ટ્રાવેલ સંબંધિત લાભ |
મેડિકલ લાભો |
ટ્રીપ કેન્સલેશન |
ઈમરજન્સી ઈવેક્યુએશન |
ચૂકી ગયેલા જોડાણ |
આકસ્મિક મૃત્યુ, અપંગતા અને ઈજા |
પાસપોર્ટ ગુમ થવો, સામાનનું નુકશાન |
પર્સનલ અકસ્માતો |
બાઉન્સ બુકિંગ |
મૃત્યુના કિસ્સામાં અવશેષોનું પ્રત્યાર્પણ |
હવે જ્યારે તમે જાણો છો કે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ શું છે, તો ચાલો સમજીએ કે બજારમાં ઉપલબ્ધ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાનના પ્રકારો વિશે.
એકલ સફર કરનાર માટે એક વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન યોગ્ય છે. ટ્રાવેલ કરતી વખતે તમે એકલા પ્રવાસી હોવાના તમામ જોખમો સામે તમારે સુરક્ષિત રહેવું જોઈએ.
જો તમે શૈક્ષણિક બાબતથી વિદેશ જવા માંગો છો તો આ પ્લાન તમારા માટે છે. સ્ટુડન્ટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવા માટે રચાયેલ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન તમારી સફર, શિક્ષણ અને મેડિકલ જરૂરિયાતો માટે ઓછામાં ઓછા ખર્ચે લાભદાયી કવર ઓફર કરે છે.
જો તમે તમારા મિત્રો, સહકર્મીઓ અથવા કુટુંબીજનો સાથે પ્રવાસનું આયોજન કરી રહ્યાં છો તો પછી દરેક સભ્ય માટે વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવાને બદલે એક જૂથ/ગ્રુપ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન વ્યાજબી વિકલ્પ હોઈ શકે છે. તે તમામ પ્રવાસીઓને સમાન લાભ પ્રદાન કરતી વખતે કુલ ખર્ચ ઘટાડે છે.
60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિનું ટ્રાવેલિંગ વધારે જોખમો સાથે આવે છે. એટલા માટે ખાસ સિનિયર સિટિઝનો માટે રચાયેલ ટ્રાવેલ પ્લાન અન્ય લાભો સાથે મેડિકલ ખર્ચ, ઉંમર અથવા આરોગ્ય સંબંધિત અણધારી સમસ્યાઓથી બચાવે છે.
જો ઇન્શ્યુરન્સધારક રાષ્ટ્રીય સીમાઓમાં જ ટ્રાવેલ કરી રહ્યો હોય તો લાગુ પડતો ઇન્શ્યુરન્સનો એક પ્રકાર છે - ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યુરન્સ.
રોકાણના હેતુ અથવા અવધિને ધ્યાનમાં લીધા વિના વિદેશમાં ટ્રાવેલ કરવા માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ મદદરૂપ થાય છે. ઘણા દેશોમાં તમારા વિઝા માટે અરજી કરતી વખતે તમારી સાથે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હોવો ફરજિયાત છે. આ તમને કોઈપણ અણધાર્યા ખર્ચથી બચાવે છે.
શેન્જેન ટ્રાવેલ ઇન્શ્યુરન્સ 26 શેન્જેન દેશોને લાગુ પડે છે. શેન્જેન ઝોનની અંદર કોઈપણ દેશમાં ટ્રાવેલ કરતી વખતે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હોવો ફરજિયાત છે.
ચાલો વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ જોઈએ: માનો કે તમારે તમારી ટ્રાવેલ શરૂ થાય તેના એક કે બે દિવસ પહેલા જ આકસ્મિક બીમાર પડતા અથવા અકસ્માતનો ભોગ બનતા હોસ્પિટલમાં દાખલ થવાથી રદ કરવી પડી છે. તમે ફ્લાઇટ અને આવાસ અધિકારીઓને તેના વિશે જાણ કરી છે પરંતુ તેઓ કહે છે કે રિફંડ મેળવવામાં ઘણું મોડું થઈ ગયું છે. તમે પૈસા ગુમાવી રહ્યાં છો! પરંતુ ચિંતા કરશો નહીં; જો તમે ક્લેમ ફાઇલ કરો ત્યારે જો કોઈ નોન-રિફંડપાત્ર રકમ હોય તો તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને આવરી લેશે.
કોઈ પણ ઘટના તમારી સફરને અવરોધે છે, ત્યારે તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમારા નાણાંનું રક્ષણ કરીને સુરક્ષા પ્રદાન કરે છે.
તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સની ભૂમિકા આર્થિક રીતે મુશ્કેલીના સમયે તમારું રક્ષણ અને મદદ કરવાની છે. ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન ખરીદવાના કેટલાક લાભ અને ફાયદાઓ આ પ્રમાણે છે:
દરેક ઈન્સ્યોરરનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન અલગ-અલગ હોય છે. તમે પસંદ કરેલ પ્લાનને વધુ સારી રીતે સમજવા માટે તમારે હંમેશા તમારા પોલિસી દસ્તાવેજને કાળજીપૂર્વક અને સંપૂર્ણ રીતે વાંચવો જોઈએ. ડિજિટ સાથે અમે વાજબી કિંમતે ઘણા કવરેજ સાથે સર્વગ્રાહી ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન ઓફર કરીએ છીએ. નીચે જણાવેલ અમારા કવરેજ અને બાકાત પર એક નજર નાખો:
મેડિકલ કવર |
||
ઈમરજન્સીની આકસ્મિક સારવાર અને સ્થળાંતર અકસ્માતો સૌથી અણધાર્યા સમયે થાય છે. કમનસીબે અમે તમને ત્યાં બચાવી શકતા નથી પરંતુ અમે તમને શ્રેષ્ઠ સારવાર મેળવવામાં ચોક્કસ મદદ કરી શકીએ છીએ. અમે તમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે આવરી લઈએ છીએ, જેમાં હોસ્પિટલાઈઝેશન પણ શામેલ છે. |
✔
|
✔
|
ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ અને ઇવેક્યુએશન ભગવાન ના કરે, જો તમે અજાણ્યા દેશમાં તમારી સફર દરમિયાન બીમાર પડો, તો ગભરાશો નહીં! અમે તમારી સારવારનો ખર્ચ સંભાળીશું. હોસ્પિટલના રૂમનું ભાડું, ઓપરેશન થિયેટર ચાર્જ વગેરે જેવા ખર્ચાઓ માટે અમે તમને કવર કરીશું. |
✔
|
✔
|
પર્સનલ એક્સિડન્ટ અમે આશા રાખીએ છીએ કે આ કવરની તમને ક્યારેય જરૂર ન પડે. પરંતુ સફર દરમિયાન કોઈપણ અકસ્માત, મૃત્યુ અથવા અપંગતા માટે આ લાભ સહાયક છે. |
✔
|
✔
|
દૈનિક રોકડ ભથ્થું (દિવસ/મહત્તમ 5 દિવસ) તમે ટ્રિપ પર હોવ ત્યારે તમે તમારી રોકડને અસરકારક રીતે મેનેજ કરો છો. અને અમે નથી ઈચ્છતા કે તમે ઇમરજન્સી માટે કંઈપણ વધારાનું પોતાના ખિસ્સામાંથી કરો. તેથી હોસ્પિટલાઈઝેશન હોય ત્યારે તમને તમારા દૈનિક ખર્ચાઓનું સંચાલન કરવા માટે દરરોજ એક નિશ્ચિત દૈનિક રોકડ ભથ્થું મળે છે. |
×
|
✔
|
આકસ્મિક મૃત્યુ અને અપંગતા આ કવરમાં ઇમરજન્સી આકસ્મિક સારવાર કવર તો છે જ સાથે-સાથે તેમાં સુરક્ષાનું એક વધારાનું સ્તર હોય છે. તે બોર્ડિંગ, ડી-બોર્ડિંગ અથવા ફ્લાઇટની અંદર હોય ત્યારે મૃત્યુ અને અપંગતાને પણ આવરી લે છે (ગમી ગયું ને!). |
✔
|
✔
|
ઇમરજન્સી ડેન્ટલ ટ્રીટમેન્ટ જો તમને ટ્રિપ દરમિયાન તીવ્ર દુખાવો થાય છે અથવા તમારા દાંતમાં આકસ્મિક ઈજા થાય છે અને મેડિકલ સહાય દ્વારા પૂરી પાડવામાં આવતી ઈમરજન્સી ડેન્ટલ સારવારને કારણે થતા ખર્ચને અમે આવરી લઈશું. |
×
|
✔
|
સરળ પરિવહન કવર |
||
ટ્રિપ કેન્સલેશન જો કમનસીબે, તમારી ટ્રિપ કેન્સલ થઈ જાય તો અમે તમારી ટ્રિપના પ્રી-બુક કરેલા, નોન-રિફંડપાત્ર ખર્ચને આવરી લઈએ છીએ |
×
|
✔
|
સામાન્ય કેરિયર વિલંબ જો તમારી ફ્લાઇટ ચોક્કસ સમય મર્યાદા કરતાં વધુ વિલંબિત થાય છે, તો તમને લાભની રકમ મળશે અને તમને કોઈ પ્રશ્ન પણ પૂછવામાં નહીં આવે! |
×
|
✔
|
ચેક-ઇન સામાનમાં વિલંબ અમે જાણીએ છીએ કે કન્વેયર બેલ્ટ પર રાહ જોવું હેરાનગતિ સમાન છે! તેથી જો તમારો ચેક-ઇન સામાન 6 કલાકથી વધુ સમય માટે વિલંબિત થાય તો તમને લાભની રકમ મળશે અને આ કિસ્સામાં પણ કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં! |
✔
|
✔
|
ચેક-ઇન બેગેજનું સંપૂર્ણ નુકશાન ટ્રિપમાં છેલ્લી વસ્તુ જે થઈ શકે છે તે છે તમારો સામાન ખોવાઈ જવો. પરંતુ જો આવું કંઈક થાય તો તમારો સંપૂર્ણ સામાન કાયમ માટે ખોવાઈ જવા પર લાભની રકમ મળે છે. જો ત્રણમાંથી બે બેગ ખોવાઈ જાય તો તમને પ્રમાણસર લાભ મળે છે, એટલે કે લાભની રકમનો 2/3 ભાગ. |
✔
|
✔
|
કનેક્શન ચૂકી ગયા ફ્લાઇટ ચૂકી ગયા? ચિંતા કરશો નહીં! જો તમે ફ્લાઇટમાં વિલંબને કારણે પ્રી-બુક કરેલી આગળની ફ્લાઇટ ચૂકી જશો તો અમે તમારી ટિકિટ/ટ્રાવેલ-માર્ગ પર દર્શાવેલ આગલા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે જરૂરી વધારાના આવાસ અને ટ્રાવેલ માટે ચૂકવણી કરીશું. |
×
|
✔
|
ફ્લેક્સિબલ ટ્રિપ |
||
પાસપોર્ટ ગુમાવવો અજાણી જગ્યાએ સૌથી ખરાબ બાબત એ છે કે તમારો પાસપોર્ટ અથવા વિઝા ખોવાઈ જાય. જો તમે તમારા દેશની બહાર હોવ ત્યારે પાસપોર્ટ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા નુકસાન થાય તો અમે ખર્ચની ભરપાઈ કરીએ છીએ. |
✔
|
✔
|
ઇમરજન્સી કેશ જો કોઈ ખરાબ દિવસે, તમારા બધા પૈસા ચોરાઈ જાય અને તમને ઈમરજન્સી રોકડની જરૂર હોય તો આ કવર તમારા બચાવમાં આવશે. |
×
|
✔
|
ઇમરજન્સી ટ્રિપ એક્સ્ટેન્શન અમે નથી ઈચ્છતા કે રજાઓ પૂરી થાય. પરંતુ હોસ્પિટલમાં પણ રહેવા માંગતા નથી! જો તમારી સફર દરમિયાન ઇમરજન્સીના કારણે તમારે તમારા રોકાણને લંબાવવાની જરૂર હોય, તો અમે હોટલના એક્સ્ટેંશનની કિંમત અને પરત ફ્લાઇટ રિશેડ્યુલિંગની ભરપાઈ કરીશું. આ ઇમરજન્સી તમારા ટ્રાવેલ વિસ્તારમાં કુદરતી આફત અથવા હોસ્પિટલાઈઝેશનને કવર કરે છે. |
×
|
✔
|
ટ્રિપ રદ થવી ઇમરજન્સીના કિસ્સામાં જો તમારે તમારી ટ્રિપમાંથી વહેલા ઘરે પાછા ફરવું પડ્યું હોય તો તે ખરેખર દુઃખદ હશે. અમે તેને ઠીક કરી શકતા નથી પરંતુ અમે વૈકલ્પિક ટ્રાવેલની વ્યવસ્થા અને નૉન-રિફંડેબલ ટ્રાવેલ ખર્ચ જેમ કે રહેઠાણ, પ્લાન કરે ઇવેન્ટ્સ અને પર્યટન ખર્ચને આવરી લઈશું. |
×
|
✔
|
વ્યક્તિગત લીયાબીલિટી અને જામીન બોન્ડ કમનસીબ ઘટનાને કારણે જો તમે ટ્રાવેલ કરી રહ્યા હો ત્યારે તમારી સામે કોઈ કાનૂની આરોપો હશે તો અમે તેના માટે ચૂકવણી કરીશું. |
×
|
✔
|
ઉપર સૂચવેલ કવરેજ વિકલ્પ માત્ર સૂચક છે અને તે બજારના અભ્યાસ અને અનુભવ પર આધારિત છે. તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ વધારાના કવરેજની પસંદગી કરી શકો છો. જો તમે કોઈપણ અન્ય કવરેજ પસંદ કરવા માંગતા હો અથવા વધુ વિગતો જાણવા માંગતા હોવ તો કૃપા કરીને અમને 1800-258-5956 પર કૉલ કરો .
પોલિસી વિશે વિગતવાર વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો .
મોટાભાગની વસ્તુઓને આવરી લેતો અમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ અમુક કિસ્સામાં તમારી નજરે ખોટો પણ સાબિત થઈ શકે છે તેથી અમે દરેક વાત, દરેક રજૂઆત સંપૂર્ણપણે ખુલ્લા મને કરીએ છીએ. કવર કરવામાં આવ્યું છે તે જાણવાની સાથે શું કવર કરતું નથી તે સમજવું પણ તમારા શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યુરન્સની પસંદગી માટે મહત્વપૂર્ણ છે. નીચે આપેલા કેટલાક બાકાત છે જેને અમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ આવરી લેશે નહીં:
બજારમાં દરેક પ્લાન યુનિક હોવાથી અહીં કેટલીક ટિપ્સ છે જેનો ઉપયોગ તમે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાનની તુલના કરવા માટે કરી શકો છો. તમે તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદો તે પહેલાં તમારે ધ્યાનમાં લેવા જેવી મૂળભૂત બાબતો એટલેકે ABC અહીં દર્શાવી છે:
એકવાર તમે આ બધા પરિમાણોને કેવી રીતે ચકાસવા તે જાણ્યા પછી, તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ પ્લાન ખરીદી શકો છો. ડિજિટ પર તમને તમારી બધી જરૂરિયાતોને આવરી લેતો પોસાય તેવા ભાવે એક સરસ પ્લાન ઓફર કરે છે. આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હોવાને કારણે તમે તમારી પોલિસી ઓનલાઇન જ ખરીદી શકો છો અથવા મિનિટોમાં અમારી સાથે ઓનલાઇન ક્લેમ પણ ફાઇલ કરી શકો છો!
190+ કરતાં વધુ દેશો માટે માત્ર ₹225થી શરૂ કરીને ડિજિટ પરથી તમારી ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદો.