સુઝુકી એક્સેસ ઇન્સ્યોરન્સ

માત્ર રૂ. 714 થી શરૂ થતા સુઝુકી એક્સેસ ઇન્સ્યોરન્સને ચકાસો

Third-party premium has changed from 1st June. Renew now

સુઝુકી એક્સેસ ઇન્સ્યોરન્સની ઓનલાઇન ખરીદી / રિન્યૂ

જ્યારે સ્કૂટર ખરીદતા પહેલા તેની વિશેષતાઓ વિશે બધું જાણવું મહત્વપૂર્ણ છે, તેવી  જ રીતે તેની સુરક્ષા માટે તમે જે ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ નો લાભ લઈ રહ્યા છો તેના વિશે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. અહીં, અમે અન્ય બાબતોની સાથે સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ તમે જે લાભો મેળવી શકો છો તેના વિશે જાણીશું!

શું તમે નિયમિત અવર-જવર માટેના વાહનમાં રોકાણ કરવા માગો છો? ઠીક છે, સુઝુકી એક્સેસ એ તમારી માટે જરૂરી વાહન હોઈ શકે છે. સુઝુકી એક્સેસ એ ભારતના ટુ-વ્હીલર માર્કેટમાં પરવડે તેવા નામો પૈકીનું એક સૌથી વિશ્વસનીય નામ છે. લગભગ 13 વર્ષ પહેલાં 2007માં રજૂ કરાયેલી, સુઝુકી એક્સેસ સમયની સાથે વિકસિત થઈ છે.

આવા વાહનની માલિકી હોવી તમારા માટે ગર્વની વાત હોઈ શકે છે. જો કે, સ્કૂટરનું અકસ્માત અથવા અન્ય કોઈપણ રીતે નુકસાન ભાવનાત્મક અને આર્થિક બંને રીતે નુકસાનકારક હોઈ શકે છે.

સુઝુકી એક્સેસ ઇન્સ્યોરન્સ પૉલિસી એ આવા દૂર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં તમારી માટે આવશ્યક સુરક્ષાનો એક પ્રકાર છે. આમ તો આવી પોલિસીઓ અકસ્માતોને અટકાવી શકતી નથી, પરંતુ તે દુર્ઘટના પછી તમારા સ્કૂટરને રિપેરિંગ કરવામાં તમારે જે નાણાકીય જવાબદારીઓનો સામનો કરો છો તેને નોંધપાત્ર રીતે મર્યાદિત કરે છે. વધુમાં, આવા કવરનો લાભ લેવો એ સુનિશ્ચિત કરે છે કે તમને દંડનો સામનો કરવો પડશે નહીં કારણ કે મોટર વ્હિકલ એક્ટ- 1988 હેઠળ તમામ મોટર વ્હિકલ્સ માટે ઇન્સ્યોરન્સ પૉલિસી ફરજિયાત બનાવવામાં આવી છે.

થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસીના નિયમનો ઉલ્લંઘન કરવા બદલ, તમારા ટુ- વ્હીલરને રૂ.2000 અને ત્યારબાદ ફરી આવા ગુના બદલ રૂ. 4000નો દંડ થઇ શકે છે.

પરંતુ, આ બધુ પાછળથી જોઇશુ! ચાલો આપણે સૌપ્રથમ સુઝુકી એક્સેસને સમગ્ર ભારતમાં સૌથી પ્રખ્યાત સ્કૂટર પૈકીનું એક બનાવે છે તેના પર એક નજર કરીએ.

સુઝુકી એક્સેસ ઇન્સ્યોરન્સમાં શુ કવર થાય છે

તમારે શા માટે ડિજિટનો સુઝુકી એક્સેસ ઇન્સ્યોરન્સ ખરીદવો જોઇએ?

સુઝુકી એક્સેસ માટે ઇન્સ્યોરન્સ પ્લાન્સના પ્રકારો

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલ નુકસાન/ક્ષતિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને ક્ષતિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને નુકસાન/ક્ષતિ

×

થર્ડ પાર્ટીના વાહનને નુકસાન

×

થર્ડ પાર્ટીની સંપત્તિને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિની ઇજા / મૃત્યુ

×

મારા સ્કુટર કે બાઇકની ચોરી

×

તમારા IDVને કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

 કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

કેવી રીતે ક્લેઈમ દાખલ કરશો?

તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો! ડિજિટનો ક્લેઈમ્સ રિપોર્ટ કાર્ડ વાંચો

સુઝુકી એક્સેસ : તેને કઇ બાબત સમગ્ર ભારતભરમાં બેસ્ટ સેલિંગ સ્કુટર્સ પૈકીનું એક બનાવે?

ભારતીય બજારમાં પહેલેથી જ ઉપલબ્ધ વિવિધ સ્કૂટર્સ વચ્ચે પણ સુઝુકી એક્સેસ એ સમયની કસોટીનો સામનો કર્યો છે.

  • ભારતીય બજારમાં પહેલેથી જ ઉપલબ્ધ વિવિધ સ્કૂટર્સ વચ્ચે પણ સુઝુકી એક્સેસ એ સમયની કસોટીનો સામનો કર્યો છે.
  • 125cc એન્જિન ક્ષમતા અને 64 kmpl ના સાધારણ માઇલેજ સાથે, સુઝુકી એક્સેસ નિયમિત ઉપયોગ માટે બનાવવામાં આવી છે.
  • તે એર-કૂલ્ડ એન્જિન અને સિંગલ ફ્યુઅલ સિલિન્ડર પણ ધરાવે છે.
  • ઓટોમેટિક ટ્રાન્સમિશન, અને 8.7 PS @ 7000 rpm નો ટોર્ક, દરેક વખતે સરળ અને મુશ્કેલી-મુક્ત મુસાફરી બનાવે છે.
  • સુઝુકીએ તાજેતરમાં સુઝુકી એક્સેસનું BS6 વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ છે. આ મોડલ ઉત્સર્જન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે.

આવા આકર્ષક ફિચરો અને બધા બધા સાથે, સુઝુકી એક્સેસ તેના ચાલકોને સૌથી સરળ ઓન-રોડ પરફોર્મન્સ આપે છે. જો કે, ચોરી જેવા ગુનાઓની સાથે અકસ્માત, કુદરતી અને માનવસર્જિત આફતોને કારણે તેને થઈ શકે તેવા નુકસાન માટે તે હજુ પણ સંવેદનશીલ છે.

આથી, તમારે વાહન માટે પૂરતી સુરક્ષાની ખાતરી કરવી જોઈએ જેથી કરીને તમે આવનારા કેટલાક વર્ષો સુધી તેનો ઉપયોગ કરી શકો. આ સંદર્ભમાં, સુઝુકી એક્સેસ બાઇક ઇન્સ્યોરન્સ હેતુ પૂરો કરે છે.

ડિજિટ સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીઓ પર એક નજર નાંખો, જે અન્ય કોઈની જેમ નાણાં માટે વેલ્યૂ ઓફર કરતી હોય.

સુઝુકી એક્સેસ ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજિટને શા માટે પસંદ કરવુ?

તમારા માટે નવાઇ પામવુ સ્વાભાવિક છે કે જ્યારે ટુ-વ્હીલર માટે ઇન્સ્યોરન્સ ઓફર કરતી અન્ય ઘણી બ્રાન્ડ્સ હોય ત્યારે તમારે શા માટે ડિજિટ પસંદ કરવું જોઈએ. ડિજિટના પ્લાન્સ હેઠળ ઓફર કરવામાં આવતી કેટલીક સુવિધાઓ પર એક નજર નાખો:

સરળ ખરીદી અને રિન્યૂઅલ

ઓનલાઈન ઇન્સ્યોરન્સની ખરીદી અને રિન્યુઅલને પ્રાથમિકતા આપે છે. એજન્ટો અથવા બ્રોકર્સ સાથેની મીટિંગમાં તમારા સંસાધનોનો બગાડ કરવાને બદલે, તમે ડિજિટની વેબસાઇટ પરથી સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી વિશે વાંચવાનું અને ખરીદવાનું પસંદ કરી શકો છો.

પેપરલેસ ક્લેઈમની પ્રક્રિયા

શું તમે વારંવાર મહત્વપૂર્ણ દસ્તાવેજોનો ટ્રેક ગુમાવો છો? જો તમે આવુ કરો છો, તો ડિજિટ એક્સેસ 125 ઇન્સ્યોરન્સ પૉલિસી તમારા માટે યોગ્ય છે. ડિજિટ એ લગભગ સંપૂર્ણ રીતે ઓનલાઈન સિસ્ટમ બનાવીને ક્લેઈમ ફાઇલિંગ અને સેટલમેન્ટ પ્રક્રિયાને નોંધપાત્ર રીતે સરળ બનાવી છે.

વધુમાં, ડિજિટ સ્માર્ટફોન-સક્ષમ સેલ્ફ- ઇન્સ્પેક્શન પ્રોસેસ પણ પુરી પાડે છે જે ક્લેઈમ્સને મુશ્કેલી-મુક્ત બનાવે છે.

પસંદ કરવા માટે વિવિધ પ્રકારની ઇન્સ્યોરન્સ પૉલિસીઓ

ડિજિટ ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર પોલિસીની રેન્જ ઓફર કરે છે. તમે નીચે દર્શાવેલ કોઈપણ પોલિસી પસંદ કરી શકો છો:

  • થર્ડ-પાર્ટી લાયેબિલિટી ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી - જો તમે અકસ્માતમાં સંડોવાયેલા હોવ અને થર્ડ- પાર્ટીના વાહન, મિલકત અથવા વ્યક્તિને નુકસાન પહોંચાડો, તો તમે ઉક્ત નુકસાન બદલ નાણાકીય દ્રષ્ટિએ જવાબદાર છો. આ કવર સાથે, તમે અકસ્માતને કારણે થયેલી તમામ થર્ડ- પાર્ટી લાયેબિલિટી માટે કવરેજ મેળવી શકો છો.
  • કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી - થર્ડ- પાર્ટીની જવાબદારીઓ માટે ચૂકવણી કરવા ઉપરાંત, કોમ્પ્રિહેન્સિવ એ ખાતરી કરે છે કે તમે અકસ્માત, આગ, કુદરતી અને માનવસર્જિત આફતોના કારણે તમારા પોતાના સ્કૂટરને થતા નુકસાન માટે પોલિસી પર ક્લેઈમ કરી શકો છો. ઉપરાંત, તમે સ્કૂટરને ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન અથવા ચોરીના કિસ્સામાં પણ મદદ મેળવી શકો છો.

વધુમાં, જો તમે સપ્ટેમ્બર 2018 પછી તમારું સુઝુકી એક્સેસ ખરીદ્યું હોય, તો તમે ડિજિટમાંથી ઓને ડેમેજ કવર ખરીદવાનું પણ પસંદ કરી શકો છો. આવા પ્લાન્સ તેની થર્ડ- પાર્ટી લાયેબિલિટીના ભાગ સિવાય કોમ્પ્રિહેન્સિવ પ્લાન્સના લાભો પ્રદાન કરે છે. જોકે, આ પોલિસી ફક્ત નવા સ્કૂટર માલિકો માટે જ યોગ્ય છે અને તે સેકન્ડ હેન્ડ એક્સેસ માલિકો માટે નહીં.

એડ-ઓન્સથી મહત્તમ સુરક્ષા

ઘણીવાર મૂળભુત પોલિસી તમારા સ્કૂટર માટે પુરતી નાણાકીય સુરક્ષા પ્રદાન કરતી નથી. આવા કિસ્સાઓમાં, તમારે વધારાના પગલાં લેવાની જરૂર છે. ડિજિટ ઘણા એડ-ઓન કવર ઓફર કરે છે જે ઇન્સ્યોરન્સ પોલિસીને વધુ સારી રીતે સુરક્ષિત બનાવે છે. તેમાંના કેટલાકનો સમાવેશ થાય છે:

  • ઝીરો ડિપ્રેશિયેશન કવર
  • ઇનવોઇસ કવર રિટર્ન
  • કન્ઝ્યુમેબલ કવર
  • બ્રેકડાઉન આસિસ્ટન્ટ
  • એન્જિન અને ગિયર પ્રોટેક્શન કવર

તમારા નાણાંની રિકવરી માટે ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂને કસ્ટમાઇઝ કરો

ગંભીર અકસ્માતોના કિસ્સામાં, તમારા સ્કૂટરને જે નુકસાન થાય છે તે રિપેરિંગની સંભાવનાઓથી પર હોઈ શકે છે. આ સ્થિતિને સામાન્ય રીતે ટોટલ તરીકે ઓળખવામાં આવે છે. આવા કિસ્સાઓમાં અને ચોરીના કિસ્સામાં, તમે તમારી ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વળતર મેળવી શકો છો. આવા કેસોમાં તમને કેટલી જરૂર છે તેનો ઉલ્લેખ કરવા અને ઇન્સ્યોરન્સ પૉલિસીમાંથી તમારા લાભોને મહત્તમ કરવા માટે ડિજિટ તમને IDV રકમને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે.

આમ, ડિજિટની સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી તમારા મૂલ્યવાન કબજા માટે સાર્વત્રિક સુરક્ષા મેળવવાની વાત આવે ત્યારે શ્રેષ્ઠ વિકલ્પો પૈકીની એક બનાવે છે.

સુઝુકી એક્સેસ - વેરિયન્ટ્સ અને એક્સ-શોરૂમ પ્રાઇસ

વેરિયન્ટ્સ એક્સ-શોરૂમ પ્રાઇસ (શહેર મુજબ પ્રાઇસમાં ફેરફાર સંભવ)
એક્સેસ 125cc53 Kmpl, 124 ccDISCONTINUED ₹ 51,932
એક્સેસ 125 SE53 Kmpl, 124 ccDISCONTINUED ₹ 53,887
એક્સેસ 125 Drum64 Kmpl, 124 cc ₹ 56,528
એક્સેસ 125 Drum CBS64 Kmpl, 124 cc ₹ 57,218
એક્સેસ 125 Disc124 cc ₹ 58,350

ભારતમાં સુઝુકી એક્સેસ ઇન્સ્યોરન્સ પોલિસી વિશે વારંવરા પૂછાતા પ્રશ્નો

શું સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી પર કોઈ કપાત લાગુ પડે છે?

હા, IRDAI ના આદેશ મુજબ સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી પર ફરજિયાત કર કપાત લાગુ પડે છે.

જો હું મારા વીમા કંપની બદલીશ તો શું મારું નો ક્લેઈમ બોનસ ઉપલબ્ધ રહેશે?

હા, જો તમે તમારી વીમા કંપની બદલો તો પણ તમારી ચાલુ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ ઉપલબ્ધ નો ક્લેઈમ બોનસ કેરી- ફોરવર્ડ થશે.

મારી સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી રિન્યૂ કરવાનો યોગ્ય સમય ક્યો છે?

તમારે આદર્શ રીતે તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી સમાપ્ત થાય તેના એક મહિના પહેલાં રિન્યૂ કરાવવી જોઈએ. જો તમારી પૉલિસી રિન્યુ કરતા પહેલા તે એક્સપાયરી થઈ જાય, તો તમે તેના હેઠળ તમામ મેળવેલા લાભો ગુમાવી શકો છો.