હેલ્થ ઈન્શ્યુરન્સ નું સાચું મહત્વ દર્શાવી કે વર્ણવી શકાય નહીં. પરંતુ, ઘણા લોકો હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવાનું વિચારતા નથી અને તેનું એક મુખ્ય કારણ ખર્ચ છે. માસિક અથવા નિશ્ચિત આવક પર આધાર રાખતા લોકોને વાર્ષિક પ્રીમિયમ એકસાથે ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે.
તેથી ભારતીયો માટે હેલ્થ ઈન્શ્યુરન્સ વધુ વ્યાજબી બનાવવા માટે 2019માંઈન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ હેલ્થઈન્શ્યુરન્સ કંપનીઓને ઈએમઆઈ પર વાર્ષિક હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ ભરવાનો વિકલ્પ પૂરો પાડવા જણાવ્યું હતું. આમ, હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી માટે ત્રિમાસિક, માસિક અને અર્ધ-વાર્ષિક હપ્તામાં નિશ્ચિત રકમ ચૂકવવી શક્ય છે.
માસિક ધોરણે હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ ચૂકવવાના ઘણા ફાયદા છે:
ઈએમઆઈ ના રૂપમાં હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ માસિક આવક પર આધાર રાખતા ઘણા લોકો માટે વધુ અનુકૂળ બનાવે છે. વધુમાં ઓનલાઈન પેમેન્ટ કરવાની સરળતા તેને મુશ્કેલીમુક્ત અનુભવ બનાવે છે. આ બંને વિશેષતાઓએ ગ્રામીણ વિસ્તારોમાં લોકો માટે હેલ્થ ઈન્શ્યુરન્સ વધુ સુલભ બનાવવામાં પણ મદદ કરી છે.
આજકાલ વધતા જતા મેડિકલ ખર્ચ સાથે હેલ્થકેરના ખર્ચને આવરી લેવા માટે નાણાકીય સહાય માટે હેલ્થ ઈન્શ્યુરન્સ હોવો જરૂરી છે. એટલેકે ઊંચી રકમની ઇન્શ્યુર્ડ-રકમની પોલિસી લેવી જરૂરી અને મહત્વપૂર્ણ છે. જોકે મોટી પોલિસી માટે પ્રીમિયમ પણ વધુ આવી શકે છે. અને ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ ચૂકવવાના વિકલ્પ સાથે આ સમસ્યા હળવી બને છે અને ઘણા લોકો માટે વધુ સુવ્યવસ્થિત નાણાંકીય આયોજન બની જાય છે. હપ્તામાં પ્રીમિયમની ચૂકવણી આ વધારાના ખર્ચનો સામનો કરવા માટે સગવડ આપે છે.
માસિક આવક પર આધાર રાખતા જે લોકોને પ્રીમિયમ માટે એકસાથે ચુકવણી કરવી ખૂબ જ પડકારજનક લાગી શકે છે. આમ માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક ધોરણે ઈએમઆઈ દ્વારા વધુ લવચીક પ્રીમિયમ ચુકવણી પસંદ કરવા ઈચ્છુક હોય છે. આમ તેઓ વધુ સસ્તું હેલ્થ ઈન્શ્યુરન્સ કવરેજ સરળતાથી મેળવી શકે છે અને સારવારની ગુણવત્તા સાથે સમાધાન કરવું પડતું નથી.
વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય જોખમો વધુ જોખમી અને સંવેદનશીલ હોય છે અને તેથી તેમના હેલ્થ ઈન્શ્યુરન્સ માટે વધુ પ્રીમિયમ ચૂકવવું પડે છે. વધુમાં વરિષ્ઠોની માસિક આવક પણ મર્યાદિત હોઈ શકે છે. આમ ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સની ઉપલબ્ધતા સાથે તેઓ હવે પોતાના માટે આવશ્યક હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીનો લાભ લઈ શકે છે અને તેમની બચતનું સંચાલન કરવાની ચિંતા કર્યા વિના મેડિકલ સારવાર મેળવી શકે છે.
ઘણા પોલિસી ધારકો વ્યાપક કવરેજ અથવા વધુ ઇન્શ્યુર્ડ-રકમ મેળવવાનું પસંદ કરે છે પરંતુ એક જ હપ્તાના ઊંચા પ્રીમિયમની ચૂકવણીનો ખર્ચ પરવડી શકતા નથી. પરંતુ, માસિક ઈએમઆઈ ચુકવણીઓ સાથે તેઓ હવે એક જ સમયે ચુકવણી કર્યા વિના ઉચ્ચ કવરેજ માટે પસંદગી કરી શકે છે.
કોઈ વ્યક્તિ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ ઈએમઆઈ દ્વારા ચૂકવે છે ત્યારે પણ તેઓ આવકવેરા કાયદાની કલમ 80D મુજબ કર લાભ માટે પાત્ર છે. તેઓ ઈન્શ્યુરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ મુજબ તેમના આવકવેરા પર કપાતપાત્રનો ક્લેમ કરી શકે છે.
ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ મેળવવાના કેટલાક ગેરફાયદા અથવા નુકશાન પણ છે જેને અવગણી શકાય નહીં:
ઈએમઆઈ ઓફર કરતી વિવિધ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનમાંથી કયું પસંદ કરવું તે જાણવું મુશ્કેલ બની શકે છે. આ મુદ્દે શ્રેષ્ઠ નિર્ણય માટે અમુક નોંધનીય પરિબળો છે, જેમ કે:
ભારત જેવા દેશમાં, જ્યાં હેલ્થ ઈન્શ્યુરન્સની પોષણક્ષમતા-વ્યાજબી ભાવ એક મહત્વનો મુદ્દો છે ત્યાં માસિક ઈએમઆઈ નો વિકલ્પ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે લોકોને સર્વગ્રાહી હેલ્થકેર કવરેજ મેળવવાની તક આપી શકે છે. ભલે ને તે પોલિસીઓ તેમની પહોંચની બહાર હોય.
આમ, તમે ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવાના ગેરફાયદાને નજરઅંદાજ કરો. તમે તમારી જાતને અને તમારા કુટુંબને વધતા મેડિકલ ખર્ચાઓથી સુરક્ષિત રાખવા માટે એક ઉત્તમ અને સસ્તો માર્ગ હપ્તા ચૂકવણીને બનાવી શકો છો.