Third-party premium has changed from 1st June. Renew now
ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સની કિંમત અને તરત જ ઓનલાઇન રિન્યૂ કરો
લોન્ચિંગના માત્ર ત્રણ વર્ષમાં ટાટા નેક્સોન ભારતના કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં એક અગ્રણી મોડલ બની ગયું છે. ટાટા નેક્સોનને અપડેટ મળ્યું અને જાન્યુઆરી 2020માં જ્યારે ફરીથી લોંચ કરવામાં આવી ત્યારે તેની લોકપ્રિયતામાં વધુ વધારો થયો.
શાનદાર ફીચરથી ભરપૂર SUV BS-VI સુસંગત પાવરટ્રેન સાથે દસ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. વધુમાં, ટાટા નેક્સોન પાંચ સીટર છે, જે તેને શહેરી ભારતીય પરિવાર માટે એક આદર્શ કાર મોડેલ બનાવે છે.
આ પ્રોડક્ટના ઘણા શાનદાર ફીચર્સને કારણે તેના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે, ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસી પણ કાર ઇન્શ્યુરન્સ સેગમેન્ટમાં લોકપ્રિય પ્રોડક્ટ બની ગઈ છે.
ઇન્શ્યુરન્સ પોલિસીના વધતી માંગમાં અમુક હિસ્સો કાયદો પણ ભજવે છે. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ભારતમાં દરેક કાર માલિક પાસે થર્ડ પાર્ટી લાયબિલિટી કાર ઇન્શ્યુરન્સ પોલિસી હોવી ફરજિયાત છે.
જો તમે થર્ડ-પાર્ટી લાયાબિલિટી કવર વિના તમારા ટાટા નેક્સોનને રસ્તા પર લઈ જાઓ છો તો સંભવિતપણે તમારે રૂ. 2000 અને પુનરાવર્તિત ગુનામાં રૂ.4000નો દંડ ભરવો પડી શકે છે. પરંતુ હજી પણ તેમાં વધુ છે.
થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યુરન્સ પોલિસી તમારા વાહનને કારણે અન્ય પક્ષને થયેલા નુકસાનની તમારી નાણાકીય જવાબદારીને ઘટાડી શકે છે.
કેટલીક વ્યક્તિઓ થર્ડ-પાર્ટી લાયાબિલિટી લાભો સાથે ઓન-ડેમેજ કવર મેળવવા માટે કામ્પ્રીહેન્સિવ નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસીનો લાભ લેવાનું પણ પસંદ કરે છે.
જોકે તમારે તમારી કાર ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદતી/રિન્યુંવલ કરતી વખતે અમુક રિસર્ચ કરવા આવશ્યક છે. ખાસ કરીને યોગ્ય ઇન્શ્યુરન્સ પ્રદાતા પસંદ કરવો અતિજરૂરી છે. આ રીતે તમે પ્રાપ્ત થતા ફાયદાને વધારી શકો છો.
ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ રિન્યુંવલ કિંમત
રજીસ્ટ્રેશન તારીખ | પ્રીમિયમ (માત્ર ઓન ડેમેજ પોલિસી માટે) |
---|---|
ઓગસ્ટ-2018 | 2,788 |
ઓગસ્ટ-2017 | 2,548 |
ઓગસ્ટ-2016 | 2,253 |
**ડિસ્ક્લેમર - પ્રીમિયમનું કેલ્ક્યુલેશન ટાટા નેક્સોન 1.2 રિવોટ્રોન Xt પ્લસ પેટ્રોલ 1198 માટે કરવામાં આવ્યું છે. જીએસટી બાકાત.
શહેર - મુંબઈ, વ્હિકલ રજીસ્ટ્રેશન મહિનો - ઓગસ્ટ, NCB - 50%, કોઈ એડ-ઓન્સ, પોલિસી સમાપ્ત થઈ નથી, અને IDV- સૌથી નીચો ઉપલબ્ધ. પ્રીમિયમની ગણતરી ઓગસ્ટ-2020માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની ડિટેલ્સ દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.
ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
તમારે ડિજિટ દ્વારા ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?
ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ પ્લાન
થર્ડ-પાર્ટી | કામ્પ્રીહેન્સિવ |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
|
થર્ડ-પાર્ટીની મિલકતને નુકસાન |
|
પર્સનલ અકસ્માત કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
|
તમારી કારની ચોરી |
|
ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ |
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કામ્પ્રીહેન્સિવ અને થર્ડ-પાર્ટી ઇન્શ્યુરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
અમારો કાર ઇન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-તપાસ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
સ્ટેપ 3
અમારા ગેરેજના નેટવર્ક દ્વારા તમે સમારકામનો ભરપાઈ અથવા કેશલેસ, જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.
ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ ઓનલાઈન માટે ડિજિટ પસંદ કરવાના કારણો
તમારી નેક્સોન માટે કાર ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદતી વખતે તમારે કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ વિચારણા કરવી જોઈએ કે તમારે કઈ ઇન્શ્યુરન્સ કંપની સાથે જવું છે.
જો તમે પસંદ કરેલ ઈન્સૂરર ભરોસાપાત્ર, સુલભ અને સીધી અને ઝંઝટ-મુક્ત પ્રક્રિયાઓ ધરાવતો હોય તો તે ખરેખર કટોકટીની સ્થિતિમાં ફરક લાવી શકે છે.
અને તે સંદર્ભમાં, તમે તમારી ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવા માટે ડિજિટનો વિચાર કરી શકો છો. જો તમારે તમારા નેક્સોન કાર માટે કાર ઇન્શ્યુરન્સ પોલિસી રિન્યૂ કરવાની જરૂર હોય તો પણ અમે આદર્શ પસંદગી છીએ.
કેવી રીતે અને શા માટે? ચાલો એક નજર કરીએ.
- ઉંચો ક્લેમ સેટલમેન્ટ રેશિયો - કાર ઇન્શ્યુરન્સ પોલિસી માટે અમારો ક્લેમ સેટલમેન્ટ રેશિયો અત્યંત ઊંચો છે. અમે ઉભા કરવામાં આવેલા તમામ ક્લેમના બહુમતી હિસ્સાનું સેટલમેન્ટ કરીએ છીએ. તેથી, તમે નિશ્ચિંત રહી શકો છો કે જવાબદારીથી બચવા માટે અમે તમારી ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસી સામેના અમુક ક્લેમને પાયાવિહોણા કારણસર નકારીશું નહીં. ઉપરાંત, અમારી ટીમ અહીં વહેલામાં વહેલી તકે પતાવટની ખાતરી કરે છે કારણ કે અમે સમજીએ છીએ કે અચાનક અણધાર્યા અને મોટા ખર્ચને પહોંચી વળવું તમારી નાણાકીય બાબતોમાં કેટલું પડકારજનક હોઈ શકે છે.
- સંપૂર્ણ રીતે ડિજિટાઇઝ્ડ પ્રક્રિયા- તમારી ટાટા નેક્સોન માટે ઇન્શ્યુરન્સ પોલિસી સામે પતાવટની રકમ મેળવવા માટે ક્લેમ કરવાથી લઈને દરેક પ્રક્રિયા અમારી સાથે 100% ડિજિટલ છે. હકીકતમાં, અમે ક્લેમ કરવા માટે સ્માર્ટફોન-સક્ષમ સ્વ-તપાસ પ્રક્રિયા પણ ઓફર કરીએ છીએ. તેથી, જો તમારે ક્લેમ કરવો હોય તો તમે તમારા સ્માર્ટફોન દ્વારા તમારા નેક્સોનને થયેલા નુકસાનના ફોટા અમને મોકલી શકો છો. હા, આ સાચું છે! તમે વ્યક્તિગત નિરીક્ષણની મુશ્કેલીને દૂર કરી શકો છો.
- તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો- પ્રક્રિયાગત રીતે, અમે તમારી કારની સૂચિબદ્ધ એક્સ-શોરૂમ કિંમતમાંથી ઘસારો બાદ કર્યા પછી IDV સેટ કરીએ છીએ. પરંતુ તે અંતિમ નથી. અમારી સાથે જો તમે ઇચ્છો તો ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સ ખર્ચમાં નજીવો વધારો કરીને તમે IDVને કસ્ટમાઇઝ કરી શકો છો! આ રીતે, જો તમારું નેક્સોન ચોરાઈ જાય અથવા સમારકામ શક્ય ન હોય તેવું નુકસાન થયું હોય તો તમે વળતર તરીકે મોટી રકમ સુરક્ષિત કરી શકો છો.
- કાર ઇન્શ્યુરન્સ એડ-ઓન્સની વિવિધતા - શ્રેષ્ઠ કવરેજની ખાતરી કરવા માટે ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસીને વધુ કામ્પ્રીહેન્સિવ બનાવવા માંગો છો? અમારા એડ-ઓન્સની શ્રેણી સાથે તમે પોલિસી સામે સાચા અર્થમાં વધારાના કવરેજનો આનંદ માણી શકો છો. અમે નેક્સોન માટે કાર ઇન્શ્યુરન્સ પોલિસી સાથે સાત એડ-ઓન્સ પ્રદાન કરીએ છીએ, જેને તમે ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સની કિંમતમાં ન્યૂનતમ વધારા સામે ઉમેરી શકો છો. અમારી પસંદગીના એડ-ઓન્સમાં રિટર્ન ટૂ ઇન્વોઇસ કવર, એન્જિન અને ગિયર-બોક્સ પ્રોટેક્શન કવર, ઝીરો ડિપ્રીશીએશન કવર, રોડસાઇડ આસિસ્ટન્સ વગેરેનો સમાવેશ થાય છે.
- રાઉન્ડ ધ ક્લોક આસિસ્ટન્ટ- સમયપત્રક અનુસાર અકસ્માતો થતા નથી તેથી અમારી ગ્રાહક સર્વિસ 24x7 ઉપલબ્ધ છે. એટલા માટે તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો, પછી ભલે તે બુધવાર હોય કે રવિવાર, અથવા તો રાષ્ટ્રીય રજા હોય. તેથી, જો તમારી પાસે નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવા અથવા રિન્યૂ કરવા અથવા અન્ય કોઈ સમસ્યા વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમારી અનુકૂળતા મુજબ કોઈપણ સમયે અમારો સંપર્ક કરો.
- નેટવર્ક ગેરેજની રાષ્ટ્રવ્યાપી ગ્રીડ- તમારે તમારા નેક્સોનના આકસ્મિક નુકસાન માટે સમાકકામની જરૂર હોય પરંતુ તમારી પાસે રોકડ ઉપલબ્ધ ન હોય તો કપરી પરિસ્થિતિ ઉભી થાય છે. અમારી ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસી સાથે આવી કોઈ સમસ્યા નહીં હોય. અમારી પાસે સમગ્ર દેશમાં ફેલાયેલા 1400 નેટવર્ક ગેરેજ છે, જ્યાં તમે અમારી સાથે તમારી કાર ઇન્શ્યુરન્સ પોલિસીના નુકસાન માટે કેશલેસ સમારકામનો લાભ લઈ શકો છો.
- મુશ્કેલીરહિત ડોરસ્ટેપ પિક-અપ-ડ્રોપ અને સમારકામ સર્વિસ- બની શકે કે તમારી નેક્સોન અકસ્માતને કારણે ગેરેજ સેન્ટર અથવા અન્ય કોઈ જગ્યાએ કોઈ અવરોધને કારણે લઈ જવાની સ્થિતિમાં ન હોય. તેથી જ અમે તમારા નેક્સોન માટે જો તમે અમારી નેક્સોન કાર ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ અમારા કોઈપણ નેટવર્ક ગેરેજમાંથી સમારકામનો લાભ લો છો તો ડોરસ્ટેપ પિક-અપ, રિપેર અને ડ્રોપ સર્વિસ ઓફર કરીએ છીએ.
વાજબી ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સ ખર્ચ સામે આ તમામ લાભો અમને ઇન્શ્યુરન્સ કંપની તરીકે અલગ પાડે છે.
જોકે, ખાતરી કરો કે તમે તમારા લાભોને વધારવા માટે અમારી સાથે તમારી ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદતા/રિન્યુંવલ કરતાં પહેલાં કવર કરવામાં આવેલ તમામ બાબતો તપાસી લો.
ટાટા નેક્સોન કારનો ઇન્શ્યુરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?
આ શાનદાર, સ્ટારડમ આપતી કાર તમારી પાસે છે. અનેક કિસ્સામાં તેને નજર લાગી શકે છે તેથી ટાટા નેક્સોનનું રક્ષણ તમારી પ્રાથમિકતા હશે અને તેમાં કોઈ બે મત નથી! કાર ઇન્શ્યુરન્સ આવશ્યક છે કારણ કે તે તમારી કારના ભાગોને નુકસાન, શરીરને નુકસાન, ચોરી, કુદરતી પ્રક્રિયા, અકસ્માતની અશુભ ઘટનામાં તમારા ખર્ચને આવરી લે છે.
નાણાકીય જવાબદારીઓથી બચાવે: અકસ્માત પછી, જો તમારી ટાટા નેક્સોનને નુકસાન થાય તો તમે મફતમાં અથવા ભરપાઈના વિકલ્પ થકી સમારકામનો ખર્ચ મેળવી શકો છો. જો તમારી પાસે કોમ્પ્રીહેન્સિવ પેકેજ પોલિસી હશે તો જ આ શક્ય બનશે. આવી પોલિસી રાખવી શાણપણની વાત છે કારણ કે કાર માર્કેટમાં ખૂબ જ નવી છે અને તેથી સમારકામ અને સ્પેરપાર્ટ્સ કોસ્ટ ઘણા વધારે હશે.
કાયદેસર સુસંગત: યોગ્ય ઇન્શ્યુરન્સ વિના તમારા ટાટા નેક્સોનને ચલાવવાથી ગંભીર પરિણામો આવી શકે છે. ભારતમાં કારના ઇન્શ્યુરન્સ વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે અને ભારે દંડ (રૂ. 2000-4000 સુધી) થઈ શકે છે અને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્શન/જપ્તી અને/અથવા જેલનો સમય પણ પરિણમી શકે છે.
થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર કરો: જો તમે તમારી નેક્સોનની થર્ડ-પાર્ટી ઇન્શ્યુરન્સ પોલિસી મેળવો છો, તો તે પાછળની વ્યક્તિનું રક્ષણ કરશે, કમનસીબે અન્ય જે લોકોને ઈજા પહોંચી હોય અથવા વાહનને અથવા મિલકતને નુકસાન થયું હોય. તે ઢાલ તરીકે કામ કરે છે અને થર્ડ પાર્ટી અથવા તેમની મિલકતોને તમારા દ્વારા થતા નુકસાનના તમામ ખર્ચને આવરી લે છે.
કામ્પ્રીહેન્સિવ કવર સાથે વધારાનું કવરેજ: તમારી જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરી શકાય છે; તમારા નેક્સોન માટે વધારાના ઇન્શ્યુરન્સ કવર તરીકે આવા ઇન્શ્યુરન્સને પસંદ કરવાનું પણ યોગ્ય માનવામાં આવે છે. નામ સૂચવે છે તેમ કામ્પ્રીહેન્સિવ કવર તમારા નિયંત્રણની બહારના પરિબળો જેવા કે આગ, ચોરી, કુદરતી/માનવસર્જિત આપત્તિ, તોડફોડ, પ્રકૃતિ/હવામાન, પ્રાણીઓ વગેરેના કારણે થતા તમામ નુકસાનને કામ્પ્રીહેન્સિવપણે આવરી લે છે. કમનસીબ પરિસ્થિતિઓમાં ધોધમાર વરસાદ સહિતની સ્થિતિમાં તેને એક છત્રી તરીકે વિચારો. તે તમને આડેધડ નુકશાનથી બચાવે છે.
ટાટા નેક્સોન વિશે વધુ જાણો
કરાયેલ ટાટા નેક્સોન એ તેના હરીફો ફોર્ડ ઈકો સ્પોર્ટ, હોન્ડા WR-V, મહિન્દ્ર TUV300 અને મારુતિ સૂઝુકી વીટારા બ્રઝાને ભારે સ્પર્ધા આપી છે. તેના સ્ફંકી લુક સાથે સ્ટોલ સ્ટેન્ડિંગ, ફીચર્સમાં ફર્સ્ટ ક્લાસ અને ઓહ શાનદાર લુક! અન્ય બોક્સી બોડી સ્પર્ધકોની ટક્કરમાં ટ્રેન્ડી કર્વ્સ. આ કારે લોકોના દિલની સાથે ઘણા એવોર્ડ પણ જીત્યા છે.
- 2018 NDTV કાર અને બાઇક એવોર્ડ: ધ સબકોમ્પેક્ટ SUV ઓફ ધ યર.
- ધ ગ્લોબલ NCAP અથવા G-NCAP દ્વારા આયોજિત ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર રેટિંગ, આ કેટેગરીમાં એવોર્ડ જીતનાર પ્રથમ મેડ ઈન ઈન્ડિયા sub-4m SUV છે.
- છઠ્ઠા વર્લ્ડ ઓટો ફોરમ એવોર્ડ્સમાં બેસ્ટ પ્રોડક્ટ ઇનવેશન એવોર્ડ જીત્યો.
- ઓટોકાર ઇન્ડિયા દ્વારા વેલ્યુ ફોર મની એવોર્ડ જીત્યો.
તમારે ટાટા નેક્સોન શા માટે ખરીદવી જોઈએ?
પરિચય વાંચ્યા પછી, આ પ્રશ્નનો જવાબ આપવા માટે ખરેખર કોઈ સમસ્યા ન હોવી જોઈએ, પરંતુ તેમ છતા ચાલો ખાતરી કરીએ કે આ શાનદાર કાર શા માટે ઘરે લાવવી. આ કાર 10 લાખથી ઓછા બજેટમાં વિશ્વસનીય કાર ઇચ્છે છે તેવા તમામ વય જૂથોના ખરીદદારોને અનુકૂળ છે.
રૂ. 5.85 લાખથી રૂ. 9.44 લાખ વચ્ચેની કિંમત (એક્સ-શોરૂમ, દિલ્હી) ટાટા નેક્સોન સબકોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં અદ્ભુત રીતે પોસાય તેવી કાર છે. કાર મુખ્યત્વે 6 રંગોમાં ઉપલબ્ધ છે (3 ડ્યુઅલ કલર વિકલ્પો) Etna Orange, Moroccan Blue, Calgary White, Seattle Silver, Vermont Red અને Glass-glow Grey કલર્સ ચોક્કસપણે તમારા હૃદયને ખેંચશે અને ક્યારેય છોડશે નહીં!
PTI અને NCAP દ્વારા 'સ્થિર' અને 'સલામત' તરીકેની મુદ્રાંકિત કાર આ સેગમેન્ટમાં નવીનતા લાવે છે અને કેટલાક ડિઝાઇન કોમ્પોનેન્ટ રેન્જ રોવર Evoqu દ્વારા પ્રેરિત હોવાનું કહેવાય છે. 108bhp પાવર અને 1.2-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન ડેવલપ કરતા તદ્દન નવા 1.5-લિટર ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે 18 વર્ઝન સાથે પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. ઇંધણ ટાંકીની ક્ષમતા 44 લિટર છે અને માઇલેજ 17.0 થી 21.5 kmpl ની વચ્ચે નોંધાય છે, જે લાંબી ડ્રાઇવ માટે યોગ્ય છે, ખરું ને?
તે ફર્સ્ટ-ઇન-ક્લાસ સુવિધાઓથી ભરપૂર છે જેમ કે: ટ્રેન્ડી અને ટ્રીટી કર્વી આઉટર બોડી, ઇકો, સિટી અને સ્પોર્ટ મલ્ટી-ડ્રાઇવ મોડ્સ, 16 ઇંચ એલોય વ્હીલ ડાયમંડ કટ ડિઝાઇન, LED DRLs, EBD સાથે ABS, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, એક કૂલ્ડ ગ્લોવબોક્સ, લોડ લિમિટર સાથે સીટબેલ્ટ પ્રી-ટેન્શનર્સ, મલ્ટિસેન્ટ્રલ ઇન્ફર્મેશન ડિસ્પ્લે, પાવર ફોલ્ડેબલ ORVM, પ્રીમિયમ ઇન્ટિરિયર્સ અને ઘણું બધું. તે માનવા માટે તેને જોવી પડશે!
ટાટા નેક્સોન - વેરિયન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત
વેરિયન્ટ | એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
---|---|
નેક્સોન 1.2 રિવોટ્રોન XE 1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh | ₹ 6.58 લાખ |
નેક્સોન KRAZ 1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh | ₹ 7.29 લાખ |
નેક્સોન 1.2 રિવોટ્રોન XM1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl | ₹ 7.33 લાખ |
નેક્સોન 1.5 રીવાટોર્ક XE1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh | ₹ 7.59 લાખ |
નેક્સોન KRAZ પ્લસ1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh | ₹ 7.9 લાખ |
નેક્સોન AMT 1.2 રિવોટ્રોન XMA1198 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ, 17.0 kmplLakh | ₹ 7.93 લાખ |
નેક્સોન 1.2 રિવોટ્રોન XT પ્લસ1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl | ₹ 8.02 લાખ |
નેક્સોન KRAZ ડીઝલ1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh | ₹ 8.21 લાખ |
નેક્સોન 1.5 રીવાટોર્ક XM1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh | ₹ 8.24 લાખ |
નેક્સોન 1.2 રિવોટ્રોન XZ1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh | ₹ 8.41 લાખ |
નેક્સોન KRAZ પ્લસ ડીઝલ1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh | ₹ 8.78 લાખ |
નેક્સોન 1.5 રીવાટોર્ક XT પ્લસ1497 cc માટે 8,529 વધુ ચૂકવો , મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmpl | ₹ 8.87 લાખ |
નેક્સોન AMT 1.5 રીવાટોર્ક XMA1497 સીસી, ઓટોમેટિક, ડીઝલ, 21.5 kmplLakh | ₹ 8.94 લાખ |
નેક્સોન 1.2 રિવોટ્રોન XZ પ્લસ 1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh | ₹ 9.23 લાખ |
નેક્સોન 1.5 રીવાટોર્ક XZ 1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh | ₹ 9.39 લાખ |
નેક્સોન 1.2 રિવોટ્રોન XZ પ્લસ ડ્યુઅલ ટોન1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh | ₹ 9.44 લાખ |
નેક્સોન 1.2 રિવોટ્રોન XZA પ્લસ1198 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ, 17.0 kmplLakh | ₹ 9.84 લાખ |
નેક્સોન 1.2 રિવોટ્રોન XZA પ્લસ ડ્યુઅલ ટોન1198 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ, 17.0 kmplLakh | ₹ 9.99 લાખ |
નેક્સોન 1.5 રીવાટોર્ક XZ પ્લસ1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmpl | ₹ 10.09 લાખ |
નેક્સોન 1.5 રીવાટોર્ક XZ પ્લસ ડ્યુઅલ ટોન1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh | ₹ 10.29 લાખ |
નેક્સોન 1.5 રીવાટોર્ક XZA પ્લસ1497 સીસી, ઓટોમેટિક, ડીઝલ, 21.5 kmplLakh | ₹ 10.79 લાખ |
નેક્સોન 1.5 રીવાટોર્ક XZA પ્લસ ડ્યુઅલ ટોન1497 સીસી, ઓટોમેટિક, ડીઝલ, 21.5 kmplLakh | ₹ 11.0 લાખ |
ભારતમાં ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું ડિજિટની ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસી સામે કોઈ ફરજિયાત કપાતપાત્ર છે?
આઈઆરડીએઆઈ/IRDAI આદેશ મુજબ તમારી નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસી સાથે માત્ર રૂ. 1000ની ફરજિયાત કપાત લાગુ પડે છે કારણ કે તેના એન્જિનમાં 1497 સુધીની ક્યુબિક ક્ષમતા છે. તમારા નેક્સોન માટે ઇન્શ્યુરન્સ પોલિસી સામે ક્લેમ કરતી વખતે તમારે આ ન્યૂનતમ રકમ ચૂકવવાની જરૂર છે.
ડિજિટમાંથી નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસી માટે NCB શું છે?
અમારી સાથે તમે ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સ કિંમત પર 50% સુધી ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકો છો, જો તમે સતત પાંચ વર્ષ સુધી કોઈ ક્લેમ નહીં કરો તો. તમે દરેક ક્લેમ-ફ્રી વર્ષ માટે ડિસ્કાઉન્ટ મેળવો છો અને ક્લેમ વગરના દરેક સતત વર્ષ સાથે વધે છે.
શું મારે મારી ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ પોલિસી સાથે પર્સનલ અકસ્માત કવર હોવો જરૂરી છે?
હા, તમામ કાર માલિકો પાસે તેમની કાર ઇન્શ્યુરન્સ પોલિસીની સાથે પર્સનલ અકસ્માત કવર હોવો આવશ્યક છે. આઈઆરડીએઆઈ/IRDAIએ સપ્ટેમ્બર 2018 સુધીમાં PA કવર રૂ. 15 લાખ નક્કી કર્યું છે. વધુમાં, ભારતીય મોટર ટેરિફ, 2002 મુજબ PA કવર દરેક કાર ઇન્શ્યુરન્સ પોલિસી સાથે ફરજિયાતપણે જારી કરવું જોઈએ.
જો મારા નેક્સનના ટાયરને કોઈ નુકસાન થયું હોય તો શું હું વળતર મેળવી શકું?
સ્ટાન્ડર્ડ કાર ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ કારના ટાયર માટેનું કવરેજ અકસ્માતોને કારણે થતા નુકસાન સુધી મર્યાદિત છે. અમારી સાથે તમે ટાયર પ્રોટેક્ટ કવરનો લાભ લઈ શકો છો જેથી કરીને તમારા નેક્સોનના ટાયરને થતા નુકસાન સામે નાણાકીય કવરેજ દ્વારા સુરક્ષિત કરી શકાય.
જો મારી કાર ટોટલ્ડ અથવા ચોરાઈ ગઈ તો શું હું ડિજિટની નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ રિટર્ન ટૂ ઇન્વોઇસની સમગ્ર રકમ મેળવી શકું?
તમે તમારી ટાટા નેક્સોન ઇન્શ્યુરન્સ પોલિસી માટે રિટર્ન ટૂ ઇન્વોઈસ એડ-ઓનનો લાભ લેવાનું પસંદ કરી શકો છો. જો તમારી કાર ચોરાઈ જાય અથવા તેને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય તો રિટર્ન ટૂ ઇન્વોઇસ વેલ્યુ તેમજ રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશનનો સમગ્ર ખર્ચ મેળવી શકો છો.