સિબિલ (CIBIL) સ્કોર શું છે: આખું નામ, કેવી રીતે તપાસવું અને મહત્વ
CIBILનું આખું નામ શું છે?
ભારતમાં ક્રેડિટ રિપોર્ટ અને સ્કોર્સ પ્રદાન કરતી મુખ્ય એજન્સીઓમાંની એક ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો (ઇન્ડિયા) લિમિટેડ (CIBIL) છે, જેને ટ્રાન્સયુનિયન ઇન્ટરનેશનલનું સમર્થન છે.
સિબિલ (CIBIL) બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી વ્યક્તિ વિશે નાણાકીય માહિતી મેળવે છે. તેમાં તેમની લોન અને ક્રેડિટ કાર્ડની માહિતીનો સમાવેશ થાય છે, જે પછી ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (CIR) અને વ્યક્તિગત ક્રેડિટ સ્કોર્સમાં સંકલિત કરવામાં આવે છે.
ભારતમાં સિબિલ સ્કોર શું છે?
સિબિલ (CIBIL) ક્રેડિટ સ્કોર 300-900ની વચ્ચેનો ત્રણ-અંકનો નંબર છે, જેમાં 300 સૌથી ઓછો સ્કોર છે અને 900 સૌથી વધુ છે. આ સ્કોર વ્યક્તિની "ક્રેડિટ યોગ્યતા" દર્શાવે છે. ઉંચો સિબિલ (CIBIL) સ્કોર બતાવે છે કે વ્યક્તિએ સારો ક્રેડિટ ઇતિહાસ અને પુન: ચુકવણીનું જવાબદારીભર્યું વર્તન દર્શાવ્યું છે.
વ્યક્તિના સિબિલ (CIBIL) સ્કોર ઓછામાં ઓછા છેલ્લા 6 મહિનાની તેમની વિગતવાર ક્રેડિટ માહિતીનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે. અલ્ગોરિધમ અંતિમ સિબિલ (CIBIL) સ્કોરની ગણતરી કરવા માટે અન્ય વિવિધ ચલો સાથે આ ડેટાનો ઉપયોગ કરે છે.
સારો અને ખરાબ સિબિલ સ્કોર શું છે?
સિબિલ સ્કોર | કેટેગરી/શ્રેણી | અર્થ |
NA/NH | "લાગુ નથી" અથવા "કોઈ ઇતિહાસ નથી" | જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી અથવા તમે ક્યારેય લોન લીધી નથી, તો તમારી પાસે ક્રેડિટ હિસ્ટ્રી રહેશે નહીં. |
300-549 | નબળો | તમે ક્રેડિટ કાર્ડ બિલ અથવા EMI પર અનિયમિત ચુકવણીઓ અથવા ડિફોલ્ટ કરો છો તો ઉચ્ચ ક્રેડિટ એક્સપોઝર, તમને ડિફોલ્ટર બનવાના ઉચ્ચ જોખમ પર ગણવામાં આવશે અને તમને લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડશે. |
550-649 | વ્યાજબી | તમારી ભૂતકાળની ચૂકવણીઓ સાથેની કેટલીક અનિયમિતતાઓ જેમ કે ક્રેડિટ કાર્ડ બિલ/EMI ની લેટ ચુકવણી અથવા બહુવિધ ક્રેડિટ પૂછપરછ, અમુક ધિરાણકર્તા તમને ક્રેડિટ ઓફર કરવાનું વિચારશે પરંતુ તમારા વ્યાજ દરો વધુ હોઈ શકે છે |
650-749 | સારું | તમે વ્યવસ્થિત જવાબદારીપૂર્વક પુન: ચુકવણી વર્તણૂક પ્રદર્શિત કરી છે અને લાંબો ક્રેડિટ ઇતિહાસ ધરાવો છો તો મોટાભાગના ધિરાણકર્તાઓ તમારી ક્રેડિટ અને લોન અરજીઓ પર વિચાર કરશે અને શ્રેષ્ઠ વ્યાજના દર ઓફર કરશે |
750-900 | ઉત્તમ | તમે તમારી ક્રેડિટ ચૂકવણીઓ સાથે નિયમિત છો અને સારો ક્રેડિટ ઇતિહાસ ધરાવો છો, બેંકો અને ધિરાણ સંસ્થાઓ તમને ડિફોલ્ટર બનવાના ઓછા જોખમને ધ્યાનમાં લેશે અને તમને લોન અને ક્રેડિટ કાર્ડ પર વધુ સારી ડીલ ઓફર કરશે. |
સારો સિબિલ સ્કોર શા માટે મહત્વપૂર્ણ છે?
સારો સિબિલ (CIBIL) સ્કોર (એટલે કે 700 અને 900ની વચ્ચે) હોવો એ ખૂબ જ ફાયદાકારક છે. લોન અને ક્રેડિટ કાર્ડની અરજીઓ પર વિચાર કરતી વખતે બેંકો અને અન્ય ધિરાણ સંસ્થાઓ દ્વારા આ સ્કોર ધ્યાનમાં લેવામાં આવે છે. આમ સારો સ્કોર સંભવિત ધિરાણકર્તાઓને ક્રેડિટ માટેની તમારી અરજીઓને મંજૂર કરવામાં વધુ વિશ્વાસ આપી શકે છે.
તે તમારા માટે કેટલાક અન્ય ફાયદાઓમાં પણ પરિણમી શકે છે, જેમ કે:
લોન પર નીચા વ્યાજ દરો
ઉંચી ક્રેડિટ રકમ
વધુ સારી ચુકવણીની શરતો, જેમ કે લાંબી અથવા વધુ ફ્લેક્સિબલ રીપેમેન્ટ મુદત
ઝડપી લોન મંજૂરી પ્રક્રિયા
ધિરાણ સંસ્થાઓના વધુ વિકલ્પ
સિબિલ ક્રેડિટ સ્કોર કેવી રીતે ગણવામાં આવે છે?
પરિબળો | ભારણ/વેઈટેજ | આ પરિબળો શું અસર કરી શકે છે? |
ચુકવણી ઇતિહાસ | 30% | તમારા ક્રેડિટ કાર્ડ બિલ , લોન અને EMIની સમયસર ચૂકવણી સારો સ્કોર જાળવવામાં મદદ કરી શકે છે, વિલંબિત અથવા ડિફોલ્ટ ચૂકવણી તમારા ક્રેડિટ સ્કોરને નીચો લાવશે. |
ક્રેડિટનો ઉપયોગ | 25% | ક્રેડિટ ઉપયોગ એ તમારી ક્રેડિટ લિમિટની રકમ છે જેનો તમે ઉપયોગ કરો છો. જો ક્રેડિટ લિમિટ ઉંચી હશે તો તે તમારો સ્કોર નીચે લાવશે, આદર્શ રીતે, તમારી ક્રેડિટ મર્યાદાના 30% કરતાં વધુ ખર્ચ કરવો જોઈએ નહીં, તે તમારા દેવામાં વધારો નહિ દર્શાવે. |
ક્રેડિટ પ્રકાર અને મુદત | 25% | તમારી પાસે રહેલ ક્રેડિટનો પ્રકાર પણ મહત્વપૂર્ણ છે. બે મુખ્ય પ્રકારો છે - અસુરક્ષિત લોન (ઉદા. ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોન) અને સુરક્ષિત લોન (ઉદા. ઓટો લોન અથવા હોમ લોન). બંનેનું પ્રકારનું યોગ્ય મિશ્રણ રાખવાની વિનંતી કરવામાં આવે છે. તમારી પાસે ક્રેડિટ એકાઉન્ટ કેટલા સમયથી છે અને લોન ચૂકવવા માટે કેટલો સમય લીધો છે તે ક્રેડિટ હિસ્ટ્રીની ઉંમર મહત્વ ધરાવે છે. |
ક્રેડિટ પૂછપરછ | 20% | તમે કેટલી વખત ક્રેડિટ માટે અરજી કરી છે તે તમારા સ્કોરને અસર કરી શકે છે, ખાસ કરીને જો તે ટૂંકા ગાળામાં વારંંવાર અરજી કરશો તો. આમા ક્રેડિટ કાર્ડ, લોન વગેરે માટે અરજી કરવાનો સમાવેશ થાય છે, વધુ સંખ્યામાં પૂછપરછ તમારા સ્કોરને નીચે લાવી શકે છે. |
તમારો સિબિલ સ્કોર કેવી રીતે ચકાસવો?
તમામ ક્રેડિટ માહિતી કંપનીઓ માટે ભારતીય રિઝર્વ બેંકે વપરાશકર્તાઓને ક્રેડિટ સ્કોર્સ ઓનલાઇન તપાસી શકે અને દર વર્ષે એક મફત ક્રેડિટ સ્કોર રિપોર્ટ પ્રદાન કરે તે ફરજિયાત બનાવ્યું છે. આ સિબિલ (CIBIL) વેબસાઇટ દ્વારા સરળતાથી જાણી શકાય છે.
સિબિલ સ્કોર ઓનલાઇન કેવી રીતે તપાસો
આ પગલાંને અનુસરો:
સ્ટેપ 1:CIBIL વેબસાઈટ પર જાઓ અને Know Your Score અથવા Get your CIBIL Score વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 2: તમારા એકાઉન્ટથી લોગીન કરો અથવા નવું એકાઉન્ટ બનાવો. આમ કરવા તમારે તમારા નામ, કોન્ટેક્ટ નંબર અને ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરવો પડશે અને પાસવર્ડ બનાવવો પડશે.
સ્ટેપ 3: તમારે ID પ્રૂફ (પાસપોર્ટ નંબર, પાન કાર્ડ, આધાર અથવા મતદાર ID) અને વધારાની માહિતી જેમ કે તમારો પિન કોડ અને જન્મ તારીખ પણ વાપરવા પડશે.
સ્ટેપ 4: એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ફોર્મ સબમિટ કરો.
પગલું 5: પછી તમારી ઓળખ ચકાસવા માટે તમારા રજિસ્ટર્ડ ફોન નંબર અને ઈમેલ-આઈડી પર એક OTP પ્રાપ્ત થશે.
સ્ટેપ 6: OTP ટાઈપ કરો અને વેરિફાય કરો, પછી તમે લોગ ઇન કરી શકો છો અને તમારો સિબિલ (CIBIL) ક્રેડિટ સ્કોર તપાસવા માટે ડેશબોર્ડ પર જઈ શકો છો.
સ્ટેપ 7: તમને myscore.cibil.com પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમે તમારી વિગતોનો ઉપયોગ કરીને લોગ ઇન કરી શકશો. અહીં, તમે તમારો ક્રેડિટ સ્કોર જોઈ શકશો.
તમારી ક્રેડિટ રિપોર્ટ મેળવવા માટે
સ્ટેપ 8: તમારા ડેશબોર્ડ પર "Credit Report" વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 9: તમને એક અધિકૃત પેજ પર લઈ જવામાં આવશે જ્યાં લોન અને ક્રેડિટ કાર્ડ વિશેના પ્રશ્નો સહિતના તમારા ક્રેડિટ ઇતિહાસને લગતી વધારાની માહિતી ભરવાના રહેશે. સિબિલ (CIBIL) સાથે તમારી ઓળખને પ્રમાણિત કરવા માટે તમારે 5માંથી ઓછામાં ઓછા 3 સાચા જવાબ આપવા પડશે.
સ્ટેપ 10: એકવાર પ્રમાણિત થયા બાદ તમારો સંપૂર્ણ ક્રેડિટ રિપોર્ટ 24 કલાકની અંદર તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ-આઈડી પર મોકલવામાં આવશે.
યાદ રાખો કે તમે વર્ષમાં માત્ર એક જ વાર તમારો ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકો છો. જો તમે વારંવાર ક્રેડિટ રિપોર્ટ મેળવવા માંગતા હોવ તો તમે આ માહિતી માટે સિબિલને ફી ચૂકવીને કરી શકો છો. હાલમાં, ક્રેડિટ રિપોર્ટ માટેનો દર લગભગ ₹550 છે.
સિબિલ સ્કોર ઓફલાઇન કેવી રીતે ચકાસવો
તમને મેઈલ કરવામાં આવેલ સિબિલ ક્રેડિટ સ્કોર આ પગલાંને અનુસરીને ફીઝિકલી મેળવી શકો છો:
સ્ટેપ 1:CIBIILwebsite પરથી Credit Score Request Form ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: તેની પ્રિંટ કાઢો અને બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો.
સ્ટેપ 3: તમારે તમારા ID પ્રૂફ (જેમ કે પાસપોર્ટ નંંબર, પાનકાર્ડ, આધાર અથવા મતદાર ID) ની એક નકલ પણ જોડવાની રહેશે.
સ્ટેપ 4: “TransUnion CIBIL” ના નામે બનાવેલ ડિમાન્ડ ડ્રાફ્ટ પણ જોડો, આ ₹164 (માત્ર ક્રેડિટ રિપોર્ટ માટે) અથવા ₹5500 (ક્રેડિટ રિપોર્ટ અને ક્રેડિટ સ્કોર બંને માટે) નો હોવો જોઈએ.
સ્ટેપ 5: એકવાર આ પૂર્ણ થઈ જાય પછી ઉપરોક્ત દસ્તાવેજો ઈ-મેલ, પોસ્ટ અથવા કુરિયર દ્વારા મોકલો:
જો ઈમેલ દ્વારા મોકલવામાં આવે, તો સ્કેન કરેલા દસ્તાવેજો cibilinfo@transunion.com પર મોકલો
- જો પોસ્ટ દ્વારા મોકલવામાં આવે, તો ડોક્યુમેન્ટસ અહિં મોકલો:
ટ્રાન્સયુનિયન CIBIL લિમિટેડ (પહેલા: ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો (ઇન્ડિયા) લિમિટેડ)
વન ઈન્ડિયાબુલ્સ સેન્ટર,
ટાવર 2A, 19મો માળ, સેનાપતિ બાપટ માર્ગ,
એલ્ફિન્સ્ટન રોડ,
મુંબઈ – 400013
- સ્ટેપ 6: તમારો ક્રેડિટ સ્કોર અને રિપોર્ટ તમે ફોર્મમાં આપેલા સરનામે અથવા તમારા રજીસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર મેઈલ કરવામાં આવશે.
તમારો સિબિલ સ્કોર કેવી રીતે સુધારવો?
ઉંચો સિબિલ સ્કોર હોવો મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે તમે લોન અને અન્ય ક્રેડિટ માટે અરજી કરો છો ત્યારે તે બેંકો અને ધિરાણ સંસ્થાઓને તમારી તરફેણમાં નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. આ ફાયદાકારક હોવાથી, તમારો સિબિલ સ્કોર સારો બનાવવાની કેટલીક રીતો અહીં આપી છે:
તમારો સિબિલ સ્કોર નિયમિતપણે તપાસો જેથી તમને ખ્યાલ આવે કે તમે ક્યાં ઉભા છો.
તમારી ક્રેડિટ રિપોર્ટની નિયમિત સમીક્ષા કરો જેથી કરીને તમે કોઈપણ ભૂલોને ઝડપથી સુધારી શકો.
તમારા EMI અને ક્રેડિટ કાર્ડના બિલો નિયમિત અને સમયસર ચૂકવો; કોઈપણ ચૂકવણીમાં ચૂક અને વિલંબ ટાળો.
તમારી ક્રેડિટ કાર્ડની મર્યાદાનો વધુ પડતો ઉપયોગ કરશો નહીં અને તમારો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો (CUR) 30%ની અંદર રાખો.
તમારી ક્રેડિટ લિમિટ (એટલે કે તમારા ક્રેડિટ કાર્ડની કુલ ખર્ચ મર્યાદા) વધારવાનો પ્રયાસ કરો.
ટૂંકા ગાળામાં બહુવિધ લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાનું ટાળો.
જરૂરી ન હોય, તો તમારા જૂના ક્રેડિટ કાર્ડ્સ રદ કરશો નહીં; જૂના ક્રેડિટ કાર્ડ ધિરાણકર્તાઓને ખાતરી આપશે કે તમારી પાસે જવાબદાર ક્રેડિટ હિસ્ટરી છે.