આપણે સૌ જાણીએ છીએ કે જીવન અણધાર્યું છે. આપણે ક્યારેય જાણતા નથી કે કઈ ક્ષણ આપણા જીવનની છેલ્લી હોઈ શકે છે. માનવ જીવનમાં મેડિકલ કટોકટી પણ એટલી જ અણધારી છે. તેથી, આપણે 'અણધારી અપેક્ષા' સાથે તૈયાર રહેવું જોઈએ અને તેનો સામનો કરવા પણ તૈયાર રહેવું જોઈએ.
કોઈપણ મેડિકલ કટોકટી બાદના પ્રથમ એક કલાકને 'ગોલ્ડન અવર' કહેવામાં આવે છે. આ 60 મિનિટ દરમિયાન યોગ્ય મેડિકલ સારવાર જીવન બચાવી શકે છે. આવી ગંભીર પરિસ્થિતિઓમાં એર એમ્બ્યુલન્સ જીવન બચાવી શકે છે. ગંભીર દર્દીઓને ખૂબ જ જરૂરી મેડિકલ સહાય મેળવવા એર એમ્બ્યુલન્સ સમયસર અને વિશ્વસનીય રીતે સ્થાનાંતરિત કરે છે.
એર એમ્બ્યુલન્સ એ ECG મશીનો, વેન્ટિલેટર, જરૂરી મેડિકલ સાધનો અને મેડિકલ એક્સપર્ટ્સ સાથે મેડિકલ રીતે સજ્જ વિમાન છે. એર એમ્બ્યુલન્સ સુનિશ્ચિત કરે છે કે દર્દીને શક્ય તેટલા ઓછા સમયમાં શ્રેષ્ઠ સારવાર આપી શકાય.
જોકે અત્યાધુનિક મેડિકલ સાધનો અને તાલીમ બદ્ધ-પ્રશિક્ષિત મેડિકલ કર્મચારીઓ, વધુમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સનો ખર્ચ એર એમ્બ્યુલન્સ ચાર્જને ખૂબ ખર્ચાળ બનાવે છે. ગંભીર કટોકટીના સમયે આ એક નિર્ણાયક આવશ્યક સેવા છે. તેનો મસમોંઘો ચાર્જ દર્દીના અગાઉથી જ સંઘર્ષ કરી રહેલા કુટુંબ પર નાણાકીય તાણ બની જાય છે.
સદભાગ્યે એર એમ્બ્યુલન્સ ઈન્શ્યુરન્સ દ્વારા આવરી લેવામાં આવે છે.
એર એમ્બ્યુલન્સ કવર જરૂરિયાતના સમયે એર એમ્બ્યુલન્સનો લાભ લેવા માટે થતા ખર્ચ માટે નાણાકીય કવરેજ પૂરું પાડે છે.
અનેક વીમાદાતા/ઇન્શ્યુરર હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનમાં એર એમ્બ્યુલન્સ કવરેજ પ્રદાન કરે છે. કેટલાક અન્ય લોકો તેને એડ-ઓન તરીકે ઓફર કરે છે એટલેકે તેને હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી સાથે અલગથી ખરીદી શકાય છે. જોકે તમારું કવરેજ અને તેની વિશેષતાઓ વિવિધ ઈન્શ્યુરન્સ પ્રદાતાઓએ અલગ-અલગ હોઈ શકે છે.
આ કવરેજ સાથેનો ઈન્શ્યુરન્સ હશે તો દર્દી/સગાએ ખર્ચનિ ચિંતા કરવાની જરૂર રહેતી નથી અને તેઓ દર્દી માટે જરૂરી મેડિકલ સહાય મેળવવા સહિતના પ્રાથમિક ઉદ્દેશ્ય પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
એર એમ્બ્યુલન્સના ઘણા ફાયદા છે:
1. લાંબા અંતરની મુસાફરી માટે લાગતો સમય ઘટાડે છે
ગંભીર બીમારી અથવા અકસ્માતના કિસ્સામાં જ્યારે દર્દીને તાત્કાલિક મેડિકલ સહાય મળવી આવશ્યક હોય છે પરંતુ લાંબા અંતરની મુસાફરી વિધ્ન હોય ત્યારે એર એમ્બ્યુલન્સ જીવન બચાવવાનો એક વિકલ્પ છે.
2 . ગંભીર દર્દીઓની સારવાર માટે સુસજ્જ
એર એમ્બ્યુલન્સ દર્દીને વચગાળાની સંભાળ પૂરી પાડવા માટે તમામ મેડિકલ સુવિધાઓ અને ઉચ્ચ તાલીમબદ્ધ/પ્રશિક્ષિત નિષ્ણાતોથી સજ્જ હોય છે. તેનું દબાણ, ભેજ, તાપમાન અને અન્ય પરિબળો પણ દર્દીને અનુકુળ થાય છે. આમ આટલી બધી મેડિકલ સંભાળ સાથે એર એમ્બ્યુલન્સ દર્દીઓને શક્ય તેટલી શ્રેષ્ઠ સ્થિતિમાં તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે આદર્શ રીતે અનુકૂળ છે.
3. સલામત અને આરામદાયક
ગ્રાઉન્ડ એમ્બ્યુલન્સ ઘણી વખત ગંભીર દર્દીઓ માટે પ્રતિકુળ અને યોગ્ય હોતી નથી. રોડ એમ્બ્યુલન્સ અનેક કિસ્સાઓમાં દર્દીના આરોગ્યને વધુ બગાડી શકે છે. એર એમ્બ્યુલન્સ મુસાફરીના સમયને નોંધપાત્ર રીતે ઘટાડવા ઉપરાંત દર્દી માટે સલામત અને આરામદાયક પરિવહન પણ પ્રદાન કરે છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે ટ્રાફિક અથવા કોઈપણ બ્લોક/વિધ્ન દર્દીના જીવન માટે જોખમી ન બને.
મોટાભાગની ઈન્શ્યુરન્સ કંપની નીચેની શરતો સાથે કટોકટીના હોસ્પિટલાઈઝેશન માટે એર એમ્બ્યુલન્સ ખર્ચને આવરી લે છે:
વીમાદાતા/ઇન્શ્યુરર હોસ્પિટલાઈઝેશનના કવર હેઠળ ઉપરોક્ત ખર્ચ માટે ક્લેમ સ્વીકારી ચૂકવણી કરે છે.
ઘટનાની શરૂઆતથી દર્દી માટે હવાઈ પરિવહન આવશ્યક હોવું જોઈએ.
પોલિસી શેડ્યૂલમાં જણાવ્યા અનુસાર ઇન્શ્યુર્ડ-રકમની ઉપલબ્ધતાની અંદરનો જ કુલ ક્લેમ હોવો જોઈએ.
એર એમ્બ્યુલન્સની જરૂરિયાત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા સૂચવવામાં આવેલી હોવી જોઈએ અથવા મેડિકલ રીતે જરૂરી હોવી જોઈએ.
મોટા ભાગની ઈન્શ્યુરન્સ કંપની એર એમ્બ્યુલન્સ કવરમાં નીચે દર્શાવેલ બાકાત હોય છે:
સારવાર બાદ દર્દીના ઘરે પરત ફરવા માટે થયેલ પરિવહન ખર્ચ.
રોડ એમ્બ્યુલન્સ દ્વારા વાહનવ્યવહાર શક્ય હોય તેવા સંજોગોમાં જ્યાં સુધી મેડિકલ પ્રેક્ટિશનર તેને પ્રિસ્ક્રાઇબ ન કરે ત્યાં સુધી એર એમ્બ્યુલન્સના ખર્ચને આવરી લેવામાં આવશે નહીં.
મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ વિના દર્દીનું ટ્રાન્સફર.
દર્દીને એક હેલ્થકેર ફેસિલિટીમાંથી બીજામાં ટ્રાન્સફર કરવા છતાં બંને સુવિધાઓમાં સમાન સ્તરની સર્વિસ હોય.
એડવેન્ચર સ્પોર્ટ્સ સસ્ટેન્ડ ઈમરજન્સી/કટોકટી એર એમ્બ્યુલન્સ માટેના ક્લેમ હેઠળ આવરી લેવામાં આવતી નથી.
કોઈ પણ ભવિષ્યની આગાહી કરી શકતું નથી. હેલ્થ કટોકટી કોઈપણ દિવસે ગમે તેના પર પ્રહાર કરી શકે છે અને તેથી દરેકને એર એમ્બ્યુલન્સ કવર રાખવાની ભલામણ કરવામાં આવે છે. ટ્રોમા પેશન્ટ્સ, કાર્ડિયાક પેશન્ટ્સ જેવા ગંભીર રોગોથી પીડાતા લોકો, વૃદ્ધ દર્દીઓ વગેરેએ તેમના હેલ્થ ઈન્શ્યુરન્સ માં આ કવરેજનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ.
ડિજિટ પર ક્લેમની પ્રક્રિયા સંપૂર્ણપણે ઝંઝટ-મુક્ત અને સરળ છે.
અમારા હેલ્પલાઇન નંબર 1800-258-4242 પર કોલ કરો અથવા અમને healthclaims@godigit.com ઇમેઇલ કરો. વરિષ્ઠ નાગરિકો માટે અમને seniors@godigit.com પર ઇમેઇલ કરો. રાષ્ટ્રીય રજાઓ પર પણ અમે 24/7 ઉપલબ્ધ છીએ.