થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સની કિંમત

થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ માટે આજે જ ક્વોટ મેળવો.

Third-party premium has changed from 1st June. Renew now

ટૂ-વ્હીલર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સની કિંમત

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું બેદરકારીથી વાહન ચલાવવું એ કોઈ ત્રીજી વ્યક્તિને નુકશાન પહોંચાડી શકે છે? શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? અથવા તમારી કોઈ ભૂલ ન હોવા છતાં રસ્તા પર કોઈ અન્ય વાહનચાલકે તમને ઇજા પહોંચાડી છે? જો હા, તો તમે થર્ડ પાર્ટી લાએબીલીટી ઈન્સ્યોરન્સનું મહત્વ બરાબર સમજશો. 

સામાન્ય રીતે માર્ગ અકસ્માતથી કોઈ મિલકતને નુકશાન અથવા કોઈને સામાન્ય કે ગંભીર ઇજા અથવા મૃત્યુ થવાની સંભાવના હોય છે. ક્યારેક કોઈ એવી મુશ્કેલી ઊભી થઈ શકે જેનું સમાધાન માત્ર બે પાર્ટીથી શક્ય નથી. આવા કિસ્સાઓમાં તમારી થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ પોલિસી મદદરૂપ થાય છે અને મોટર ક્લેઇમ્સ ટ્રીબ્યુનલ દ્વારા નિશ્ચિત થતું વળતર ચૂકવે છે. 

 

થર્ડ પાર્ટી બાઇક વીમાના પ્રીમિયના દરો

થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ બાઇકની એન્જિન ક્ષમતાના આધારે વસૂલવામાં આવે છે. ચાલો વર્ષ 2019-20 અને 2022 ના ભાવો પર એક નજર કરીએ

 

એન્જીનની ક્ષમતા 2019-20 માટેનું પ્રીમિયમ રૂ. માં નવો 2W TP દર (1લી જૂન 2022થી લાગુ)
75 ccથી વધુ નહીં ₹482 ₹538
75cc થી વધુ પરંતુ 150cc થી વધુ નહી ₹752 ₹714
150cc થી વધુ પરંતુ 350cc થી વધુ નહી ₹1193 ₹1366
350 ccથી વધુ ₹2323 ₹2804

નવા ટુ-વ્હીલર માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ (5-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)

એન્જીનની ક્ષમતા 2019-20 માટેનું પ્રીમિયમ રૂ. માં નવો 2W TP દર (1લી જૂન 2022થી લાગુ)
75 ccથી વધુ નહીં ₹1,045 ₹2,901
75cc થી વધુ પરંતુ 150cc થી વધુ નહી ₹3,285 ₹3,851
150cc થી વધુ પરંતુ 350cc થી વધુ નહી ₹5,453 ₹7,365
350 ccથી વધુ ₹13,034 ₹15,117

નવા ઇલેક્ટ્રિક વાહન (EV) ટુ-વ્હીલર માટે પ્રીમિયમ (1-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)

વાહન કિલોવોટ ક્ષમતા (KW) 2019-20 માટેનું પ્રીમિયમ રૂ. માં નવો 2W TP દર (1લી જૂન 2022થી લાગુ)
3KW થી વધુ નહીં ₹410 ₹457
3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં ₹639 ₹609
7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં ₹1,014 ₹1,161
16KW થી વધુ ₹1,975 ₹2,383

નવા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ટુ-વ્હીલર માટે પ્રિમીયમ (5 વર્ષની સિંગલ પ્રીમિયમ પોલિસી)

વાહન કિલોવોટ ક્ષમતા (KW) 2019-20 માટેનું પ્રીમિયમ રૂ. માં નવો 2W TP દર (1લી જૂન 2022થી લાગુ)
3KW થી વધુ નહીં ₹888 ₹2,466
3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં ₹2,792 ₹3,273
7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં ₹4,653 ₹6,260
16KW થી વધુ ₹11,079 ₹12,849

350 ccથી વધુની બાઈક માટે કોઈ દરમાં વધારો કરવામાં આવ્યો નથી. કિંમત વધવાની ધારણા છે તેથી, વીમા કંપનીઓને બાઇક, સ્કૂટર વગેરે જેવા નવા ટુ-વ્હીલર માટે લાંબા ગાળાનું થર્ડ પાર્ટી પ્રીમિયમ વસૂલવાની છૂટ છે.

 

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના પ્રીમિયમને કયા પરિબળો અસર કરે?

જે ટૂ-વ્હીલર્સના મહત્તમ માર્ગ-અકસ્માત થયા હોય તેની સંખ્યામાં વધારો થવો. તેથી આવા વાહનો પાસેથી સરકારે સરખા પ્રમાણમાં થર્ડ પાર્ટી પ્રીમિયમમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 

વિવિધ બાઇક માટે જે તે બાઈકની એન્જિન ક્ષમતા તેનું થર્ડ પાર્ટી પ્રીમિયમ નક્કી કરે છે. 

 

થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સમાં શું કવર થશે?

થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સમાં શું શું સામેલ નથી?

જ્યારે તમે થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ ક્લેઇમ કરો ત્યારે તમને કોઈ આઘાત ન લાગે તે માટે આ જાણવું જરૂરી છે. કેટલીક પરિસ્થિતિ વિશે જાણીએ:

 

પોતાનું નુકશાન

થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સમાં વ્યક્તિનું પોતાનું નુકશાન કવર થતું નથી. 

 

લાયસન્સ વગર અથવા મદ્યપાન કરીને વાહન ચલાવવું

જો તમે મદ્યપાન કરીને વાહન ચલાવતા હતા અથવા તમે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા નથી તે સાબિત થાય તો કોઈ વળતર મળવાપાત્ર રહેતું નથી. 

 

માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું

જો તમે હજુ લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને તમારી પાસે અધિકૃત લાયસન્સ નથી તો તેનું વળતર ન મળી શકે. 

 

ન ખરીદેલા એડ-ઓન્સ

અમુક પરિસ્થિતિ એડ-ઓન્સમાં કવર થઈ જાય છે. જો તમે આવા કોઈ ટૂ-વ્હીલર એડ-ઓન ધરાવતા નથી તો તમને વળતર ન મળી શકે.  

 

શું કામ થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ મહત્વનું છે?

શું કામ થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ મહત્વનું છે?

મોટર વેહિકલ એક્ટ અનુસાર, થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ જરૂરી છે કારણકે:

કાયદાકીય પાલન:  થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ વગર ભારતનાં રસ્તાઓ પર ટૂ-વ્હીલર ચલાવી શકાય નહિ. 

અનહદ જવાબદારી: આ બહુ સ્વાભાવિક છે. થર્ડ-પાર્ટીને થયેલા નુકશાનનો ખર્ચ કોઈ વ્યક્તિ જાતે ચૂકવવાનું પસંદ ન કરે, ઘણા કિસ્સાઓમાં તો તે ખર્ચ પરવડે પણ નહિ. આવા સમયે તમને કોઈ આર્થિક નુકશાન ન થાય તે માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ઉપયોગી નીવડે છે. 

તમે કોંપ્રિહેંસીવ પેકેજ પોલિસી પણ ખરીદી શકો છો જેમાં તમારું પોતાનું તેમજ થર્ડ-પાર્ટી બંનેના નુકશાન કવર થાય છે. IRDA દ્વારા બાઈકના માલિકોને લાંબા ગાળાનો ઈન્સ્યોરન્સ આપવાની પણ ઇન્સ્યોરરને છૂટ આપવામાં આવી છે. જો તમે કોઈ બાઇકના માલિક છો તો તમે 5 વર્ષની થર્ડ-પાર્ટી પોલિસી અથવા કોંપ્રિહેંસીવ પેકેજ પોલિસી ઇસ્યુ કરી શકો છો. 

 

આવા કિસ્સાઓમાં બાઇકના માલિકે થર્ડ-પાર્ટીનું નુકશાન ચૂકવવું પડે છે:

  • ઇજા થાય ત્યારે: જો તમારા વાહનને લીધે ઇજાગ્રસ્ત થયેલી વ્યક્તિ (થર્ડ પાર્ટી) મેડિકલ ખર્ચાઓ માટે કે શારીરિક ખોડખાંપણના વળતર માટે કે ઇજાને કારણે કામ ન કરી શકવા બદલ થયેલા નુકશાન માટે વળતર માંગે તો. જો તમને કોઈ અન્યની ભૂલના કારણે ઈજાઓ થઈ હોય, તો તમે અહીં દર્શાવેલું વળતર મેળવવા માટે હકદાર છો. 
  • મૃત્યુ થાય ત્યારે: મૃતકના વારસદાર મૃત્યુ પહેલાની સારવાર માટેનો મેડિકલ ખર્ચ માંગી શકે છે. અમુક કિસ્સાઓમાં તેઓ આવક બંધ થવાથી થતાં નુકશાનનો પણ દાવો માંડી શકે છે.