Thank you for sharing your details with us!
ફિડેલિટી ઈન્સ્યોરન્સ શું છે?
ફિડેલિટી ઈન્સ્યોરન્સ, જેને ફિડેલિટી બોન્ડ ઈન્સ્યોરન્સ અથવા ફિડેલિટી ગેરંટી ઈન્સ્યોરન્સ પણ કહેવામાં આવે છે, તે તમારા બિઝનેસ માટે એક પ્રકારનો ઇન્સ્યોરન્સ છે જે જો તેમના કર્મચારીઓને અપ્રમાણિકતા, ચોરી અથવા છેતરપિંડી જેવી બાબતોને કારણે કોઈ નુકસાન પહોચાડે છે તો તેની સામે રક્ષણ આપે છે. જો આવા કર્મચારીઓ એક નાનકડી લઘુમતી હોય, તો પણ તેમના કૃત્યો તમારા બિઝનેસને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
ચાલો એક ઉદાહરણ જોઈએ, જો તમારી પાસે વિન્ડો રિપેરનો બિઝનેસ છે, અને કોઈ કર્મચારીને ગ્રાહકના ઘરે મોકલવામાં આવ્યો, પરંતુ તે તેના કેટલાક દાગીનાની ચોરી કરે છે,. અથવા, જો કોઈ કર્મચારીના ગયા પછી, તમને ખબર પડે કે તેઓ ઓનલાઈન કપડાં ખરીદવા માટે કંપનીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા તો તમારી કંપની આ કર્મચારીના કૃત્યો માટે જવાબદાર હોઈ શકે છે
ફિડેલિટી ઇન્સ્યોરન્સ લેવાથી તમને અને તમારા બિઝનેસને આવા સંજોગો સામે રક્ષણ મળી શકે છે, ભલે તે ભાગ્યે જ બનતા હોય.
તમને ફિડેલિટી ઇન્સ્યોરન્સ કવરની શા માટે જરૂર છે?
ફિડેલિટી ઇન્સ્યોરન્સ શું કવર કરે છે?
ફિડેલિટી ઇન્સ્યોરન્સ મેળવીને, જે નીચેના કેસમાં તમારા બિઝનેસનું રક્ષણ કરશે...
શું કવર કરવામાં આવતું નથી?
અમે પારદર્શિતામાં માનીએ છીએ, તેથી અહીં કેટલીક પરિસ્થિતિઓ છે જે કવર કરવામાં આવશે નહીં.
ફિડેલિટી ઇન્સ્યોરન્સ લેવાના ફાયદા શું છે?
ફિડેલિટી ઇન્સ્યોરન્સના પ્રકાર કયા છે?
ફિડેલિટી ઇન્સ્યોરન્સ મેળવવો એ તમારા બિઝનેસ માટેના રિસ્કને મેનેજ કરવાની શ્રેષ્ઠ રીત છે, તેથી તમારે તમારા અને તમારા બિઝનેસ માટે શ્રેષ્ઠ કાર્ય કરશે તેવા પ્લાન પર ધ્યાન આપવું જોઈએ. સામાન્ય રીતે, ચાર પ્રકારના ફિડેલિટી ઇન્સ્યોરન્સ પ્લાન છે:
- ઇંડીવિડ્યૂઅલ પોલિસીઓ - આ પ્રકારના પ્લાન કર્મચારીને છેતરપિંડી અથવા અપ્રમાણિકતાને લીધે થતા કોઈપણ નુકસાનને કવર કરે છે.
- કલેક્ટીવ પોલીસીઓ – આ પોલિસી હેઠળ, તમને કર્મચારીઓના ગ્રૂપ દ્વારા કોઈપણ કપટપૂર્ણ કૃત્યો સામે કવર કરવામાં આવશે (અને તમે કર્મચારીની જવાબદારીઓ અને હોદ્દાઓના આધારે ગેરંટીની રકમ પસંદ કરી શકો છો).
- ફ્લોટર પોલીસીઓ – આ પોલિસી કલેક્ટીવ પોલિસી જેવી જ છે કારણ કે તે કર્મચારીઓના ગ્રૂપને પણ કવર કરે છે, પરંતુ અહીં સમગ્ર ગ્રૂપમાં એક જ ગેરંટી રકમ લાગુ કરવામાં આવે છે.
- બ્લેન્કેટ પોલિસી - આ પ્રકારના પ્લાન ઓર્ગેનાઈઝેશનના તમામ કર્મચારીઓને કવર કરશે.
- ફર્સ્ટ-પાર્ટી કવરેજ - આ પ્રકારના પ્લાન તમારા કર્મચારીઓ દ્વારા કોઈપણ ખોટી પ્રવૃત્તિઓના કારણે તમારા પોતાના બિઝનેસને થતા કોઈપણ નુકસાનને કવર કરશે.
- થર્ડ-પાર્ટી કવરેજ - આ તમારા બિઝનેસના કર્મચારીઓ દ્વારા કોઈપણ અપ્રમાણિક કૃત્યો સામે તમારી કંપનીના ગ્રાહકો અથવા ક્લાયન્ટ દ્વારા કરવામાં આવેલા કોઈપણ ક્લેમને કવર કરે છે.
બિઝનેસના પ્રકાર કે જેને ફિડેલિટી ઇન્સ્યોરન્સની જરૂર હોય છે
કોઈપણ ઓર્ગેનાઈઝેશન કે જે લોકોને રોજગારી આપે છે તે ક્યારેય ખાતરી કરી શકતું નથી કે તે બધા હંમેશા સંપૂર્ણ પ્રમાણિક રહેશે. તેથી જ તમારા બિઝનેસ માટે ફિડેલિટી ઇન્સ્યોરન્સ લેવો એ એક સારો વિચાર હોઈ શકે છે, ખાસ કરીને જો:
ફિડેલિટી ઇન્સ્યોરન્સની કિંમત કેટલી હશે?
તમારું ફિડેલિટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ સામાન્ય રીતે પોલિસીના કુલ કવરેજ અથવા ઇન્સ્યોરન્સની રકમના લગભગ 0.5-2% જેટલું હોય છે. ફિડેલિટી પ્રિમિયમની ગણતરીમાં અન્ય ઘણા સંબંધિત પરિબળો છે, જેમ કે:
- કર્મચારીઓની સંખ્યા.
- તેઓ જે ચોક્કસ પ્રકારનું કામ કરે છે અને તેમની જવાબદારીઓ.
- કર્મચારીઓ દ્વારા હેન્ડલ કરવામાં આવતા ફંડની મહત્તમ રકમ અથવા એસેટ.
- છેતરપિંડીના કેસ સામે તમારો બિઝનેસ જે સલામતી અને સુરક્ષાના પગલાં લે છે.
- તમારા બિઝનેસના કર્મચારીઓ સામે કરેલા ભૂતકાળના ક્લેમ.
યોગ્ય ફિડેલિટી ઇન્સ્યોરન્સ પોલિસી કેવી રીતે પસંદ કરવી?
ફિડેલિટી ઈન્સ્યોરન્સ પોલિસી લેતા પહેલા યાદ રાખવા જેવી બાબતો
- ખાતરી કરો કે તમારા બિઝનેસમાં ઘણા બધા સલામતી અને સુરક્ષા પગલાં છે. કોઈપણ બિઝનેસ માટે કે જેમાં ઘણી બધી ટેન્જીબલ એસેટ હોય, તે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે કે તમે તેને સુરક્ષિત કરવા માટે તમે જે કંઈ કરી શકો તે કરો, જેમ કે લૉક કરેલા દરવાજા, એક સાઇટ પર સલામતી અને સિક્યુરીટી કેમેરા અથવા સિક્યુરીટી ગાર્ડ.
- હંમેશા તમારા કર્મચારીઓનું બેકગ્રાઉન્ડ તપાસો. કોઈપણ કર્મચારીઓને નોકરીએ રાખતા પહેલા, ખાસ કરીને જેઓ મોટી સંખ્યામાં જવાબદારીઓ અને ઍક્સેસ ધરાવતા હોય તો ખાતરી કરો કે તેમનો ભૂતકાળ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો નથી.
- તમારી રસીદો, વેચાણ અને ઇન્વેન્ટરીને નિયમિતપણે મોનીટર કરો. વેચાણની રકમ સામેની તમામ રસીદો તપાસો અને નિયમિત રીતે ડિપોઝીટ કરાવેલ નાણાંને તપાસો જેથી કરીને જ્યારે નાણાં અથવા પ્રોપર્ટી ગુમ થવાની અથવા નુકસાનની વાત આવે ત્યારે તમે ફ્લેગ કરી શકો અને વિસંગતતાઓ શોધી શકો.
- તમારા ફિડેલિટી ઇન્સ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવ્યું છે અને શું નહીં તે ચેક કરો. ઉદાહરણ તરીકે, કેટલીક સ્ટાન્ડર્ડ પોલિસી ડેટાની ચોરી અથવા કમ્પ્યુટર હેકિંગ અને છેતરપિંડીને કવર કરી શકતી નથી, તેથી, નિયમો અને શરતો વાંચો અને પછીથી તમને કંઈપણ આશ્ચર્ય થશે નહીં.
- તમામ પરિબળોનું એકસાથે મૂલ્યાંકન કરો. તમને શ્રેષ્ઠ વેલ્યૂ આપતી પોલિસી શોધવા માટે જોખમો તેમજ કર્મચારીઓની સંખ્યા તેમજ ઇન્સ્યોરન્સની રકમ અને પ્રીમિયમનો વિચાર કરો.