સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
તમારી આકસ્મિક જરૂરિયાતમાં નાણાકીય સગવડ પૂરી પાડવા માટે હેલ્થ ઈન્સ્યોરન્સ ખૂબજ જરૂરી છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ અનેક વિકલ્પોથી તમે મૂંઝવણમાં મૂકાઈ રહ્યાં છો. સાચું ને? તેથી હેલ્થ ઈન્સ્યોરન્સની સરખામણી ઝડપી અને સરળ હોવી જરૂરી છે. તે તમારો સમય પણ બચાવે છે અને તમારા માટે શું મહત્વનું છે તેનું વિશ્લેષણ કરવા માટે તમને યોગ્ય સમજ પણ આપે છે. હવે જ્યારે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીઓ ઓનલાઈન ઉપલબ્ધ છે, ત્યારે તેની ખરીદી ઘણી સરળ બની ગઈ છે.
કોઈ એક પ્લાન નક્કી કરો તે પહેલાં તમારે બજારના અન્ય ઉપલ્બધ વિકલ્પોને પણ જાણી યોગ્ય સરખામણી કરવી જરૂરી બને છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનની ખરીદી કરતી વખતે તમારે નીચે મુજબ તુલના કરવી જોઈએ :
હવે અમે જણાવી રહ્યાં છે એવા કેટલાક પરિબળો વિશે છે, જેના આધારે તમારે સરખામણી કરવી જોઈએ.
હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર : તમને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં શું જોઈએ છે તે નક્કી કરો. વ્યક્તિગત પોલિસી, ફેમિલી ફ્લોટર અને સિનિયર સિટીઝન પોલિસી જેવા કેટલાક વિકલ્પો છે. દરેક પ્રકારની પોતાની મર્યાદાઓ અને ફાયદા છે. તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાનો પ્રકાર પસંદ કરો. પછી બજારમાં અન્ય પોલિસીતિઓ સાથે તેની તુલના કરો.
નેટવર્ક હોસ્પિટલોની યાદી : હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદીમાં સૌથી વધુ પ્રાધાન્ય કેશલેસ સારવારને આપો. નેટવર્ક હોસ્પિટલમાં તે સરળતાથી થઈ શકે છે. કેશલેસ સારવાર સેવા આપવા માટે વીમા કંપની હોસ્પિટલો સાથે જોડાણ કરે છે. તમારા શહેરમાં નેટવર્ક હોસ્પિટલ છે કે નહીં તે તપાસો.
વીમાની રકમ : અલગ-અલગ વીમા કંપની તમને એક વર્ષ માટે અલગ-અલગ સમ-અશ્યોર્ડ ઓફર કરી શકે છે. તમારે ઓફર કરેલી વીમાની રકમ અને તેની સામે તમે જે પ્રીમિયમ ચૂકવશો તે જરૂરથી તપાસવું જોઈએ. તે દરેક ઈન્સ્યોરન્સ કંપનીઓમાં અલગ-અલગ હોઈ શકે છે.
વીમાની રકમ રીફિલ કરો: કેટલીકવાર તમે એક વર્ષમાં એક કરતાં વધુ બીમારી કે અન્ય કારણોસર હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. બે વખત સારવારના ખર્ચને કારણે વીમાની રકમ સમાપ્ત થઈ જાય તો શું કરવું? ઈન્સ્યોરન્સ ખરીદતા પૂર્વે તમારે ચકાસવું જરૂરી છે કે કંપની સમ ઈન્સ્યોર્ડ ફરીથી ભરવાની પરવાનગી આપે છે કે નહીં એટલેકે રીફિલિંગનો વિકલ્પ છે કે નહીં?
લાઇફટાઇમ રીન્યૂએબિલિટી : હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન મહત્તમ 65 વર્ષ સુધીની એન્ટ્રીની ઉંમરને મંજૂરી આપે છે. IRDAએ વીમા કંપનીઓને લાઈફટાઈમ રીન્યૂએબિલિટી ઓફર કરવાનું ફરજિયાત કર્યું છે. તમારા પ્લાનમાં આ ફીચર છે કે નહીં તે તપાસવું જરૂરી છે કારણકે તમારા ઘડપણમાં આ પોલિસી કામમાં આવશે કે નહીં તેને આધારે જ તમારે પ્લાનિંગ કરવું જોઈએ.
વેઈટિંગ પીરિયડ : તમે એમ વિચારતા હશો કે તમારી હેલ્થ પ્લાન પોલિસીની શરૂઆત તમે જે દિવસે ખરીદો છો તે દિવસથી જ શરૂ થાય છે તો આ હકીકત નથી. દરેક હેલ્થ પ્લાનમાં વેઈટિંગ પીરિયડ અલગ-અલગ હોય છે. આ સમયગાળા દરમિયાન થતી કોઈપણ બીમારીને આવરી લેવામાં આવશે નહીં. આ વેઈટિંગ પીરિયડ સામાન્ય બીમારી, પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો, પ્રસૂતિ અને અન્ય કેટલાક રોગોના સંદર્ભમાં છે.
પ્રીમિયમ: હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદવાનું મુખ્ય કારણ મેડિકલ ઈમરજન્સીમાં તમારી મદદનો છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની વીમાની કુલ રકમ અને સાથે મળતા અન્ય લાભોના આધારે અલગ-અલગ હોઈ શકે છે તેથી કાળજીપૂર્વક તેનું મૂલ્યાંકન કરો અને ખાતરી કરો કે તમે નજીવા કવરેજ માટે મોટી રકમ ન ચૂકવો. તમારા ખિસ્સાને ભારે પ્રીમિયમનો બોજ સહન ન કરવો પડે.
સબ-લિમિટ્સ : વિવિધ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન હેઠળ ઓફર કરાયેલ કવરેજ સબ-લિમિટ્સના આધારે અલગ હોઈ શકે છે. સબ-લિમિટ્સ કવરેજ ચોક્કસ રોગોની સારવાર, હોસ્પિટલના રૂમનું ભાડું, એમ્બ્યુલન્સ ચાર્જ અને આવા અન્ય હેડ માટે પૂર્વ-નિર્ધારિત કેપિંગનો સંદર્ભ આપે છે. તમારે ઓછા પ્રીમિયમે મહત્તમ વળતર અને ફાયદા મળે તે અનુસાર પ્લાન લેવા જોઈએ.
ડે-કેર પ્રક્રિયાનું કવર : તમે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનને ફાઈનલ કરો તે પૂર્વે ચકાસવું કે પોલિસી ડે-કેર પ્રક્રિયાઓને આવરી લેશે કે નહીં. આ સારવાર માટે ફરજિયાતપણે 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી.
ગંભીર બીમારીઓમાં લાભ : કેન્સર, સ્ટ્રોક, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને અન્ય ગંભીર રોગોને ગંભીર બીમારી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેઓ તમારા હેલ્થ ઈનશ્યોરન્સ પ્લાનમાં આવરી લેવામાં આવ્યા છે કે નહીં તે જુઓ. વીમા કંપનીઓ વધારાના લાભ અથવા અલગ એડ-ઓન કવર તરીકે ગંભીર બીમારી કવર પ્રદાન કરે છે.
એડ-ઓન્સ : હેલ્થ ઈન્સ્યોરન્સ કવર સાથે કયા એડ-ઓન્સ આપવામાં આવે છે તે તપાસો. માતૃત્વ અને વંધ્યત્વમાં નવજાત શિશુની સંભાળ, આયુષ, ઝોન અપગ્રેડ અને ગંભીર બીમારી કવર વગેરે ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતા કેટલાક વધારાના લાભો છે.
0% કો-પેમેન્ટ : તમારી પોલિસીનો કો-પેમેન્ટ નિયમ ચકાસો. 0% કો-પેમેન્ટ પ્લાન માટે જ જાવ જેથી કરીને તમારે ક્લેઈમ સમયે ચૂકવણી કરવાનું સમાપ્ત ન કરો.
કોમ્પ્લીમેન્ટરી હેલ્થ ચેક-અપ : તમારી વીમા કંપનીઓને પૂછો કે શું તેઓ કોમ્પ્લીમેન્ટરી હેલ્થ ચેક-અપ ઓફર કરે છે. ઈન્સ્યોર્ર ઘણી વખત ક્લેઈમ-ફ્રી વર્ષ માટે મફત ચેક-અપ ઓફર કરે છે અથવા હેલ્થ પ્લાન સાથે વાર્ષિક કોમ્પ્લીમેન્ટરી હેલ્થ ચેક-અપ પ્રદાન કરે છે.
માનસિક બીમારી અથવા બેરિયાટ્રિક સર્જરીનો ખર્ચ : ઉંડાણપૂર્વક ચકાસો કે શું હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં તમને માનસિક બીમારી અથવા બેરિયાટ્રિક સર્જરી જેવા રોગો માટે કવર મળે છે કે નહીં. આ મેદસ્વી અથવા માનસિક બીમાર લોકો માટે જરૂરી વિશેષ પ્રક્રિયાઓ છે.
ઝોન અપગ્રેડ એડ-ઓન : હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનનું પ્રીમિયમ જે-તે ઝોનમાં સારવારના ખર્ચનો સંકેત આપે છે. જો તમે ઝોન B માં પોલિસી ખરીદો છો અને ઝોન A માં હોસ્પિટલમાં સારવાર કરાવો છો તો તમારે ક્લેઈમ સમયે તમારા ખિસ્સામાંથી અમુક રકમ ચૂકવી પડશે તેથી ચેક કરો કે ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ઝોન અપગ્રેડ એડ-ઓન આપવામાં આવ્યું છે કે નહીં.
ડેઈલી હોસ્પિટલ કેશ - હોસ્પિટલાઈઝેશનમાં હોસ્પિટલના કુલ બિલ સિવાયનો વધારાનો ખર્ચ પણ થતો હોય છે. ડેઈલી હોસ્પિટલ કેશ તમારા દૈનિક ખર્ચ જેવા કે ચા, કોફી, નાસ્તો વગેરે જેવી જરૂરી વસ્તુઓ માટેનું કવર આપે છે. આ લાભ હોસ્પિટલમાં દાખલ થયાના 1 દિવસથી 30 દિવસ સુધી લાગુ થાય છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લેતા પહેલાં તપાસો કે શું આ બેનિફિટ ઈન્સ્યોરન્સ વીમા કંપની દ્વારા આવરી લેવામાં આવ્યો છે.
અંગ દાન ખર્ચ - પોલિસીમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના કિસ્સામાં જો કોઈ ઓર્ગન ડોનરની જરૂર હોય તો ડોનર માટે માટે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ આવરી લેવામાં આવશે કે નહીં.
ઈન્કમટેક્સ ફાયદો : ઈન્સ્યોરન્સ કંપની કંપની તમારા દ્વારા ચૂકવવામાં આવેલ પ્રીમિયમ માટે આવકવેરા મુક્તિ સર્ટિફિકેટ આપે છે કે કેમ તે તપાસો. હેલ્થ ઈન્સ્યોરન્સના ફાયદા વિશે વધુ જાણો.
મહત્વની વાત :
કોરોના હેલ્થ ઈન્સ્યોરન્સના ફાયદાઓ જાણો
ઓનલાઈન સરખામણી |
ઓફલાઇન સરખામણી |
સ્ટેપ-1 : એવી વેબ એગ્રીગેટર્સ અથવા કંપનીઓ શોધો કે જે સમાન વસ્તુ આપતી હોય. અથવા તમે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓના ઓનલાઈન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને જાતે જ તુલનાત્મક ચાર્ટ તૈયાર કરી શકો છો. |
સ્ટેપ-1 : એવા એજન્ટને શોધો જે તમને હેલ્થ ઇન્સ્યોરન્સ ઓફર કરી શકે છે. તે વ્યક્તિને મળો અને તેને તમારી જરૂરિયાતો વિશે વિગતવાર સમજાવો. |
સ્ટેપ-2 : પોર્ટલ આવશ્યક માહિતીઓ જેવી કે, તમારું શહેર (ઝોન), જન્મ તારીખ, તમે કવર કરવા માગતા હોય તેવા લોકોની સંખ્યા, સંપર્કની વિગતો અને વીમાની રકમ પૂછશે. પોર્ટલ માહિતીની પ્રક્રિયા કરશે અને પછી તમને એક ક્વોટ આપવામાં આવશે. પછી તમે વીમા કંપની પસંદ કરી શકો છો અને તે મુજબ યોજના બનાવી શકો છો. |
સ્ટેપ-2 : એજન્ટને તમારી ઉંમર, પહેલાથી લાગુ પડેલી ગંભીર બીમારી, મેડિકલ હિસ્ટ્રી, કુટુંબનો ઇતિહાસ, વીમાની રકમ જેવી અન્ય તમામ માહિતી આપો. ખાતરી કરો કે તમે જે માહિતી આપી રહ્યા છો તે સાચી છે. |
સ્ટેપ-3 : ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપની પહેલાથી અસ્તિત્વમાં રહેલી બીમારીઓ, સામાન્ય લક્ષણો, દવાઓ અથવા સપ્લિમેન્ટ્સની વિગ્તો પૂછશે. જો આવુ કોઇ હશે તો પ્રીમિયમને પ્રભાવિત કરશે. |
સ્ટેપ-3 : એજન્ટ વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી ક્વોટ માંગશે અને તે તમને મોકલશે. સારી રીતે વાંચો અને તે મુજબ ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો. |
સ્ટેપ-4 : ઉપરાંત તમારા નામ, ઉંમર, લિંગ અને વજન જેવી તમારી વ્યક્તિગત માહિતીઓ આપવી પડશે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કેટલીક વ્યક્તિગત વિગતો પણ પૂછશે. |
- |
ઓનલાઇન |
ઓફલાઇન/ એજન્ટ |
|
સમયની બચત |
હેલ્થ ઇન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી કરવાથી સમયની ઘણી બચત થાય છે. |
સરખામણી કરવા માટે તમારા એજન્ટને પૂછવામાં ઘણો સમય લાગશે. |
અસરકારક ખર્ચ |
ઓનલાઈન સરખામણી સસ્તી છે કારણ કે તેમાં કોઈ વચેટિયા સામેલ નથી. ઉપરાંત, વહીવટી ખર્ચમાં ઘટાડો થાય છે. |
એક એજન્ટ પાસેથી, સરખામણી કમિશનની સાથે આવી શકે છે. ઇન્સ્યોરન્સ કંપનીના ક્વોટમાં વહીવટી ખર્ચ પણ સામેલ હશે. |
નિષ્પક્ષ નિર્ણય |
ઓનલાઈન સરખામણીમાં પક્ષપાતી અથવા પ્રભાવિત નિર્ણયની શક્યતા શૂન્ય રહે છે કારણ કે ત્યાં કોઈ મધ્યસ્થી નથી. |
ઓફલાઇન સરખામણી કરતી વખતે, કોઇના પર આધારિત નિર્ણય લેવાની શક્યતાઓ વધુ હોય છે. એજન્ટ તેનું કમિશન ઉંચુ હોય તેવા હેલ્થ પ્લાનની ભલામણ કરવાનો પ્રયાસ કરી શકે છે. |
કવર વિશે જાગૃતિ |
ઓનલાઈન સરખામણી કરતી વખતે, તમે વેબસાઈટ પર પ્લાન વિશેની તમામ વિગતો જોઈ શકો છો અને શંકાના કિસ્સામાં તમે કસ્ટમર કેર સાથે પણ વાત કરી શકો છો. |
જ્યારે ઓફલાઇન અથવા એજન્ટ દ્વારા હેલ્થ પ્લાનની સરખામણી કરતી વખતે, એજન્ટ કેટલીક સંબંધિત માહિતી જણાવવવાનું ચૂકી જાય તેવી શક્યતા રહે છે. |
સગવડતા |
વિવિધ હેલ્થ પ્લાન્સના ક્વોટની ઓનલાઇન સરખામણી કરવી ખૂબ સુવિધાજનક છે. |
ક્વોટની સરખામણી કરવા માટે એજન્ટને પૂછવું બોજારૂપ હોઈ શકે છે. |
ખાદ્યચીજોથી લઈને કેબ અને કરિયાણાથી લઈને પોલિસી સુધી હવે બધું જ ઓનલાઈન ઉપલબ્ધ છે. ઓનલાઈન શોપિંગે તુલનાત્મક રીતે સુવિધાજનક બનાવી છે. તમારી આંગળીના ટેરવે સુવિધાજનક, એક પ્લેટફોર્મ પર શોધખોળ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ છે. અને જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત આવે છે, ત્યારે તમારે આવી રીતે તેની ઓનલાઇન સરખામણી કરવી જોઈએ:
જ્યારે તમને બીમારીનું ચોક્કસ કારણ ખબર ન હોય ત્યારે સામાન્ય રીતે જનરલ ફિઝિશિયનની મુલાકાત લેવાનું વિચારો છો. હેલ્થ ઇન્સ્યોરન્સની સરખામણી કરવી જરૂરી છે. જો તમે તુલનાત્મક વિશ્લેષ્ણ ટાળશો આવુ થઇ શકે છે :