તમે ફ્લાઇટ લઈ રહ્યાં હોવ ત્યારે આ તમારા ચેક-ઇન કરેલા સામાનની સ્થિતિ સાથે સંબંધિત છે. આગમન પર જો તમારી બેગ કેરોયુઝલ પર નહીં આવે તો તે વિલંબિત થઈ શકે છે (પછીથી આવી શકે છે) અથવા કાયમ માટે ખોવાઈ શકે છે (બિલકુલ પહોંચશે નહીં!)
તમારા ચેક-ઇન સામાન સમયસર ન પહોંચવાના કેટલાક કારણો છે:
આવું શા માટે થાય છે તેના કેટલાક કારણો:
તમે સામાનના કેરોયુઝલ પર રાહ જોતા હોવ ત્યારે સમય કાઢવો મુશ્કેલ બને છે અને જો તમારી બેગ જ ના દેખાય તો તમારો શ્વાસ જ જાણે અટકી જાય છે. તે બધા કપડાં, સનસ્ક્રીન અને સૌથી મહત્ત્વનું તમારા ટ્રિપ માટેની રોકડ રકમ પણ ખોવાઈ જાય તો કેવો અહેસાસ થાય તે વિચારવું પણ શક્ય નથી. પણ બધું જ ખોવાઈ ગયું, લૂંટાઈ ગયું તેવું અનુભવાની જરૂર નથી...
સદ્ભાગ્યે ઇન્શ્યુરન્સ છે (જેમ કે ડિજિટનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ) જે અમુક ચોક્કસ કિસ્સાઓ માટે તમારા ચેક-ઇન કરેલા સામાનને આવરી લે છે:
ખરાબ સફર 1: “મને એરલાઇન દ્વારા હમણાં જ કહેવામાં આવ્યું છે કે મારા સામાનમાં વિલંબ થયો છે! મને કયો ઇન્શ્યુરન્સ લાભ મળશે?”
જો તમારા ચેક-ઇન સામાનમાં ચોક્કસ સમય કરતાં વધુ વિલંબ થાય છે તો તમને તમારા પ્લાનમાં ઉલ્લેખિત લાભની રકમ મળશે. આ પૈસાનો ઉપયોગ વિલંબમાં તમને મદદ કરવા માટે જરૂરી વસ્તુઓ/કપડાં ખરીદવા માટે કરો.
ડિજિટના ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાં પોલિસીના ભાગ રૂપે સામાનમાં વિલંબ સામે કવરેજ છે એટલે કે સામાનમાં વિલંબના કિસ્સામાં તમને $100 સુધીનો ક્લેમ મળશે!
ખરાબ સફર 2: “એરલાઇન્સે મારો સામાન ખોવી દીધો છે.... ! મને કયો ઇન્શ્યુરન્સ લાભ મળશે?”
જો એરલાઇન આખરે તમને જાણ કરે કે તમારો સામાન ખરેખર ખોવાઈ ગયો છે, તો તમને તમારા પ્લાનમાં ઉલ્લેખિત લાભની રકમ મળશે. જો સામાનનો માત્ર અમુક ભાગ ખોવાઈ જાય તો તમને પ્રમાણસર રકમ મળશે.
દાખલા તરીકે જો તમારી 3 ચેક-ઇન કરેલ બેગમાંથી 2 ખોવાઈ જાય તો તમને તમારી ઇન્શ્યુર્ડ-રકમનો 2/3 ભાગ મળશે. ડિજિટના ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાં પોલિસીના ભાગ રૂપે સામાનના નુકશાન સામે કવરેજ છે - દાખલા તરીકે, આવું થાય તો અમે $500 સુધી ચૂકવીએ છીએ.
ખરાબ સફર 3: “તમેં જોયું કે મારી બેગમાંથી એક વસ્તુ ખૂટે છે. શું મને તેના માટે ઇન્શ્યુરન્સ લાભ મળશે?"
કમનસીબે, તેના માટે કોઈ વળતર નથી કારણ કે તેને આંશિક નુકસાન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તમારા લાભની રકમ માટે સમગ્ર સામાન ગુમ થયેલ હોવો જરૂરી છે.
જો તમારો સામાન વિલંબિત અથવા ખોવાઈ ગયો હોય તો તમારે ફક્ત આ પ્રક્રિયા અનુસરવાની જરૂર છે:
નિષ્કર્ષ એટલું છે કે સફરની સૌથી ખરાબ શરૂઆત સામાનના નુકશાન/ખોટ અથવા વિલંબથી હોઈ શકે છે પરંતુ હંમેશા આ પ્રકારની પીડાને ઘટાડવાનો એક માર્ગ છે. બસ આ તમામ સંભવિત નુકશાનને આવરી લેતો એક ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદો જેમ કે, ડિજિટ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ.
ડિજિટનો ઇન્શ્યુરન્સ માત્ર સામાનની ખોટ/નુકશાન કે વિલંબ જ નહીં, પરંતુ અન્ય જોખમો જેમ કે આકસ્મિક હોસ્પિટલાઈઝેશન, ફ્લાઇટમાં વિલંબ, પાસપોર્ટ ગુમ થવો, વગેરે કિસ્સાને પણ આવરી લે છે!
આપનો ટ્રાવેલ આનંદમય રહે તેવી આશા-શુભેચ્છા!
તમારા ચેક-ઇન કરેલા સામાનને વિલંબ અથવા ખોટથી બચાવવામાં-સુરક્ષિત થવામાં રસ ધરાવો છો? ખરીદો ડિજિટનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ.