यूलिप(ULIP) कॅल्क्युलेटर
Monthly Investment
I want to invest for (Years)
I will stay invested for (Years)
Expected return rate (P.A)
યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન (યુલિપ/ULIP) કેલ્ક્યુલેટર
યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન અથવા ULIP ઈન્વેસ્ટમેન્ટ અને લાઈફ ઇન્સ્યોરન્સનું સંયોજન છે. તેમાં ચૂકવેલ પ્રીમિયમનો એક ભાગ લાઈફ કવર માટે જાય છે, બાકીની રકમ ફાઈનાન્શિયલ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકવામાં આવે છે.
વધુમાં, કોઈપણ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં રોકાણ કરતા પહેલા, વ્યક્તિએ ખર્ચ અને રિટર્નની તુલના કરવી જોઈએ. આ સરખામણી અને રોકાણની એકંદર પ્રક્રિયાને સરળ બનાવવા માટે, ULIP કેલ્ક્યુલેટર એક મદદરૂપ સાધન બની શકે છે.
ULIP કેલ્ક્યુલેટર ઓનલાઈનથી સંબંધિત તમામ મહત્વપૂર્ણ પાસાઓ જાણવા માટે વાંચતા રહો.
ઓનલાઈન યુલિપ કેલ્ક્યુલેટર શું છે?
ઓનલાઈન ફ્રી ULIP કેલ્ક્યુલેટર એ એક સરળ સાધન છે જે રોકાણકારોને તેમનું અપેક્ષિત વળતરનો ખ્યાલ આપે છે. આ ગણતરી માટે પ્રીમિયમ, ઉંમર, કાર્યકાળ/ટેન્યોર અને રિટર્નનો દર જેવા નિર્ણાયક ડેટા પોઈન્ટનું મૂલ્યાંકન કરે છે.
અગાઉ જણાવ્યા મુજબ જ યુલિપ બજારના જોખમોને આધીન હોય છે. આ ઓનલાઈન કેલ્ક્યુલેટર રોકાણકારોને સંભવિત વળતરનો અંદાજ કાઢવામાં જ મદદ કરશે.
વધુમાં, ભંડોળની ફાળવણી કરતા પહેલા એ સુનિશ્ચિત કરવું હિતાવહ છે કે પસંદ કરેલ ULIP સ્કીમ વ્યક્તિની જરૂરિયાતોને અનુરૂપ છે. તેમાં ULIP રિટર્ન કેલ્ક્યુલેટર સહાયક સાધનસંપન્ન સાબિત થાય છે.
યુલિપ રિટર્નની ગણતરી કેવી રીતે કરવી?
યુલિપ રિટર્નની ગણતરીની બે પદ્ધતિ છે. આ બંને રીત વિશે ઉદાહરણ સાથે સમજણ આપવામાં આવી છે:
1. સંપૂર્ણ વળતર
ULIP રોકાણનું સંપૂર્ણ વળતર સમયગાળા દરમિયાન તેની અસ્કયામતોના મૂલ્યમાં થયેલા વધારાને દર્શાવે છે. તે ડેપ્રિસિયેશનને કારણે નેગેટીવ હોઈ શકે છે અથવા પોઝીટિવ પણ હોઈ શકે છે, જે સંપત્તિ મૂલ્ય (એસેટ વેલ્યુ)માં વધારાનો સંકેત આપે છે.
જો તમે કોઈ સ્કીમના સંપૂર્ણ વળતરની ગણતરી કરવા ઈચ્છો છો, તો તમારે ફક્ત તેની પ્રારંભિક NAV અને વર્તમાન NAV વેલ્યુની જ જરૂર છે.
તેની ગણતરી માટે ફોમ્યુલા આપેલી છે:
[(વર્તમાન NAV - પ્રારંભિક NAV)/પ્રારંભિક NAV] × 100
નીચે આપેલ કોષ્ટક તમારા માટે ઉપરોક્ત ફોર્મ્યુલાનું કાર્ય સરળ બનાવશે. આ ઉદાહરણમાં પ્રારંભિક NAVને ₹250, વર્તમાન ULIP NAVને ₹350 ધ્યાને લેતા એક વર્ષમાં સંપૂર્ણ વળતર 40% હશે.
પરિમાણ/પેરામીટર |
વેલ્યુ |
પ્રારંભિક NAV |
₹250 |
વર્તમાન ULIP NAV |
₹350 |
સંપૂર્ણ વળતર |
40% |
2. ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)
ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર એ ચોક્કસ સમયગાળા દરમિયાન રોકાણની વાર્ષિક વૃદ્ધિનું સૂચક છે. ULIP માટે CAGRની ગણતરી કરવા માટે એક ગાણિતિક સૂત્ર છે, જે સ્કીમની અંતિમ વેલ્યુ, પ્રારંભિક વેલ્યુ અને રોકાણના વર્ષોની સંખ્યાનો ઉપયોગ કરે છે.
આ ફોર્મ્યુલા નીચે મુજબ છે.
{[(NAVનું વર્તમાન મૂલ્ય/NAVનું પ્રારંભિક મૂલ્ય) ^ (1/વર્ષની સંખ્યા)] – 1} x 100
નીચે આપેલા કોષ્ટક પર નજર કરીને તમે ઉપરોક્ત ફોર્મ્યુલાને સરળતાથી સમજી શકશો. આ ઉદાહરણમાં પ્રારંભિક ULIP NAVને ₹25 ગણો અને પાંચ વર્ષ પછી વર્તમાન ULIP NAV ₹35 છે. તેથી આ કિસ્સામાં CAGR 6.96% હશે.
પરિમાણ/પેરામીટર |
વેલ્યુ |
પ્રારંભિક NAV |
₹25 |
વર્ષોની સંખ્યા |
5 |
વર્તમાન NAV |
₹35 |
CAGR |
6.96% |
તમારે યુલિપ રિટર્ન કેલ્ક્યુલેટર શા માટે વાપરવું જોઈએ?
યુલિપ ઇન્સ્યોરન્સ પ્લાનની સુરક્ષા અને સલામતીની સાથે ઈન્વેસ્ટમેન્ટ પ્લાનના સંપત્તિસર્જન સાથે જોડે છે. વાસ્તવમાં, યુલિપની આ બમણા ફાયદાની ખાસિયત તેને જોખમ-વિરોધી રોકાણકારોમાં લોકપ્રિય ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. જોકે તેની વિવિધતાને જોતાં સંભવિત રોકાણકારો માટે તેમને અનુકૂળ હોય તેવો યુલિપ પ્લાન પસંદ કરવો પડકારજનક બની શકે છે.
આ સમયે યુલિપ પ્લાન રિટર્ન કેલ્ક્યુલેટર અમલમાં આવે છે. તે પ્રીમિયમની રકમ અને સંભવિત વળતરની ગણતરી કરીને દૂરંદેશી વિચાર આપે છે. પરિણામે આ ટૂલ રોકાણકારોને પ્લાનમાં અગમચેતી મેળવવા અને જાણકારીભર્યો યોગ્ય રોકાણ નિર્ણય લેવાનો અવકાશ આપે છે. સૌથી અગત્યનું યુલિપ પ્લાન કેલ્ક્યુલેટર સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિઓ તેમના નાણાકીય લક્ષ્યો અને રોકાણની ક્ષિતિજને આધારે રોકાણ કરી શકે છે.
યુલિપ રિટર્ન કેલ્ક્યુલેટરની વિશેષતાઓ અને ફાયદા
ઓનલાઈન યુલિપ મેચ્યોરિટી રકમ કેલ્ક્યુલેટર નીચે દર્શાવેલ સુવિધાઓ સહિત અનેક વિશેષતાઓ સાથે આવે છે:
- યુઝર્સ ફ્રેન્ડલી - યુલિપ ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર એ ઉપયોગમાં સરળ ડિજિટલ સાધન છે. રોકાણકારે આ કેલ્ક્યુલેટરમાં કેટલીક મુખ્ય વિગતો દાખલ કરવાની જ જરૂર છે. માહિતી દાખલ થતાં જ આ ટૂલ યુલિપ વળતરનો સ્નેપશોટ દર્શાવશે.
- ફ્લેક્સિબલ - યુલિપ ઈન્ટરેસ્ટ રેટ કેલ્ક્યુલેટર વ્યક્તિઓને યુલિપમાં ફાળવવા માટેની રકમનો પણ અંદાજ આપે છે. વધુમાં, રોકાણકારો તેમની જરૂરિયાતો અનુસાર મુખ્ય ઘટકોમાં ફેરફાર કરી શકે છે, જે પછી આઉટપુટમાં ફેરફાર થાય છે.
- પારદર્શિતા - રોકાણ પરનું રિટર્ન બજારની વધઘટ મુજબ ફેરફારને પાત્ર છે. યુલિપ કેલ્ક્યુલેટર પારદર્શિતા આપે છે કારણ કે તે ચોક્કસ સમયગાળા માટે ફંડનું વળતર નક્કી કરવામાં મદદ કરે છે.
પ્લાનિંગ - યુલિપ ફંડ રિટર્ન કેલ્ક્યુલેટર સાથે તમે બજારમાં વિવિધ યુલિપ પ્રોડક્ટોના અંદાજિત વળતરની તુલના અને વિશ્લેષણ કરી શકો છો. વધુમાં, યુલિપ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પ્લાનના તુલનાત્મક ખર્ચ-ફાયદા એનાલિસિસ સાથે વળતરનો અંદાજ લગાવવાથી રોકાણના વધુ સારા નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે.
બહુપક્ષીય પ્રોડક્ટ, યુલિપ વ્યક્તિના લાંબા ગાળાના નાણાકીય ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવા ઉપરાંત લાઈફ ઇન્સ્યોરન્સ ઓફર કરે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવાની યોજના ધરાવતી વ્યક્તિઓ જાણકારીપૂર્વકનો સમજદારીભર્યો નિર્ણય લેવા માટે યુલિપ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે.