રોગ, માંદગી અથવા અકસ્માતને કારણે હેલ્થની સ્થિતિ અથવા મેડિકલ કટોકટીની વાત આવે ત્યારે તમને નાણાકીય નુકસાન સામે રક્ષણ આપવા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ છે. જોકે એટલું યાદ રાખવું અગત્યનું છે કે તે કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને શરતો સાથે આવે છે. લોડિંગ તેમાંનું જ એક છે.
હેલ્થ ઈન્શ્યુરન્સમાં લોડિંગ એ અમુક "જોખમી વ્યક્તિઓ" માટે પ્રીમિયમમાં ઉમેરવામાં આવતી વધારાની રકમ છે. જોખમ વ્યક્તિના મેડિકલ ઇતિહાસ, ટેવો અથવા જોખમી વ્યવસાયને કારણે હોઈ શકે છે.
આ એવા લોકો છે કે જેઓ અમુક હેલ્થ સમસ્યાઓ અથવા બીમારીઓ માટે વધુ જોખમ ધરાવતા હોય છે અને તેને કારણે અમુક સમયગાળા માટે વધુ જોખમો અને નુકસાન રહેલું હોય છે. ઈન્શ્યુરન્સ કંપનીઓ આવા વ્યક્તિઓ સાથે આ વધેલા જોખમો અને સંભવિત નુકસાનને આવરી લેવા માટે લોડિંગનો ઉપયોગ કરે છે.
આપણે જોયું તેમ હેલ્થ ઈન્શ્યુરન્સમાં લોડિંગ ચાર્જ અમુક પરિબળોને કારણે હેલ્થનું જોખમ ધરાવતા વ્યક્તિઓ સામે અમલમાં આવે છે. આ લોકો માટે ઈન્શ્યુરન્સ કંપની તેમના જોખમોને લીધે ઉદ્ભવતા કોઈપણ વધારાના નુકસાનને આવરી લેવા માટે વધારાનું ઉચ્ચ પ્રીમિયમ માંગશે.
ઉદાહરણ 1: ચાલો માની લઈએ કે તમે અને તમારા મિત્ર એક જ જેવી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદો છો પરંતુ તમારો મિત્ર તમારા કરતા 5 વર્ષ મોટો છે. આ કિસ્સામાં તમે જોશો કે પોલિસી સમાન હોવા છતાં પ્રીમિયમની રકમ અલગ હશે. તમારા મિત્રનો ઈન્શ્યુરન્સ તમારા કરતા વધારે હશે. આનું કારણ છે કે વ્યક્તિ જેટલી મોટી થશે તેટલું વધારે લોડિંગ થશે. વધુ ઉંમરવાન વ્યક્તિને વધુ બીમારીઓ અને મેડિકલ પરિસ્થિતિઓનું જોખમ રહેલું છે.
ઉદાહરણ 2: ધારો કે તમારા પિતા હંમેશા તેમનું પ્રીમિયમ સમયસર ચૂકવે છે, પરંતુ એક દિવસ તેમને કેટલીક મેડિકલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ પ્રક્રિયાઓ તેમની ઈન્શ્યુરન્સ પોલિસી દ્વારા આવરી લેવામાં આવે છે અને શરૂઆતમાં તેઓ ખુશ છે કે તેમનો દાવો સરળતાથી આવરી લેવામાં આવ્યો હતો. પરંતુ, રિન્યુંવલ તેમને જોઈને આશ્ચર્ય થાય છે કે તેમનું પ્રીમિયમ વધી ગયું છે. આ કિસ્સામાં જોખમી વ્યક્તિને આવરી લેવા માટે ઈન્શ્યુરન્સ પ્રદાતા દ્વારા વધારાની રકમ વસૂલવામાં આવે છે.
ઉપરોક્ત ઉદાહરણો લોડિંગ ઉચ્ચ જોખમ ધરાવતી વ્યક્તિ માટે ઈન્શ્યુરન્સ દરો વધારે છે. તેનાથી પ્રીમિયમની રકમમાં વધારો થાય છે.
જોકે આ વધારો વિવિધ વ્યક્તિઓ માટે અલગ હશે કારણ કે લોડિંગ સંખ્યાબંધ પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. આ મેડિકલ જોખમોના આધારે વ્યક્તિનું પ્રીમિયમ કેટલું વધશે તે નિર્ધારિત થશે.
તમારી પોલિસી પર લાગુ થતા લોડિંગની માત્રાને અસર કરતા અહીં કેટલાક મુખ્ય પરિબળો દર્શાવ્યા છે:
હેલ્થ ઈન્શ્યુરન્સમાં પ્રીમિયમ અને લોડિંગ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતી બાબતોમાંની એક વ્યક્તિની ઉંમર છે. જેમ જેમ એક ઉંમર વધે છે તેમ તેમ મૃત્યુદર, હોસ્પિટલાઈઝેશન અને બિમારીઓ અને બીમારીઓ માટેના મેડિકલ ખર્ચાઓ વધવાની શક્યતાઓ વધી જાય છે. તેથી 50 વર્ષની વ્યક્તિ માટેનું પ્રીમિયમ 25 વર્ષની વ્યક્તિ કરતાં નોંધપાત્ર રીતે વધારે હશે.
ઉદાહરણ તરીકે, 25 વર્ષની વ્યક્તિએ હેલ્થ ઈન્શ્યુરન્સ માટે 3 લાખની ઇન્શ્યુર્ડ-રકમ માટે ₹2,414/વર્ષનું પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે, જ્યારે 50 વર્ષની વ્યક્તિએ સમાન ઇન્શ્યુર્ડ-રકમ માટે ₹6,208/વર્ષ ચૂકવવા પડશે.
વધુમાં, મોટાભાગની ઈન્શ્યુરન્સ કંપનીઓ નવી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદતી વ્યક્તિઓ માટે પણ વય મર્યાદા પણ ધરાવે છે. આ સામાન્ય રીતે 65 થી 80 વર્ષ સુધી બદલાય છે, જેમ-જેમ વ્યક્તિ વૃદ્ધ થાય છે તેમ-તેમ જોખમ પરિબળો અને હેલ્થ સંબંધિત ખર્ચનો અંદાજ નક્કી કરવો વધુ મુશ્કેલ છે.
લોડિંગમાં અન્ય મહત્વપૂર્ણ પરિબળ છે વ્યક્તિની મેડિકલ સ્થિતિ. કોઈ વ્યક્તિની સર્જરી, ગંભીર બીમારી અથવા ઉંચુ શુગર લેવલ સહિતની મેડિકલ સમસ્યાઓનો તાજેતરનો ઇતિહાસ હોવાના કિસ્સામાં આ શક્ય છે. આ કિસ્સામાં લોડિંગ રિન્યુંવલ પર લાગુ થઈ શકે છે.
જોકે અહિં નોંધવું અગત્યનું છે કે આવા કિસ્સાઓમાં જ્યારે વ્યક્તિની પરિસ્થિતિ બદલાય ત્યારે લોડિંગની સમીક્ષા પણ કરી શકાય છે (જેમ કે જ્યારે વ્યક્તિ શુગર લેવલને ઘટાડીને કાબૂ કરે છે ત્યારે).
કોઈ વ્યક્તિ પહેલાથી અસ્તિત્વમાં રહેલી મેડિકલ સ્થિતિ જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા અસ્થમાથી પીડિત હોય ત્યારે તેમણે તે જ વય જૂથના તંદુરસ્ત લોકોની સરખામણીમાં વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે.
આનું કારણ છે આ સમસ્યાઓ ધરાવતા વ્યક્તિ હોસ્પિટલના વધુ ખર્ચ તેમજ ઉચ્ચ મેડિકલ બિલ માટે વધુ દાવાઓ કરી શકે છે. આમ ઈન્શ્યુરન્સ કંપનીઓ તેમને વધુ જોખમ તરીકે જોશે અને તેમનું હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ લોડ કરવાનું વિચારી શકે છે.
હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમમાં લોડિંગ પર બહોળી અસર કરનાર વધુ એક પરિબળ છે તમાકુ અથવા નિકોટિનનો ઉપયોગ. ધૂમ્રપાન હોય કે તમાકુનું સેવન, ફેફસામાં ચેપ, કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓની શક્યતાઓ ખૂબ જ વધારતા હોવાથી આવા વ્યક્તિને આવરી લેવામાં વધુ જોખમ રહેલું છે.
વાસ્તવમાં ધૂમ્રપાન કરનારાઓ માટે હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ ધૂમ્રપાન ન કરનારાઓ કરતા લગભગ બમણું હોઈ શકે છે. 25 વર્ષની વયના ધૂમ્રપાન ન કરનારને ₹1 કરોડની રકમના ઈન્શ્યુરન્સ માટે ₹5,577/વર્ષ ચૂકવવા પડી શકે છે, જ્યારે 25 વર્ષીય ધૂમ્રપાન કરનારને તે જ રકમ માટે લગભગ ₹9,270/વર્ષ ચૂકવવા પડશે.
આપણે જોયું તે રીતે ઈન્શ્યુરન્સ કંપનીઓ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ દાવો કરે છે ત્યારે સામાન્ય કરતાં વધુ જોખમ હોય તો લોડિંગનો ઉપયોગ કરે છે.
જોકે લોડિંગને બદલે કેટલીક ઈન્શ્યુરન્સ કંપનીઓ બાકાત(exclusions)ના ખ્યાલનો ઉપયોગ કરે છે. અમુક શરતો અથવા બાકાતને આધીન કોઈ વ્યક્તિ સમાન પ્રીમિયમ ચૂકવવાનું ચાલુ રાખી શકે (લોડિંગ વિના), તેને બાકાત(exclusions) કહેવાશે.
ઉદાહરણ તરીકે, તમારી ઈન્શ્યુરન્સ પોલિસી કેન્સર સંબંધિત ખર્ચ અથવા સારવાર અથવા પ્રસૂતિ સંબંધિત ખર્ચ અથવા એડવેન્ચર રમતો સંબંધિત ઇજાઓને બાકાત રાખી શકે છે. આમ તમે આ પરિસ્થિતિઓ માટે દાવો કરી શકશો નહીં.
આજકાલ ઘણી ઈન્શ્યુરન્સ કંપનીઓ તમને લોડિંગ અથવા બાકાત વચ્ચે પસંદગી આપશે. આનો અર્થ એ થશે કે તમે હજુ પણ વધારાના ખર્ચે વધુ સર્વગ્રાહી/વ્યાપક કવરેજ મેળવશો
મોટા ભાગની ઈન્શ્યુરન્સ કંપનીઓ અને નાણાકીય નિષ્ણાતો માને છે કે ઇન્શ્યુરર અને ગ્રાહક બંનેના રક્ષણ માટે ઘણા કિસ્સાઓમાં લોડિંગ વાજબી છે.
ઇન્શ્યુરર માટે અપેક્ષિત જોખમ કરતાં વધુ જોખમ ધરાવતા વ્યક્તિઓના મેડિકલ ક્લેમમાં નુકસાન સામે વધુ સુરક્ષા પૂરી પાડે છે. અને ગ્રાહકના દૃષ્ટિકોણથી વધુ જોખમ ધરાવતા લોકોને વધુ સર્વગ્રાહી/વ્યાપક ઈન્શ્યુરન્સ કવચ મેળવવા માટેના ઉચ્ચ જોખમ પરિબળની મંજૂરી આપે છે.
આમાં 65-80 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ હાઈપરટેન્શન અથવા ડાયાબિટીસ જેવી મોટી બિમારીઓ, મોટી સર્જરીનો ઈતિહાસ, પ્રતિકૂળ કૌટુંબિક ઈતિહાસ અથવા ધૂમ્રપાન જેવી ખરાબ ટેવો ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. આમ વ્યક્તિના પ્રીમિયમની ગણતરી કરતી વખતે આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને ઈન્શ્યુરન્સ કંપનીઓ ઓછું જોખમ ધરાવતા ગ્રાહકો માટે ઈન્શ્યુરન્સ કવરેજ સરળ બનાવે છે.
ઉદાહરણ તરીકે, એવા બે લોકોને જોઈએ કે જેમની પાસે સમાન ઈન્શ્યુરન્સ કવરેજ છે, પરંતુ તેમાંથી એકનું હેલ્થ જોખમ વધારે છે. લોડિંગ વગર બંને વ્યક્તિઓ સમાન પ્રીમિયમ ચૂકવશે, જે ઓછા જોખમવાળા વ્યક્તિ માટે અન્યાયી હશે કારણકે તેની ચૂકવણી વધુ હશે.
જોકે એવા કિસ્સાઓ પણ છે કે જ્યાં લોડિંગ વાજબી નથી. સરળતાથી સારવાર કરી શકાય તેવી પ્રક્રિયા અને આગામી સમયની ગૂંચવણોના ઓછા જોખમ હોવા છતા લોડિંગ લાગુ કરવામાં આવે છે. દાખલા તરીકે, મોતિયા અથવા હર્નીયા જેવી સર્જરીનો ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓ.