હોન્ડા એક્ટિવા ઇન્સ્યોરન્સને ઑનલાઇન ખરીદો/રિન્યૂ કરો
હોન્ડા એક્ટિવા ખરીદવા માંગો છો? અહીં તમારે મોડલ વેરિઅન્ટ્સ વિશે જે કંઈ જાણવાની જરૂર હોય તે બધું જ છે, તે શેનાથી પ્રખ્યાત બને છે અને હોન્ડા એક્ટિવા ઇન્સ્યોરન્સ પૉલિસીમાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ!
હોન્ડા એક્ટિવા એ હોન્ડા મોટર કંપનીના બાઇક/સ્કૂટર ક્ષેત્રે સૌથી વધુ વેચાતું વાહન છે, જે ભારતીય ટૂ-વ્હીલરના વેચાણમાં 14% થી વધુ હિસ્સો ધરાવે છે. સસ્તું, સ્ટાઇલિશ અને ટેકનિકલ અજાયબી, એક્ટિવા એ સરેરાશ ભારતીય ઉપભોક્તા માટે જરૂરી તમામ યોગ્ય બૉક્સને ટિક કરે છે. (1)
હવે જ્યારે તમે આ મોડલ ખરીદવાનું નક્કી કરી લીધું છે, ત્યારે એક્ટિવા માટે ઇન્સ્યોરન્સ ખરીદવો એ આગળનું તાર્કિક પગલું છે. એક્ટિવાના દરેક મોડલ હજુ સુધી બીએસ-વીઆઈ (BS-VI)અનુરૂપ નથી. જો કે, હોન્ડા આ સ્પેસિફિકેશન સહિત વધુ મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
હવે, હોન્ડા એક્ટિવા આ ક્ષેત્રમાં ઉપલબ્ધ પ્રથમ કક્ષાની સુવિધાઓથી સજ્જ હોવા છતાં, તે અકસ્માતો અને અન્ય જોખમો માટે અન્ય ટૂ-વ્હીલર જેટલું જ સંવેદનશીલ છે. આ એવી વાત છે જ્યાં ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવી એ નિર્ણાયક બની જાય છે.
ઉપરાંત, ભારતીય રસ્તાઓ પર ચાલતા દરેક ટુ-વ્હીલર મોટરવાળા વ્હીકલ માટે થર્ડ-પાર્ટીની જવાબદારીની ઇન્સ્યોરન્સ પૉલિસી હોવી એ કાયદેસર રીતે ફરજિયાત છે. આ નીતિ વિના, તમને મોટર વાહન (સુધારા) અધિનિયમ 2019 મુજબ રૂ.2000ના દંડ સાથે વારંવારના ગુના બદલ રૂ.4000નો દંડ થઈ શકે છે.
પરંતુ, ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી વિશે વધુ વિચાર કરીએ તે પહેલાં, એક મિનિટ માટે રાહ જુઓ!
હોન્ડા એક્ટિવા વિશેના કેટલાક રસપ્રદ તથ્યો પર એક નજર નાખો, તમે એક્ટિવા ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીમાંથી કઈ રીતે વધુમાં વધુ લાભ મેળવી શકો છો અને એક્ટિવાના ક્યા પ્રકારો માટે તમે પૉલિસી લઈ શકો છો તે જોઈએ.
હોન્ડા એક્ટિવા ઇન્સ્યોરન્સમાં શું કવર કરી લેવામાં આવ્યું છે
તમારે ડિજિટનો હોન્ડા એક્ટિવા ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
હોન્ડા એક્ટિવા માટે ઉપલબ્ધ ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર
થર્ડ પાર્ટી
કૉમ્પ્રિહેન્સીવ
એક અકસ્માતને કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ |
×
|
✔
|
આગને કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ |
×
|
✔
|
એક કુદરતી આફતને કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ |
×
|
✔
|
થર્ડ-પાર્ટીના વ્હીકલને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની મિલ્કતને નુકસાન |
✔
|
✔
|
વ્યક્તિગત અકસ્માતનું કવર |
✔
|
✔
|
એક થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા/તેનું મૃત્યુ |
✔
|
✔
|
તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી |
×
|
✔
|
તમારું આઇડીવી (IDV) કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ કરેલાં એડ-ઑન સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
હોન્ડા એક્ટિવા - વેરિએન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત
વેરિએન્ટ્સ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે કિંમત બદલી શકે છે) |
એક્ટિવા i STD, 66 Kmpl, 109.19 cc |
₹ 51,254 |
એક્ટિવા 3G STD, 60 Kmpl, 109.19 cc બંધ |
₹ 48,503 |
એક્ટિવા 4G STD, 60 Kmpl, 109.19 cc બંધ |
₹ 51,460 |
એક્ટિવા 5G STD, 60 Kmpl, 109.19 cc |
₹ 54,911 |
એક્ટિવા 5G લિમિટેડ એડિશન STD, 60 Kmpl, 109.19 cc |
₹ 55,311 |
એક્ટિવા 5G DLX, 60 Kmpl, 109.19 cc |
₹ 56,776 |
એક્ટિવા 5G લિમિટેડ એડિશન DLX, 60 Kmpl, 109.19 cc |
₹ 57,176 |
એક્ટિવા 125 સ્ટાન્ડર્ડ, 60 Kmpl, 124.9 cc |
₹ 60,628 |
એક્ટિવા 125 ડ્રમ બ્રેક એલોય, 60 Kmpl, 124.9 cc |
₹ 62,563 |
એક્ટિવા 125 ડિલક્સ, 60 Kmpl, 124.9 cc |
₹ 65,012 |
ક્લેઇમને કઈ રીતે ફાઇલ કરશો?
તમે અમારા ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદી અથવા રિન્યૂ કરી લીધાં બાદ, તમે ટેન્શન ફ્રી રહેશો કારણ કે અમારી પાસે 3-પગલાંની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઇમની પ્રક્રિયા છે!
પગલું 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી.
પગલું 2
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટેની એક લિંક મેળવો. માર્ગદર્શન પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
પગલું 3
તમે જે રીતે મરમ્મત કરવા માંગો છો તેને પસંદ કરો એટલે કે, અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ મેળવો અથવા કેશલેસ મરમ્મત મેળવો.
ડિજિટ ઇન્સ્યોરન્સના ક્લેઇમને કેટલી ઝડપથી સેટલ કરવામાં આવેછે?
તમે જ્યારે તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલી રહ્યાં હોવ ત્યારે આ એવો પ્રશ્ન છે જે સૌ પ્રથમ આવવો જોઈએ. સારું છે કે તમે એવું કરી રહ્યાં છો!
ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચોહોન્ડા એક્ટિવા: તમારે શું જાણવું જ જોઈએ
હોન્ડાએ 2001માં એક્ટિવા રેન્જ રજૂ કરી હતી. તેને લગભગ તરત જ ભારતીય ગ્રાહકો તરફથી મંજૂરીની મહોર મળી હતી. આજે, હોન્ડા મુખ્ય ચાર પ્રકારના સ્કૂટરનું ઉત્પાદન કરે છે, જે બજારના કોઈ ચોક્કસ વિભાગ માટે યોગ્ય છે.
આ ટૂ-વ્હીલર વાહનોના એક સંભવિત ગ્રાહક તરીકે તમારે નીચે આપેલી કેટલીક રસપ્રદ હકિકતોને જાણવી જ જોઈએ -
- વર્ષ 2009 માં, કંપનીએ ભારતમાં વાહનનું અપગ્રેડેડ 109cc મોડલ લોન્ચ કર્યું, જે ખર્ચમાં વધારો કર્યા વિના વધુ સારો એન્જિન પાવર ઓફર કરે છે. હકીકતમાં, હોન્ડાએ દાવો કર્યો હતો કે નવા મોડલની રજૂઆત સાથે સ્કૂટર વધુ ઇંધણ-કાર્યક્ષમ બન્યું છે.
- 125ccની એન્જીન ક્યુબિક કેપેસિટી સાથે, એક્ટિવા 125ના લોન્ચ સાથે સ્કૂટરના મોડલને બીજું મોટું અપગ્રેડ મળ્યું હતું.
- વર્ષ 2019 માં, આ કંપની ભારતીય બજારમાં Activa 5G લાવી. તે લગભગ 10 નવી સુવિધાઓ ધરાવે છે, જેમાં એક રોયલ સીટ, સંપૂર્ણ બ્લેક આઉટ એન્જિન, બ્લેક રિમ્સ અને ઘણું બધું સામેલ છે.
- એક્ટિવા રેન્જ મુખ્યત્વે બજેટ-ફ્રેંડલી સેક્ટરની જરૂરીયાત પૂરી કરે છે. તદુપરાંત, કંપની મોડલની કિંમતોમાં અચાનક અને વ્યાપક વધારો કર્યા વિના નિયમિતપણે મોડલ્સને અપગ્રેડ કરવાનું જાળવી રાખે છે. તેથી, તેઓ ટકી રહેવા માટે બનેલા છે.
આવી વિશેષતાઓ અને વધુ સુવિધાઓ સાથે, હોન્ડા એક્ટિવા ભારતીય બજારમાં ઉપલબ્ધ વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બાઇકોમાંની એક બાઇક બનાવે છે.
પરંતુ જ્યારે તમારું એક્ટિવા તમારીઆવન-જાવનને સરળ બનાવવા માટે છે, ત્યારે શું તમે વિચાર્યું છે કે તેને નુકસાન થાય તેવા સંજોગોમાં શું થશે? અથવા, તેની ચોરી થાય તો શું થશે?
નોંધપાત્ર નાણાકીય નુકસાન સહન કરવા સાથે, તમારે અલબત્ત તેને સમારકામ અથવા બદલવાની ઝંઝટમાંથી પસાર થવું પડશે. આવા સંજોગોમાં તમે આર્થિક રીતે સુરક્ષિત છો તેની ખાતરી કરવા માટે, ખાતરી કરો કે તમારી પાસે તમારી હોન્ડા એક્ટિવા માટે ટૂ-વ્હીલર વીમા ઇન્સ્યોરન્સ છે.
તમને એક ઇન્સ્યોરન્સ પૉલિસીમાંથી શું જોઈએ છે તે જરૂરીયાતોને આધારે, ડિજિટ એ ઉપલબ્ધ વિકલ્પોમાંનો એક એવો વિકલ્પ છે જેને તમે ધ્યાનમાં લઈ શકો છો.
તમારી હોન્ડા એક્ટિવા ઇન્સ્યોરન્સ પૉલિસી માટે ડિજિટને શા માટે પસંદ કરવું જોઈએ?
એક હોન્ડા એક્ટિવા ખરીદી લીધાં બાદ, તમારે સૌ પ્રથમ તેના માટે એક સાનુકુળ ઇન્સ્યોરન્સ પ્રદાતાને શોધવા જોઈએ. ડિજિટ એ ભારતમાં અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતાઓમાંનું એક છે જેને તમે ધ્યાનમાં લઈ શકો છો.
જો તમે વિચારી રહ્યઆં હોવ કે એવું શું છે જે ડિજિટને અન્ય ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ કરતાં અલગ પાડે છે? તો તમારે કંપનીની નીચે આપેલી કેટલીક વિશિષ્ટતાઓ વાંચવી જોઈએ:
- નેટવર્ક ગેરેજની વિશાળ શ્રેણી - જ્યારે તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા નેટવર્ક ગેરેજની વિશાળ શ્રેણી ઓફર કરે છે ત્યારે કેશલેસ ક્લેઇમ મેળવવો સરળ બની જાય છે. સમગ્ર ભારતમાં 1,000 થી વધુ ગેરેજ સાથે ડિજીટનો સહયોગ છે. તેથી, તમે ગમે ત્યાં હોવ, તમે નજીકમાં ક્યાંક નેટવર્ક ગેરેજને સરળતાથી શોધી શકો છો.
- ઇન્સ્યોરન્સ ક્લેઇમ કરવા માટે લગભગ કોઈ જ ડોક્યુમેન્ટ જરૂરી નથી - સામાન્ય રીતે, જ્યારે તમે ક્લેઇમને ફાઇલ કરો છો, ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિ તમારા ઘરે પહોંચીને પ્રશ્નમાં રહેલા વાહનને થયેલા નુકસાનની તપાસ કરશે. તદુપરાંત, ઇન્સ્યોરન્સ પ્રદાતા તેને મંજૂર કરતા અથવા નકારતા પહેલાં,સામાન્ય રીતે ક્લેઇમની સચ્ચાઈ તપાસવા માટે થોડો સમય લે છે. સદનસીબે, મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ક્લેઇમ કરવા માટે લાદવામાં આવતી ઔપચારિકતાઓને ડિજિટ દૂર કરે છે. કંપની સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયા પણ લાવે છે જે આગળ બધું સરળ બનાવી દે છે. વધુમાં, જેમ તમે હોન્ડા એક્ટિવાનો વીમો ઑનલાઈન ખરીદી શકો છો, તેમ ડિજીટ તમને ઈન્ટરનેટ પર પણ પૉલિસીનો ક્લેઇમ કરવાની મંજૂરી આપે છે. આવો ક્લેઇમ ફાઇલ કરવા માટેની સામાન્ય પ્રક્રિયા કરતાં પેપરલેસ પ્રક્રિયા સરળ અને વધુ અનુકૂળ છે.
- ઇન્સ્યોરન્સ પસંદ કરવા માટે કેટલાંય વિકલ્પો ઉપલબ્ધ - હોન્ડા એક્ટિવા ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે, તમારે સ્કૂટરના અકસ્માતની ઘટનામાં તમારા નાણાંનું રક્ષણ કરી શકે તેવી સંપૂર્ણ પૉલિસીને પસંદ કરવાની જરૂર છે. ડિજિટ તમને પસંદ કરવા માટે નીચેના ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ઑફર કરે છે:
- થર્ડ-પાર્ટીની જવાબદારી લેતી ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી - આવી પૉલિસી તમારા ટૂ-વ્હીલરને સંડોવતા અકસ્માતમાં થર્ડ-પાર્ટીને થતાં નુકસાન સામે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. આ પૉલિસી આવા અકસ્માતને કારણે થર્ડ પાર્ટીને થતી ઈજા કે મૃત્યુને કારણે થયેલા નુકસાનને પણ આવરી લે છે. તે આવા સંજોગોમાં ઉદ્ભવતા કોઈપણ મુકદ્દમાના ખર્ચને પણ આવરી લેશે.
- કૉમ્પ્રિહેન્સીવ ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી - આ એવી ઇન્સ્યોરન્સ પૉલિસી છે જે તમારા હોન્ડા ટૂ-વ્હીલરને અકસ્માત, નુકસાન કે ચોરીના કિસ્સામાં નાણાકીય કવર પૂરૂં પાડે છે. કૉમ્પ્રિહેન્સીવ પૉલિસીની સાથે થર્ડ-પાર્ટી કવર બંડલ કરેલું આવે છે. તેથી, એક અકસ્માતના કિસ્સામાં તમે અને થર્ડ-પાર્ટી એમ બન્ને લોકો તમારા ઇન્સ્યોરર પાસે થયેલા નુકસાન માટે ક્લેઇમ ફાઇલ કરી શકો છો. આ ઉપરાંત, આવી પૉલિસી તમારા હોન્ડા એક્ટિવાને કુદરતી આફતો, આગ, તેમજ માનવ-સર્જિત આફતોને લીધે થયેલાં નુકસાન સામે પેઆઉટ ઑફર કરે છે.
- ફરીથી, જે વ્યક્તિઓએ સપ્ટેમ્બર 2018 પછી તેમનું એક્ટિવા ટૂ-વ્હીલર ખરીદ્યું છે, તેઓ ઔન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ મેળવી શકે છે. તેની હેઠળ, પૉલિસીધારકને પ્લાનની થર્ડ-પાર્ટીની જવાબદારી સિવાય તેમના પોતાના ટૂ-વ્હીલર માટે વ્યાપક સુરક્ષાની ઍક્સેસ હશે. તેથી જ, જેમણે પહેલેથી જ લાંબા ગાળાની થર્ડ-પાર્ટીની જવાબદારીવાળી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદી છે તેઓ તેમના હોન્ડા એક્ટિવા માટે બહેતર સર્વાંગી સુરક્ષા માટે એકલા પોતાના નુકસાનના કવરનો લાભ લઈ શકે છે.
- પ્રભાવશાળી 24x7 ગ્રાહક સેવા - તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા તમે તેમની પાસેથી પૉલિસી ખરીદી લીધાં બાદ તમને જે સેવા પ્રદાન કરે છે તેઓ તેટલાં જ સારા છે. આ સંદર્ભમાં, ડિજિટ તેના ગ્રાહકોને સતત પ્રભાવિત કરવામાં સફળ રહ્યું છે. જ્યારે પણ તમને તમારા પૉલિસીના કવર અંગે પ્રશ્નો હોય અથવા સ્પષ્ટતા જોઈતી હોય, ત્યારે સુપર-રિસ્પોન્સિવ ગ્રાહક સેવા વિભાગને કૉલ કરો. અમે દિવસના 24 કલાક તમારા કૉલ પ્રાપ્ત કરવા માટે ઉપલબ્ધ છીએ. જ્યારે પણ જરૂર પડે ત્યારે સહાય મેળવવાની આ ક્ષમતા એ ડિજીટનું મુખ્ય સકારાત્મક પાસું છે, જે ગ્રાહક અને સેવા પ્રદાતા વચ્ચેના સંવાદને સુવ્યવસ્થિત કરે છે.
- ઉપયોગી અને અનુકૂળ એડ-ઑન - તમે કદાચ ડિજીટ પર ઓફર કરવામાં આવતી બેઝ પૉલિસીઓથી સંતુષ્ટ નહીં હોવ. તેથી જ કંપની તમને તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓ અનુસાર સુરક્ષાને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. ડિજીટ વિવિધ પ્રકારના એડ-ઑન ઓફર કરે છે, જેને તમે તમારા સ્કૂટર માટે કવર વધારવા માટે ખરીદી શકો છો. આ કંપની દ્વારા ઓફર કરાયેલા કેટલાક એડ-ઑનમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ઝિરો ડેપ્રિસિએશન કવર..
- બ્રેકડાઉન આસિસ્ટન્સ.
- એન્જીન અને ગિયર પ્રોટેક્શન કવર.
- બ્રેકડાઉન આસિસ્ટન્સ.
- રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર.
- રિન્યૂઅલ અને ખરીદીની સરળ પ્રક્રિયા - એક જટિલ પ્રક્રિયા બનાવવાને બદલે, ડિજીટનો હેતુ ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન મેળવવા અને તેને રિન્યુઅલ કરાવવાનું સરળ બનાવવાનો છે. તમે અમારી અધિકૃત વેબસાઇટનો ઉપયોગ કરીને અમારી પૉલિસી ઑનલાઇન ખરીદી શકો છો. હાલના ગ્રાહકો તેમના બાઇક/સ્કૂટર પર પૉલિસી કવરેજને વિસ્તારવા માટે સમાન, મુશ્કેલી-મુક્ત ઑનલાઇન રિન્યૂઅલ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે છે.
- તમારું IDV કસ્ટમાઇઝ કરો - વાહનનું આઇડીવી (IDV) એ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુનો સંદર્ભ આપે છે જે તમે પૉલિસી સામે મેળવી શકો છો. આ ભંડોળની એવી પૂર્વનિર્ધારિત રકમ છે જેનો તમે વાહનને ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનની સ્થિતિમાં ઇન્સ્યોરન્સ પ્રદાતા પાસેથી ક્લેઇમ કરી શકો છો. જો તમારું એક્ટિવા ટૂ-વ્હીલર ચોરાઈ જાય તો તમે તેનો ક્લેઇમ પણ કરી શકો છો. ડિજિટ તમને પૉલિસી માટે આઇડીવી ( IDV) મૂલ્ય વધારવા અથવા ઘટાડવાની મંજૂરી આપે છે, જે તમને ઉન્નત સુરક્ષા અને ઓછા પ્રીમિયમ વચ્ચે પસંદ કરવા દે છે.
- નો ક્લેઇમના લાભો - તમારે દર વર્ષે વીમાનો ક્લેઇમ કરવાની જરૂર નથી. આવા ક્લેઇમ-મુક્ત વર્ષો પછી, તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા તમને ચોક્કસ લાભો આપવા માટે જવાબદાર છે. આ લાભો નો-ક્લેઈમ બોનસ તરીકે ઓળખાય છે. ડિજિટ નો ક્લેમ બોનસ લાભો હેઠળ ક્લેમ-ફ્રી ટર્મ માણ્યા પછી રિન્યૂઅલ સમયે પૉલિસીના પ્રીમિયમ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
લોકપ્રિય હોન્ડા એક્ટિવા સ્કૂટર માટે ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ
ડિજિટ વિવિધ હોન્ડા એક્ટિવા મોડલ માટે વિશિષ્ટ ઇન્સ્યોરન્સ પૉલિસીની રચના કરે છે. આ ચોક્કસ શ્રેણીના સ્કૂટર માટે ઉપલબ્ધ કેટલાંક પ્લાન પર નજર ફેરવો:
- એક્ટિવા 3G - એક્ટિવા 3G સ્ટાઇલિશ બોડી ધરાવે છે અને લગભગ 52 kmpl ની માઈલેજ આપે છે. સ્કૂટરના અન્ય તમામ મોડલ્સની જેમ, 109 CC એન્જિન વાહનને પાવર આપે છે. આ મોડલમાં 5.3 લિટરની ક્ષમતાવાળી ફ્યુઅલ ટાંકી છે.
- એક્ટિવા 4G - એક્ટિવા 4G માં 109 CC એન્જિન છે જે લગભગ 60 Kmpl ની માઈલેજ પ્રાપ્ત કરે છે. આ સંદર્ભે, 4G તેના અગાઉના સંસ્કરણ કરતા વધુ સારું છે. એક્ટિવા 4G ગ્રાહકો માટે આઠ પ્રાથમિક કલર વિકલ્પોમાં આવે છે.
- એક્ટિવા 5G - હોન્ડા એક્ટિવા રેન્જના નવા મોડલ પૈકીનું એક, હોન્ડા એક્ટિવા 5G એ ટેકનિકલ માસ્ટરપીસ છે. તે 109cc સિલિન્ડર સહિત કેટલીક સૌથી અત્યાધુનિક ટેકનોલોજી સાથે આવે છે. વધુમાં, કંપની અનુસાર, આ મોડલ 60 kmpl કવર કરી શકે છે. સ્પીડના શોખીનોને એ જાણીને આનંદ થશે કે તેઓ 83 Kmphની ટોચની વેગ હાંસલ કરી શકે છે. આટલી વધુ સ્પીડને કારણે અકસ્માતનો ભોગ બનવાની શક્યતાઓ પણ વધી જાય છે. તેથી, ડિજિટમાંથી એક્ટિવા વીમા પૉલિસી પસંદ કરવી અત્યંત ફાયદાકારક છે.
- એક્ટિવા 125 - એક્ટિવા 125 માં 124.9cc- સિંગલ સિલિન્ડર એન્જિન છે, જેમાં એલોય વ્હીલ્સ, મોબાઇલ ચાર્જિંગ સોકેટ અને LED પાયલોટ લેમ્પ્સ સહિતની ઘણી સુવિધાઓ છે. આ સ્કૂટર તે લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પો પૈકીનું એક છે જેઓ તેમના ટૂ-વ્હીલરને સામાન્ય હોન્ડા એક્ટિવા વેરિઅન્ટ્સ કરતાં સહેજ વધુ પાવર ધરાવતું પસંદ કરે છે. હોન્ડા એક્ટિવાનું લેટેસ્ટ વેરિઅન્ટ પણ BS-VI ધોરણોને અનુરૂપ છે, જે તેને ભારતમાં સંપૂર્ણ ઈકો-ફ્રેન્ડલી સ્કૂટરનો વિકલ્પ બનાવે છે.
- એક્ટિવા i - 66 kmpl ની પ્રભાવશાળી માઇલેજ પૂરી પાડતા, એક્ટિવા i એ ગ્રાહકો માટે સૌથી વધુ પોસાય તેવા વિકલ્પોમાંનું એક છે. તેમ છતાં, તેના માટે વીમા પોલિસી મહત્વપૂર્ણ છે. ડિજીટ તમામ પરિસ્થિતિઓ અને ઉદાહરણો માટે કવર સુનિશ્ચિત કરીને વાહનને ખાસ અનુરૂપ પ્લાન ઓફર કરે છે.
ડિજિટ એ તમામ સંજોગો માટે તમારા ઇન્સ્યોરન્સનો વિશ્વસનીય સ્ત્રોત છે. તમારા પ્રિય ટૂ -વ્હીલરની અકસ્માત અથવા ચોરીની ઘટનામાં કંપની તરફથી એક પૉલિસી તમારા માટે સંપૂર્ણ નાણાકીય સુરક્ષાની ખાતરી આપે છે.