કલ્પના કરો! માત્ર એક સરળ સ્ટે૫ અનુસરવાથી તમને બે ફાયદા મળે છે; કેટલું અદ્ભુત છે, નહિ? હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન રાખવાની બાબત એવી છે કે તમને બંને, ટેક્સ ફાયદા સાથે મેડિકલ કટોકટીમાં નાણાકીય સિક્યુરિટી પણ જોડે મળે છે! ચૂકવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80D હેઠળ ટેક્સ ફાયદા આપે છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80D હેઠળ ટેક્સ ફાયદા આપે છે.
પરિસ્થિતિ |
80D અંતર્ગત મળતી છૂટ |
પોતે અને પરિવાર માટે (60 વર્ષથી નાની ઉંમરના બધા જ સભ્યો) |
₹25,000 |
પોતે અને પરિવાર માટે + માતા-પિતા (60 વર્ષથી નાની ઉંમરના બધા જ સભ્યો) |
₹25,000 + ₹25,000) = ₹50,000 |
પોતે અને પરિવાર માટે (60 વર્ષથી નાની ઉંમરના બધા જ સભ્યો) + સિનિયર સીટીઝન માતા-પિતા |
₹25,000 + ₹50,000 = ₹75,000 |
પોતે અને પરિવાર માટે (60 વર્ષથી વધુ ઉંમરના સૌથી મોટા સભ્ય સહિત) + સિનિયર સીટીઝન માતા-પિતા |
₹50,000 + ₹50,000) = ₹1,00,000 |
ઉપર દર્શાવેલ મહત્તમ લિમિટમાં પ્રીવેન્ટિવ 'હેલ્થ ચેકઅપ' માટેના રૂ. 5000ની લિમિટ સામેલ છે.
5.20 ટકા, 20.8 ટકા અને 31.2 ટકા ટેક્સ ચૂકવનારાઓ માટે સેક્શન 80D (રૂ. 25,000) હેઠળ મહત્તમ બચત કરી શકવાની રકમ અનુક્રમે રૂ. 1,300, રૂ. 5,200 અને રૂ. 7,800 છે. ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ તમે જે કંઈપણ બચાવી શકો છો તે આના ઉપર હશે.
સિનિયર સિટીઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હંમેશા વધુ હોય છે. ઇન્સ્યોરન્સ કંપની પણ વૃદ્ધ અથવા પહેલાથી અસ્તિત્વમાં રહેલી બિમારીઓથી પીડાતા લોકોને મેડિકલ ઇન્સ્યોરન્સ આપવામાં અણગમો દર્શાવે છે.
જોકે, બજેટ 2018 એવા સિનિયર સિટીઝન માટે થોડી રાહત સાથે આવ્યું છે કે જેઓ ઉચ્ચ તબીબી ખર્ચ ધરાવે છે અને અગાઉથી અસ્તિત્વમાં રહેલી બિમારીઓને કારણે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવામાં અસમર્થ છે અથવા ઉચ્ચ પ્રીમિયમ ચૂકવવાનું પરવડી શકતા નથી.
બજેટમાં સિનિયર સિટીઝન પર થતા મેડિકલ ખર્ચ માટેના ડિડક્શનને મંજૂરી આપતા સેક્શન 80Dમાં સુધારો કરવામાં આવ્યો છે. જો બાળકો તેમના વરિષ્ઠ નાગરિક માતાપિતા માટે તબીબી ખર્ચ ઉઠાવતા હોય તો વરિષ્ઠ નાગરિક પોતે/તેના/તેણીના બાળકો દ્વારા આ ડિડક્શન ક્લેમ કરી શકાય છે.
વધુ જાણો
ડિડક્શન ક્લેમ કરવા માટે માત્ર જરૂરી ડોક્યુંમેન્ટ તમારી પ્રીમિયમ પેમેંટની રસીદ અને પરિવારના સભ્યોના નામ અને તેમના સંબંધ અને ઉંમર દર્શાવતી તમારી ઇન્સ્યોરન્સ પોલિસીની નકલ જ છે. પેરેન્ટ્સ પોલિસી માટે ચૂકવેલ પ્રીમિયમના કિસ્સામાં, પ્રસ્તાવકર્તા (ઇન્સ્યોરન્સ ક્લેમ લેનાર)એ પોતાના નામની પેમેંટ ડિટેલ્સ આપીને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 80D સર્ટિફિકેટ માંગવું જોઈએ.