હેલ્થ ઈન્શ્યુરન્સમાં નોમિની શું છે?
સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીના કિસ્સામાં તમને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનનું મહત્વ જાણવું જોઈએ. પરંતુ તમારા કુટુંબના સભ્યો અથવા આશ્રિતો તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીના તમામ લાભ ચૂકી ન જાય તેની ખાતરી કરવા માટે તમે તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી માટે નોમિની પસંદ કરો તે અતિ-મહત્વપૂર્ણ છે.
હેલ્થ ઈન્શ્યુરન્સમાં નોમિનીની ભૂમિકા
પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવતા નોમિની એ વ્યક્તિ અથવા લોકો છે. સામાન્ય પરિસ્થિતિઓમાં જ્યારે તમે હોસ્પિટલાઈઝેશન અથવા તબીબી સારવાર માટે હેલ્થ ક્લેમ કરો છો ત્યારે તમને તે રકમ જાતે જ પાછી મળે છે.
પરંતુ, હોસ્પિટલાઈઝેશન દરમિયાન અથવા અકસ્માતના પરિણામે તમારા મૃત્યુની કમનસીબ ગોઝારી ઘટનામાં હેલ્થ ઈન્શ્યુરન્સ કંપની નોમિનીને આ ક્લેમની રકમ ચૂકવશે.
લાઈફ ઈન્શ્યુરન્સમાં આ ફરજિયાત હોવાની સાથે હેલ્થ ઈન્શ્યુરન્સ અથવા પર્સનલ અકસિડેન્ટ ઈન્શ્યુરન્સ પ્લાન માટે પણ નોમિનીની નિમણૂક કરવી શક્ય છે.
નોંધ: કેશલેસ હેલ્થ ઈન્શ્યુરન્સ ક્લેમના કિસ્સામાં આ લાગુ પડતું નથી કારણકે તેમાં ક્લેમ રકમની સીધી નેટવર્ક હોસ્પિટલ સાથે પતાવટ કરવામાં આવે છે.
હેલ્થ ઈન્શ્યુરન્સમાં નોમિનીના લાભ
તમારી હેલ્થ ઇન્શ્યુરર કંપનીને તમે તમારી પોલિસી માટે કોને નામાંકિત કર્યા છે તે જણાવવું અતિજરૂરી અને મહત્વપૂર્ણ છે. આમ જો તમારા સ્વાસ્થ્ય સાથે કંઈક ખોટું થાય તો તમને ખાતરી રહેશે કે તમારા પ્રિયજનો આર્થિક રીતે સુરક્ષિત છે.
- કુટુંબ માટે નાણાકીય સહાય - મૃત્યુના કિસ્સામાં મૃતકનો આખું કુટુંબ પીડાય છે અને હોસ્પિટલની મોટી ફીના કિસ્સામાં તેમના પર વધારાનો નાણાકીય બોજ આવી પડે છે. પરંતુ કોઈને નોમિની તરીકે પસંદ કરીને તમે ખાતરી કરો કે કોઈખાસ નાણાકીય મુશ્કેલીઓ આવશે નહિ.
- તમારા આશ્રિતોને સુરક્ષિત કરો - તમારા પર નિર્ભર લોકોનું તમે આર્થિક રીતે રક્ષણ કરો તે મહત્વપૂર્ણ છે. અને તમે તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીમાં તેમને નોમિનેટ કરીને ખાતરી કરી શકો છો જેથી તેમને ભવિષ્યમાં નાણાકીય અવરોધોને દૂર કરવામાં મદદ મળશે.
- સમાન રીતે વહેંચાયેલા લાભ - જો તમે એકથી વધુ નોમિની પસંદ કર્યા હોય તો ક્લેમ લાભ તેમની વચ્ચે સમાન રીતે વહેંચી શકાય છે.
- કાનૂની ગૂંચવણો ટાળો - જો તમે હેલ્થ ઈન્શ્યુરન્સમાં નોમિની પસંદ કર્યા વગર જ મૃત્યુ પામો છો તો ઈન્શ્યુરન્સ કંપનીએ ક્લેમની રકમ મેળવવા માટે તમારા કાનૂની વારસદારને ઓળખવા પડશે. તમારા એકથી વધુ વારસાદર શામેલ હોઈ શકે છે તેથી આ સમગ્ર પ્રક્રિયામાં કુટુંબ માટે કોર્ટ આર્બિટ્રેશન અને અન્ય ગૂંચવણોનો ઉભી કરી શકે છે.
અનિવાર્યપણે તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી માટે નોમિનીની નિમણૂક કરવાથી સુનિશ્ચિત થશે કે સૌથી ખરાબ ઘટના પણ બને તો ઓછી મુશ્કેલીઓ આવે. આમ તે તમારા પ્રિયજનો માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિને થોડી સરળ બનાવી શકે છે.
તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન માટે નોમિની તરીકે કોની પસંદગી કરવી?
તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન માટે તમે કોને નોમિની તરીકે પસંદ કરી શકો તેના માટે કોઈ વાસ્તવિક નિયંત્રણો નથી. કુટુંબના નજીકના સભ્યો-આશ્રિતો-વારસદારોને નોમિનેટ કરવું શક્ય છે જેમ કે
- માતા-પિતા
- જીવનસાથી
- બાળકો
- અથવા દૂરના સંબંધીઓ
- અથવા તમારા મિત્રો
નોમિની તરીકે સગીર (18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ) ને નોમિનેટ કરવાનું પણ શક્ય છે. આ કિસ્સામાં તમારે વાલી અથવા નિયુક્તિનો પણ ઉલ્લેખ કરવાની જરૂર પડશે કારણ કે સગીર વયસ્ક ન થાય ત્યાં સુધી ક્લેમની રકમ કાયદેસર રીતે સંભાળી શકશે નહીં.
વધુમાં યાદ રાખો કે જો કોઈ નોમિની પોલિસીધારક પહેલા મૃત્યુ પામે છે તો ક્લેમની રકમ તમારા કાનૂની વારસદારોને જશે. આ તમારી ઇચ્છા મુજબ નક્કી કરવામાં આવે છે અથવા કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે.
સામાન્ય રીતે તમારા નોમિની તરીકે કુટુંબના તાત્કાલિક નજીકના પુખ્ત વ્યક્તિનું નામ આપવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ક્લેમની રકમ મુશ્કેલ સમયે આવશ્યક નાણાકીય સહાય પૂરી પાડી શકે છે.
હેલ્થ ઈન્શ્યુરન્સમાં નોમિની કેવી રીતે ઉમેરવું અથવા બદલવું?
તમે તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ઓનલાઇન ખરીદો કે ઓફલાઈન ખરીદો, તમે નોમિનીની વિગતો ઉમેરી શકો છો. જોકે તમારા ઇન્શ્યુરરને જાણ કરીને કોઈપણ સમયે નવા નોમિનીની નિમણૂક કરવી શક્ય છે.
નવીકરણ/રિન્યૂ સમયે અથવા પોલિસીના સમયગાળા દરમિયાન પણ નોમિની બદલવા અથવા દૂર કરવા શક્ય છે. જોકે તેના માટે ફરી એકવાર તમારે ઇન્શ્યુરરનો સંપર્ક કરવો પડશે.
નોમિની માટે કઈ વિગતો જરૂરી છે?
ક્લેમ રજૂ કરતી વખતે કોઈ સમસ્યા નથી તેની ખાતરી કરવા માટે નોમિનીની સાચી માહિતી આપવી જરૂરી છે. આમાં સામેલ છે:
- અંગત વિગતો: આખું નામ, જન્મ તારીખ, ઉંમર, સરનામું
- આઈડી પ્રૂફ: માન્ય ઓળખ પુરાવો જેમ કે ડ્રાયવરના લાયસન્સની નકલ
- સંબંધનો પુરાવો: નોમિની સાથેના તમારા સંબંધની વિગતો, ખાસ કરીને દૂરના સંબંધીના કિસ્સામાં
નોમિનીના ક્લેમ માટેની પ્રક્રિયા શું છે?
સૌથી ખરાબ ઘટના બને છે અને તમે (પોલીસીધારક) હોસ્પિટલાઈઝેશન દરમિયાન મૃત્યુ પામો છો ત્યારે ભરપાઈનો ક્લેમ કરવાનું નોમિની પર નિર્ભર છે. વળતરના ક્લેમના કિસ્સામાં તેઓ નીચેના પગલાં અનુસરી શકે છે:
- સ્ટેપ 1: નોમિનીએ ઇન્શ્યુરરને મૃત્યુની જાણ કરવી જરૂરી છે, માન્ય ઉત્તરાધિકાર પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્ર આપવું પડશે અને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં એફઆઈઆર અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની એક નકલ જરૂરી છે.
- સ્ટેપ 2: પછી નોમિનીએ 30 દિવસની અંદર ઈન્શ્યુરન્સ કંપનીને દરેક જરૂરી દસ્તાવેજો મોકલવાના રહેશે. તેમાં મેડિકલ બિલ, હેલ્થ રેકોર્ડ્સ અને કોઈપણ ડોક્ટરના રિપોર્ટ્સ તેમજ મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર અને નોમિનીનું ઓળખ કાર્ડ, સંબંધનો પુરાવો અને બેંક વિગતોનો સમાવેશ થાય છે.
- સ્ટેપ 3: કોઈપણ વધારાની જરૂરિયાતો હશે તો ઇન્શ્યુરર તેમને આ અંગે જાણ કરશે.
- સ્ટેપ 4: એકવાર ઇન્શ્યુરર દસ્તાવેજોની ચકાસણી કરી લે પછી તેઓ ક્લેમની રકમ નોમિનીના ખાતામાં ટ્રાન્સફર કરશે.
હેલ્થ ઈન્શ્યુરન્સમાં નોમિની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મૃત્યુના કિસ્સામાં તે વ્યક્તિના આશ્રિતો માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે અને કોઈપણ વિવાદોને ઉદ્ભવતા અટકાવી શકે છે. તમારા નોમિની તરીકે સગીર સહિત કોઈને પણ પસંદ કરવું શક્ય છે. આમ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન પસંદ કરતી વખતે યોગ્ય પસંદગી તો જરૂરી છે જ પરંતુ નોમિનીની પસંદગી કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
જો તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ હેઠળ કોઈ નોમિની ન હોય તો શું થાય?
જો તમે તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનમાં નોમિનીનું નામ ન આપ્યું હોય તો ભરપાઈના ક્લેમના કિસ્સામાં ઈન્શ્યુરન્સ કંપનીએ વળતર મેળવવા માટે કાનૂની વારસદારને ઓળખવાની જરૂર પડશે. જો આ વારસદારનો વિલ અથવા અન્ય દસ્તાવેજમાં ઉલ્લેખ ન હોય તો તેમને ક્લેમની રકમ મેળવવા માટે કોર્ટમાંથી ઉત્તરાધિકાર પ્રમાણપત્રની જરૂર પડશે.
કાનૂની વારસદાર અને નોમિની વચ્ચે શું તફાવત છે?
બાકી પરત મેળવવા અથવા મિલકતો વારસામાં મેળવવા માટે હકદાર વ્યક્તિને કાનૂની વારસદાર કહેવાય છે. આ સૌથી નજીકના જીવંત સંબંધી અથવા ઇચ્છાઅનુસાર ઉલ્લેખિત કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે. જોકે નોમિની એવી વ્યક્તિ છે જેનું નામ પોલિસીધારક દ્વારા પોતાના મૃત્યુ પછી ક્લેમની રકમ મેળવવા માટે આપવામાં આવે છે.
શું હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી માટે નોમિની હોવું ફરજિયાત છે?
ના, તે ફરજિયાત નથી. જોકે દરેક પોલિસીધારકને ભલામણ કરવામાં આવે છે કે મૃત્યુ પછી વળતરમાં મુશ્કેલીઓ ટાળવા માટે નોમિનીનું નામ અવશ્ય સૂચવો.
શું તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ માટે એક કરતા વધુ નોમિની હોય તે શક્ય છે?
હા, કુટુંબના સભ્યો અથવા મિત્રો સહિત હેલ્થ ઈન્શ્યુરન્સ નોમિની તરીકે બહુવિધ લોકોને નામ આપવું શક્ય છે.
શું તમે કોઈ સગીરને તમારા નોમિની તરીકે નિયુક્ત કરી શકો છો?
હા, તમે તમારા નોમિની તરીકે સગીરનું નામ આપી શકો છો. જોકે આવા કિસ્સાઓમાં તમારે આ વ્યક્તિ સાથે વાલી અથવા નિયુક્તિનું નામ પણ આપવું પડશે. કારણ કે સગીર વ્યક્તિ પુખ્ત ન થાય ત્યાં સુધી ક્લેમની રકમ કાયદેસર રીતે સંભાળી શકતી નથી. આમ, બાળકના નામે ઉપયોગ કરવા માટે વાલી/નિયુક્તિને રકમ ચૂકવવામાં આવશે અથવા તેઓ 18 વર્ષના થઈ જાય પછી તેમને રકમ મળશે.
શું તમે નોમિની તરીકે કુટુંબ સિવાયના સભ્યનું નામ આપી શકો છો?
હા, તમે તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ નોમિની તરીકે કુટુંબ સિવાયના સભ્યનું નામ આપી શકો છો, જેમ કે નજીકના મિત્ર કે કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ.
જો તમારી પાસે ફેમિલી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી હોય તો નોમિની વિશે શું?
જો તમે અને તમારું નજીકનું કુટુંબ ફેમિલી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી શેર કરો છો અને તમે નોમિનીનું નામ આપ્યું નથી તો કોઈપણ સભ્યના મૃત્યુ પછી, ઇન્શ્યુરર ક્લેમની રકમ અન્ય સભ્યને ટ્રાન્સફર કરશે અને કાનૂની વારસદાર તેમને અરજી કરી રકમનો માંગી શકે છે.