હેલ્થ ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર વિશેની તમામ માહિતી
ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયેલા તાજેતરના સમાચારો અનુસાર, 2018-19 માં ભારતમાં રિટેલ હેલ્થકેરમાં સરેરાશ 7.14% નો વધારો થયો હતો. આ અગાઉના વર્ષોના 4.39% થી ભારે વધારો છે જે હેલ્થકેર ઉત્પાદનોની કિંમતમાં ઝડપી વધારો દર્શાવે છે. (1)
આ સંજોગોમાં, હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હવે માત્ર સાવચેતી માટે નહીં પરંતુ સંભવિત તબીબી સંભાળ સામે મોટા નાણાકીય નુકસાનથી બચવા માટે જરૂરી બની ગઈ છે.
હવે, માની લો કે તમે હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદી રહ્યાં છો, તો તમારે તેના વિશે સૌથી પહેલા શું જાણવું જોઈએ?
તેના પ્રીમિયમ વિષેની માહિતી દરેક જાણવા ઉત્સુક હોય છે!
તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સની પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરી શકો, તેને અસર કરતા પરિબળો અને તમે તેને કેવી રીતે ઓછું કરી શકો છો તેનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે!
હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર શું છે?
ટેકનોલોજીના આગમન સાથે, મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓએ પણ તેમની કામગીરી ઓનલાઈન શિફ્ટ કરી દીધી છે. ધીમે ધીમે તેઓએ વિવિધ ઉપયોગી ઓનલાઈન ટૂલ્સ રજૂ કર્યા છે જે પોલિસીહોલ્ડરો માટે પ્રક્રિયાઓને નોંધપાત્ર રીતે સરળ બનાવે છે!
હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર એ એક ટૂલ સાધન છે, જેના દ્વારા તમે તમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમની ગણતરી પળવારમાં કરી શકો છો!
પ્રીમિયમની રકમની ગણતરી કરવી એ એક કંટાળાજનક કામ હોવાથી મોટાભાગના લોકો તેમના ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર દ્વારા સૂચવવામાં આવેલી રકમને યોગ્ય માની લે છે. પરંતુ ઓનલાઈન કેલ્ક્યુલેટરની મદદથી, પ્રીમિયમની રકમની ગણતરી થોડીક જરૂરી વિગતો આપીને થોડી જ મિનિટોમાં કરી શકે છે.
તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ઓનલાઈન ગણતરી શા માટે કરવી જોઈએ?
તે તમારો સમય અને સંસાધનો બચાવે છે. સાચી રીતે, તે એક કંટાળાજનક કાર્યને ઘણું સરળ બનાવે છે.
ઇન્સ્યોરન્સ પૉલિસી સમજવી એ ઘણું અટપટું અને મુશ્કેલ કામ છે, કારણ કે તેમાં ઘણી શરતો અને કલમોનો સમાવેશ થાય છે. ઘણીવાર, લોકો દરેક શબ્દની વિશિષ્ટતાઓ જાણ્યા વિના આગળ વધે છે અને તેઓ ધાર્યા કરતાં વધુ રકમની ચુકવણી કરી દે છે. અગાઉથી પ્રીમિયમની રકમની ઓનલાઈન ગણતરી કરવાથી તમે ખાતરી કરી શકો છો કે તમે ઇન્સ્યોરન્સ પ્લાન માટે તમારે કેટલી ચુકવણી કરવી પડશે, તેના વિશે તમે પહેલેથી જ વાકેફ થઈ જાવ છો.
વધુમાં, સાચી વિગતો દાખલ કરીને તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમિયમની ગણતરી કરતી વખતે ભૂલો કરવાની કોઈપણ શક્યતાને દૂર કરે છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરના 5 લાભો
હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાથી અસંખ્ય લાભ થાય છે. જો તમે તમારી પ્રીમિયમની રકમની ગણતરી કરવા માટે ઓનલાઈન હેલ્થ ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો તો તમને મળતા લાભોની સૂચિ નીચે મુજબ છે:
- નાણાકીય આયોજન કરવું સરળ બનાવે છે - આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમે તમારી પોલિસી ખરીદો તે પહેલાં તમારી પાસે તમારી પ્રીમિયમની રકમનો ચોક્કસ અંદાજ હશે. આ રીતે તમે ભવિષ્ય માટે વધુ અસરકારક રીતે તમારી નાણાકીય યોજના બનાવી શકો છો.
- પ્રીમિયમની ચુકવણીમાં ભૂલ થવાની શક્યતા ઘટાડવી - પ્રીમિયમની રકમ અગાઉથી જાણવાથી ભવિષ્યમાં પ્રીમિયમની ચુકવણીમાં કોઈ ભૂલ થવાની શક્યતાઓ દૂર થાય છે. તમને પરવડે તેવી પ્રીમિયમની રકમ જાણ્યા પછી જ તમે પોલિસી ખરીદો છો.
- તમારી જરૂરિયાતો અનુસાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો - હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર સાથે, તમે તે અંતર્ગત વિવિધ પાસાઓની ગણતરી કરીને તમને પરવડે તેવો અને તમારી કવરેજની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરવામાં મદદ કરી શકે તેવો પ્લાન પસંદ કરી શકો છો.
- એડ-ઓન પસંદ કરવાનું સરળ બનાવે છે - મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી માટેના, તમારી નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરી શકે તેવા તમામ એડ-ઓન કવર દર્શાવે છે. જો તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સાથે એડ-ઓન કવર મેળવો છો તો તે તમને ચૂકવવાપાત્ર પ્રીમિયમની ગણતરી કરવામાં મદદ કરી શકે છે.
- તમને શ્રેષ્ઠ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી પસંદ કરવામાં મદદ કરે છે - પ્રીમિયમ કેલ્ક્યુલેટર વિવિધ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડરની હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી દર્શાવે છે જેનાથી તમે તેમની વચ્ચે સરખામણી કરી શકો છો. આ યોગ્ય ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?
ઓનલાઈન ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા ચૂકવવાપાત્ર પ્રીમિયમની ગણતરી કરવી ખૂબ જ સરળ છે!
તમારે ફક્ત થોડા પગલાંઓ અનુસરવાની જરૂર છે, તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને બસ, તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરનું ચૂકવવાપાત્ર પ્રીમિયમ જોઈ શકશો.
ઉદાહરણ તરીકે, જો તમે ડિજીટ ઇન્સ્યોરન્સમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે તેની ગણતરી તમે સરળતાથી કરી શકો છો.
જરા નજર કરીએ!
હા, આ ખુબ જ સરળ છે!
ન કોઈ ખર્ચ કે, ન કોઈ ઝંઝટ – તમારા સમયમાંથી માત્ર થોડી મિનિટો કાઢીને તમને ખબર પડશે કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવા માટે કેટલી રકમ ચૂકવવી પડશે!
તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો કયાં છે?
હવે જયારે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમની ગણતરી કેવી રીતે કરવી તે શીખી લીધું છે, ત્યારે તમારી ચૂકવાપાત્ર રકમને અસર કરતા પરિબળો પર એક નજર નાખો -
1. માર્કેટિંગ અને સંચાલન માટે થયેલ ખર્ચ
ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમના પ્રોડક્ટના સંચાલન અને માર્કેટિંગ માટે ભારે ખર્ચ કરે છે. આ ખર્ચ પોલિસીહોલ્ડરો તરફથી લેવામાં આવે છે અને તેમની પ્રીમિયમની રકમ પર અસર કરે છે.
2. તમારા દ્વારા પસંદ કરેલો પ્લાનનો પ્રકાર
તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી માટે પ્રીમિયમની ચુકવણી ઘણી હદ સુધી તમે જે પ્લાન ખરીદવાનું પસંદ કરો છો તેના પર આધારિત હોય છે.
ઉદાહરણ તરીકે, ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્સ્યોરનાંસ પ્લાન, ફેમિલી ફ્લોટર પ્લાન કરતાં વધુ મોંઘા હોય છે અને તેમાં તમારે વધારે પ્રીમિયમ ચૂકવવું પડે છે.
નીચેના વિષયો વિશે વધુ જાણો:
Health Insurance for Senior Citizens
Health Insurance with Maternity Cover
3. કો-પેમેન્ટની કલમો અને ડિડકટિબલ્સ
કેટલીક હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ફરજિયાત અથવા સ્વૈચ્છિક રીતે કો-પેમેન્ટ અને ડિડકટિબલ્સની કલમો ધરાવે છે. ડિડકટિબલ્સ સાથે, પોલિસીહોલ્ડરે તેમની વીમા પૉલિસી શરૂ થાય તે પહેલાં સારવારના ખર્ચનો એક ભાગ ચૂકવવો પડશે.
કો-પેમેન્ટની કલમ સાથે, તમારે સારવારના ખર્ચની ટકાવારી આવરી લેવી પડશે જ્યારે બાકીનો ખર્ચ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર દ્વારા આવરી લેવામાં આવશે. પરંતુ કો-પેમેન્ટ અને ડિડકટિબલ સાથે, ઇન્સ્યોરન્સ પૉલિસીમાં પ્રીમિયમની રકમ ઘણી હદ સુધી ઘટી જાય છે. આમ, આ કેટલાક પરિબળો છે જે તમારી પોલિસીના પ્રીમિયમને અસર કરે છે
Difference between Copay, Coinsurance & Deductible વિષે વધુ જાણો
4. એડ-ઓન કવર્સ
પ્રીમિયમની રકમની ગણતરી કરતી વખતે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરમાં એડ-ઓન કવર્સ વિશેની માહિતી દાખલ કરવી પડશે.
આ એટલા માટે છે કારણ કે, જ્યારે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનના હાલના લાભો પર એડ-ઓન કવર પસંદ કરો છો, ત્યારે પોલિસી માટે તમારી પ્રીમિયમની રકમ આપમેળે વધી જાય છે.
5. રોકાણ અને બચત
મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ વિવિધ પબ્લિક સેક્ટર કંપનીઓમાં તેમના પૈસાનું રોકાણ કરે છે. આ રોકાણો IRDA દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરે છે, જેનાથી ખાતરી થાય છે કે પછીથી કોઈ અનુપાલન સંબંધિત સમસ્યાઓ ઉભી ન થાય.
ઇન્સ્યોરન્સ પૉલિસી માટે ચૂકવવાની પ્રીમિયમની રકમ અમુક હદ સુધી, માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી વીમા પ્રોવાઇડર દ્વારા મેળવેલા લાભ પર આધારિત હોય છે.
6. બ્રોકર દ્વારા ઇન્સ્યોરન્સ ખરીદવો
બ્રોકર દ્વારા ઇન્સ્યોરન્સ ખરીદવાથી તમારા પ્રીમિયમની રકમમાં વધારો થતો નથી, તેમ છતાં, તેનાથી તમે પોલિસી માટે ચૂકવેલ કુલ રકમમાં વધારો કરે છે. આ એટલા માટે છે કારણ કે તમારે બ્રોકર દ્વારા અપાતી સેવા માટે, તેમના દ્વારા લેવામાં આવતા ચાર્જને ધ્યાનમાં લેવો પડશે.
7. પ્રિ-એગઝીસ્ટિંગ ડીઝીઝ માટે કવરેજ
જો તમે પ્રિ-એગઝીસ્ટિંગ ડીઝીઝ ને કવર કરવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી રહ્યાં છો, તો તેમાં સામાન્ય રીતે વેઇટિંગ પીરિયડ હશે, જે પછી તમે પૉલિસીનો લાભ મેળવી શકો છો.
પરંતુ આ વેઈટિંગ પીરિયડ નું સમાધાન વધારાનું પ્રિમયમ ચૂકવીને લાવી શકાય છે. આમ, તમારી પ્રીમિયમની રકમ પણ તમે પ્રિ-એગઝીસ્ટિંગ ડીઝીઝ કવરનો લાભ લઈ રહ્યા છો કે કેમ તેના પર નિર્ભર રહેશે.
8. મૃત્યુ દર
પ્રીમિયમની રકમ મૃત્યુ દર પર આધારિત હોય છે, કારણ કે આ તે ખર્ચ છે જે ઇન્સ્યોરન્સ પ્રોવાઇડરને કોઈપણ ગ્રાહકને કોઈ પણ અકસ્માતના સમયે આપવો પડે છે.
પરિણામે, વિવિધ ઉંમરના લોકો માટે પ્રીમિયમની રકમ અલગ-અલગ હોય છે, જે સામાન્ય રીતે મોટી ઉંમરના અને ખુબ મોટી ઉંમરના નાગરિકો માટે વધારે હોય છે.
9. તબીબી બાંયધરી
દરેક ઇન્સ્યોરન્સ કંપની ઇન્ડિવિજ્યુઅલ પોલિસી, ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસી, ફેમિલી ફ્લોટર પોલિસી વગેરે જેવી અનેક પ્રકારની પ્રોડક્ટ ઓફર કરે છે.
આ પોલિસીઓ માટે ઇન્સ્યોરન્સ એવી રીતે જારી કરવામાં આવે છે કે આ દરેક પોલિસીના જોખમો સંતુલિત હોય અને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરની જવાબદારીઓનું સંચાલન થઈ શકે.
આમ, ઇન્સ્યોરન્સ પૉલિસી માટેનું પ્રીમિયમ તેની તબીબી માહિતીના આધારે પોલિસીહોલ્ડર તરીકે વ્યક્તિ કેટલું જોખમી છે તેના પર પણ આધારિત હોય છે.
10. બેઝ રેટિંગ
આ તે પરિબળ છે જ્યાં ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર બેઝ રેટ સેટ કરે છે જે લિંગ, ઉંમર, કુટુંબના સભ્યો, ભૌગોલિક ક્ષેત્ર, તેમનો વ્યવસાય, વગેરે જેવી સમાન લાક્ષણિકતાઓ ધરાવતા વ્યક્તિઓના ચોક્કસ ગ્રુપ પાસેથી વસૂલવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, બેઝ રેટ એવી રીતે સેટ કરવામાં આવે છે કે 40 થી 50 વર્ષની ઉંમરના લોકોએ 25-35 વર્ષની ઉંમર ધરાવતા કરતાં વધુ પ્રીમિયમ ચૂકવવું પડે છે.
આ એવા કેટલાક પરિબળો છે જે હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવા માટે વ્યક્તિની પ્રીમિયમની રકમને અસર કરે છે.
પરંતુ શું એવી કોઈ રીત છે કે જેનાથી તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સની પ્રીમિયમની રકમ ઓછી કરી શકો છો?
હા તમે કરી શકો છો!
હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેવી રીતે ઓછું કરવું?
કેટલીક સરળ રીતો દ્વારા તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમયમ ઓછું કરી શકો છો! દાખલા તરીકે:
1. યુવાનીમાં પોલિસી ખરીદો
હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી માટે તમારી પ્રીમિયમની રકમ પર બચત કરવાની સૌથી પ્રખ્યાત રીતો પૈકીની એક છે નાની ઉંમરે પોલિસી ખરીદવી.
મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓમાં, વ્યક્તિની વધતી ઉંમર સાથે ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થતો જાય છે, કારણ કે તે ઝડપથી બીમારી થઈ શકે છે. તેથી જ્યારે તમે યુવાન અને સ્વસ્થ હોવ ત્યારે પોલિસી ખરીદવી શ્રેષ્ઠ છે.
ઉપરાંત, જો તમે તમારા માતા-પિતા માટે પૉલિસી ખરીદવા માંગતા હોવ તો તેઓ 60 વર્ષના થાય તે પહેલાં ખરીદો, કારણ કે મોટી ઉંમરના નાગરિકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમની રકમ વધારે હોય છે
2. ડિડકટિબલ/કો-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો
ડિડકટિબલ અને કો-પેમેન્ટ વિકલ્પ પસંદ કરીને તમે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસીનું પ્રિમયમ ઘટાડી શકો છો. જ્યારે ડિડકટિબલ અને કો-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરીને તમારે તમારા સારવાર ખર્ચનો એક ભાગ કવર કરવો પડશે, જેનાથી પછી ખાતરી કરી શકાય છે કે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ ઓછું કરવામાં આવ્યું છે.
3. ટોપ-અપ પ્લાન પસંદ કરો
ઉચ્ચ કવરેજની રકમ પસંદ કરવાનો અર્થ ઉચ્ચ પ્રીમિયમની રકમ હોવાથી, તમે ઓછું કવરેજ ધરાવતી પોલિસી મેળવી શકો છો.
વધુમાં, સારવાર મેળવવા માટેનું તમારું નાણાકીય ખર્ચ ઓછું રહે તે સુનિશ્ચિત કરવા માટે, તમે તમારા ઇન્સ્યોરન્સ પ્લાન પર ટોપ-અપ મેળવી શકો છો, જે જ્યારે બેઝ સમ-ઇન્સ્યોર્ડ સમાપ્ત થઈ જાય ત્યારે અમલમાં આવશે.
4. એડ-ઓન કવર પસંદ કરતી વખતે સાવચેત રહો
તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી માટે વધારે રકમની ચુકવણી નથી કરી રહ્યાં તેની ખાતરી કરવા માટે, તમારા ઍડ-ઑન કવર પસંદ કરતી વખતે સાવચેત રહો.
બિન-જરૂરી ઍડ-ઑન પસંદ કરવાથી તમે તમારા ઇન્સ્યોરન્સ કવર માટે જરૂરી કરતાં વધુ રકમની ચુકવણી કરી દેશો.
5. . સીધું તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર પાસેથી પોલિસી ખરીદો
બ્રોકર દ્વારા તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાથી તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી વધુ મોંઘી બનશે. આ એટલા માટે છે કારણ કે તમારે તમને મળતી સેવા માટેના ચાર્જ પણ ચૂકવવા પડશે. આનાથી બચવા માટે, તમે સીધું તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર પાસેથી ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો.
6. તમારા ઝોન પ્રમાણે પ્લાન પસંદ કરો
ધારો કે તમે ઝોન C શહેરમાં રહો છો, જ્યાં સારવારનો ખર્ચ ઝોન A અથવા ઝોન B શહેરો કરતા ઘણો ઓછો છે. ઝોન C શહેરમાં સારવારના ખર્ચને આવરી લેવા માટે તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી માટે જે પ્રીમિયમ ચૂકવો છો તે અન્ય બે કરતાં ઓછું હોવું જોઈએ.
ડિજીટ પર, અમારી પાસે બે ઝોન છે: ઝોન A (ગ્રેટર હૈદરાબાદ, દિલ્હી NCR, બૃહદ મુંબઈ) અને ઝોન B (બાકીનો ભારત). જો તમે ઝોન B માં રહેતા હોવ તો તમને પ્રીમિયમ પર વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે. એટલું જ નહીં, અમારી પાસે કોઈ ઝોન-આધારિત કો-પેમેન્ટ નથી.
7. નો ક્લેમ બોનસ પોલિસી તપાસો
પોલિસી વર્ષમાં કોઈ દાવા નથી કર્યા? તમને તંદુરસ્ત રહેવા અને કલેઈમ ફ્રી રહેવા માટે તમારી કુલ રકમમાં વધારાની રકમ બોનસ તરીકે મળે છે!
આ બોનસ, જેને સંચિત બોનસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દરેક કલેઈમ ફ્રી વર્ષ માટે ઇન્સ્યોરન્સ કરાયેલ મૂળભૂત ઇન્સ્યોરન્સની રકમની ચોક્કસ ટકાવારી છે.
ડિજીટ સાથે, તે તમારા પ્લાનના આધારે, 10%અથવા 50% અને મહત્તમ 100%સુધી છે.
પરિણામે, તમારી કુલ ઇન્સ્યોરન્સની રકમમાં વધારો થાય છે.. જો કે, જો તમે તમારી ઇન્સ્યોરન્સ પોલિસી સમાપ્ત થયા પછી રીન્યૂ કરવામાં નિષ્ફળ થશો તો આ બોનસ શૂન્ય થઈ જાય છે.
8. ફેમિલી ફ્લોટર પ્લાન્સ પસંદ કરો
ઇન્ડિવિજ્યુઅલ પ્લાનને બદલે ફેમિલી ફ્લોટર પ્લાન જેમાં એક પ્લાન હેઠળ બે કે તેથી વધુ લોકોને કવર કરવામાં આવે છે, તે પસંદ કરવાથી, પ્રીમયમની રકમ ઘટી જાય છે.
આ ચાર સૌથી અસરકારક રીતો છે જેના દ્વારા તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી માટે તમારી પ્રીમિયમની રકમ ઘટાડી શકો છો.
હવે, બીજું શું?
ચાલો જોઈએ કે તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાંથી કયા ટેક્સ બેનિફિટ્સ મેળવી શકો છો?
હેલ્થ ઇન્સ્યોરન્સ ટેક્સ બેનિફિટ
ઈન્ક્મ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80ડી હેઠળની જોગવાઈઓ હેઠળ તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી પર ટેક્સ બેનિફિટ્સ મેળવી શકો છો.
તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી પર તમને મળતા ટેક્સ બેનિફિટ્સનું વર્ણન નીચે કોષ્ટકમાં આપેલ છે:
પાત્રતા | ટેક્સ માફ કરવાની મર્યાદા |
---|---|
પોતાના માટે અને કુટુંબ માટે (પત્ની, બાળકો) | ₹25,000 સુધી |
પોતાના માટે, કુટુંબ + માતા-પિતા (60 વર્ષથી ઓછી ઉંમરના) | (₹25,000 + ₹25,000) = ₹50,000 સુધી |
પોતાના માટે અને કુટુંબ માટે (જ્યાં સૌથી મોટા સભ્યની ઉંમર 60 વર્ષથી ઓછી છે) + માતા-પિતા (60 વર્ષથી ઉપર) | (₹25,000 + ₹50,000) = ₹75,000 સુધી |
પોતાના માટે અને કુટુંબ માટે (સૌથી મોટા સભ્યની ઉંમર 60 વર્ષથી વધુ છે) + માતા-પિતા (60 વર્ષથી વધુ ઉંમરના) | (₹50,000 + ₹50,000) = ₹1,00,000 સુધી |
આમ, જો તમે હજુ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે વિચાર કરી રહ્યાં છો, તો હવે વિચાર ન કરો! આજે જ ખરીદો!
પરંતુ કવર માટે અરજી કરતા પહેલા મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારી પ્રીમિયમની રકમની ગણતરી કરવાનું ભૂલશો નહીં!
નીચેના વિષયો વિષે વધુ જાણો:
હેલ્થ ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
ડિડકટિબલ શું છે?
ડિડકટિબલ એ સારવારના ખર્ચનો એક હિસ્સો છે જે પોલિસીહોલ્ડરે પોતે જ ચૂકવવો પડે છે અને ત્યારબાદ તેનું ઇન્સ્યોરન્સ કવરેજ શરૂ થાય છે.
શું તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ પર GST ચૂકવવો પડે છે?
હા, હેલ્થ ઇન્સ્યોરન્સ પર ચૂકવવાપાત્ર પ્રીમિયમ પર 18% GST વસૂલવામાં આવે છે
શું હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી માટેનું પ્રીમિયમ અલગ અલગ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર માટે અલગ અલગ હોઈ છે?
હા, ચૂકવવાપાત્ર પ્રીમિયમ અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીમાં અલગ અલગ હોઈ છે.