી હોય, તો તમે પૂર, વીજળી, વંટોળ-ચક્રવાત વગેરે જેવી કુદરતી આફતોને કારણે તમારી ઇનોવાને થયેલા નુકસાન માટે કવરેજ મેળવી શકો છો.

મારી ઇનોવા માટે IDVની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

તમે તમારી ઇનોવા માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો છો ત્યારે તેના IDVની ગણતરી તેની સૂચવેલ એક્સ-શોરૂમ કિંમત અને તેમાંથી લાગુ પડતા ઘસારા એટલેકે ડેપ્રિસિયેશનને બાદ કરીને કરવામાં આવશે.

આ સંદર્ભમાં, જો તમે નવી ઇનોવા ક્રિસ્ટા માટે પોલિસીનો લાભ લઈ રહ્યા છો, તો તેની એક્સ-શોરૂમ કિંમત જ તેની IDV હશે.

મારી ઇનોવાની ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યૂ કરવા માટે મારે કયા ડોક્યુમેંટ સબમિટ કરવાની જરૂર પડશે?

જો તમે ઈનોવાની હાલની ડિજિટ કાર ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યૂ કરી રહ્યા છો તો તમારે કોઈ નવા પેપરવર્ક કરવાની કે દસ્તાવેજ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.

શું મારી ઇનોવા કાર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ પર્સનલ એક્સિડન્ટ કવરનો સમાવેશ થાય છે?

જો તમારી પાસે પહેલાથી જ ન હોય તો કાર ઇન્સ્યોરન્સ સાથે પર્સનલ એક્સિડન્ટ કવર મેળવવું ફરજિયાત છે.

જો તમારી પાસે PA કવર નથી, તો ખાતરી કરો કે તમે તમારી કાર પોલિસી ખરીદતી/રિન્યૂ કરતી વખતે અવશ્ય ખરીદો છો.