શું છે કોરોના કવચ પોલિસી?
COVID-19 રોગચાળાએ વિશ્વને સ્થિર કરી દીધું છે અને આપણા જીવનમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. ભારત કોરોનાથી ત્રીજો સૌથી ખરાબ અસરગ્રસ્ત દેશ છે અને કેસ દરરોજ વધી રહ્યા છે.
આ રોગચાળાને કારણે સર્જાયેલા નાણાકીય દબાણને હળવું કરવા માટે ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ તાજેતરમાં કોરોના કવચ (જે અંગ્રેજીમાં આર્મરનો સંદર્ભ આપે છે) પોલિસી લોંચ કરી છે. વાયરસથી સંક્રમિત થનારને મેડિકલ સંભાળ અને ખર્ચના નાણાકીય પરિણામોનો સામનો કરવા માટે મદદ કરી શકે છે તેવી એક સસ્તી, વન ટાઈમ પેમેન્ટ કવર ઓફર કર્યું છે.
તેમાં શું સામેલ છે અને તમારે તે લેવી જોઈએ કે નહીં તે અંગે મૂંઝવણમાં છો? અમે તમારા માટે તેને સરળ બનાવીશું. તમે આગળ વાંચતા રહો!
ચોક્કસ કવરેજ અને પ્રીમિયમ વિગતો વિશે વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો.
કોરોના કવચ કવરમાં શું આવરી લેવામાં આવ્યું છે?
કવચ હેઠળ શું આવરી લેવામાં આવતું નથી ?
કોરોના કવચ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી કોણે ખરીદવી જોઈએ?
કોઈપણ વ્યક્તિ કોરોના કવચ પોલિસી ખરીદી શકે છે પરંતુ શું દરેક માટે તેને ખરીદવાનો કોઈ અર્થ છે, જરૂરી છે?
અમે ચાર અલગ-અલગ લોકોની યાદી બનાવી છે જેમને કોરોના કવચ પોલિસી ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે કોઈપણ કેટેગરીમાં આવો છો કે નહીં તે જોવા માટે નીચે વાંચો.
1. અવિમાહિત
જો તમારી પાસે હાલમાં કોઈ હેલ્થ ઇન્શ્યુરન્સ નથી તો કદાચ અત્યારે હેલ્થ ઇન્શ્યુરન્સ મેળવવો અથવા ઓછામાં ઓછું કોરોના કવચ કવર મેળવવું કદાચ સલાહભર્યું છે.
આ તમને આજના અનિશ્ચિત સમયમાં આર્થિક રીતે સુરક્ષિત રહેવામાં મદદ કરશે. હેલ્થ ઇન્શ્યુરન્સ પ્રીમિયમમાં વધુ હોય છે પરંતુ તે ઘણા વધુ બેનિફિટ સાથે આવે છે અને તે ટૂંકા ગાળાની પોલિસી-કોરોના કવચની સામે લાંબા ગાળાનું કવર આપે છે અને તે માત્ર કોવિડ-19 માટે હોસ્પિટલમાં દાખલ થવા અને સારવારને આવરી લેવા માટે રચાયેલ છે.
2. શિલ્ડેડ
જો તમારી પાસે પહેલેથી જ હેલ્થ ઇન્શ્યુરન્સ છે પરંતુ, તમને લાગે છે કે તમારી વર્તમાન યોજના ખૂબ જ મૂળભૂત અને મર્યાદિત છે તો તમે કોરોના કવચને ખાસ કરીને કોરોના વાઇરસ સાથે સંકળાયેલા જોખમો માટે પસંદ કરી શકો છો જેથી કરીને તમારી વર્તમાન હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન ઉપર અને તેનાથી આગળ પર્યાપ્ત કવરેજ મળે.
આ સંદર્ભે પ્રથમ તમારા વર્તમાન હેલ્થ ઇન્શ્યુરન્સનું મૂલ્યાંકન કરવું અને ચકાસવું કે તે તમારા અને તમારા પરિવારની હેલ્થકેર/હેલ્થસંભાળની જરૂરિયાતો માટે પૂરતું છે કે નહીં. જો તે પર્યાપ્ત નથી તો પછી તમે કોરોના કવચ અથવા કોરોના રક્ષકના વધારાના કવર માટે જઈ શકો છો.
3. કોર્પોરેટ હોટશોટ
જો તમે હાલમાં ગ્રૂપ મેડિકલ ઇન્શ્યુરન્સ પણ આપતી સંસ્થામાં કામ કરો છો પરંતુ તમને લાગે છે કે તે પૂરતું નથી અથવા ખરાબ છે, તે કોરોના વાઇરસ સંબંધિત સારવારને આવરી લેતી નથી તો પછી કોરોના કવચ કવર ખરીદવું સમજદારીભર્યું રહેશે. આ વધારાનું કવર તમને સંભવિત સારવાર ખર્ચનું સંચાલન કરવામાં મદદ કરશે.
4. નબળાઈઓ/સંવેદનશીલ
કમનસીબે કોવિડ-19 કેટલાક લોકો માટે વધુ જોખમ ઊભું કરે છે. 60 અને તેથી વધુ ઉંમરના લોકો અન્ય બીમારીઓ અને ડાયાબિટીસ, કેન્સર, ક્રોનિક શ્વસન રોગો અને કાર્ડિયોવાસ્ક્યુલર જેવા રોગોથી પીડાતા.
જો તમે અથવા તમારા માતા-પિતા આ કેટેગરીમાં આવો છો, તો પછી કોરોના વાઇરસને કવર કરવા માટે વધારાનું કવર (તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ સિવાય) મેળવવાનો અર્થ છે.
કોરોના કવચ પોલિસીના ફાયદા અને ગેરફાયદા
ફાયદા
વન-ટાઇમ પેમેન્ટ કવર: તમારે નિયમિત, વાર્ષિક પ્રીમિયમથી વિપરીત કોરોના કવચ ખરીદી સમયે જ એકમાત્ર પ્રીમિયમ ચૂકવવું પડશે.
ટૂંકો રાહ સમય: કોરોના કવચ કવર માટે રાહ જોવાનો સમયગાળો ફક્ત 15 દિવસનો છે એટલે કે તમે કવરની ખરીદીના 15 દિવસ પછી ક્લેમ કરી શકો છો અને તેનો બેનિફિટ મેળવી શકો છો.
કોઈપણ હેલ્થ ઇન્શ્યુરન્સ ન ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ: જો તમે એવા વ્યક્તિ છો કે જેમની પાસે અત્યારે કોઈ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી નથી તો તેની સસ્તો અને ટૂંકો વેઈટિંગ પીરિયડ/રાહ સમય સાથે કોરોના કવચ મેળવવું વ્યાજબી વિકલ્પ હોઈ શકે છે.
- વ્યાજબી પ્રીમિયમ: આઈઆરડીએઆઈ દ્વારા કોરોના કવચ શરૂ કરવાનો ઉદ્દેશ્ય આ અનિશ્ચિત સમયમાં લોકોના નાણાકીય દબાણને હળવું કરવાનો છે અને તેથી તેની કિંમત પણ વ્યાજબી રાખવામાં આવી છે.
ગેરફાયદા
ટૂંકા ગાળાનું કવર: કોરોના કવચ કવર ખાસ કરીને ટૂંકા ગાળા માટે જ તૈયાર કરવામાં આવ્યું છે અને તેથી તેની ચૂકવણી પણ એક વખતની જ છે. આ કવર ફક્ત 9.5 મહિના સુધી માન્ય છે અને એકવાર તમે એક ક્લેમ કરી લો તો બાદમાં તેની સમયસીમા સમાપ્ત થાય છે.
સારવાર કોવિડ-19 સુધી મર્યાદિત: કોરોના કવચ કવર માત્ર કોવિડ-19ની સારવાર અને હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવા માટે બનાવવામાં આવ્યું છે. અન્ય કોઈ બીમારીઓ અને રોગોને આવરી લેવાતા નથી.
મર્યાદિત ઇન્શ્યુર્ડ-રકમ: કોરોના કવચ કવર માત્ર કોવિડ-19ની સારવાર અને હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ માટે બનાવવામાં આવ્યું હોવાથી ઇન્શ્યુર્ડ-રકમ મહત્તમ 5 લાખ સુધી જ મર્યાદિત છે.
મર્યાદિત હેલ્થકેર અને નાણાકીય બેનિફિટ: કોરોના કવચ સસ્તું છે અને તે માત્ર કોરોના વાઇરસ સંબંધિત સારવારોને આવરી લે છે તેથી હેલ્થસંભાળ અને નાણાકીય દ્રષ્ટિકોણથી તે લાંબા ગાળાના બેનિફિટની શ્રેણી સાથે આવતા સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યુરન્સની તુલનામાં ખૂબ જ મર્યાદિત બેનિફિટ સાથે આવે છે.
- સારા હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન ધરાવતા લોકો માટે ફાયદાકારક નથી: જો તમે એવા કોઈ વ્યક્તિ છો કે જેમની પાસે તમારા અને તમારા કુટુંબના સભ્યો માટે પહેલેથી જ સારો હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન છે, તો કોરોના કવચ તમારા માટે વધુ અર્થપૂર્ણ નથી કારણ કે તમારો વર્તમાન હેલ્થ ઇન્શ્યુરન્સ પણ COVID- 19 માટે કવર આપશે.
કોરોના કવચ પોલિસી ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ?
બ્રાન્ડ - ઘણી હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓ આજે કોરોના કવચ કવર ઓફર કરી રહી છે. ઓફર કરવામાં આવતી પોલિસી સમાન હોઈ શકે છે પરંતુ તમે પસંદ કરો છો તે બ્રાન્ડ એકંદરે તફાવત ઉભો કરે છે. તેથી, જ્યારે તમારી પાસે પસંદગી માટે ઘણા વિકલ્પો છે, ત્યારે બજારમાં તમામ હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓનું મૂલ્યાંકન કરો - તેમની પ્રતિષ્ઠા, સોશિયલ મીડિયા રેટિંગ્સ અને સામાન્ય ધારણા તપાસો જેથી તમે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે સ્માર્ટ પસંદગી કરી શકો.
રાહ સમય - કોરોના કવચ કવર 15-દિવસના સ્ટાન્ડર્ડ વેઈટિંગ પીરિયડ સાથે આવે છે. જોકે તમે વિસ્તૃત હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો વિવિધ હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓ ઓફર કરતા અલગ-અલગ વેઇટિંગ પિરિયડને ચકાસો અને તમારા પરિવારની પરિસ્થિતિને સૌથી વધુ અનુકૂળ હોય તે પસંદ કરો. ઉદાહરણ તરીકે પ્રસૂતિ કવચ માટે રાહ સમય બાળકોના જન્મની યોજના ન ધરાવતા હોય તેવા લોકો માટે અર્થહિન છે પરંતુ જેઓ ટૂંક સમયમાં જ બાળકો લાવવાની યોજના ધરાવે છે તેમના માટે તે અર્થપૂર્ણ રહેશે.
સર્વિસ બેનિફિટ - તમામ હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓ સમાન કોરોના કવચ પોલિસી ઑફર કરતી હોવાથી વધુ સારી સર્વિસ બેનિફિટ આપતી કંપનીઓ એકબીજાથી અલગ તરશે. તેથી, કોઈપણ વધારાના બેનિફિટ આપતી અને સારી સેવા આપતી પોલિસી તપાસો.
કેશલેસ હોસ્પિટલ - દરેક હેલ્થ ઇન્શ્યુરન્સ કંપની પાસે કેશલેસ સારવાર પસંદ કરી શકો તેવું કેશલેસ હોસ્પિટલોનું નેટવર્ક છે અને આ સુવિધા ભરપાઈની પ્રક્રિયા કરતાં થોડી વધુ સારી બનાવે છે. આથી, તમારા સંભવિત હેલ્થ ઇન્શ્યુરર તમારી પસંદગીની હોસ્પિટલમાં કેશલેસ સારવાર આપે છે કે નહીં તે જોવા માટે કેશલેસ હોસ્પિટલોની યાદી તપાસો.
પ્રક્રિયા - ઇન્શ્યુરન્સ પ્રક્રિયાઓ ઘણીવાર લાંબી અને બોજારૂપ જટિલ પ્રક્રિયાને કારણે ખરાબ નામના ધરાવે છે. જોકે આજે એવી ઘણી ન્યૂ-એજ કંપનીઓ છે જે સદંતર વિપરીત છે! તેથી તમારા સંભવિત હેલ્થ ઇન્શ્યુરરની પ્રક્રિયા ચકાસો; શું તે ડિજિટલ-ફ્રેન્ડલી, ઝીરો-ટચ અથવા વધુ પરંપરાગત છે અને તમારા માટે શું વધુ સારું કામ આપશે તેને પસંદ કરો!
ક્લેમ સેટલમેન્ટ રેશિયો - તમને જરૂરિયાતના સમયે તમારા દાવાઓને ઝડપથી પતાવે તેવા હેલ્થ ઇન્શ્યુરર જોઈએ છે!
- કસ્ટમર રીવ્યૂ - ગ્રાહકો ઉત્પાદનના પ્રતિસાદનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત છે! આથી તમારો કોરોના કવચ અથવા અન્ય કોઈપણ હેલ્થ ઇન્શ્યુરન્સ જેમાંથી કોરોના વાઇરસને આવરી લેવા ઈચ્છો છો તે ઇન્શ્યુરરની ગ્રાહક સમીક્ષાઓ એટલેકે કસ્ટમર રીવ્યૂ હંમેશા જુઓ જેથી તમે ચોક્કસ સારો નિર્ણય લઈ શકો!
COVID-19 માટે અન્ય હેલ્થ ઇન્શ્યુરન્સ વિકલ્પો
કોરોના કવચ કવર સિવાય, કોવિડ-19 માટે કવરેજ ઓફર કરતી અન્ય ઘણી હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી છે, જેમ કે:
COVID-19 ને આવરી લેતા હેલ્થ ઇન્શ્યુરન્સ
આજે, મોટાભાગની સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીઓ કોરોના વાઇરસ એક મહામારી હોવા છતા તેને કવર કરે છે.
જો તમારી પાસે પહેલેથી જ હેલ્થ ઇન્શ્યુરન્સ છે, તો તમારા ઇન્શ્યુરન્સ કંપની સાથે પુષ્ટિ કરો કે COVID-19 આવરી લેવામાં આવશે કે નહીં.
કોરોના વાઇરસ માટે કોઈ હેલ્થ ઇન્શ્યુરન્સ મળ્યો નથી, તો કદાચ તમારે વિકલ્પોનું મૂલ્યાંકન કરવાનો આ યોગ્ય સમય છે અને માત્ર COVID-19 માટે જ નહીં પરંતુ લાંબા સમય માટે તમારી અન્ય તમામ હેલ્થસંભાળ જરૂરિયાતો માટે પણ કવર કરવાનું નક્કી કરો.
કોરોના રક્ષક હેલ્થ ઇન્શ્યુરન્સ
કોરોના રક્ષક એ માત્ર કોરોના વાઇરસ માટે કવર કરતો પરવળે તેવો હેલ્થ ઇન્શ્યુરન્સ છે. અહીં પણ, તમારે ફક્ત ખરીદીના સમયે જ પ્રીમિયમ ચૂકવવું પડશે.
જોકે, કેશલેસ સારવાર પસંદ કરવાને બદલે અથવા ખર્ચની ભરપાઈ કરવાને બદલે કોરોના રક્ષક એક લમ્પસમ કવર છે જેમાં, જો તમે વાયરસથી સંક્રમિત થાઓ છો, તો તમને સંપૂર્ણ ઇન્શ્યુર્ડ-રકમ એક સામટી રકમ તરીકે મળશે.
ગ્રુપ હેલ્થ ઇન્શ્યુરન્સ - કોરોના વાઇરસ કવર
આજની પરિસ્થિતિને જોતાં એવી ભલામણ કરવામાં આવે છે કે તમામ મોટી અને નાની સંસ્થાઓ તેમના કર્મચારીઓ માટે ગ્રુપ હેલ્થ ઇન્શ્યુરન્સ પ્રદાન કરે .
જોકે અમે સમજીએ છીએ કે કેટલાક નાના વ્યવસાયોને આ સર્વગ્રાહી હેલ્થ પ્લાન પરવડી શકે તેમ નથી. તેઓ તેના બદલે કર્મચારીઓને કોરોના વાઇરસ સામે આવરી લેતા ગ્રુપ કોરોના વાઇરસ કવર પસંદ કરી શકે છે.