ટીવીએસ જ્યુપીટર ઈન્સ્યોરન્સ

ટીવીએસ જ્યુપીટર ઈન્સ્યોરન્સ પોલિસી માત્ર રૂ 714 થી શરુ

Third-party premium has changed from 1st June. Renew now

ટીવીએસ જ્યુપીટર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યૂ કરો

શું તમારા રોજિંદા વપરાશ માટે કોઈ બજેટ-ફ્રેન્ડલી ટૂ-વ્હીલરની શોધમાં છો? ટીવીએસ જ્યુપીટર કેવું રહેશે? જાણો શા માટે ટીવીએસ જ્યુપીટર આટલું લોકપ્રિય છે અને ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદતા પહેલા કઈ કઈ વિગતો અચૂક જાણવી જોઈએ?

ટીવીએસ મોટર કંપનીનું જ્યુપીટર એ સૌથી વાજબી ટૂ વ્હીલર્સ પૈકીનું એક છે. 1978 માં સ્થાપવામાં આવેલી ટીવીએસ એ ભારતની ત્રીજી સૌથી મોટી મોટરસાયકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. મે 2019 માં આ કંપનીના 3 લાખ કરતાં વધુ યુનિટ્સનું વેચાણ થયું હતું. (1)

લિમિટેડ બજેટમાં ટીવીએસ જ્યુપીટર એ સતત સારું પરફોર્મન્સ કરતું લોકપ્રિય ટૂ-વ્હીલર રહ્યું છે. ઓકટોબર 2019 ના એક સર્વે અનુસાર, ટીવીએસ જ્યુપીટર એ ભારતનું બીજા ક્રમનું બેસ્ટસેલર વાહન રહ્યું હતું. એક જ મહિનામાં ભારતમાં ટીવીએસ જ્યુપીટરના કુલ 74,500 જેટલા યુનિટ્સનું વેચાણ થયું હતું. (2)

તો હવે તમેટીવીએસ જ્યુપીટર ખરીદવાનું નક્કી કરી જ લીધું હશે એટલે હવે કોઈ નુકસાન, આગ, અકસ્માત, કુદરતી આપત્તિ વગેરેથી તેની સાચવણી જરૂરી બની જાય છે.

આવી તમામ સ્થિતિમાં આર્થિક નુકસાનથી બચવા માટેટીવીએસ જ્યુપીટર ઈન્સ્યોરન્સ લેવો એ એક બહુ જ સ્વાભાવિક પગલું છે.

મોટર વેહિકલ એક્ટ, 1988 અનુસાર થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ એ જરૂરી જ નહિ, ફરજિયાત છે. જો તમે તમારા વાહનને યોગ્ય કવરેજ ન આપી શકો તો તમને 2000 રૂથી 4000 રૂ જેટલો દંડ થઈ શકે છે. તેથી, ઈન્સ્યોરન્સ લેવો અનિવાર્ય છે.

ટીવીએસ જ્યુપીટર ઈન્સ્યોરન્સમાં શું શું કવર થાય છે?

શા માટે તમારે ડિજીટનો ટીવીએસ જ્યુપીટર ઈન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?

ટીવીએસ જ્યુપીટર માટે ઈન્સ્યોરન્સ પ્લાન્સના પ્રકારો:

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતથી તમારા પોતાના ટૂ વ્હીલરને થયેલું નુકસાન

×

આગથી તમારા પોતાના ટૂ વ્હીલરને થયેલું નુકસાન

×

કોઈ કુદરતી આપત્તિથી તમારા પોતાના ટૂ વ્હીલરને થયેલું નુકસાન

×

થર્ડ પાર્ટીના વાહનને થયેલું નુકસાન

×

થર્ડ પાર્ટીની મિલકતને થયેલું નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજા અથવા મૃત્યુ

×

તમારા સ્કૂટી અથવા બાઈકની ચોરી

×

તમારા IDVને કસ્ટમાઈઝ

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન વડે વધારાનું પ્રોટેક્શન

×
Get Quote Get Quote

Know more about the difference between comprehensive and third party two wheeler insurance

ક્લેઇમ ફાઇલ કેવી રીતે કરવું?

અમારી પાસેથી કોઈ ઈન્સ્યોરન્સ ખરીદ્યા બાદ તમે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકો છો કારણ કે અમારી પાસે પૂરેપૂરી ડિજિટલ અને ખૂબ જ સરળ થ્રી-સ્ટેપ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

કોઈ પણ ફોર્મ ભરવાની જરુર નથી. માત્ર 1800-258-5956 પર ફોન કરો.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સેલ્ફ-ઇન્સ્પેક્શન માટે લિન્ક મેળવો. એક પછી એક માર્ગદર્શન મુજબ તમારા વાહનના નુકસાનનો તમારા સ્માર્ટફોનમાં વિડીયો રેકર્ડ કરો.

સ્ટેપ 3

મોડ ઓફ રીપેર પસંદ કરો. એટલે કે તમે વળતર મેળવવા ઈચ્છો છો કે અમારા નેટવર્ક ગેરેજ ખાતે વાહનને રીપેર કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો.

ડિજીટના ઈન્સ્યોરન્સ ક્લેઇમ્સ કેટલા ઝડપથી સેટલ થાય છે? જ્યારે તમે તમારી ઈન્સ્યોરન્સ કંપની બદલી રહ્યા હોવ ત્યારે સૌથી પહેલા આ પ્રશ્ન ઉદભવે અને એ બહુ સ્વાભાવિક છે! ડિજીટના ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો.

ટીવીએસ જ્યુપીટર વિષે સંક્ષેપમાં માહિતી

વર્ષ 2013 માં ટીવીએસ જ્યુપીટર લોન્ચ કર્યું હતું. માત્ર સાત વર્ષમાં ભારતનાં સ્કૂટર માર્કેટ પર ટીવીએસ જ્યુપીટરએ ઘણી સારી લોકપ્રિયતા મેળવી છે. વેચાણની બાબતમાં દર વર્ષે આ મોડલ સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે.

ટીવીએસ જ્યુપીટર વિષે આ રસપ્રદ વાતો તમારે અવશ્ય જાણવી જોઈએ:

સિંગલ 110 cc સિલિન્ડર ધરાવતું ટીવીએસ જ્યુપીટર ફોર સ્ટ્રોક એન્જિન ધરાવે છે. ભારતમાં કોઈ પણ વાજબી વાહનો માટે માઇલેજ અથવા ફ્યુઅલ એફિશિયન્સી સૌથી મહત્વનું પરિબળ છે. સદભાગ્યે ટીવીએસ જ્યુપીટર 49 કિમી પર લિટરની માઇલેજ આપે છે. બેસ્ટ ઈન ક્લાસ મોડલ 62 kmpl જેટલી માઇલેજ આપે છે.

આંતરિક ફીચર્સ સિવાય બાહ્ય બોડીની ક્વોલિટી પણ ખૂબ જ પ્રભાવશાળી છે. ઘણી સાદી હોવા છતાં ડિઝાઇન ખૂબ આકર્ષક લાગે છે. વધુમાં, બોડીનું મટિરિયલ નાના-મોટા ગોબા વગર સુરક્ષિત રાખવા સક્ષમ છે.

અત્યાર સુધીમાં મળેલા અઢળક એવોર્ડસથી ગ્રાહકોને આ સ્કૂટરની લોકપ્રિયતાની સાબિતી મળે છે. 2014 માં ટીવીએસ જ્યુપીટર NDTV કાર અને બાઇક એવોર્ડસમાં વ્યૂઅર્સ ચોઈસ ટૂ-વ્હીલર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર પ્રથમ સ્કૂટર હતું.

વધુમાં, અત્યાર સુધીમાં વિવિધ જગ્યાએથી પાંચવાર સ્કૂટર ઓફ ધ યર ઍવોર્ડ મળ્યો છે. 

હવે તમે સમજી શકો છો કેટીવીએસ જ્યુપીટરના માલિક હોવું એ એક ગર્વની બાબત છે!  તેથી, તમારે વાહનમાં કરેલા આ રોકાણની અવશ્ય કાળજી રાખવી જોઈએ.

અકસ્માતના કિસ્સામાં તમારા સ્કૂટરને તેમજ અન્ય પાર્ટીને થયેલા નુકસાન સામે આર્થિક રાહત મેળવવા માટે જ્યુપીટર ઈન્સ્યોરન્સ એ એકમાત્ર ઉપાય છે.

આવી પોલિસીની કિંમત એન્જિન કેપેસિટી, ઉંમર અને અન્ય ઘણા પરિબળો પર આધાર રાખે છે. ઉપરાંત, ઇન્સ્યોરર એ પણ ચકાસે છે કે તમારા સ્કૂટરનું મોડલ અપડેટેડ સેફટી અને સિક્યોરીટી સ્પેસિફિકેશન ધરાવે છે કે નહીં?

શું તમે શ્રેષ્ઠ ઈન્સ્યોરન્સ પ્રોવાઇડર વિષે અવઢવમાં છો? એકવાર ડિજીટને ચાન્સ આપી જોવો!

શું કામ ઈન્સ્યોરન્સ ઈન્સ્યોરન્સ માટે ડિજીટની પસંદગી કરવી જોઈએ?

સંક્ષેપમાં કહીએ તો, ઈન્સ્યોરન્સ કંપનીની બાબતમાં ડિજીટએ પોતાનું એક આગવું સ્થાન મેળવ્યું છે. તેણે અન્ય કંપનીઓ કરતાં વધુ સુવિધાઓ અને વિકલ્પ ઓફર કરીને પોતાની એક યુનિક ઓળખ બનાવી છે. ડિજીટના ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સના કેટલાક ફાયદાઓ આ મુજબ છે:

  • તમારા ટીવીએસ જ્યુપીટર ટૂ-વ્હીલર માટે આસાન કેશલેશ રીપેર મેળવવા માટે: ડિજીટ આખા ભારતમાં હજારો કરતાં વધુ નેટવર્ક ગેરેજિસ ધરાવે છે. તેથી તમે ક્યાંય પણ છો અને તમારા વાહનને અકસ્માત નડે છે તો તમે ખૂબ સરળતાથી કોઈ પણ ખર્ચ કર્યા વગર સ્કૂટર રીપેર કરવી શકો છો. જો તમે કોઈ નોન-નેટવર્ક ગેરેજમાં રીપેર કરાવો છો તો તમારે ઇન્સ્યોરર પાસે વળતર માટે અપ્લાય કરતાં પહેલા જાતે ખર્ચ આપવો પડે છે. જો અકસ્માત સમયે તમારી પાસે મર્યાદિત રોકડ હોય તો આ એક મુશ્કેલી સાબિત થઈ શકે છે.
  • ઓછા દસ્તાવેજો અને સરળ ક્લેઇમ: પોલિસી ક્લેઇમ કરવા માટે ડિજીટના પોલિસી હોલ્ડર્સને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. તમે સરળતાથી ઓનલાઈન ક્લેઇમ કરી શકો છો અને ઘણા ટૂંકા સમયમાં આર્થિક સહાય મેળવી શકો છો. ટૂ-વ્હીલરને નુકસાન થાય ત્યાર પછી રિપેરિંગની સુવિધા મેળવવા આ પ્રક્રિયા કરવી જરૂરી છે. ખાસ કરીને સ્માર્ટફોન્સ દ્વારા થતી અમારી સેલ્ફ-ઇન્સ્પેક્શન સુવિધાથી ક્લેઇમ મેળવવાની પ્રક્રિયા ઘણી ઝડપી અને અસરકારક બને છે. વળી, ડિજીટ ઈન્સ્યોરન્સનો હાઇ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોને કારણે તમારો ક્લેઇમ રિજેક્ટ થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે.
  • તમારી ચોક્કસ જરૂરીયાતો પ્રમાણએ પોલિસીના અનેકવિધ વિકલ્પો: તમારા વાહનની સાચવણી માટે તમે કોઈ પોલિસી લેવાનું પસંદ કરો છો ત્યારે ઈન્સ્યોરન્સ કંપની તમારી અપેક્ષા પ્રમાણે પૂરતા વિકલ્પો આપે તે બહુ જ જરૂરી છે. આ બાબતમાં ડિજીટ અગ્રેસર છે અને ટૂ-વ્હીલર માટે અનેક પ્રકારના પ્લાન્સ ઓફર કરે છે.
  • A. થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસી- અનેક જ્યુપીટર ઈન્સ્યોરન્સ પ્લાન્સ થર્ડ પાર્ટી વ્યક્તિ, વાહન કે મિલકત માટે આર્થિક સહાય ઓફર કરે છે. પણ આવા પ્લાન્સમાં તમારા પોતાનું, વાહનનું કે મિલકતનું નુકસાન કવર થતું નથી. આવી પોલિસી થર્ડ પાર્ટી લાએબીલીટી કવર તરીકે ઓળખાય છે.
  • B. કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસી- એક એવો ઈન્સ્યોરન્સ પ્લાન જે થર્ડ પાર્ટીને તેમજ તમને પોતાને થયેલા તમામ પ્રકારના નુકશાન સામે નાણાકીય મદદ કરે છે તેવા પ્લાનને કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસી પ્લાન કહેવાય છે. આ પ્રકારની પોલિસીમાં જો તમારા વાહનને પૂર, ભૂકંપ વગેરે જેવી કોઈ કુદરતી આપત્તિ, કે આગ જેવી કોઈ માનવીય ભૂલોથી કોઈ નુકસાન થાય તો યોગ્ય વળતર મળે છે.  

હવે, જો તમે સપ્ટેમ્બર 2018 પછી તમારું ટીવીએસ જ્યુપીટર ખરીદ્યું હોય તો તમારે તમારા વાહન માટે ઔન ડેમેજ કવર વિષે જાણવું જોઈએ. જો તમારી પાસે પહેલેથી જ થર્ડ-પાર્ટી લાએબીલીટી ઈન્સ્યોરન્સ પ્લાન હોય તો તો માત્ર આ કવર દ્વારા તમારા વાહનને બહેતર આર્થિક રક્ષણ આપી શકાય છે.

  • 24*7 કસ્ટમર કેર સર્વિસ ઉપલબ્ધ- એક સારા ઈન્સ્યોરન્સ પ્રોવાઇડરની નિશાની એ જ કે તે તેના ગ્રાહકોની સેવા માટે દિવસ-રાત ઉપલબ્ધ હોય. આ મુદ્દે ડિજીટ સંપૂર્ણપણે ગ્રાહકોની અપેક્ષા પરિપૂર્ણ કરે છે. આ કંપનીની કસ્ટમેર સુવિધા તેના ગ્રાહકોના તમામ પ્રશ્નોનું ઝડપી અને અવરોધરહિત નિરાકરણ લાવવા માટે શ્રેષ્ઠ છે. જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ ક્લેઇમ ફાઇલ કરવું હોય, માત્ર એક કોલ કરવાથી ડિજીટનો કસ્ટમર કેર વિભાગ હાજર થઈ જશે.
  • નો ક્લેઇમ બોનસના ફાયદાઓ મેળવો- જો તમે એક સારા વાહનચાલક છો અને તમારા વાહનને અકસ્માતથી બચાવી શકો છો તો તમને દર વર્ષે ઈન્સ્યોરન્સ કવર ક્લેઇમ કરવાની જરુર નહિ પડે. આવા ક્લેઇમ-ફ્રી વર્ષો માટે ડિજીટ તમને ખાસ લાભ આપે છે. દરેક ક્લેઇમ વગરના વર્ષો માટે ડિજીટ પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ તરીકે નો ક્લેઇમ બોનસનો આકર્ષક ફાયદો મળે છે. તેનાથી દર વર્ષે પોલિસીનું પ્રીમિયમ ઓછું થતું જાય છે. તમારા ક્લેઇમ વગરના વર્ષોના આધારે NCB (નો ક્લેઇમ બોનસ)થી પ્રીમિયમમાં 50% સુધીનો ફાયદો થઈ શકે છે.
  • ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ કસ્ટમાઈઝ કરો- IDVનું આખું નામ ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ છે. આ એક ચોક્કસ લમસમ પેમેન્ટ છે જે તમને તમારા ટૂ-વ્હીલરના સંપૂર્ણ લોસ અથવા ચોરીના કિસ્સામાં મળવાપાત્ર છે. IDV મહત્વનું છે કારણકે સંપૂર્ણ નુકસાનના સમયે આનાથી તમારું વાહન રિપ્લેસ કરવા જેટલી રકમનું વળતર મળે છે. આવી ખરાબ સ્થિતિમાં ડિજીટનો ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસી પ્લાન તમારા વાહન માટે તમને વધુ IDV પસંદ કરવાની તક આપે છે.
  • એડ-ઓન કવર્સ દ્વારા વધુ પ્રોટેક્શન- કોઈ પણ પોલિસી કવર માટે એડ-ઓન એક મહત્વનો ભાગ છે, ખાસ તો તમને તમારા ઈન્સ્યોરર પાસેથી કોઈ ચોક્કસ જરૂરિયાત હોય તો. જો તમારા પ્લાનમાં એ ચોક્કસ જરૂરિયાત માટે કોઈ જોગવાઈ ન હોય તો તમે એડ-ઓનની પસંદગી કરી શકો છો. ડિજીટ દ્વારા કેટલાક આકર્ષક એડ-ઓન કવર્સ ઉપલબ્ધ છે:
    • ઝીરો ડેપ્રિશીએશન કવર
    • એન્જિન અને ગિયર પ્રોટેક્શન કવર
    • રિટર્ન તો ઇનવોઇસ કવર
    • બ્રેકડાઉન આસિસ્ટન્સ
    • કન્ઝયુમેબલ કવર
  • ખરીદવા અને રિન્યૂ કરવાની ઓનલાઈન સરળ સુવિધા- ડિજીટ ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ ખરીદવા ઓનલાઈન ખરીદીની સુવિધા આપે છે. તેથી, ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર વિવિધ પ્રોડક્ટ્સની તુલના કરી શકે છે. ત્યાર બાદ, તેઓ પ્લાન પસંદ કરીને તેનું કવરેજ શરુ કરવા માટે પ્રીમિયમની ચૂકવણી કરી શકે છે. તે જ રીતે પ્લાન રિન્યૂ કરવો હોય તો પણ તમારી પોલિસીની માહિતી ઉમેરીને ઝડપથી પ્લાન રિન્યૂ કરી શકો છો.

આમ, આ અને આવા અનેક ફાયદાઓને કારણે તમારા ઓનલાઈનના ટૂ-વ્હીલર ઓનલાઈન પોલિસી માટે ડિજીટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

ટીવીએસ જ્યુપીટર- વેરિયન્ટ્સ અને ex-શોરૂમ કિંમત

વેરિયન્ટ્સ ex-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે ફેરફાર શક્ય છે)
Jupiter STD, 62 Kmpl, 109.7 cc ₹ 52,945
Jupiter ZX, 62 Kmpl, 109.7 cc ₹ 57,443
Jupiter Classic, 62 kmpl, 109.7 cc ₹ 59,935
Jupiter ZX Disc, 62 Kmpl, 109.7 cc ₹ 59,950

ભારતમાં ટીવીએસ જ્યુપીટર ઈન્સ્યોરન્સ પોલિસી માટે FAQs

જો મારે ઓછું પ્રીમિયમ ભરવું હોય તો મારે ટીવીએસ જ્યુપીટર માટે કયા પ્રકારનો પ્લાન ખરીદવો જોઈએ?

થર્ડ પાર્ટી લાએબીલીટી ઈન્સ્યોરન્સ પોલિસી એ તમારા માટે સૌથી પાયાનો પ્લાન છે. અલબત્ત, આમાં તમારા વાહનને કોઈ નુકસાન થાય તો તે માટે કોઈ પણ આર્થિક સહાયની જોગવાઈ નથી. આમાં કોઈ અકસ્માતમાં માત્ર તમારી અન્ય વ્યક્તિ પ્રત્યે ચૂકવવાપાત્ર થતી લાએબીલીટીનો સમાવેશ થાય છે.

નેટવર્ક ગેરેજની મુલાકાતથી મને શું ફાયદો થઈ શકે?

તમારા સ્કૂટરને કોઈ અકસ્માતમાં નુકસાન થાય તો તમારા ઇન્સ્યોરરના નેટવર્ક ગેરેજિસ એ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તમે કેશલેસ રીપેરની સુવિધા મેળવી શકો છો. અન્ય તમામ ગેરેજમાં તમારે પોતે રિપેરિંગની રકમ ચૂકવવી પડે છે અને પછીના દિવસોમાં તે રકમ માટે ક્લેઇમ કરવું પડે છે.

મારા સ્કૂટરના બોડી પર એક નાનો ગોબો છે. શું હું ઈન્સ્યોરન્સ ક્લેઇમ કરી શકું?

ઈન્સ્યોરન્સ ક્લેઇમ કરવો કે નહિ એ તમારા હાથમાં છે. અલબત્ત, ક્લેઇમ-ફ્રી વર્ષ રહે તે માટે નાની રકમ માટે ક્લેઇમ ન કરવું વધારે હિતાવહ છે. નાની રકમનો ઈન્સ્યોરન્સ ક્લેઇમ કરવા કરતાં નો ક્લેઇમ બોનસ તમને વધુ ફાયદો કરવી શકે છે.