Third-party premium has changed from 1st June. Renew now
મારુતિ બલેનો કાર ઈન્શ્યુરન્સ ઓનલાઈન ખરીદો/રીન્યુ કરો
તાજેતરના વર્ષોમાં, બલેનોએ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સૌથી વધુ સસ્તી છતાં ભરોસાપાત્ર હેચબેક તરીકે નામના મેળવીને કાર ખરીદનારાઓમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે.
તેના સ્ટાઇલિશ દેખાવ અને શ્રેષ્ઠ લૂક સાથે આ કાર 2015માં લોન્ચ કરવામાં આવી હતી અને માત્ર 5 વર્ષમાં વેચાણનો આંકડો 70 લાખને પાર કરી ગયો હતો. (1)
હવે, સારી કારને સ્વાભાવિક રીતે જ સારી ઈન્શ્યુરન્સ પોલિસીની જરૂર છે જેથી તે રસ્તા પર ચાલતી વખતે ઉદ્ભવતા અણધાર્યા સંજોગોમાં આર્થિક રીતે સુરક્ષિત રહે.
આ સંદર્ભમાં જ્યારે થર્ડ-પાર્ટી બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી કાયદા દ્વારા ફરજિયાત છે, ત્યારે કામ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી પસંદ કરવી નોંધપાત્ર રીતે વધુ ફાયદાકારક છે.
કામ્પ્રિહેન્સિવ બલેનો કાર ઈન્શ્યુરન્સ પોલિસી તમને માત્ર તમારી કારને કારણે થર્ડ-પાર્ટી નુકસાન માટે જ કવર કરે છે એવું નથી પણ અકસ્માતો અથવા આવી કોઈપણ ઘટનાઓ દરમિયાન તમારી પોતાની કારને થયેલા નુકસાન માટે પણ કવરેજ આપે છે.
કામ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી વડે તમે તમારી જાતને માત્ર રૂ. 2000 (વારંવાર અપરાધ માટે રૂ. 4000) સુધીના ટ્રાફિક દંડથી બચાવી શકો છો અને સાથે-સાથે તમારી કારને આકસ્મિક નુકસાનને કારણે ઉભી થતી જવાબદારીઓ ન્યૂનતમ રહે તેની ખાતરી પણ કરી શકો છો.
જોકે તમારી બલેનો માટે સંપૂર્ણ નાણાકીય સુરક્ષા મેળવવાની વાત આવે છે, ત્યારે તમારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારા ઈન્શ્યુરન્સ પ્રદાતા પોલિસી હેઠળ શ્રેષ્ઠ સુવિધાઓ અને લાભો પ્રદાન કરે છે.
ડિજિટની મારુતિ બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી આ સંદર્ભમાં, તમારા માટે વિચારણા કરવા યોગ્ય વિકલ્પ બની શકે છે. ચાલો, એક નજર નાખો!
મારુતિ બલેનો કાર ઈન્શ્યુરન્સ કિંમત
નોંધણી તારીખ | પ્રીમિયમ (ઓનલી ઓન-ડેમેજ પોલિસી) |
---|---|
ઓગસ્ટ-2018 | 4,541 |
ઓગસ્ટ-2017 | 3,883 |
ઓગસ્ટ-2016 | 3,238 |
**ડિસ્કલેમર - પ્રીમિયમની ગણતરી મારુતિ સુઝુકી બલેનો LXi પેટ્રોલ 1590 માટે કરવામાં આવે છે. GST બાકાત.
શહેર - મુંબઈ, વાહન નોંધણી મહિનો - ઓગસ્ટ, NCB - 50%, કોઈ એડ-ઓન્સ નહિ, પોલિસી સમાપ્ત થઈ નથી અને IDV- સૌથી નીચો ઉપલબ્ધ. પ્રીમિયમની ગણતરી ઓગસ્ટ-2020માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.
મારુતિ બલેનો કાર ઈન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
તમારે ડિજિટનો મારુતિ બલેનો કાર ઈન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?
મારુતિ સુઝુકી બલેનો કાર ઈન્શ્યુરન્સ પ્લાન્સ
થર્ડ-પાર્ટી | કામ્પ્રિહેન્સિવ |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
|
થર્ડ-પાર્ટીની મિલકતને નુકસાન |
|
વ્યક્તિગત અકસ્માત કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ |
|
તમારી કારની ચોરી |
|
ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ |
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કામ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ઈન્શ્યુરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે અમારો કાર ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
સ્ટેપ 3
અમારા ગેરેજના નેટવર્ક દ્વારા તમે ભરપાઈ કે કેશલેસ, જે સમારકામનો વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.
ડિજિટની મારુતિ બલેનો કાર ઈન્શ્યુરન્સ પસંદ કરવાના કારણો?
મારુતિ સુઝુકી બલેનો મોટે ભાગે કોમ્પેક્ટ ફેમિલી કાર છે, જે રોજિંદા મુસાફરી માટે આદર્શ છે. આમ, દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો જોતાં, કાર-માલિક તરીકે તમારી ફરજ છે કે બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરવી. ડિજિટની બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી આ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, કારણ કે:
- સંપૂર્ણ રીતે ડિજિટલ ક્લેમ સેટલમેન્ટ ઓફર - ડિજિટના બલેનો ઈન્શ્યુરન્સ હેઠળ દાવો કરવો અત્યંત સરળ છે. આ કાર ઈન્શ્યુરન્સ પોલિસી સાથે તમે સેટલમેન્ટનો દાવો કરવા માટે ઈન્શ્યુરન્સ પ્રદાતાની ઓફિસની મુલાકાત લેવાની ઝંઝટને દૂર કરી શકો છો. જો તમારે ક્લેમ કરવાની જરૂર ઉભી થઈ છે તો માત્ર ડિજિટના અધિકૃત નંબર પર કોલ કરવાનો રહેશે, સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયા હાથ ધરવી પડશે અને ત્યારબાદ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ક્લેમનો પ્રકાર પસંદ કરવો પડશે એટલેકે ભરપાઈ અથવા કેશલેસ. બસ આટલી જ સરળ છે ડિજિટની ક્લેમ પ્રોસેસ!
- હાઈ ક્લેમ સેટલમેન્ટ રેશિયો - ડિજિટ સાથે તમે ખાતરીપૂર્વક આરામ કરી શકો છો કે તમારા દાવાની ઝડપથી મહત્તમ પતાવટ કરવામાં આવશે અને કોઈપણ પાયાવિહોણા કારણ આગળ ધરીને, બહાનું કરી ક્લેમ નકારવામાં નહિ આવે. અમે મક્કમતાથી અમારી કાર ઈન્શ્યુરન્સ પોલિસી માટે ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયોની બડાઈ મારીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે તમારા દાવાઓને કોઈપણ મુશ્કેલી વિના વહેલી તકે સુલટાવવામાં આવશે.
- IDV કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ - ઈન્શ્યુરન્સકૃત ઘોષિત મૂલ્ય અથવા IDV-એ રકમ છે જે તમે તમારી મારુતિ બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી સામે તમારી કારની ચોરી અથવા સંપૂર્ણ વિનાશની સ્થિતિમાં મેળવી શકો છો. હવે, જ્યારે બલેનો બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તી શ્રેષ્ઠ કાર છે છતા કારની સંપૂર્ણ ખોટ કોઈપણ કાર માલિક માટે સહન કરવા માટે ભારે કિંમત હોઈ શકે છે. તેથી જ તમે તમારી ડિજિટ બલેનો કાર ઈન્શ્યુરન્સ કિંમતમાં સૂક્ષ્મ ફેરફારો સાથે વધારાનું પ્રીમિયમ ચૂકવીને કસ્ટમાઇઝ અને ઉંચો IDV મેળવી શકો છો. આમ કરવાથી જો તમારી બલેનો ચોરાઈ ગઈ હોય અથવા સમારકામ શક્ય ન હોય તેવા નુકસાનીના કિસ્સામાં તમને વધુ વળતર અપાવશે.
- કાર ઈન્શ્યુરન્સ એડ-ઓન્સની વિવિધતા - તમારી બલેનોને સંભવિત નુકસાન સામે નાણાકીય સુરક્ષા આપવાની વાત આવે છે, ત્યારે દરેક સંભવિત ઘટનાને આવરી લેવામાં આવે તેની ખાતરી કરવી હંમેશા વધુ ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, એક કામ્પ્રિહેન્સિવ ઈન્શ્યુરન્સ પોલિસી સામાન્ય રીતે તમારી કારના ટાયરને થતા નુકસાનને આવરી લેતી નથી, સિવાય કે અકસ્માત દરમિયાન થયેલા નુકસાનને કવર કરવામાં આવે. આ સંદર્ભમાં જો તમારી પાસે તમારી કામ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી સાથે ટાયર સંરક્ષણ એડ-ઓન કવર હોય તો તમે અન્ય પરિસ્થિતિઓ દરમિયાન ટાયર બલ્જ, બર્સ્ટ, કટ અને અન્ય નુકસાન માટે પણ કવરેજ મેળવી શકો છો. ટાયર પ્રોટેક્ટ કવર ઉપરાંત ડિજિટ અન્ય 6 એડ-ઓન વિકલ્પો ઓફર કરે છે, જેમાં રિટર્ન ટુ ઈનવોઈસ કવર, ઝીરો ડેપ્રિસિએશન (શૂન્ય ઘસારા) કવર, કન્ઝયુમેબલ કવર, બ્રેકડાઉન આસિસ્ટન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
- 24X7 ગ્રાહક સપોર્ટ સેવાઓ - તમને જરૂર પડી શકે તેવી કોઈપણ ઈન્શ્યુરન્સ-સંબંધિત બાબતોમાં તમને સહાય આપવા માટે અમારો સક્ષમ ગ્રાહક સપોર્ટ ચોવીસ કલાક ઉપલબ્ધ છે. જો તમારી પાસે મારુતિ બલેનો ઈન્શ્યુરન્સ રિન્યુઅલ અથવા ખરીદી-સંબંધિત પ્રશ્નો, સવાલ કે મૂંઝવણ હોય અને રવિવાર હોય કે અન્ય કોઈપણ રાષ્ટ્રીય રજા હોય તમે ગમે ત્યારે અમને કોલ કરી શકો છો.
- સમગ્ર ભારતમાં 1400 થી વધુ નેટવર્ક ગેરેજ - ડિજિટ પાસે સમગ્ર દેશમાં 1400થી વધુ ગેરેજનું ફેલાયેલું નેટવર્ક છે. આ સેન્ટરો પર તમે તમારી બલેનોના ઉતાવળમાં આકસ્મિક નુકસાન માટે કેશલેસ સમારકામનો લાભ લઈ શકો છો. મોટી સંખ્યામાં નેટવર્ક ગેરેજનો અર્થ એ છે કે તમારે ડ્રાઇવિંગ કરતી વખતે અકસ્માતનો સામનો કરવો પડે તો તમારે મદદ માટે દૂર ભટકવું પડશે નહીં.
- સમારકામ પર 6 મહિનાની વોરંટી સાથે ડોરસ્ટેપ પિક - અપ/ડ્રોપ- જો તમારી બલેનોને અકસ્માતમાં નોંધપાત્ર નુકસાન થાય તો સમારકામ માટે તેને ગેરેજમાં લઈ જવામાં મુશ્કેલી થઈ શકે છે અને તમારા તરફથી નોંધપાત્ર ખર્ચ થઈ શકે છે. જોકે તમે અમારા કોઈપણ નેટવર્ક ગેરેજમાંથી રિપેર સેવાઓનો લાભ લઈ શકો છો અને તમે તમારી કાર માટે ડોરસ્ટેપ પિક-અપ, રિપેર અને ડ્રોપ સુવિધાઓનો આનંદ માણી શકો છો. વધુમાં, અમારા નેટવર્ક ગેરેજ કરવામાં આવેલ સમારકામ માટે પણ પ્રોત્સાહક 6-મહિનાની રિપેર વોરંટી આપવામાં આવશે.
આમ, આવા અને અન્ય લાભો સાથે જ્યારે તમારા વાહન માટે કામ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસીનો લાભ લેવાની વાત આવે ત્યારે ડિજિટની બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી ચોક્કસપણે એક સક્ષમ વિકલ્પ આપે છે.
તેમ છતાં મારુતિ બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદતા પહેલાં, તમે તમારા લાભોને શ્રેષ્ઠ બનાવી શકો તેની ખાતરી કરવા માટે હાથમાં ઉપલબ્ધ વિકલ્પો પર વિસ્તૃત સંશોધન કરવાનું ભૂલશો નહીં.
મારુતિ બલેનો કાર ઈન્શ્યુરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?
પ્રથમ અને અગ્રણી કારણ છે કાયદેસર રીતે વાહન ચલાવવા માટે તમારે ઓછામાં ઓછી બેઝિક કાર ઈન્શ્યુરન્સ પોલિસીની જરૂર પડશે. વધુમાં, મારુતિ બલેનો એક મોંઘી કાર છે. અકસ્માતો, અથડામણો, કુદરતી આફતો વગેરે જેવા અણધાર્યા સંજોગોમાં તેને થતા નુકસાન સહિત તમામ જવાબદારીઓ સામે મહત્તમ રક્ષણ મેળવવાનું સુનિશ્ચિત કરો. તમારી મારુતિ બલેનોનો ઈન્શ્યુરન્સ લેવાના કેટલાક ફાયદાઓ આ પ્રમાણે છે:
મારુતિ સુઝુકી બલેનો વિશે વધુ
બોલ્ડ અને મજબુત મારુતિ સુઝુકી બલેનો એક સારી રીતે ઓળખી શકાય તેવી કાર છે. આ સેગમેન્ટમાં પ્રીમિયમ હેચબેક, રૂ. 5.58 લાખથી રૂ. 8.90 લાખની કિંમતની રેન્જની વચ્ચેની મારુતિ બલેનો મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે આરામદાયક 5-સીટર કાર છે. કારમાં પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પો છે. નવીનતમ BS-VI પેટ્રોલ વર્ઝન હિટ છે જ્યારે ડીઝલ વર્ઝન હજુ પણ BS-IV પર ચાલે છે. ફ્યુલ મોરચે તદ્દન ઈકોનોમિકલ આ કાર તમને પ્રતિ લિટર 20-27 કિમીની એવરેજ આપે છે. જો તમે એવી વ્યક્તિ છો કે જે પોતાની કાર માટે વધુ બોલ્ડ લુક અને ફીલ પસંદ કરો છો, તો મારુતિ બલેનો તમારા માટે એકદમ પરફેક્ટ છે.
તમારે મારુતિ સુઝુકી બલેનો શા માટે ખરીદવી જોઈએ?
મારુતિ સુઝુકી બલેનો તમારા રોજિંદા સફરમાં નવો અંદાજ લાવે છે. તે હાલમાં ચાર વિકલ્પોમાં ઉપલબ્ધ છે: સિગ્મા, ડેલ્ટા, ઝેટા અને આલ્ફા. તેણે માત્ર લૂક જ ફીલ નહિ પરંતુ પરંતુ તેના વિવિધ કલર વેરિઅન્ટ અને શાનદાર પરફોર્મન્સને આધારે મિડલ સેગમેન્ટ કારની શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તમે મારુતિ સુઝુકી બલેનો પર્લ આર્ક્ટિક વ્હાઇટ, નેક્સા બ્લુ, ફોનિક્સ રેડ, ઓટમ ઓરેન્જ, મેગ્મા ગ્રે અને પ્રીમિયમ સિલ્વરમાં મેળવી શકો છો.
મારુતિ બલેનોના દરેક મોડલમાં બમ્પર, વિશાળ સેન્ટર, દરેક બાજુએ એર-ડેમ અને એર-ડક્ટ સાથે નવા સુધારેલા ફીચર્સ છે. તેનું ઈન્ટિરિયર કાળા અને વાદળી બંને કોમ્બિનેશન સાથે આવે છે.
એકદમ નવી લેટેસ્ટ મારુતિ બલેનો સ્ટાન્ડર્ડ તરીકે રિયર પાર્કિંગ સેન્સર ઓફર કરે છે. કારના આ સેગમેન્ટમાં અન્ય સલામતી સુવિધાઓમાં EBD સાથે ABS, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એક રીઅરવ્યુ કેમેરા, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર અને LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સનો સમાવેશ થાય છે. મારુતિ બલેનોમાં 7 ઇંચની સ્લીક સ્ક્રીન ડિસ્પ્લે પણ છે. તે પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટનો સાથે Apple CarPlay અને Android બંને સાથે સુસંગત છે. કેટલીક અન્ય આકર્ષક સુવિધાઓમાં કીલેસ એન્ટ્રી અને ઓટો ક્લાઈમેટ કંટ્રોલનો સમાવેશ થાય છે.
ચકાસો : મારુતિ કાર ઈન્શ્યુરન્સ વિશે વધુ જાણો
મારુતિ સુઝુકી બલેનો - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત
વેરિઅન્ટ | એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
---|---|
સિગ્મા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ | રૂ. 5.58 લાખ |
ડેલ્ટા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ | રૂ. 6.36 લાખ |
સિગ્મા ડીઝલ 1248 સીસી, મેન્યુઅલ, ડીઝલ | રૂ. 6.73 લાખ |
ઝેટા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ | રૂ. 6.97 લાખ |
ડ્યુઅલ જેટ ડેલ્ટા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ | રૂ. 7.25 લાખ |
ડેલ્ટા ડીઝલ 1248 સીસી, મેન્યુઅલ, ડીઝલ | રૂ. 7.51 લાખ |
આલ્ફા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ | રૂ. 7.58 લાખ |
ડેલ્ટા સીવીટી 1197 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ | રૂ. 7.68 લાખ |
ડ્યુઅલ જેટ ઝેટા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ | રૂ. 7.86 લાખ |
ઝેટા ડીઝલ 1248 સીસી, મેન્યુઅલ, ડીઝલ | રૂ. 8.12 લાખ |
ઝેટા સીવીટી 1197 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ | રૂ. 8.29 લાખ |
આલ્ફા ડીઝલ 1248 સીસી, મેન્યુઅલ, ડીઝલ | રૂ. 8.73 લાખ |
આલ્ફા સીવીટી 1197 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ | રૂ. 8.9 લાખ |
ભારતમાં મારુતિ બલેનો કાર ઈન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
નેટવર્ક ગેરેજ કેવી રીતે કામ કરે છે?
નેટવર્ક ગેરેજ એ સમગ્ર દેશમાં એવા ગેરેજ અને ઓટોમોબાઈલ સર્વિસ સેન્ટરો છે જે ઈન્શ્યુરન્સ પ્રદાતાઓ સાથે ભાગીદારી કરીને ઇન્શુર્ડ વ્યક્તિના વાહનને આકસ્મિક નુકસાન માટે કેશલેસ રિપેર ઓફર કરે છે. ડિજિટ પાસે સમગ્ર ભારતમાં 1400 નેટવર્ક ગેરેજ છે.
ઈન્શ્યુરન્સ દાવાઓ માટે બલેનોને થયેલા નુકસાનની સ્વ-નિરીક્ષણ કરવાની પ્રક્રિયામાં શું સામેલ છે?
સામાન્ય સંજોગોમાં જ્યારે પોલિસીધારક તેમના વાહનને થયેલા નુકસાનને કારણે તેમની બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી સામે દાવો કરે છે, ત્યારે ઈન્શ્યુરન્સ પ્રદાતા દ્વારા વાહનનું નિરીક્ષણ કરવા માટે એક પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવે છે.
જોકે ડિજિટના બલેનો ઈન્શ્યુરન્સ સાથે પોલિસીધારકો તેમના વાહનોનું સ્વ-નિરીક્ષણ કરી શકે છે. તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઈમેજ ક્લિક કરી શકે છે અને તેમને સમીક્ષા માટે ડિજિટ પર મોકલી શકે છે. આ દાવાની પ્રક્રિયાની ઝંઝટરહિત બનાવે છે.
શું બલેનો કાર ઈન્શ્યુરન્સ પોલિસી વ્યક્તિગત અકસ્માત કવર ઓફર કરે છે?
હા, આઈઆરડીએઆઈઆઈઆરડીએઆઈ/IRDAIના નિર્દેશો મુજબ ડિજિટની બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી વ્યક્તિગત અકસ્માત કવર ઓફર કરે છે, જે બલેનો કારના અકસ્માતને કારણે કારના માલિક-ડ્રાઈવરના મૃત્યુ અથવા અક્ષમ થવા પર કાર્યવાહી કરે છે. જો તમારી પાસે તે ન હોય તો તમે આ કવર માટે પસંદ કરી શકો છો કારણ કે તે ફરજિયાત છે.
બલેનો માટે ફાળો આપનાર બેદરકારી શું માનવામાં આવે છે?
પૂરમાં ડ્રાઇવિંગ જેવી પરિસ્થિતિઓ દરમિયાન ઉદ્ભવતા કોઈપણ નુકસાન, જે ઉત્પાદકના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ પ્રતિબંધિત છે તે યોગદાનની બેદરકારીને કારણે નુકસાન માનવામાં આવે છે અને તે કાર ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતા નથી.
હું ડિજિટની બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ મેળવી શકું તેવી એડ-ઓન કવરની સંપૂર્ણ સૂચિ કઈ છે?
ડિજિટ તમારી બલેનો માટે 7 એડ-ઓન કવર ઓફર કરે છે જેમાં રિટર્ન ટૂ ઇનવોઇસ કવર, ઝીરો ડેપ્રિસિએશન કવર, ટાયર પ્રોટેક્ટ કવર, પેસેન્જર કવર, કન્ઝયુમેબલ કવર, બ્રેકડાઉન આસિસ્ટન્ટ અને એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવરનો સમાવેશ થાય છે.