હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદવાની વાત આવે છે ત્યારે ઘણા બધા વિકલ્પો હોય છે. તેમાંથી પસંદ કરવા માટેનો મુખ્ય પ્રકાર ક્ષતિ-આધારિત હેલ્થ પ્લાન અને નિશ્ચિત લાભ પ્લાન છે. તેથી, ચાલો આપણે ઈન્ડેમ્નીટી પ્લાન તેમજ નિશ્ચિત લાભ પ્લાન પર એક નજર કરીએ અને સમજીએ કે તમારી જરૂરિયાતો માટે કયા વધુ યોગ્ય રહેશે.
ઈન્ડેમ્નીટી-આધારિત હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનમાં ઈન્શ્યુરન્સ કંપની તમને સમ ઈન્સુરેડ સુધી હોસ્પિટલાઈઝેશન અથવા અન્ય સારવાર માટે થયેલા તબીબી ખર્ચ માટે વળતર આપશે.
આ સમ ઈન્સુરેડ પોલિસીધારક અને ઈન્શ્યુરન્સ કંપની વચ્ચે નક્કી કરવામાં આવે છે અને તમે ક્લેમની સ્થિતિમાં મહત્તમ આ રકમ જ મેળવી શકો છો. મોટાભાગના રેગ્યુલર હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન ક્ષતિ-આધારિત પ્લાન છે, જેમાં ઇંડીવિડ્યૂઅલ હેલ્થ પ્લાન, ફેમિલી ફ્લોટર પ્લાન સહિતનાનો સમાવેશ થાય છે.
ઉપર જણાવ્યા મુજબ આ પ્રકારના પ્લાન હેઠળ તમને સમ ઈન્સુરેડ સુધી હોસ્પિટલમાં દાખલ થવા અથવા તબીબી સારવારના ખર્ચ માટે વળતર મળશે.
ચાલો એક ઉદાહરણ જોઈએ. સમજો કે તમારી પાસે ₹5 લાખની સમ ઈન્સુરેડ સાથે ઈન્ડેમ્નીટી-આધારિત આરોગ્ય ઈન્શ્યુરન્સ પોલિસી છે અને તમે હોસ્પિટલમાં સારવાર કરાવો છો તો ₹2 લાખનો ખર્ચ થાય છે. આ કિસ્સામાં તમારા વીમાદાતા તમને આ ખર્ચાઓ માટે વળતર આપશે. તમારે ફક્ત સંબંધિત બિલ અને તબીબી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. બાકીના ₹3 લાખનો ઉપયોગ પોલિસીની મુદત દરમિયાન વધુ મેડિકલ ખર્ચ માટે કરી શકાય છે.
વળતર પોલિસીમાં સમાવિષ્ટ કોઈપણ ડૅડુક્ટઇબલ્સ અથવા કોપયમેન્ટને આવરી લેશે નહીં. ઉદાહરણ તરીકે જો તમારી પાસે 15% કોપે છે તો તમારા વીમાદતા ક્લેમની રકમના 85% ચૂકવશે, જ્યારે બાકીની રકમ તમારે ભરવાની રહેશે. બીજી બાજુ, જો તમારી પાસે ₹20,000 ની ડૅડુક્ટઇબલ્સ હોય, તો તમારી ઈન્શ્યુરન્સ કંપની ₹1.8 લાખની ભરપાઈ કરશે, જ્યારે બાકીની ચૂકવણી તમે કરશો.
ઈન્ડેમ્નીટી-આધારિત હેલ્થ પ્લાનના ઘણા ફાયદા છે :
વ્યાજબી પ્રીમિયમ - સામાન્ય રીતે ઈન્ડેમ્નીટી પ્લાનમાં વધુ વ્યાજબી પ્રીમિયમ હોય છે કારણ કે તેમાં ડૅડુક્ટઇબલ્સ અથવા કોપયમેન્ટ કલમો શામેલ હોઈ શકે છે.
ઉપર જણાવ્યા મુજબ આ પ્રકારના પ્લાન હેઠળ તમને સમ ઈન્સુરેડ સુધી હોસ્પિટલમાં દાખલ થવા અથવા તબીબી સારવારના ખર્ચ માટે ભરપાઈ મળશે.
ચાલો એક ઉદાહરણ જોઈએ. માનો કે તમારી પાસે ₹5 લાખની સમ ઈન્સુરેડ સાથે ઈન્ડેમ્નીટી-આધારિત હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી છે અને તમે ₹2 લાખનો ખર્ચ ધરાવતી હોસ્પિટલમાં સારવાર કરાવો છો. આ કિસ્સામાં તમારા ઈન્શ્યુરન્સદાતા તમને આ ખર્ચાઓ માટે ભરપાઈ કરીને વળતર આપશે. તમારે ફક્ત સંબંધિત બિલ અને તબીબી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. બાકીના ₹3 લાખનો ઉપયોગ પોલિસીની મુદત દરમિયાન વધુ મેડિકલ ખર્ચ માટે કરી શકાય છે.
આ ભરપાઈ પોલિસીમાં સમાવિષ્ટ કોઈપણ ડૅડુક્ટઇબલ્સ અથવા કોપયમેન્ટને આવરી લેવાશે નહીં. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 15% કોપે છે, તો તમારા વીમાદાતા ક્લેમની રકમના 85% ચૂકવશે, જ્યારે બાકીની રકમ તમે ભોગવશો. બીજી બાજુ, જો તમારી પાસે ₹20,000ની ડૅડુક્ટઇબલ્સ હોય, તો તમારી ઈન્શ્યુરન્સ કંપની ₹1.8 લાખની ભરપાઈ કરશે, જ્યારે તમે બાકીની ચૂકવણી કરશો.
નિશ્ચિત લાભ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન (જેને નિર્ધારિત લાભ પણ કહેવાય છે) એ હેલ્થ ઈન્શ્યુરન્સનો એક પ્રકાર છે જ્યાં ક્લેમ સમયે ચોક્કસ સમ ઈન્સુરેડ ચૂકવવામાં આવે છે.
સામાન્ય ઉદાહરણો ગંભીર બીમારી પ્લાન અને ઇંડીવિડ્યૂઅલ અકસ્માત પોલિસીછે, જ્યાં તમને એકસાથે રકમ પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે જો તમારી સમ ઈન્સુરેડ ₹5 લાખ છે, તો પૂર્વ-નિર્ધારિત ગંભીર બીમારીઓના નિદાન પર અથવા અકસ્માત પછી તમને સંપૂર્ણ ₹5 લાખ પ્રાપ્ત થશે. આ રકમનો ઉપયોગ તમે સારવારના ખર્ચને આવરી લેવા માટે કરી શકો છો.
અહિં લાભ એ છે કે ત્યાં કોઈ પેટા-મર્યાદા અથવા કોપયમેન્ટઓ નથી અને એકસાથે ચૂકવણીનો અર્થ એ છે કે તેનો ઉપયોગ પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઈઝેશન ખર્ચ માટે થઈ શકે છે. જોકે તે માત્ર અમુક ચોક્કસ બીમારી અથવા રોગોને આવરી લે છે.
પેરામીટર/પરિમાણો |
ઈન્ડેમ્નીટી પ્લાન |
નિશ્ચિત લાભ પ્લાન |
આ શું છે? |
વીમાદાતા તમને હોસ્પિટલાઈઝેશન અથવા અન્ય સારવાર માટે થયેલા તબીબી ખર્ચ માટે (SI સુધી) ભરપાઈ કરશે. |
ગંભીર બીમારી અથવા અમુક તબીબી પરિસ્થિતિઓના નિદાન પર વીમાદાતા એકસાથે રકમ ચૂકવશે (સમગ્ર SIની). |
શું આવરી લેવામાં આવે છે? |
તે વિવિધ રોગો, તબીબી પરિસ્થિતિઓ અને સારવાર માટે કવરેજ પ્રદાન કરે છે |
આ પ્લાન ચોક્કસ ગંભીર બીમારીઓ અને સ્થિતીઓ સુધી મર્યાદિત છે. |
તે શેના માટે વાપરી શકાય? |
આ વળતર ફક્ત તમારા હોસ્પિટલના બિલોને આવરી લેશે અને કેટલાક ખર્ચને આવરી લેવામાં આવશે નહીં, ઉદાહરણ તરીકે, હોસ્પિટલાઈઝેશન પછીના ખર્ચ. |
તમે કોઈપણ હેતુ માટે વળતરની રકમનો ઉપયોગ કરી શકો છો, જેમાં હોસ્પિટલાઈઝેશન બાદના દવા, ઘરનો ખર્ચ, બાળકોનું શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. |
ક્લેમ માટે શું જરૂરી છે? |
તમે જ્યારે ક્લેમ કરો છો ત્યારે તમારે તમામ સંબંધિત હોસ્પિટલ બિલ, તબીબી દસ્તાવેજો વગેરે સબમિટ કરવાની જરૂર પડશે. |
ઓછા દસ્તાવેજોની આવશ્યકતા છે. સામાન્ય રીતે ફક્ત રજિસ્ટર્ડ મેડિકલ પ્રોફેશનલનો નિદાન રિપોર્ટ પણ ચાલશે. |
તમે કેટલી વાર ક્લેમ કરી શકો છો? |
જ્યાં સુધી સંપૂ સમ ઈન્સુરેડનો ઉપયોગ ન થાય ત્યાં સુધી તમે વર્ષ દરમિયાન અનેક વખત ક્લેમ કરી શકો છો. |
તમે એક ક્લેમ કરો છો ત્યારે તે સામાન્ય રીતે સમગ્ર સમ ઈન્સુરેડનો ઉપયોગ કરે છે. |
તમારે કંઈ ચૂકવવું પડશે? |
ક્લેમની રકમ ડૅડુક્ટઇબલ્સ, કોપયમેન્ટ કલમો અથવા પેટા-મર્યાદાઓને આધીન હોઈ શકે છે જેનો અર્થ છે કે તમારે ખર્ચનો અમુક હિસ્સો તમારી જાતે ચૂકવવો પડશે. |
ક્લેમની રકમમાં કોઈ ડૅડુક્ટઇબલ્સ અથવા પેટા-મર્યાદા શામેલ નથી. |
પ્રીમિયમ કેટલું છે? |
પ્રીમિયમ વધુ વ્યાજબી-પરવડે તેવું છે. |
પ્રીમિયમ સામાન્ય રીતે વધારે હોય છે. |
શું અન્ય કોઈ ફાયદા છે? |
ઈન્શ્યુરન્સ કંપનીઓ નેટવર્ક હોસ્પિટલો સાથે જોડાણ કરી શકે છે અને કેશલેસ ક્લેમ ઓફર કરી શકે છે. |
લાભની રકમનો ઉપયોગ કોઈપણ ખર્ચને આવરી લેવા માટે કરી શકાય છે જે નિયમિત હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન દ્વારા આવરી લેવામાં આવતા નથી. |
તેથી, તમે હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો છો ત્યારે ખાતરી કરો કે તમને શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે. મોટાભાગના કિસ્સાઓમાં ઈન્ડેમ્નીટી-આધારિત પ્લાન સૌથી વધુ કવરેજ પ્રદાન કરશે કારણ કે તે વધુ બીમારીઓને આવરી લે છે, તેમજ ઓછા પ્રીમિયમ પર હોસ્પિટલાઈઝેશનને કવર કરે છે. જોકે તમારી પાસે પહેલાથી જ અમુક પ્રકારનું હેલ્થ કવર હોય તો નિશ્ચિત-લાભ પ્લાન વધારાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે.
આમ, તમારા માટે કયું શ્રેષ્ઠ છે તે નક્કી કરતા પહેલા તમારી સ્થિતિ અને તમારી હેલ્થકેરની જરૂરિયાતો તેમજ તમારા અને તમારા કુટુંબના તબીબી ઇતિહાસને જુઓ.