ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી ઓનલાઇન ખરીદો
પ્રીમિયમ માત્ર ₹225 થી શરૂ*

વિલંબિત/ખોવાયેલ સામાનને આવરી લેતો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ

'25 મિલિયન સામાન દર વર્ષે એરલાઇન્સ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે' – બીબીસી ન્યૂઝ, 2019

વિલંબિત સામાન અથવા ખોવાયેલ સામાન શું છે?

તમે ફ્લાઇટ લઈ રહ્યાં હોવ ત્યારે આ તમારા ચેક-ઇન કરેલા સામાનની સ્થિતિ સાથે સંબંધિત છે. આગમન પર જો તમારી બેગ કેરોયુઝલ પર નહીં આવે તો તે વિલંબિત થઈ શકે છે (પછીથી આવી શકે છે) અથવા કાયમ માટે ખોવાઈ શકે છે (બિલકુલ પહોંચશે નહીં!)

ચેક-ઇન સામાનમાં વિલંબ થવાનું કારણ શું છે?

તમારા ચેક-ઇન સામાન સમયસર ન પહોંચવાના કેટલાક કારણો છે:

  • ફ્લાઇટ ફુલ: જો તમે 100% ક્ષમતાવાળી ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં હોવ અને બધા મુસાફરો ઘણો સામાન લઈ જતા હોય તો વાસ્તવમાં તમામ બેગને અનલોડ કરવામાં ખાસ કરીને નાના એરપોર્ટ પર ઘણો સમય લાગી શકે છે. દુર્લભ કિસ્સાઓમાં બેગને સોર્સ શહેર એટલેકે તમે જ્યાંથી ઉડાન ભરી છે ત્યાં પાછળ છોડી દેવામાં આવી શકે છે, જે પાછળથી બીજી ફ્લાઇટમાં લાવવામાં આવશે
  • ખરાબ હવામાન: જો તમે તમારા ગંતવ્ય સ્થાને ઉતર્યા હોવ અને ત્યાં તોફાન, ભારે વરસાદ અને વીજળી જેવા ખરાબ ગંભીર હવામાનના કારણ હોય તો ગ્રાઉન્ડ ક્રૂ એટલે કે સામાન સંભાળનારાઓને હવામાન સાફ ન થાય ત્યાં સુધી અંદર રહેવાનો આદેશ આપવામાં આવી શકે છે. અને કોઈ બેગેજ હેન્ડલર નહીં હોય એટલે કે તમારી બેગ ઉતારવા માટે કોઈ નહીં!

ચેક-ઇન કરેલ સામાન ગુમ થવાનું કારણ શું છે?

આવું શા માટે થાય છે તેના કેટલાક કારણો:

  • માનવીય ભૂલ: તમારો સામાન ખોટા લગેજ કાર્ટ પર લોડ થઈ જાય છે અથવા ચેક-ઈન કરતી વખતે એટેન્ડન્ટ ખોટો ડેસ્ટિનેશન એરપોર્ટ કોડ લખે તો આ સ્થિતિ સર્જાઈ શકે છે. કોઈપણ રીતે તમારું સૂટકેસ ખોટા વિમાનમાં ચઢી જાય છે અને અલગ જ ગંતવ્ય સ્થાન તરફથી ટ્રિપ કરી જાય તો!
  • રાઉટીંગ લેબલને નુકસાન: ખાસ કરીને કનેક્ટીંગ ફ્લાઈટ્સ પર જો તમારી સુટકેસ પરની ટેગ ખોટી રીતે પ્રિન્ટ થઈ ગઈ હોય અથવા વચ્ચેથી ફાટી જાય તો તમારું સૂટકેસ ક્યારેય તમારી ફ્લાઇટમાં જઈ શકશે નહીં.

શું આ કેસોને આવરી લેતા કોઈ ઇન્શ્યુરન્સ પ્લાન છે?

તમે સામાનના કેરોયુઝલ પર રાહ જોતા હોવ ત્યારે સમય કાઢવો મુશ્કેલ બને છે અને જો તમારી બેગ જ ના દેખાય તો તમારો શ્વાસ જ જાણે અટકી જાય છે. તે બધા કપડાં, સનસ્ક્રીન અને સૌથી મહત્ત્વનું તમારા ટ્રિપ માટેની રોકડ રકમ પણ ખોવાઈ જાય તો કેવો અહેસાસ થાય તે વિચારવું પણ શક્ય નથી. પણ બધું જ ખોવાઈ ગયું, લૂંટાઈ ગયું તેવું અનુભવાની જરૂર નથી...

સદ્ભાગ્યે ઇન્શ્યુરન્સ છે (જેમ કે ડિજિટનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ) જે અમુક ચોક્કસ કિસ્સાઓ માટે તમારા ચેક-ઇન કરેલા સામાનને આવરી લે છે:

  • ચેક-ઇન સામાનમાં વિલંબ
  • ચેક-ઇન કરેલ સામાનને નુકશાન

આવો ઇન્શ્યુરન્સ લેવાનો ફાયદો શું છે?

ખરાબ સફર 1: “મને એરલાઇન દ્વારા હમણાં જ કહેવામાં આવ્યું છે કે મારા સામાનમાં વિલંબ થયો છે! મને કયો ઇન્શ્યુરન્સ લાભ મળશે?”

જો તમારા ચેક-ઇન સામાનમાં ચોક્કસ સમય કરતાં વધુ વિલંબ થાય છે તો તમને તમારા પ્લાનમાં ઉલ્લેખિત લાભની રકમ મળશે. આ પૈસાનો ઉપયોગ વિલંબમાં તમને મદદ કરવા માટે જરૂરી વસ્તુઓ/કપડાં ખરીદવા માટે કરો.

ડિજિટના ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાં પોલિસીના ભાગ રૂપે સામાનમાં વિલંબ સામે કવરેજ છે એટલે કે સામાનમાં વિલંબના કિસ્સામાં તમને $100 સુધીનો ક્લેમ મળશે!

 

ખરાબ સફર 2: “એરલાઇન્સે મારો સામાન ખોવી દીધો છે.... ! મને કયો ઇન્શ્યુરન્સ લાભ મળશે?”

જો એરલાઇન આખરે તમને જાણ કરે કે તમારો સામાન ખરેખર ખોવાઈ ગયો છે, તો તમને તમારા પ્લાનમાં ઉલ્લેખિત લાભની રકમ મળશે. જો સામાનનો માત્ર અમુક ભાગ ખોવાઈ જાય તો તમને પ્રમાણસર રકમ મળશે.

દાખલા તરીકે જો તમારી 3 ચેક-ઇન કરેલ બેગમાંથી 2 ખોવાઈ જાય તો તમને તમારી ઇન્શ્યુર્ડ-રકમનો 2/3 ભાગ મળશે. ડિજિટના ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાં પોલિસીના ભાગ રૂપે સામાનના નુકશાન સામે કવરેજ છે - દાખલા તરીકે, આવું થાય તો અમે $500 સુધી ચૂકવીએ છીએ.

 

ખરાબ સફર 3: “તમેં જોયું કે મારી બેગમાંથી એક વસ્તુ ખૂટે છે. શું મને તેના માટે ઇન્શ્યુરન્સ લાભ મળશે?"

કમનસીબે, તેના માટે કોઈ વળતર નથી કારણ કે તેને આંશિક નુકસાન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તમારા લાભની રકમ માટે સમગ્ર સામાન ગુમ થયેલ હોવો જરૂરી છે.

હવે, જો મારો ચેક-ઇન સામાન વિલંબિત અથવા ખોવાઈ જાય તો મારે શું કરવું જોઈએ?

  • સ્ટેપ 1: ગભરાશો નહીં!
  • સ્ટેપ 2: તરત જ તમારી એરલાઇનને જાણ કરો - દરેક એરપોર્ટ પર ફરિયાદ કાઉન્ટર અથવા એરલાઇન ઓફિસ હોય છે. ત્યાં જઈને તેમને કહો કે તમારો સામાન હજી આવ્યો નથી. તમે તમારા સામાનની રાહ જોતા હોવ ત્યારે આવશ્યક વસ્તુઓ બદલવા (Replace) માટે તમે તેમને યોગ્ય વળતર માટે પણ પૂછી શકો છો
  • સ્ટેપ 3: લેખિત રિપોર્ટ/અહેવાલ મેળવો - એરલાઇન પાસેથી વિલંબની ખાતરી કરતો લેખિત મિલકત અનિયમિતતા અહેવાલ/Property Irregularity Report ('PIR') મેળવો અને તેઓ દ્વારા ઓફર કરતા કોઈપણ વળતરની પુષ્ટિ કરી, તે મેળવો
  • સ્ટેપ 4: તમારી ઇન્શ્યુરન્સ કંપની પાસે ક્લેમ દાખલ કરો

ડિજિટ સાથે ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

જો તમારો સામાન વિલંબિત અથવા ખોવાઈ ગયો હોય તો તમારે ફક્ત આ પ્રક્રિયા અનુસરવાની જરૂર છે:

  • અમારા ટોલફ્રી નંબર પર ફક્ત +91-7303470000 (વિશ્વના ગમે તે ખૂણેથી) પર એક મિસ્ડ કોલ કરો અને અમે તમને 10 મિનિટમાં પાછા કોલબેક કરીશું.
  • અમે તમને તમારા મોબાઇલ નંબર પર એક લિંક મોકલીશું જ્યાં તમે અમુક દસ્તાવેજો અને તમારા બેંક ખાતાની વિગતો અપલોડ કરી શકશો.
  • બસ આટલું જ! અમે તમારા લાભની રકમ તમારી બેંકમાં ટ્રાન્સફર કરીશું અને તમે આરામથી મજા માણી શકશો!

નિષ્કર્ષ એટલું છે કે સફરની સૌથી ખરાબ શરૂઆત સામાનના નુકશાન/ખોટ અથવા વિલંબથી હોઈ શકે છે પરંતુ હંમેશા આ પ્રકારની પીડાને ઘટાડવાનો એક માર્ગ છે. બસ આ તમામ સંભવિત નુકશાનને આવરી લેતો એક ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદો જેમ કે, ડિજિટ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ.

ડિજિટનો ઇન્શ્યુરન્સ માત્ર સામાનની ખોટ/નુકશાન કે વિલંબ જ નહીં, પરંતુ અન્ય જોખમો જેમ કે આકસ્મિક હોસ્પિટલાઈઝેશન, ફ્લાઇટમાં વિલંબ, પાસપોર્ટ ગુમ થવો, વગેરે કિસ્સાને પણ આવરી લે છે!

આપનો ટ્રાવેલ આનંદમય રહે તેવી આશા-શુભેચ્છા! 

તમારા ચેક-ઇન કરેલા સામાનને વિલંબ અથવા ખોટથી બચાવવામાં-સુરક્ષિત થવામાં રસ ધરાવો છો? ખરીદો ડિજિટનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ.