મારુતિ સુઝુકી અર્ટિગા ઇન્સ્યોરન્સ

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ ખરીદો અથવા રિન્યૂ કરો

ભારતભરમાં ફેમિલી કાર માટે જાણીતી દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની, મારુતિ સુઝુકીની મોટા ભાગના ભારતીય કારપ્રેમીઓ પર ઊંડી અસર પાડે છે અને તેમની પ્રથમ પસંદગી બને છે. મારુતિ સુઝુકી અર્ટિગા મોડલે તેની 26.08 કિમી/કિલોની શાનદાર માઇલેજ માટે નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે. મારુતિ સુઝુકીએ સમયની સાથે અર્ટિગાની રેન્જમાં સુધારો કરવા માટે સમય અને પ્રયત્નો કર્યા છે. કારના લેટેસ્ટ વર્ઝન વધુ કેબિન સ્પેસ અને પ્રેક્ટિકાલિટી સાથે આવે છે અને સાથે-સાથે અનેક શાનદાર ફીચર્સ સાથેની કાર ટાર્ગેટ ઓડિયન્સ માટે પોસાય તેવી કિંમતમાં પણ ઉપલબ્ધ છે.

મારુતિ સુઝુકીએ 1.5-લિટર પેટ્રોલ એન્જિન અને 5-સ્પીડ મેન્યુઅલ અથવા 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે નવું અર્ટિગા મોડલ ડેવલપ કર્યું છે. સાત સીટર કારમાં રાઇડર્સના આરામ અને જરૂરિયાતોને અનુરૂપ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ફોગ લેમ્પ્સ, LED ટેલ લેમ્પ્સ, પ્રોજેક્ટર હેડલાઇટ્સ, 15-ઇંચ વ્હીલ્સ, 7-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપનો સમાવેશ થાય છે. અન્ય મોડલ ફીચર્સમાં પાછળના એસી વેન્ટ્સ સાથે ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ કપ હોલ્ડર્સ અને રિવર્સ પાર્કિંગ કેમેરાનો સમાવેશ થાય છે.

મારુતિ સુઝુકી અર્ટિગા કારની માલિકી મધ્યમ-વર્ગીય પરિવારો માટે આદર્શ છે. તેની પાછળ મુખ્ય કારણ છે વાહનમાં મળતી અદ્યતન અનુકૂળ સુવિધાઓ અને ટાર્ગેટ માર્કેટના બજેટમાં આવતી અફોર્ડેબલ કાર છે. વધુમાં, કારને તેની એરબેગ્સ, EBD સાથે ABS, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ અને ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરને કારણે સુરક્ષિત પણ માનવામાં આવે છે.

આ કારના સેફ્ટી ફીચર્સ હોવા છતાં, માર્ગ અકસ્માતોની આગાહી કરવી અથવા ટાળવી મુશ્કેલ છે તેથી, મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ પોલિસીની માલિકી હોવી આ કાર ચલાવતા લોકો માટે ફાયદાકારક બની શકે છે. પોલિસી કવરેજ અકસ્માત પછી થર્ડ પાર્ટી નુકસાનને આવરી લેવા માટે મોટર વ્હિકલ એક્ટ, 1988ના આદેશનું પાલન કરે છે.

મારુતિ અર્ટિગા કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો મારુતિ અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

મારુતિ સુઝુકી અર્ટિગા માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કોમ્પ્રીહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટી મિલકતને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ

×

તમારી કારની ચોરી થવી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારી IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.

સ્ટેપ 3

તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે! ડિજીટના ક્લેમનો રિપોર્ટ કાર્ડ વાંચો

તમારે ડિજિટ મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઈન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો જોઈએ?

કાર ખરીદવાથી તમારું કામ પૂરું થતું નથી કારણકે તમારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેની જાળવણીની પણ જરૂર રહે છે. આ સંદર્ભે, ભારત સરકારે 1988માં મોટર વ્હિકલ એક્ટ પસાર કર્યો હતો જેથી દરેક કાર માલિક અકસ્માત દરમિયાન થર્ડ પાર્ટીને થતા નુકસાન માટે ચૂકવણી કરે. આ કાયદા હેઠળ અને કારણસર દરેક કાર માલિકે કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી આવશ્યક છે. આ એક્ટ અનુસાર, જો કાર માલિકો ઇન્સ્યોરન્સ વિના વાહન ચલાવે તો સરકાર ₹2,000થી ₹4,000 વચ્ચેનો કાનૂની દંડ વસૂલ કરી શકે છે. ભવિષ્યમાં ગુનાનું પુનરાવર્તન થતા કાર માલિકને કેદ અથવા લાઇસન્સ ગુમાવવાની નોબત આવી શકે છે.

જો તમને આશ્ચર્ય થાય કે કઈ કંપની તમને મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ માટે યોગ્ય પોલિસી પ્રદાન કરી શકે છે, તો તમે ડિજિટ અંગે વિચાર કરી શકો છો. કાર ઇન્સ્યોરન્સ ક્ષેત્રે આ એક વિશ્વસનીય નામ છે. ડિજિટની પોલિસીમાં મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ ખર્ચ સહિત અનેક ફાયદાઓ છે અને તમારે તેનું વિશ્લેષણ કરવાની જરૂર છે. ડિજિટની ઇન્સ્યોરન્સ પોલિસી નીચેના ફીચર્સ કાર માલિકને પ્રદાન કરે છે.

1. ઇન્સ્યોરન્સ માટે વિવિધ પોલિસી વિકલ્પો

મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સના પોલિસીધારકોને તેમના વાહન માટે ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવા બે વિકલ્પો મળે છે, જેની માહિતી નીચે આપવામાં આવી છે.

  • થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસીઆ પોલિસી કાર અકસ્માત દરમિયાન થર્ડ પાર્ટીની કાર અને પ્રોપર્ટીને થયેલ નુકસાનના રિપેરિંગના ખર્ચને આવરી લે છે. આ પોલિસી અકસ્માતમાં ઘાયલ કોઈપણ વ્યક્તિની સારવાર માટે પણ ચૂકવણી કરશે. તેનો અર્થ એ છે કે જો પોલિસીધારકો પાસે આ પોલિસી હોય તો તેઓ અકસ્માત પછી થર્ડ પાર્ટીને કોઈપણ વળતર માટે ચૂકવણી કરવા જવાબદાર રહેશે નહીં.
  • કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસીઆ પોલિસી ઉપરોકત ફીચર્સને તો ઉમેરે જ છે. થર્ડ પાર્ટીના નુકસાન માટે ચૂકવણી કરવા ઉપરાંત, આ પોલિસીમાં અકસ્માતને કારણે થતી વ્યક્તિગત ઇજાઓને પણ આવરી લેવામાં આવે છે. કાર માલિકને થતા નુકશાનને પણ આ પોલિસી આવરી લે છે. આ પોલિસી તમને તેના કોઈપણ નેટવર્ક ગેરેજમાં તમારી મારુતિ સુઝુકી અર્ટિગા કારની કેશલેસ રિપેર કરવામાં પણ મદદ કરશે.

2. નો ક્લેમ બોનસ

ડિજિટ સાથે, તમે દરેક ક્લેમ-ફ્રી વર્ષ માટે મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ પોલિસીધારક તરીકે નો ક્લેમ બોનસ મેળવવા માટે હકદાર હશો. આ બોનસ ડિસ્કાઉન્ટની જેમ કામ કરે છે અને પોલિસી પ્રીમિયમમાં ઘટાડો કરે છે. આ બોનસ સામાન્ય રીતે ક્લેમ-ફ્રી વર્ષોની સંખ્યાના આધારે 20%થી 50%ની વચ્ચે હોય છે.

3. IDV કસ્ટમાઇઝેશન

તમે ડિજિટમાંથી મારુતિ સુઝુકી અર્ટિગા કાર માટે ઇન્સ્યોરન્સ ખરીદો છો, ત્યારે તમે તમારા IDVને સુધારી શકો છો. બજારમાં તમારા વાહનની વર્તમાન કિંમત તેના IDV દ્વારા નક્કી કરવામાં આવે છે. જો તમે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરો છો, તો ડિજિટ તમને તમારા IDVને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. વાહનની ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનના કિસ્સામાં વળતર પેટે મહત્તમ રકમ મેળવવા તમે ઉચ્ચ IDV નિર્ધારિત કરી શકો છો. બીજી તરફ, જો તમે નીચો IDV દર નક્કી કરશો તો તમારી પ્રીમિયમની ચૂકવણી ઓછી રહેશે.

4. સરળ ઓનલાઇન પ્રક્રિયા

ડિજિટ મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા માટે એક સરળ પ્રોસેસની જરૂરિયાતને સમજે છે. તેથી જ ડિજિટ પોલિસીધારકોને આ માટે સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયામાં આપે છે. તેઓએ ફક્ત કંપનીની ઓનલાઈન વેબસાઇટની મુલાકાત લેવાની અને ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા માટેની સૂચનાઓને અનુસરવાની જરૂર છે. તેઓ મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ રિબ્યૂઅલ માટે પણ આ જ પ્રક્રિયાને અનુસરી શકે છે.

5. ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો

ડિજિટમાં પોલિસીધારકો માટે ક્લેમ સેટલમેન્ટ રેશિયો ઊંચો છે. તે કદાચ એટલા માટે છે કારણકે ડિજિટ યુઝર્સ ફ્રેન્ડલી પ્રક્રિયા અપનાવે છે. તમારો ક્લેમ દાખલ કરવા માટે તમે નીચે જણાવેલ સ્ટેપને અનુસરી શકો છો.

સ્ટેપ 1: ડિજિટ તમને તમારા ક્લેમ ફાઇલિંગ માટે ફોર્મ ભરવાનું નહિ કહે. તમારે ફક્ત 1800-258-5956 પર કોલ કરવાનો રહેશે અને બાદમાં સૂચનાઓને અનુસરો.

સ્ટેપ 2: તમારા રજિસ્ટર્ડ નંબર પર સ્વ-નિરીક્ષણ લિંક પ્રાપ્ત થશે. આ લિંક પર જાઓ અને તમારા આકસ્મિક નુકસાનને દર્શાવતી તમામ ઈમેજ અપલોડ કરો.

સ્ટેપ 3: રિપેરિંગના ઉપલબ્ધ વિકલ્પોમાંથી એકની પસંદગી કરો, જેમાં મુખ્યત્વે નેટવર્ક ગેરેજમાંથી કેશલેસ રિપેર અથવા રિઈમ્બર્સમેન્ટનો સમાવેશ થાય છે.

6. અઢળક નેટવર્ક ગેરેજ

ડિજિટ સમગ્ર ભારતમાં ગેરેજનું વિશાળ નેટવર્ક ધરાવે છે. મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ પોલિસી ધારકો, જો તેઓને માર્ગ અકસ્માતનો સામનો કરવો પડે તો તે દેશના કોઈપણ ભાગમાં કેશલેસ રિપેરનો લાભ મેળવી શકે છે.

7. જરૂરી-સમજદારીભરી ગ્રાહક સંભાળ

ડિજિટ મારુતિ સુઝુકી અર્ટિગા માટે કાર ઇન્સ્યોરન્સ ધરાવતા લોકોની જટિલ જરૂરિયાતો પર ધ્યાન આપે છે. તેના કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ પ્રશ્નો અને ફરિયાદો સેવામાં હાજર હોય જ છે. તેઓ રાષ્ટ્રીય રજાઓ દરમિયાન પણ ભાગ્યે જ રજા પર હોય છે. આમ 24*7 સર્વિસ અકસ્માત પછી કટોકટીના કેસોમાં પોલિસીધારકો માટે અત્યંત અનુકૂળ સ્થિતિ બનાવે છે.

આમ ઉપરોક્ત કારણો જણાવ્યા બાદ સમજી શકશો કે મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સ પોલિસી રાખવાથી દરેક મારુતિ સુઝુકી અર્ટિગા માલિકને ફાયદો થઈ શકે છે. કાર માલિકો માટે નિશ્ચિત કાનૂની પરિણામો ટાળવા માટે સરકારે ઇન્સ્યોરન્સ હોવાનો આદેશ પહેલેથી જ ફરજિયાત કરી દીધો છે. તદુપરાંત, થર્ડ પાર્ટીના નુકસાન સામે આકસ્મિક ખર્ચને ટાળવા માટે તે વ્યવહારુ પસંદગી હોઈ શકે છે.

તમારી મારુતિ સુઝુકી અર્ટિગા માટે કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

જો તમે સ્પેસ, પરફોર્મન્સ અને સ્ટાઈલની શોધમાં હોવ તો આ નંબર 1 MPV છે, જે તમારે પૂછવી જોઈએ. કાર ઇન્સ્યોરન્સ તમારી નવી કાર અને નાણાંકીય જવાબદારી બંને માટે જરૂરી છે. કાર ઇન્સ્યોરન્સ લેવાના ફાયદા નીચે વર્ણવ્યા છે :

નાણાકીય જવાબદારીઓથી બચાવ : તમારી અર્ટિગા અણધારી કુદરતી આફત, અકસ્માત અથવા ચોરી સામે સંવેદનશીલ છે. અણધાર્યા ખર્ચાઓથી બચવા માટે કારનો ઇન્સ્યોરન્સ તમારો સાચો મિત્ર બની શકે છે. જો તમારી કારને નુકસાન તમારી ભૂલને કારણે હતું તો તે તમને ઓછું દર્દ અને નુકસાન આપી જશે અને તમે તમારા ખિસ્સામાંથી આ ખર્ચ ચૂકવી કાઢશો પરંતુ જો તમારી કારને થયેલ નુકશાનને તમારી સાથે કોઈ લેવાદેવા જ ન હોય, તો તે તમને ક્રોધિત અને વિચલિત કરશે, જોકે આ પ્રકારના આકસ્મિક ખર્ચને આ ટાળી શકાય છે.

કાયદેસર રીતે સુસંગત: ઉપર જણાવ્યા મુજબ તમારા વાહનનો ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે. તેના વિના કાર ચલાવવી ગેરકાયદેસર છે. કારનો ઇન્સ્યોરન્સ ન હોવાના કિસ્સામાં તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઇન્સ્યોરન્સ વિના વાહન ચલાવવા માટે વર્તમાન દંડ રૂ. 2000 છે અને પુનરાવર્તિત કિસ્સામાં આ દંડ વધી શકે છે અને જેલ પણ થઈ શકે છે અથવા લાઈસન્સ રદ્દ પણ થઈ શકે છે. તેથી જો તમારા સર્વાંગી ફાયદા માટે જ અને કોઈ જોખમ ન ખેડવા ઈચ્છતા લોકો માટે ઇન્સ્યોરન્સ ન લેવો એક ખરાબ વિચાર છે.

થર્ડ-પાર્ટી લાયાબિલિટીને આવરી લે છે : અકસ્માતની કમનસીબ ઘટનામાં, કાર ઇન્સ્યોરન્સ પોલિસી નાણાકીય નુકસાનને આવરી લે છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં, નુકસાન ખૂબ જ મોટું અને ભરપાઈ ન થઈ શકે તેવું હોય છે અને કદાચ તમારી વર્તમાન નાણાકીય ક્ષમતા કરતાં વધુ હોય છે. આ સમયે કાર ઇન્સ્યોરન્સ તમારી મદદે આવે છે. તે મોટા ભાગના નાણાકીય નુકસાનની કાળજી લે છે અને ઇન્સ્યોરન્સ લેનાર પક્ષ માટે રક્ષક તરીકે કાર્ય કરે છે.

કોમ્પ્રિહેન્સિવ કવર સાથે વધારાની સુરક્ષા : આ પ્રકારનું કવર હંમેશા શ્રેષ્ઠ હોય છે કારણ કે તે માત્ર અન્ય ત્રાહિત પક્ષકારને જ નહીં પરંતુ તમારા અને તમારી અર્ટિગા માટે પણ છત્ર તરીકે કામ કરે છે. કોમ્પ્રિહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ સાથે મનને સંપૂર્ણ શાંતિની ખાતરી મળે છે કારણકે તે માત્ર થર્ડ-પાર્ટી લાયાબિલિટી જ નહિ અન્ય બાબતો પણ કવર કરે છે અને અન્ય જરૂરિયાત સાથેની આવશ્યક બાબતો એડ-ઓન તરીકે મેળવી શકો છો. તમે બજારમાં ઉપલબ્ધ બહુવિધ એડ-ઓન્સમાંથી પસંદ કરી શકો છો અને તમને અને તમારા ખિસ્સાને સૌથી વધુ અનુકૂળ હોય તે પસંદ કરી અને કસ્ટમાઇઝ કરી શકો છો. એક વ્યાપક એટલેકે કોમ્પ્રિહેન્સિવ પોલિસી નામની જેમ જ સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.

મારુતિ સુઝુકી અર્ટિગા વિશે વધુ જાણો

આ કાર સેગમેન્ટની એકમાત્ર MPV છે, જેમાં ફેક્ટરી ફીટેડ S-CNG સંચાલિત એન્જિન છે. પાવરફુલ, બોલ્ડ અને સ્ટાઇલિશ અર્ટિગાએ ગ્રાહકોના દિલ જીતી લીધા છે અને તે નંબર 1 MPV બની છે. નવી CNG સંચાલિત અર્ટિગામાં વધુ સારી ફ્યુઅલ ઈકોનોમી અને શ્રેષ્ઠ ટેકનોલોજી છે જે સલામત, ભરોસાપાત્ર અને પર્યાવરણને અનુકૂળ છે. ગ્રાહકોના દિલ જીતવા ઉપરાંત, મારુતિ સુઝુકી અર્ટિગાએ ઓટોકાર એવોર્ડ્સ 2019માં 'કાર ઓફ ધ યર' એવોર્ડ પણ જીત્યો છે.

તમારે મારુતિ સુઝુકી અર્ટિગા શા માટે ખરીદવી જોઈએ?

Next-Gen Ertiga ત્રણ એન્જિન વિકલ્પો સાથે આવે છે: ન્યૂ DDis 225, K15 સ્માર્ટ હાઇબ્રિડ પેટ્રોલ અને નવું ફેક્ટરી-ફીટેડ S-CNG સંચાલિત એન્જિન. એટલું જ નહીં, આ કારમાં પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, થર્ડ-રો રિક્લાઈનર સીટ્સ, સ્માર્ટપ્લે ઈન્ફોટેનમેન્ટ, મલ્ટી-સ્પોક એલોય વ્હીલ્સ, LED સાથે 3D ટેલ લેમ્પ્સ જેવા અદ્ભુત ફીચર્સ છે. અર્ટિગા 4 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: L, V, Z અને Z+. જ્યારે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ચાર વેરિયન્ટમાંથી કોઈપણમાં લઈ શકાય છે, ઓટોમેટિક ટ્રાન્સમિશન માત્ર પેટ્રોલ એન્જિન સાથેના V અને Z વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ હશે.

તમારી સેફ્ટી માટે, અર્ટિગા ડ્યુઅલ એરબેગ, બઝર સાથે સીટ બેલ્ટ રિમાઇન્ડર લેમ્પ, હાઇ-સ્પીડ એલર્ટ સિસ્ટમ અને પાછળના પાર્કિંગ સેન્સર્સ સાથે આવે છે.

સેફ્ટી, ડિઝાઇન, સ્ટાઈલ, સ્પેસ અને પરફોર્મન્સ સાથેની અર્ટિગા તેના ગ્રાહકોની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તે વિશાળ ઈન્ટિરિયર સ્પેસ સાથે ડિઝાઇન કરવામાં આવી છે અને શાનદાર પરફોર્મન્સ માઈલેજ સાથેના એન્જિન સાથે આવે છે.

અર્ટિગા અર્બન ફેમિલીની પ્રથમ પસંદગી બની રહે છે. અર્ટિગા સાથે, મારુતિએ મલ્ટી-પર્પઝ વ્હિકલની શોધમાં રહેતા ખરીદદારોના નવા મેચ્યોર વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

ચકાસોમારુતિ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો

વિવિધ વેરિયન્ટ્સની કિંમત

વેરિયન્ટ્સનું નામ વેરિઅન્ટ્સની અંદાજિત કિંમત (નવી દિલ્હીની, અન્ય શહેરોમાં ભાવ બદલાઈ શકે છે)
LXI ₹ 7.96 લાખ
VXI ₹ 8.76 લાખ
ZXI ₹ 9.49 લાખ
CNG VXI ₹ 9.66 લાખ
VXI AT ₹ 9.96 લાખ
ZXI Plus ₹ 9.98 લાખ
ZXI AT ₹ 10.69 લાખ

[1]

વારંવાર પૂછાતા પ્રશ્નો

ડિજિટ મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇન્સ્યોરન્સના કન્ઝયુમેબલ કવર એડ-ઓન હેઠળ શું આવરી લેવામાં આવે છે?

ડિજિટનું કન્ઝ્યુમેબલ કવર કારના લુબ્રિકન્ટ, ઓઈલ, નટ્સ, બોલ્ટ, સ્ક્રૂ, વોશર અને ગ્રીસને કવરેજ પૂરું પાડે છે.

શું મારો ડિજિટ થર્ડ પાર્ટી પ્લાન મારા પર્સનક નુકસાનની ભરપાઈ કરશે?

જો તમે કોમ્પ્રિહેન્સિવ પોલિસી પસંદ કરી હોય તો જ ડિજિટ કાર ઇન્સ્યોરન્સ હેઠળ થર્ડ પાર્ટી પ્લાન તમારા વ્યક્તિગત નુકસાનની ભરપાઈ કરશે.