થાઇલેન્ડ એક અદ્દભુત માણવાલાયક જગ્યા છે. તમે થાઇલેન્ડનું નામ સાંભળો છો ત્યારે તમે કદાચ પહેલાથી જ દરિયાકિનારા, શોપિંગ, સુંદરતા, અદ્દભુત અરણ્ય અને કેટલાક મોંમાં પાણી લાવે તેવા થાઈ ફૂડ વિશે વિચારવા લાગશો! અને તમારા વિચારો સાચા છે. આ જગ્યાએ આ બધું છે જે તમારા રજાના રોકાણને સાર્થક બનાવશે. જોકે ચાલો અહીં પ્રમાણિક રહીએ- યોગ્ય રીતે આયોજન કરવામાં આવી હોય તો જ ટ્રિપ આપણે ઇચ્છીએ છીએ તે રીતે બરાબર થઈ શકે છે અને તેના માટેનું પ્રથમ પગલું ઇચ્છિત સ્થળ માટે વિઝા મેળવવાનું હશે!
હા, ભારતીયોને થાઈલેન્ડમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર છે. જોકે તે તમારી મુલાકાતના હેતુ પર આધાર રાખે છે. જો તમે એકલા બે અઠવાડિયાથી ઓછા સમય માટે પ્રવાસન માટે જાવ છો- તો તમે વિઝા ઓન અરાઈવલ મેળવી શકો છો.
જોકે તમે ત્યાં બે અઠવાડિયા કરતાં વધુ સમય માટે જઈ રહ્યાં હોવ અથવા બિઝનેસ વિઝીટ અથવા કુટુંબ અને મિત્રોની મુલાકાત માટે ત્યાં જઈ રહ્યાં હોવ તો તમારે તમારા પ્રસ્થાન પહેલાં થાઈલેન્ડ વિઝા માટે અરજી કરવાની જરૂર પડી શકે છે.
હા, ભારતીય નાગરિકો માટે થાઈલેન્ડમાં વિઝા ઓન અરાઈવલ છે, પરંતુ જો તેઓ નીચેની આવશ્યકતાઓને પૂર્ણ કરે તો જ વિઝા ઓન અરાઈવલ આપવામાં આવે છે:
આ મુલાકાત પ્રવાસન હેતુઓ માટે જ હોવી જોઈએ.
પાસપોર્ટ અસલી હોવો જોઈએ અને ઓછામાં ઓછા 30 દિવસ માટે માન્ય હોવો જોઈએ.
તમારી પાસે થાઈલેન્ડમાં એક માન્ય સરનામું હોવું આવશ્યક છે, જેની ચકાસણી કરી શકાય; પછી ભલે તે હોટલ હોય કે એપાર્ટમેન્ટ.
થાઈલેન્ડમાંથી પ્રવેશના 15 દિવસ બાદ તમે પરત ફરશો તેની ખાતરી કરવા માટે તમારે આગમન સમયે જ તમારી પાસે કન્ફર્મ રીટર્ન ટિકિટ આવશ્યક છે. ઓપન ટિકિટો માન્ય નથી.
તમે થાઈલેન્ડમાં પ્રવેશો ત્યારે તમને તમારી ફ્લાઇટ ટિકિટ બતાવવા માટે કહેવામાં આવી શકે છે. 15 દિવસમાં તમે થાઈલેન્ડ છોડશો તેની ખાતરી કરવા માટે જો તમારી પાસે આગમન બતાવવા માટે રિટર્ન ફ્લાઈટ ટિકિટ નહો હોય તો તમારો પ્રવેશ નકારવામાં આવશે.
આ સિવાય તમારી પાસે થાઈલેન્ડમાં તમારા રોકાણ માટે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 10,000 THB અને કુટુંબ દીઠ 20,000 THB ભંડોળની સાબિતી બતાવવી પડશે.
પ્રવેશ સમયે 2000 THB ( INR 4,460) ની ફી ચૂકવવાપાત્ર છે અને સૂચના વિના ફેરફારને પાત્ર છે. તેની ચૂકવણી રોકડ અને થાઈ ચલણમાં જ કરવાની રહેશે.
ઓનલાઈન અરજી - તમે થાઈલેન્ડ વિઝા માટે VFS ગ્લોબલની અધિકૃત વેબસાઈટ દ્વારા અરજી કરી શકો છો. ઓનલાઈન વિઝા અરજી ફોર્મમાં અરજદારની મૂળભૂત વિગતો અને પાસપોર્ટની વિગતો જરૂરી છે. ઓનલાઈન વિઝા અરજી શરૂ કરવા માટે અરજદારોએ સત્તાવાર VFS ગ્લોબલ વેબસાઈટ - http://www.vfs-thailand.co.in/ ની મુલાકાત લેવી જરૂરી છે. અરજદારના સ્થાનના આધારે વિઝા અરજી હાથ ધરવા માટે નીચેનામાંથી એક થાઈલેન્ડ વિઝા અરજી કેન્દ્રની પસંદગી કરવી જોઈએ:
ઓફલાઇન એપ્લિકેશન - રોયલ થાઈ એમ્બેસી અરજદારોને VFS ગ્લોબલ થાઈલેન્ડ વિઝા એપ્લિકેશન કેન્દ્રોમાંથી એકનો સંપર્ક કરીને ઓફલાઇન (કાગળ પર) એપ્લિકેશન પસંદ કરવાની મંજૂરી આપે છે. અરજી ફોર્મ VFS ગ્લોબલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અને તેને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવા આવશ્યક છે. ભારતમાં VFS ગ્લોબલ થાઈલેન્ડ વિઝા એપ્લિકેશન સેન્ટરનું સરનામું અને સંપર્ક વિગતો નીચે દર્શાવેલ છે:
પાસપોર્ટ પુનઃપ્રાપ્તિ સમય: 08:00 થી 12:00 - 13:00 થી 15:00 (સોમવાર-શુક્રવાર).
જો તમે થાઈલેન્ડના ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરી રહ્યા હોવ તો નીચેના તમામ દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલશો નહીં:
થાઈલેન્ડના વિઝા માટે પ્રક્રિયાનો સમય આશરે 7 કાર્યકારી દિવસનો છે.
તમે હવે ઈ-વિઝા ઓન અરાઈવલનો પણ લાભ લઈ શકો છો. 14મી ફેબ્રુઆરી 2019થી ઉપલબ્ધ આ નવી સર્વિસ ઈ-વિઝા ઓન અરાઈવલ નામથી છે. આ થાઈ સરકાર દ્વારા દેશમાં પ્રવાસનને વેગ આપવા માટે રજૂ કરવામાં આવી છે. થોડી વધારાની ફી સાથે તમે આ સેવાનો લાભ લઈ શકો છો. આ સેવાનો લાભ લેવા માટે, તમારે VFS દ્વારા જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જરૂર છે. VOA તમને 72 કલાકની અંદર ઈમેલ કરવામાં આવશે.
ફી |
વિઝા કેટેગરી |
વિઝા અને રોકાણની માન્યતા |
INR 4,600 |
વિઝા ઓન અરાઈવલ |
15 દિવસથી ઓછા સમયગાળા માટે રહેવાની મંજૂરી |
INR 1,900 |
ટ્રાન્ઝિટ વિઝા |
વિઝા 3 મહિના માટે માન્ય | 30 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી |
INR 2,500 |
ટૂરિસ્ટ વિઝા (સિંગલ એન્ટ્રી) |
વિઝા 3 મહિના માટે માન્ય | 60 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી. |
INR 12,000 |
ટૂરિસ્ટ વિઝા (મલ્ટિપલ એન્ટ્રી) |
વિઝા 6 મહિના માટે માન્ય | 60 દિવસ (દરેક પ્રવેશ) કરતાં વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી. |
INR 5,000 |
નોન-ઇમિગ્રન્ટ વિઝા (સિંગલ એન્ટ્રી) |
વિઝા 3 મહિના માટે માન્ય | 90 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી |
INR 12,000 |
નોન-ઇમિગ્રન્ટ વિઝા (મલ્ટીપલ એન્ટ્રી) |
વિઝા 6 મહિના અથવા 1 વર્ષ માટે માન્ય | 90 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી (દરેક પ્રવેશ) |
INR 24,000 |
ત્રણ વર્ષના નોન-ઇમિગ્રન્ટ વિઝા 'B' (મલ્ટીપલ એન્ટ્રી) |
વિઝા 3 વર્ષ માટે માન્ય | 90 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી (દરેક પ્રવેશ) |
હવે તમારી પાસે થાઇલેન્ડ માટે વિઝા કેવી રીતે મેળવવો તે વિશેની બધી માહિતી છે. તો હવે અમે સૌથી મહત્વપૂર્ણ ભાગ 'ટ્રાવેલ ઇન્શ્યુરન્સ' પર આવીએ છીએ. અમે જાણીએ છીએ કે તમારામાંથી મોટાભાગના લોકો તેને તમારી ટ્રાવેલિંગ ચેકલિસ્ટનો મહત્વપૂર્ણ ભાગ પણ માનતા નથી પરંતુ અમારો વિશ્વાસ કરો, તમારે થાઈલેન્ડમાં ઇન્શ્યુરન્સ અતિજરૂરી છે કારણકે બેંગકોક વિશ્વના ટોચના દસ કૌભાંડી શહેરોમાંનું એક છે. તેથી, વિચારો કે ત્યાંં કંઈપણ થઈ શકે છે!
તમારી પાસે થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી હોવી જોઈએ, તમારી જાતને અણધાર્યા સંજોગોથી બચાવવા માટે જેમ કે:
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ સાથે અમે આપતા લાભો નીચે દર્શાવેલ છે:
આ વિશે વધુ જાણો:
વિદેશી જમીન પર રક્ષણ મેળવવું સારું છે, ખરું ને? સૌથી વધુ સાવધ રહેતો અને સારી રીતે તૈયારી કરતો ટૂરિસ્ટ પણ દરેક ઘટનાની આગાહી કરી શકતો નથી. ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વિના મુસાફરી કરવાનું જોખમ ન લો - તે કોઈપણ ભોગે વ્યાજબી/યોગ્ય નથી. હેપી ટ્રાવેલિંગ!