સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીના કિસ્સામાં તમને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનનું મહત્વ જાણવું જોઈએ. પરંતુ તમારા કુટુંબના સભ્યો અથવા આશ્રિતો તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીના તમામ લાભ ચૂકી ન જાય તેની ખાતરી કરવા માટે તમે તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી માટે નોમિની પસંદ કરો તે અતિ-મહત્વપૂર્ણ છે.
પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવતા નોમિની એ વ્યક્તિ અથવા લોકો છે. સામાન્ય પરિસ્થિતિઓમાં જ્યારે તમે હોસ્પિટલાઈઝેશન અથવા તબીબી સારવાર માટે હેલ્થ ક્લેમ કરો છો ત્યારે તમને તે રકમ જાતે જ પાછી મળે છે.
પરંતુ, હોસ્પિટલાઈઝેશન દરમિયાન અથવા અકસ્માતના પરિણામે તમારા મૃત્યુની કમનસીબ ગોઝારી ઘટનામાં હેલ્થ ઈન્શ્યુરન્સ કંપની નોમિનીને આ ક્લેમની રકમ ચૂકવશે.
લાઈફ ઈન્શ્યુરન્સમાં આ ફરજિયાત હોવાની સાથે હેલ્થ ઈન્શ્યુરન્સ અથવા પર્સનલ અકસિડેન્ટ ઈન્શ્યુરન્સ પ્લાન માટે પણ નોમિનીની નિમણૂક કરવી શક્ય છે.
નોંધ: કેશલેસ હેલ્થ ઈન્શ્યુરન્સ ક્લેમના કિસ્સામાં આ લાગુ પડતું નથી કારણકે તેમાં ક્લેમ રકમની સીધી નેટવર્ક હોસ્પિટલ સાથે પતાવટ કરવામાં આવે છે.
તમારી હેલ્થ ઇન્શ્યુરર કંપનીને તમે તમારી પોલિસી માટે કોને નામાંકિત કર્યા છે તે જણાવવું અતિજરૂરી અને મહત્વપૂર્ણ છે. આમ જો તમારા સ્વાસ્થ્ય સાથે કંઈક ખોટું થાય તો તમને ખાતરી રહેશે કે તમારા પ્રિયજનો આર્થિક રીતે સુરક્ષિત છે.
અનિવાર્યપણે તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી માટે નોમિનીની નિમણૂક કરવાથી સુનિશ્ચિત થશે કે સૌથી ખરાબ ઘટના પણ બને તો ઓછી મુશ્કેલીઓ આવે. આમ તે તમારા પ્રિયજનો માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિને થોડી સરળ બનાવી શકે છે.
તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન માટે તમે કોને નોમિની તરીકે પસંદ કરી શકો તેના માટે કોઈ વાસ્તવિક નિયંત્રણો નથી. કુટુંબના નજીકના સભ્યો-આશ્રિતો-વારસદારોને નોમિનેટ કરવું શક્ય છે જેમ કે
નોમિની તરીકે સગીર (18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ) ને નોમિનેટ કરવાનું પણ શક્ય છે. આ કિસ્સામાં તમારે વાલી અથવા નિયુક્તિનો પણ ઉલ્લેખ કરવાની જરૂર પડશે કારણ કે સગીર વયસ્ક ન થાય ત્યાં સુધી ક્લેમની રકમ કાયદેસર રીતે સંભાળી શકશે નહીં.
વધુમાં યાદ રાખો કે જો કોઈ નોમિની પોલિસીધારક પહેલા મૃત્યુ પામે છે તો ક્લેમની રકમ તમારા કાનૂની વારસદારોને જશે. આ તમારી ઇચ્છા મુજબ નક્કી કરવામાં આવે છે અથવા કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે.
સામાન્ય રીતે તમારા નોમિની તરીકે કુટુંબના તાત્કાલિક નજીકના પુખ્ત વ્યક્તિનું નામ આપવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ક્લેમની રકમ મુશ્કેલ સમયે આવશ્યક નાણાકીય સહાય પૂરી પાડી શકે છે.
તમે તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ઓનલાઇન ખરીદો કે ઓફલાઈન ખરીદો, તમે નોમિનીની વિગતો ઉમેરી શકો છો. જોકે તમારા ઇન્શ્યુરરને જાણ કરીને કોઈપણ સમયે નવા નોમિનીની નિમણૂક કરવી શક્ય છે.
નવીકરણ/રિન્યૂ સમયે અથવા પોલિસીના સમયગાળા દરમિયાન પણ નોમિની બદલવા અથવા દૂર કરવા શક્ય છે. જોકે તેના માટે ફરી એકવાર તમારે ઇન્શ્યુરરનો સંપર્ક કરવો પડશે.
ક્લેમ રજૂ કરતી વખતે કોઈ સમસ્યા નથી તેની ખાતરી કરવા માટે નોમિનીની સાચી માહિતી આપવી જરૂરી છે. આમાં સામેલ છે:
સૌથી ખરાબ ઘટના બને છે અને તમે (પોલીસીધારક) હોસ્પિટલાઈઝેશન દરમિયાન મૃત્યુ પામો છો ત્યારે ભરપાઈનો ક્લેમ કરવાનું નોમિની પર નિર્ભર છે. વળતરના ક્લેમના કિસ્સામાં તેઓ નીચેના પગલાં અનુસરી શકે છે:
હેલ્થ ઈન્શ્યુરન્સમાં નોમિની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મૃત્યુના કિસ્સામાં તે વ્યક્તિના આશ્રિતો માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે અને કોઈપણ વિવાદોને ઉદ્ભવતા અટકાવી શકે છે. તમારા નોમિની તરીકે સગીર સહિત કોઈને પણ પસંદ કરવું શક્ય છે. આમ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન પસંદ કરતી વખતે યોગ્ય પસંદગી તો જરૂરી છે જ પરંતુ નોમિનીની પસંદગી કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.