ભારતમાં શહેરોને તેમની વસ્તી અનુસાર ત્રણ સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ વર્ગીકરણ હાઉસ રેન્ટ એલાઉન્સ ફાળવણી માટે લાગુ કરવામાં આવ્યું હતું. તેના અન્ય ઘણા ઉપયોગો પણ છે જેમાંથી એક છે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીની કિંમત.
હા તે સાચું છે!
તમારી પોલિસીના પ્રીમિયમને અસર કરતા પરિબળોમાં માત્ર તમારૂં હેલ્થ અને તમારી હેલ્થકેર પોલિસીની ઇન્શ્યુર્ડ-રકમ જેવા પરિબળો જ અસર નથી કરતા. તમે જ્યાં રહો છો તે શહેર તમારી ઇન્શ્યુરન્સ પોલિસીની કિંમત નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વર્ગીકરણ ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ તરીકે ઓળખાય છે.
ચાલો હવે તેની અસરો વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
આ એક સામાન્ય જ્ઞાન છે કે મોટા મેટ્રોપોલિટન શહેરોમાં હેલ્થકેરનો ખર્ચ નાના શહેરો કરતાં વધુ છે. તેથી જ નાના શહેરોના લોકો માટે હેલ્થકેર સેવાને વધુ સસ્તી બનાવવા માટે ઇન્શ્યુરન્સ પ્રદાતાઓએ ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીઓ તૈયાર કરી છે.
પરંતુ, આ સંદર્ભમાં "ઝોન" શબ્દનો અર્થ શું છે?
ભારતના શહેરોને વર્ગીકૃત કરવામાં આવેલા ત્રણ ઝોનનો તે સંદર્ભ આપે છે. નીચેના કોષ્ટકમાં તે દર્શાવવામાં આવ્યા છે:
ઝોન એ |
ઝોન બી |
ઝોન સી |
દિલ્હી/એનસીઆર, મુંબઈ (નવી મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત) |
હૈદરાબાદ, સિકંદરાબાદ , બેંગ્લોર, કોલકાતા, અમદાવાદ, વડોદરા, ચેન્નાઈ, પુણે અને સુરત. |
A અને B સિવાયના તમામ શહેરો ઝોન Cના છે |
પરંતુ સારવારના ખર્ચ અનુસાર શહેરોનું વર્ગીકરણ દરેક ઇન્શ્યુરન્સ કંપનીએ બદલાઈ શકે છે (ઉપરોક્ત વર્ગીકરણ ડિજિટ ઇન્શ્યુરન્સ માટે છે).
હવે, ઝોન A ના શહેરોમાં સારવારનો ખર્ચ ઝોન B શહેરો કરતા નોંધપાત્ર રીતે વધારે હોય છે. ઝોન C શહેરો માટે મેડિકલ ખર્ચમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. તેથી જ, ઝોન-બેઝડ ઇન્શ્યુરન્સ પ્લાન માટે દરેક શહેરમાં સારવારના ખર્ચના આધારે વીમાધારક દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમની કિંમત નક્કી કરવામાં આવે છે.
આ વિશે વધુ જાણો:
ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સનો એક મોટો ફાયદો એ છે કે તે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને 10%-20% ઘટાડે છે.
દાખલા તરીકે, જો તમે દિલ્હી (ઝોન A શહેર) ના રહેવાસી છો, તો તમારે રૂ. 10 લાખના ઇન્શ્યુરન્સ માટે પ્રીમિયમ પેટે રૂ. 6,448 સુધી ચૂકવવા પડશે. પરંતુ, જો તમે સુરત (ઝોન બી શહેર) માં રહેતા હોવ તો માત્ર રૂ. 5,882 ચૂકવવાના રહેશે. જો તમે કોઈપણ ઝોન C શહેરમાં રહેતા હોવ તો તમારી પ્રીમિયમ કિંમત હજુ પણ ઓછી કરવામાં આવશે (માત્ર રૂ. 5,315).
ઝોન અપગ્રેડ કવર ત્યારે અમલમાં આવે છે જ્યારે પોલિસીધારક ઝોન C અથવા ઝોન Bમાં હોય અને સારવાર મેળવવા માટે ઉપરના ઝોનમાં જવા માંગે છે.
અહીં ઝોન અપગ્રેડ કવર પોલિસી ધારકોને તેઓ જે શહેરમાં જઈ રહ્યા છે તે શહેરના સારવારના ખર્ચ અનુસાર પ્રીમિયમ ચૂકવવાની મંજૂરી આપીને પ્રીમિયમની ચૂકવણીને અસર કરે છે.
જો આપણે ઉપર દર્શાવેલ ઉદાહરણ જોઈએ અને તમે સુરતથી દિલ્હી જવા ઈચ્છો તો સારવાર લેવાનો ખર્ચ આપોઆપ વધી જશે. અહીં, તમે ઝોન અપગ્રેડ કવર મેળવી શકો છો અને દિલ્હીની આવશ્યકતા અનુસાર વધુ પ્રીમિયમ ચૂકવી શકો છો.
ચાલો વધુ સારી રીતે સમજવા માટે નીચેના કોષ્ટકમાં આપેલ ઉદાહરણ દ્વારા સમજીએ.
ઝોન સી |
ઝોન બી |
ઝોન એ |
20% સહ-ચુકવણી (Co-Payment) સાથે પ્રીમિયમ રૂ. 5315 |
10% સહ-ચુકવણી (Co-Payment) સાથે પ્રીમિયમ રૂ. 5882 |
0% સહ-ચુકવણી (Co-Payment) સાથે પ્રીમિયમ રૂ. 6448 |
NA |
ઝોન અપગ્રેડ એડ-ઓન શુલ્ક (ચાર્જ) તરીકે રૂ. 567 (ઝોન C -> B) |
ઝોન અપગ્રેડ એડ-ઓન શુલ્ક (ચાર્જ) તરીકે રૂ. 1133 (ઝોન C -> A) |
NA |
10% સહ-ચુકવણી (Co-Payment) ચાર્જ બચાવો |
20% સહ-ચુકવણી (Co-Payment) ચાર્જ બચાવો |
હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીની ઝોન-બેઝડ કિંમતો પણ નીચેની વિગતોનું પાલન કરે છે:
પોલિસીધારકના રહેઠાણમાં ફેરફાર - ધારો કે તમે મેરઠના રહેવાસી છો, પરંતુ કામના કારણે તમારે મુંબઈમાં સ્થળાંતર કરવું પડશે. તેથી, જો તમે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો, તો તમે ઝોન અપગ્રેડ કવરનો લાભ લઈ શકો છો અને તમારા ઝોનને મેરઠથી મુંબઈ સુધી અપગ્રેડ કરી શકો છો.
મેરઠ (ઝોન બી શહેર) કરતાં મુંબઈ (ઝોન A શહેર) માં સારવારનો ખર્ચ વધુ હોવાથી ઇન્શ્યુરન્સ કંપની તે મુજબ તમારી પ્રીમિયમ ચુકવણીને સમાયોજિત કરશે અને તમારે વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે.
બીજી બાજુ, જો તમે ઝોન B અથવા C શહેરમાં રહો છો, પરંતુ તમે ઝોન A શહેરોમાં તમારી સારવાર કરાવવા ઈચ્છો છો (વધુ સારી હોસ્પિટલો અને સુવિધાઓને કારણે), તો તમારે તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ સાથે ઝોન અપગ્રેડ કવર મેળવવું જોઈએ.
એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ ક્લોઝ - કેટલીક ઇન્શ્યુરન્સ પોલિસીઓ પોલિસી ધારક ઝોન C શહેરમાંથી ઝોન B અથવા ઝોન A શહેરમાં જાય છે તો તેમના પોલિસી કવરેજને મર્યાદિત કરે છે.
ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીના આવા કિસ્સાઓમાં ઇન્શ્યુરન્સ પ્રદાતા મોટે ભાગે સહ-ચુકવણી કલમ લાગુ કરે છે જ્યાં વીમાધારક વ્યક્તિએ તેમના હેલ્થકેર માટે થયેલા ખર્ચનો એક ભાગ ચૂકવવો પડે છે.
આ વિશે વધુ જાણો:
પોલિસી ધારકોને તેમના શહેરોમાં સારવારના ખર્ચ અનુસાર તેમની હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીને અપગ્રેડ કરવાના લાભ આપવા ડિજિટ ઇન્શ્યુરન્સ જેવા ઇન્શ્યુરન્સ પ્રદાતાઓ ઝોન અપગ્રેડ એડ-ઓન ઓફર કરે છે.
દાખલા તરીકે, જો તમે ઝોન C શહેરના રહેવાસી છો અને તમારી પાસે માત્ર તે શહેરમાં સારવારના ખર્ચને આવરી લેવા માટે યોગ્ય હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી છે, તો તમે ઝોન-B અથવા ઝોન A શહેરોમાં સારવારના ખર્ચ માટે પોલિસીને યોગ્ય બનાવવા માટે ઝોન-અપગ્રેડ એડ-ઑનનો લાભ લઈ શકો છો.
આ અપગ્રેડ સાથે જો તમે ઝોન B અથવા ઝોન Aના કોઈપણ શહેરમાં સારવાર લેવા માંગતા હોવ તો તમે તમારી ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ ઉચ્ચ કવરેજ મેળવી શકો છો. તમે ફક્ત આ એડ-ઓન કવર માટે પસંદ કરી શકો છો અને તમારા પ્લાનમાં ઝોન-બેઝડ અપગ્રેડ મેળવી શકો છો.
સ્પર્ધાત્મક મેડિકલ સારવાર મેળવવાની વાત આવે છે, ત્યારે ઝોન A શહેરોને મોટાભાગના લોકો પસંદ કરે છે. ભલે તે ઝોન B અથવા ઝોન C શહેરો કરતાં વધુ ખર્ચાળ હોય પરંતુ તમે આ શહેરોમાં સૌથી અદ્યતન હેલ્થ સંભાળ મેળવી શકો છો. આ શહેરોમાં સારવારનો ખર્ચ અન્ય બે ઝોન કરતાં આપોઆપ વધારે છે.
જો કે ઝોન A સારવારની દ્રષ્ટિએ વધુ સારું છે તેનો અર્થ એ પણ છે કે ઉચ્ચ ખર્ચ અને ત્યારબાદ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી માટેની પ્રીમિયમ ચૂકવણી પણ વધુ રહેશે.
પરંતુ, આ સમસ્યા ફક્ત ઝોન અપગ્રેડ કવરનો લાભ લઈને ઉકેલી શકાય છે. તમે તમારી હાલની પોલિસી માટે વધારાનું પ્રીમિયમ ચૂકવીને તેને અપગ્રેડ કરી શકો છો.
હવે જ્યારે આપણે ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી વિશે શીખ્યા છીએ ત્યારે ચાલો આપણે તેના ફાયદા અને ગેરફાયદા પર એક નજર કરીએ.
ઝોન B અથવા ઝોન C શહેરોમાં રહેતા અને શહેરમાં જ હેલ્થકેર મેળવવા માંગતા લોકો માટે ઝોન-બેઝડ ઇન્શ્યુરન્સ પ્લાન પ્રીમિયમની ચૂકવણીની નોંધપાત્ર રકમથી ઘટાડી શકે છે.
વ્યક્તિઓને તેમની હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન પ્રત્યેની તેમની નાણાકીય જવાબદારી ઘટાડવામાં મદદ કરી શકે તેવા લાભમાંથી આ એક છે.
વધુમાં જો તેઓ ઝોન A શહેરમાં હેલ્થકેર મેળવવા માંગતા હોય તો તેમની પાસે હંમેશા વધારાનું પ્રીમિયમ ચૂકવવાનો અને તેને અપગ્રેડ કરવાનો વિકલ્પ હોય છે. તેઓ ઉચ્ચ ઝોનમાં અપગ્રેડ થાય છે ત્યારે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી ઝોન A શહેરમાં સારવારના ખર્ચને આવરી લેવા માટે પૂરતી બને છે. આમ તેઓ ક્લેમ સમયે સારવાર ખર્ચ બચાવી શકે છે અને તેમને વિવિધ ઝોન માટે સારવાર ખર્ચમાં તફાવત ચૂકવવો પડતો નથી.
અંતે તે હેલ્થકેર લાભ મેળવવા માટે અપવાદરૂપે અનુકૂળ રીત ઉભી કરે છે.
ઝોન-બેઝડ યોજનાઓની વાત આવે છે ત્યારે ઇન્શ્યુરન્સ પ્રદાતાઓ કોપે કલમ લગાવે છે. આ કોપે કલમ સાથે ઇન્શ્યુરન્સ પ્રીમિયમ સસ્તું થઈ શકે છે, પરંતુ લાંબા ગાળે તમારા સારવારના ખર્ચને આવરી લેવા માટે વધુ ખર્ચો થઈ શકે છે. આ એક મુદ્દો છે જ્યાં તમારી પોલિસી હાનિકારક સાબિત થઈ શકે છે.
એડ-ઓન ઝોન-બેઝડ હેલ્થ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી મેળવવી ફાયદાકારક બની શકે છે કારણ કે તે તમારી હેલ્થકેર પોલીસના પ્રીમિયમની ચુકવણી પર નોંધપાત્ર રકમ બચાવવા માટેની તક આપશે.
પરંતુ, તમારી હેલ્થકેર પોલિસીની આ જોગવાઈ માટેની શરતો ચકાસવી જરૂરી છે કારણકે તે તમે શું મેળવી રહ્યાં છો તેનાથી વાકેફ કરાવશે!
તેથી, સારી રીતે રિસર્ચ કરો. પોલિસીની શરતો તપાસો અને ઝોન-બેઝડ કિંમતોની જોગવાઈ સાથે તમારી હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીને વધુ ફાયદાકારક બનાવો!