ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ

ટોયોટા ગ્લાન્ઝા ઇન્સ્યોરન્સ પોલિસી માત્ર 2 મિનિટમાં મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

ટોયોટા ગ્લાન્ઝા કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યૂ કરો

જો તમે સસ્તા, સ્ટાઇલિશ અને ટેક્નિકલ રીતે શાનદાર વાહનની શોધમાં છો, તો ટોયોટા ગ્લાન્ઝા તમારી બધી આવશ્યકતાઓને પરિપૂર્ણ કરશે. તે એક પાવરફુલ 1197cc એન્જિન સાથે આવે છે, જે તેની ટોચના પરફોર્મન્સ પર 113Nm ટોર્ક અને 90PS જનરેટ કરવામાં સક્ષમ છે.

વધુમાં, તે એક કરકસરયુક્ત ફ્યુઅલ ઈકોનોમી ધરાવતું વાહન હોવાથી આદર્શ મુસાફરી વાહન તરીકેની જરૂરિયાતપણ પુરી કરે છે. આ હેચબેક કારને ખરીદનાર માલિકો વિવિધ વેરિઅન્ટને આધારે 20થી 23 kmplની વચ્ચેની માઈલેજની અપેક્ષા રાખી શકે છે.

હવે, જો તમે નક્કી કર્યું છે કે આ તમારી જરૂરિયાતો અનુસારની યોગ્ય કાર છે, તો તમારે ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસી પણ શોધવાનું શરૂ કરવું જોઈએ. ઓટોમોબાઈલ ઇન્સ્યોરન્સની વાત આવે છે, ત્યારે તમે બે પ્રાથમિક વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો એટલે કે, થર્ડ-પાર્ટી લાયાબિલિટી અને કોમ્પ્રિહેન્સિવ પોલિસીઓ.

ઉપરોક્તમાંથી પ્રથમ પોલિસી, તમારી કાર સાથે અકસ્માતને કારણે નુકસાનીના કિસ્સામાં થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા વાહન પ્રત્યેની તમારી નાણાકીય જવાબદારીને આવરી લે છે.

જોકે, તમે આવી પોલિસીમાં પોતાના નુકસાનના ખર્ચ માટે ક્લેમ કરી શકતા નથી. તેના માટે તમારે એક કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જરૂરી છે. તે હેઠળ, તમે તમારી ઇન્સ્યોરન્સવાળી કાર સાથેના અકસ્માતમાં નુકસાન પામેલા થર્ડ પાર્ટી પક્ષકારો માટે કવરેજની સાથે પોતાના અંગત નુકસાનીના કિસ્સામાં પણ વળતર લાભો મેળવી શકો છો.

ભારતમાં, 1988ના મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદા દ્વારા થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી ફરજિયાત છે. જો તમે આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશો તો તમારે રૂ. 2000 (પુનરાવર્તિત અપરાધીઓ માટે રૂ.4000)નો દંડ ભરવો પડશે. તેથી, ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસી માત્ર ફાયદાકારક નથી, પરંતુ તે માલિકો માટે કાયદેસર રીતે ફરજિયાત પણ છે.

જોકે, તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે યોગ્ય ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પસંદ કરવાનું મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમારી પાસે બજારમાં ઘણા બધા વિકલ્પો હોય. આ સંદર્ભમાં, ડિજિટે કાર ઇન્સ્યોરન્સ ઉદ્યોગમાં ગ્રાહકોની જરૂરિયાતોને આધારે જરૂરી વધારા-ઘટાડા કરીને હરણફાળ ઘણી પ્રગતિ કરી છે, જે અન્ય પ્રદાતાઓ આપતા નથી.

ખાતરી નથી થતી? વધુ જાણવા માટે આગળ વાંચતા રહો!

ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકશાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકશાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકશાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલો ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો! ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ માટે ડિજિટ પસંદ કરવાના કારણો

ડિજિટ અન્ય કોઈપણ બાબત કરતાં પોલિસીધારકોના હિતોને પ્રાથમિકતા આપે છે. અમારી ક્વોલિટી પોલિસીઓ ઉપરાંત, અમે ક્લેમ ફાઇલિંગ અને સેટલમેન્ટ માટે અમારા ડિજિટલ અભિગમ માટે પણ જાણીતા છીએ.

ડિજિટની પસંદગી માટે અમારી વિચારશીલ કાર ઇન્સ્યોરન્સ પોલિસીઓમાંથી તમે અપેક્ષા કરી શકો તેવી કેટલીક સુવિધાઓ નીચે જણાવેલ છે:

  • ડિજિટલ ક્લેઈમ સેટલમેન્ટ - ડિજિટ પર, તમે ટોયોટા ગ્લાન્ઝા કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન જ ખરીદી શકતા નથી પણ ઈન્ટરનેટ પર ઓનલાઈન ક્લેમ પણ કરી શકો છો. આ એક અત્યંત સરળ પ્રક્રિયા છે, જે તમે તમારા ઘરે-ઓફિસે બેઠાં-બેઠાં માત્ર મિનિટોમાં પૂર્ણ કરી શકો છો. એ દિવસો ગયા જ્યારે તમારે ક્લેમ દાખલ કરવા માટે ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસની મુલાકાત લેવાની જરૂર પડે. શું તમે નિરીક્ષણ પ્રક્રિયા વિશે ચિંતિત છો? ના થશો ચિંતિત! ડિજિટ પોલિસીધારકો, મૂલ્યાંકન માટે ઇન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિઓની રાહ જોવાને બદલે તેમની ક્ષતિગ્રસ્ત કારનું સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ કરી શકે છે. તમારે ફક્ત તમારા વાહનની અમુક ઈમેજ ક્લિક કરવાની રહેશે અને તેને એસેસમેન્ટ માટે અમારી ઈન્ટરનલ ટીમને મોકલવાની રહેશે.
  • પ્રભાવશાળી ક્લેમ સેટલમેન્ટ રેશિયો - અમને દર વર્ષે અસંખ્ય ક્લેમ મળે છે અને તેમાંથી મોટા ભાગના ક્લેમનું સેટલમેન્ટ પણ કરીએ છીએ. ખાસ વાત કે પાયાવિહોણા કારણોસર અમે ક્લેમ નામંજૂર નથી કરતા. જો તમે અમારી પાસે ક્લેમ દાખલ કરો છો, અને વળતર માટેની તમારી જરૂરિયાત સાચી છે તો અમે ડિજિટ પર જરૂરી ફંડ ઝડપથી મંજૂર કરીશું જેથી કરીને તમારે તમારા ટોયોટા ગ્લાન્ઝા પર મોંઘા સમારકામનો નાણાકીય બોજ ઉઠાવવો ન પડે.
  • વધુ સુરક્ષા માટે મહત્વપૂર્ણ એડ-ઓન્સ - તમે ડિજિટ માટે નવા છો કે હાલના વર્તમાન પોલિસીધારક, તમે ક્દાચ કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે અમારા દ્વારા ઓફર થતા ડાયવર્સિફાઈડ એડ-ઓન્સ વિશે નહિ જાણતા હોવ. આ એડ-ઓન્સ કવરેજની ક્વોલિટીમાં વધારો કરે છે, જે તમે અમારી ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ મેળવી શકો છો. દાખલા તરીકે, પેસેન્જર કવર એડ-ઓન કોઈપણ પોલિસીમાં એક્સિડન્ટ કવર સુવિધાને માત્ર ડ્રાઇવર-માલિક સુધી મર્યાદિત રાખવાને બદલે ઇન્શ્યોર્ડ વાહનની અંદરના તમામ મુસાફરોને આવરી લે છે. હાલના પોલિસીધારકો ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ દરમિયાન કન્ઝયુમેબલ કવર , ટાયર પ્રોટેક્શન , રિટર્ન ટૂ ઇનવોઇસ કવર , બ્રેકડાઉન આસિસ્ટન્સ જેવા ડિજિટના મુખ્ય સાત એડ-ઓન કવર સહિત અન્યના વિકલ્પ ચકાસી શકે છે.
  • 24x7, ભરોસાપાત્ર ગ્રાહક સેવા - અમારી ગ્રાહક સેવા ટીમ પોલિસીધારકોના પ્રશ્નોને સાંભળવા માટે હંમેશા તૈયાર છે. અમારી ફોન લાઇન્સ દિવસમાં 24 કલાક અને વર્ષમાં 365 દિવસ એટલેકે 24*7*365 ખુલ્લી રહે છે. તમે અડધી રાતે પણ ક્લેમ કરવા માંગતા હોવ અથવા તમારા પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હોવ તો અમે હાજર હોઈશું. અમે રાષ્ટ્રીય રજાઓ પર પણ ઊભી થઈ શકે તેવી કટોકટીનો સામનો કરવા માટે પણ કામ પર હાજર છીએ. તેથી જો તમને તમારી ટોયોયા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસીમાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો અમને અમારા ટોલ-ફ્રી નંબર - 1800-258-5956 પર કોલ કરો.
  • તમારા પોલિસી IDVને કસ્ટમાઇઝ કરો - મોટા ભાગના કિસ્સાઓમાં, ઇન્સ્યોરન્સ કંપનીઓ વાહનની એક્સ-શોરૂમ કિંમત અને તેની ઉંમરને ધ્યાનમાં લીધા પછી તમારૂં પોલિસી IDV નક્કી કરે છે. જોકે અમે મોટાભાગની કંપનીઓ જેવા નથી. અમે તમને તમારી જરૂરિયાતો અને આરામ મુજબ ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ પસંદ કરવાની મંજૂરી આપીએ છીએ. તેથી જો તમે ઇચ્છો તો તમે IDV વધારવા માટે મુક્ત છો. ઉચ્ચ IDVનો અર્થ છે જો ઇન્શ્યોર્ડ કાર ચોરાઈ જાય અથવા ટોટલ્ડ થઈ જાય તો વધુ વળતર મળે.
  • સમગ્ર દેશમાં ફેલાયેલ નેટવર્ક ગેરેજ - ડિજિટ સમગ્ર ભારતમાં 1400થી વધુ ગેરેજ સાથે કોલોબ્રેશન ધરાવે છે. આનો અર્થ એ છે કે અમારા પોલિસીધારકો કેશલેસ રિપેર અને અન્ય લાભો મેળવવા માટે આમાંથી કોઈપણ સર્વિસ સ્ટેશનમાં જઈ શકે છે. આ મજબૂત નેટવર્કની હાજરીનો અર્થ એ છે કે તમે ગમે ત્યાં અટવાઓ કે અમારી જરૂર પડે અમે હંમેશા તમારી નજીક જ હોઈશું. આ આઉટલેટ્સમાં રિપેર સર્વિસનો લાભ લો અને રિપેર ખર્ચલો ઇન્સ્યોરન્સના ક્લેમ કરવાની મુશ્કેલીથી અથવા રિઈમ્બર્સમેન્ટના વેઈટિંગથી બચો.
  • આકસ્મિક રિપેરિંગ માટે કાર પિક-અપ અને ડ્રોપની સુવિધા - ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસીનું અન્ય એક મહત્ત્વનું પાસું એ છે કે જ્યારે તમે ડિજિટ નેટવર્ક ગેરેજમાંથી તમારી કારને આકસ્મિક નુકસાન માટે રિપેરિંગ સર્વિસિસનો લાભ લો છો તો તમને પિક-અપ અને ડ્રોપની સુવિધાઓ મળશે. કોઈ એક તમારો અનુકુળ સમય બુક કરો અને ગેરેજના પ્રતિનિધિઓ તમારા ઘરે જશે અને ક્ષતિગ્રસ્ત વાહન લઈ જશે. આટલું જ નહિ રિપેરિંગ કામ પૂર્ણ થયા પછી, ગેરેજ ટેકનિશિયન કારને ફરી તમારા ઘરે પરત પણ પહોંચાડશે. આમ, તમારી કારનું રિપેરિંગ તમારે પોતાનું કામ બાજુએ મૂકીને, ઘર-ઓફિસની બહાર પગ મૂક્યા વિના જ રિપેરિંગ કામકાજ પૂર્ણ થાય છે.

અમારો ટોયોટા ગ્લાન્ઝા કારનો ઇન્સ્યોરન્સ ઓનલાઈન પસંદ કરવાના આ થોડા ફાયદા છે. અભૂતપૂર્વ ઝંઝટમુક્ત સેવા અને સમર્થન સાથે, અમારું લક્ષ્ય તમારી ઇન્સ્યોરન્સ જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે સંતોષવાનું છે.

હેપી ડ્રાઇવિંગ!

ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

દરેક વ્યક્તિ પોતાની વસ્તુ પ્રત્યે સંવેદનશીલ અને રક્ષાત્મક અભિગમ ધરાવે છે. દેખીતી રીતે કાર એક કિંમતી વસ્તુ છે તેથી તમારી તદ્દન નવી ટોયોટા ગ્લાન્ઝાનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે.

કારના માલિક બન્યા પછી તમારે પ્રથમ વસ્તુ એ કરવી જોઈએ કે તમારી પાસે ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ છે કે નહિ તેની ખાતરી કરવી જોઈએ. ઇન્સ્યોરન્સ તમારી કારને અકસ્માતો, આપત્તિઓ, આગ અને ચોરી સહિતના તમામ સંભવિત નુકશાનથી બચાવી શકે છે.

ઉદાહરણ તરીકે, જો આકસ્મિક રીતે કોઈ ઓટો રિક્ષા તમારી નવી ટોયોટા ગ્લાન્ઝા સાથે અથડાઈ જાય, તો તે સમયે તમારા ખિસ્સાને મોટા ખર્ચમાંથી બચાવવા માટે તમારો કાર ઇન્સ્યોરન્સ તમને મદદરૂપ થશે.

  • કોમ્પ્રિહેન્સિવ પ્લાન સાથે વધારાની સુરક્ષા - અકસ્માત હંમેશા આપણી મુસાફરીનો અનિશ્ચિત ભાગ હોય છે. આ સિવાય આગ, વિસ્ફોટ, ચોરી અને કુદરતી આફતોથી તમારી ટોયોટા ગ્લાન્ઝા કારને બચાવવા માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ કવરેજ લો. આ ઇન્સ્યોરન્સ પ્લાન તમારી કારને સંપૂર્ણ સુરક્ષા આપે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ તમને થર્ડ-પાર્ટીની લાયાબિલિટીઓથી જ નહીં પરંતુ તમારી પોતાની ટોયોટા ગ્લાન્ઝાને થતા હાનિ અને નુકશાન માટે પણ કવર કરે છે. ઓન ડેમેજ કાર ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો.
  • કાયદેસર રીતે સુસંગત - તમારી ટોયોટા ગ્લાન્ઝા ઇન્સ્યોરન્સ પોલિસી તમામ જરૂરી કાયદાકીય સુસંગતતાનું પાલનને પૂર્ણ કરશે. તે તમારા વાહનને રસ્તા પર કાયદેસર રીતે ચલાવવા માટે મંજૂરી તરીકે પણ કાર્ય કરે છે. માન્ય કાર ઇન્સ્યોરન્સની ગેરહાજરીમાં, તમારી પાસેથી 2,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે અને તમારું લાઇસન્સ પણ ગેરલાયક ઠરી શકે છે.
  • નાણાકીય લાયાબિલિટીથી બચો - કાર ઇન્સ્યોરન્સ આવશ્યક છે કારણ કે તે તમારા વાહનના ભાગોને જ નુકસાન નહિ પહોંચાડે પરંતુ તમારા શરીરને નુકસાન, ચોરી, કુદરતી આફતો, પ્રાણીઓને થતા નુકશાન તથા અકસ્માતના કિસ્સામાં તમને અથવા મુસાફરો, ડ્રાઇવરો અથવા આસપાસથી પસાર થનાર થર્ડ-પાર્ટી કે પ્રોપર્ટીને થતી ઇજાઓ જેવી અશુભ ઘટનાના પણ તમારા ખર્ચને આવરી લે છે.
  • થર્ડ-પાર્ટી લાયાબિલિટીને આવરી લે છે - ટોયોટા કાર ઇન્સ્યોરન્સ થર્ડ-પાર્ટી લાયાબિલિટી હેઠળ અકસ્માતમાં થર્ડ-પાર્ટી અથવા મુસાફરોને થયેલા નુકસાનને પણ આવરી લે છે. આવા કિસ્સામાં પોતાના ખિસ્સામાંથી વળતર ચૂકવવામાં સેવિંગ ખાલી થઈ શકે છે. તમારો ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટી દ્વારા થતી માંગણીઓને કવર કરીને તમને રક્ષણ આપે છે.

ટોયોટા ગ્લાન્ઝા કાર વિશે વધુ જાણો

ટોયોટાના કોઈપણ સ્ટાઇલિશ વર્ઝન વિશે પૂછવામાં આવે તો ટોયોટા ગ્લાન્ઝા અદ્દભુત ફિચર્સ અને શાનદાર કન્ફર્ટથી ભરપૂર છે. ટોયોટા ગ્લાન્ઝા બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે - G અને V ચાર ટ્રિમ્સમાં - G MT, V MT, G CVT, અને V CVT ટોપ-સ્પેસિફિકેશન ઝેટા અને આલ્ફા વેરિઅન્ટ પર આધારિત છે. કારના ફીચર્સની સાથે કાર લવર્સ કલરની પણ ભારે ડિમાન્ડ કરતા હોય છે, ત્યારે ગ્લાન્ઝા પાંચ વિવિધ કલર્સમાં ઉપલ્બધ છે - સફેદ, લાલ, વાદળી, સિલ્વર અને ગ્રે. આ લક્ઝુરિયસ ફોર-વ્હીલર રૂ. 7.22 લાખથી રૂ. 8.99 લાખની કિંમતની રેન્જમાં આવે છે અને તે 23.87kmpl સુધીની શાનદાર રેન્જ પ્રદાન કરે છે.

તમારે ટોયોટા ગ્લાન્ઝા શા માટે ખરીદવી જોઈએ?

અમે આ સુપર ફ્લેક્સિબલ કારના ઈન્ટિરિયરને જોઈએ છીએ, ત્યારે એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay સાથે સાત-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મેળવો. 16-ઇંચના એલોય વ્હીલ્સ, ઓટો LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ફોગ લેમ્પ્સ અને LED DRLsના અસાધારણ ફીચર્સ પણ શામેલ છે. સેફ્ટી માટે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર, EBD સાથે ABS અને પાછળનું પાર્કિંગ સેન્સર પણ ઉપલબ્ધ છે. તે સિવાય ઓટોમેટિક એસી, 60:40 સ્પ્લિટ રિયર સીટ અને કીલેસ એન્ટ્રી ગ્લાન્ઝાને કાર લવર્સ માટે વધુ આકર્ષક બનાવે છે.

ટોયોટા ગ્લેન્ઝાનું એન્જિન નોંધપાત્ર ફીચર્સ દર્શાવે છે. ગ્લાન્ઝા માત્ર પેટ્રોલ વેરિયન્ટમાં જ ઉપલ્બધ વાહન છે. તદ્દન નવું ડ્યુઅલ જેટ માઈલ્ડ-હાઈબ્રિડ એન્જિન 5-સ્પીડ MT સાથે 90PS પાવર અને 113Nm ટોર્ક બનાવે છે અને રેગ્યુલર 1.2-લિટર એન્જિન 83PS અને 113Nm બનાવે છે અને Glanza 5-સ્પીડ MT અને CVTમાં પણ ઉપલબ્ધ છે. ટોયોટા ગ્લાન્ઝાની માઈલેજની વિવિધતા:

  • 1.2-લિટર પેટ્રોલ MT- 21.01kmpl
  • 1.2-લિટર પેટ્રોલ CVT- 19.56kmpl
  • 1.2-લિટર પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ MT- 23.87kmpl

તપાસો: ટોયોટા કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો

ટોયોટા ગ્લાન્ઝા - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિયન્ટ્સ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
G1197 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 23.87 kmpl ₹ 7.21 લાખ
V1197 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 21.01 kmpl ₹ 7.58 લાખ
G CVT1197 cc, ઓટોમેટિક, પેટ્રોલ, 19.56 kmpl ₹ 8.29 લાખ
V CVT1197 cc, ઓટોમેટિક, પેટ્રોલ, 19.56 kmpl ₹ 8.9 લાખ

ટોયોટા ગ્લાન્ઝા કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

હું મારી ટોયોટા ગ્લાન્ઝા ઇન્સ્યોરન્સ પોલિસી પર નો ક્લેમ બોનસ મેળવવાની મારી તકોને કેવી રીતે વધારી શકું?

તમારી પોલિસી પર NCB કમાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે પોલિસી ટર્મમાં ક્લેમ ફાઇલ કરવાનું ટાળો. જો તમારી કારને નાના રિપેરિંગ કામની જરૂર હોય તો તમારે ઇન્સ્યોરન્સ કંપની પાસે ક્લેમ કરીને વળતર મેળવવાનું ટાળવું જોઈએ.

ટોયોટા ગ્લાન્ઝા ઇન્સ્યોરન્સ પોલિસી માટે એકત્ર કરેલ NCB મારી પોલિસીનું પ્રીમિયમ કેવી રીતે ઘટાડશે?

તમારે એ જાણવું જરૂરી છે કે તમારી પાસે માત્ર થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી હોય તો જ NCB લાગુ નથી પડતું પરંતુ, કોમ્પ્રિહેન્સિવ પોલિસીમાં પણ NCB લાભો તમારા પોતાના નુકસાનના પ્રીમિયમને ઘટાડવામાં મદદ કરશે નહિ કેમાત્ર પ્લાનના થર્ડ-પાર્ટી લાયાબિલિટી ભાગને જ ફાયદારૂપ થાય.

હું ટોયોટા ગ્લાન્ઝા માટે મારી ઇન્સ્યોરન્સ પોલિસી સાથે પર્સનલ એક્સિડન્ટ કવર કેવી રીતે પસંદ કરી શકું?

IRDAIના ધોરણો અનુસાર, ઇન્સ્યોરન્સ પ્રદાતાઓને તેઓ વેચતી દરેક ઓટોમોબાઈલ ઇન્સ્યોરન્સ પોલિસીના ભાગરૂપે પર્સનલ એક્સિડન્ટ કવર ઓફર કરવાનું ફરજિયાત કર્યું છે તેથી, તમારે આ પ્રોટેક્શન કવર અલગથી પસંદ કરવાની જરૂર નથી કારણ કે તે તમારી ઇન્સ્યોરન્સ પોલિસીમાં સાથે જ આવશે.

મારી ટોયોટા ગ્લાન્ઝા ઇન્સ્યોરન્સ પોલિસી માટે પ્રીમિયમ ઘટાડવાની સૌથી સરળ રીતો કઈ છે?

તમારા કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવા માટે, તમે તમારું IDV ઓછું રાખી શકો છો. ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુમાં વધારો કરવાથી તમારા વાર્ષિક પ્રીમિયમનો બોજો પણ વધી શકે છે. તમે ચોક્કસ કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ઓછા પ્રીમિયમની ખાતરી કરવા માટે વધુ સ્વૈચ્છિક કપાતપાત્રને પણ પસંદ કરી શકો છો.

શું મારા ટોયોટા ગ્લેન્ઝાના ટાયર તેની ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે?

કારના ટાયરને સામાન્ય રીતે કાર ઇન્સ્યોરન્સ પોલિસીમાં કવરેજમાંથી બાકાત રાખવામાં આવે છે. જોકે, જો તમે આ પાર્ટ્સને પોલિસી હેઠળ સામેલ કરવા માંગતા હોવ તો તમે ડિજિટમાંથી ટાયર પ્રોટેક્શન એડ-ઓન પસંદ કરી શકો છો.