મેડિકલ ખર્ચના વધતા ખર્ચ સાથે આજકાલ હેલ્થ ઈન્શ્યુરન્સ એ એક આવશ્યક રોકાણ બની ગયુંં છે. તમારા અને તમારા પ્રિયજનોના મેડિકલ ખર્ચાઓની કાળજી લેવા માટે એક કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન પસંદ કરવો એક સુનિશ્ચિત શ્રેષ્ઠ માર્ગ છે.
એક કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન એવો પ્લાન છે જે એક જ પોલિસી હેઠળ કોમ્પ્રીહેન્સીવ કવરેજ પ્રદાન કરે છે એટલે કે તમારે મેડિકલ ખર્ચાઓની વિશાળ શ્રેણીને આવરી લેવા માટે વિવિધ પ્રકારના હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદવાની જરૂર નથી. અને મૂળભૂત હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનથી વિપરીત, કોમ્પ્રીહેન્સીવ પોલિસી અંગ પ્રત્યારોપણ અને સારવારના વૈકલ્પિક સ્વરૂપો જેવી ઊંચી કિંમતની પ્રક્રિયાઓને પણ આવરી લે છે.
કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન વિશાળ કવરેજ ધરાવે છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
નોંધ: ડિજિટ પર માત્ર ઉપભોક્તા કવર એડ-ઓન વિકલ્પ ઉપલબ્ધ છે.
કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન પસંદ કરવા સાથે ઘણા ફાયદાઓ છે:
કોમ્પ્રીહેન્સીવ પ્લાન તમામ પ્રકારની હેલ્થ સમસ્યાઓ માટે કવરેજની મોટી શ્રેણી સાથે આવે છે, જેમ કે કમનસીબ અકસ્માતો, હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, દૈનિક સંભાળ પ્રક્રિયાઓ અને જીવલેણ ક્રિટિકલ ઈલનેસ સારવાર અને અન્ય રોગો.
કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન પણ ઉચ્ચ સમ ઈન્સુરેડ વિકલ્પો સાથે આવે છે જેથી કરીને તમે તમારા સ્વાસ્થ્ય ખર્ચ માટે વધુ કવરેજ મેળવી શકો.
કોમ્પ્રીહેન્સીવ કવરેજનો અર્થ એ છે કે કોમ્પ્રીહેન્સીવ ઈન્શ્યુરન્સ પ્લાન મોટા ભાગના મેડિકલ ખર્ચાઓને આવરી લે છે. તેમાં મૂળભૂત પ્લાન હેઠળ આવરી લેવામાં ન આવતા ખર્ચાઓનો સમાવેશ થાય છે જેમ કે પ્રી અને પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન, હોમ હૉસ્પિટલાઇઝેશન, દવાઓ વગેરે.
વધુમાં, કોમ્પ્રીહેન્સીવ પ્લાન ઘણીવાર રૂમ ભાડાની મર્યાદા, ઉચ્ચ ICU રૂમ ભાડાની મર્યાદા અને કોમ્પ્રીહેન્સીવ એમ્બ્યુલન્સ કવર હોવાનો લાભ આપે છે.
એક કોમ્પ્રીહેન્સીવ હેલ્થ પ્લાન સાથે તમે વધુ લાભો પણ મેળવી શકશો જે અન્ય હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન સાથે ઉપલબ્ધ નથી. આમાં તમે પોલિસીના સમયગાળા દરમિયાન ઈન્શ્યુર્ડ-રકમ ખતમ કરો છો તો ઈન્શ્યુરન્સ પ્લાનની રકમ રિફિલ જેવી બાબતોનો સમાવેશ થાય છે અથવા તમારી પોલિસીમાં રૂમ ભાડાની કોઈ મર્યાદા (એટલે કે કોઈ મહત્તમ રૂમ ભાડાની મર્યાદા) ન હોય.
કોમ્પ્રીહેન્સીવ ઈન્શ્યુરન્સ પોલિસી કેશલેસ ક્લેમની સુવિધા પણ પ્રદાન કરે છે, જેમાં તમારા હેલ્થ ઈન્શ્યુરર તેમના નેટવર્ક હોસ્પિટલો સાથે સીધા જ તમારા બિલની પતાવટ કરશે. એટલેકે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી કોઈ રોકડ ચૂકવવાની જરૂર નથી (કોઈપણ સહ-ચુકવણીઓ અથવા ડૅડુક્ટઇબલ્સને બાદ કરતાં).
કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીઓ ક્યુમુલેટિવ બોનસ લાભ સાથે આવે છે. પોલિસી વર્ષ દરમિયાન જે લોકોએ કોઈ ક્લેમ કર્યા નથી તેઓને તમારી પાસેથી કોઈપણ વધારાનું પ્રીમિયમ વસૂલ્યા વિના તેમની સમ ઈન્સુરેડમાં વધારો મળશે.
કોમ્પ્રીહેન્સીવ પ્લાન આજીવન રિન્યુંવલની તક આપે છે. તેથી જ્યાં સુધી તમે તમારું પ્રીમિયમ ચૂકવો ત્યાં સુધી તમે તમારી ઉંમરને ધ્યાનમાં લીધા વિના પ્લાનના લાભનો આનંદ લેવાનું ચાલુ રાખી શકો છો.
તમે તમારા માટે અથવા તમારા કુટુંબના સભ્યો માટે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદો છો ત્યારે તમે આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ પ્રીમિયમની રકમ પર કર લાભનો ક્લેમ કરી શકો છો.
કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીની ખરીદી વ્યક્તિ દ્વારા કરવામાં આવતા શ્રેષ્ઠ રોકાણોમાંનું એક છે. આ સર્વાંગી સુરક્ષા પ્રદાન કરે છે તેથી તામરે અલગથી વિવિધ કવર ખરીદવાની જરૂર નહિ પડે અને નાણાં બચાવી શકો છો. તે તમારી બચતને સુરક્ષિત કરવામાં અને હોસ્પિટલના બિલની ચિંતા કર્યા વિના શ્રેષ્ઠ સારવાર મેળવવામાં પણ મદદ કરશે.
આજે વિવિધ પ્રકારના હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન ઉપલબ્ધ છે, જેમ કે ઇંડીવિડ્યૂઅલ હેલ્થ ઈન્શ્યુરન્સ , ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્શ્યુરન્સ , પર્સનલ એક્સિડેન્ટ ઈન્શ્યુરન્સ અને વધુ. તેથી તમારી અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ યોગ્ય પ્લાન પસંદ કરવો મહત્વપૂર્ણ છે.