Third-party premium has changed from 1st June. Renew now
JCB ઈન્સ્યોરન્સ પોલિસી: કવરેજ, લાભો અને તે કેવી રીતે કાર્ય કરે છે
JCB અથવા બેકહો લોડર ઈન્સ્યોરન્સ શું છે?
JCB ઈન્સ્યોરન્સ અથવા બેકહો લોડર ઈન્સ્યોરન્સ એ કોમર્શિયલ વાહન ઈન્સ્યોરન્સ પોલિસી છે જે બાંધકામ, કૃષિ અને ખાણકામ જેવા ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા ભારે બાંધકામ JCB મશીનો અને સાધનોને આવરી લે છે.
અકસ્માત, ચોરી, કુદરતી આફતો અને થર્ડ પાર્ટી લાયબિલીટી વગેરે જેવા વાહનને થતા કોઈપણ અણધાર્યા નુકસાન અથવા હાનિ હેઠળ, આ કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી ફાઈનાન્સિયલ કવરેજ પ્રદાન કરે છે. તમે જે કવરેજ મેળવશો તે આ પોલિસી સાથે તમે પસંદ કરેલા ઍડ-ઑન્સ પર આધારિત છે.
તમે વ્યાજબી પ્રીમિયમ ભરીને આ લાભ મેળવી શકો છો અને તમારી માનસિક શાંતિ સુનિશ્ચિત કરી શકો છો.
નોંધ: કોમર્શીયલ વાહનોમાં JCB ઈન્સ્યોરન્સ ડિજીટ કોમર્શિયલ વ્હીકલ પેકેજ પોલિસી તરીકે ફાઇલ કરવામાં આવ્યો છે - વાહનના વિવિધ અને વિશેષ પ્રકારો
UIN નંબર IRDAN158RP0003V01201819.
વધુ વાંચો
શા માટે તમારે JCB ઈન્સ્યોરન્સની જરૂર છે?
JCB માલિક તરીકે તમારી પાસે નીચેના કારણોસર બેકહો લોડર ઈન્સ્યોરન્સ હોવો જોઈએ:
- તમારા બેકહો લોડરને કારણે થનારા કોઈપણ નુકસાન અને હાનિ સામે થર્ડ પાર્ટીને સુરક્ષિત રાખવા માટે ઓછામાં ઓછી લાયબિલીટી માત્ર પોલિસી હોવી કાયદા દ્વારા ફરજિયાત છે.
- JCB ઈન્સ્યોરન્સ પોલિસી તમને અણધાર્યા સંજોગોને લીધે થતા કોઈપણ અણધાર્યા નુકસાનથી બચાવશે.
- JCB જેવી ભારે મશીનરી જોખમી પરિસ્થિતિઓમાં કામ કરતી હોવાથી અને નુકસાન થવાની સંભાવના વધુ હોવાથી, કોઈપણ દુર્ઘટનાથી મોટા પાયે કરેલા રોકાણમાં નુકસાન થઈ શકે છે. આમ, તેને સ્ટાન્ડર્ડ પોલિસી સાથે સુરક્ષિત કરવાથી આવી પરિસ્થિતિઓમાં તમને આર્થિક રીતે સુરક્ષિત કરી શકાય છે.
- તમારી પસંદ કરેલી JCB પોલિસી મુજબ, તમે મશીનરીના વર્તમાન રિપ્લેસમેન્ટ મૂલ્ય મુજબ ઈન્સ્યોરન્સ મેળવી શકો છો
- તમે એક કોમ્પ્રીહેન્સિવ પોલિસી ખરીદો છો કે કેમ તેના આધારે તમે સાધનને આંશિક અને સંપૂર્ણ નુકસાન બંને માટે કવરેજ પણ મેળવી શકો છો.
શા માટે ડિજીટનો JCB ઈન્સ્યોરન્સ પસંદ કરો છો?
JCB ઈન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે?
શું આવરી લેવામાં આવતું નથી?
તમારી JCB ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેથી કરીને જ્યારે તમે ક્લેમ કરો ત્યારે કોઈ આશ્ચર્ય ન થાય. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ છે:
જો તમે તમારા કોમર્શિયલ વાહન માટે માત્ર થર્ડ-પાર્ટી કોમર્શિયલ ઈન્સ્યોરન્સ લેવા જઈ રહ્યા છો, તો પોતાના નુકસાન અને હાનિને આવરી લેવામાં આવશે નહીં.
જો ક્લેમ દરમિયાન, ડ્રાઇવર-માલિક માન્ય ડ્રાયવર્સ લાઈસન્સ વિના અથવા આલ્કોહોલના પ્રભાવ હેઠળ ઈન્સ્યોરન્સ કરાવેલ વાહન ચલાવતા હોવાનું જણાય છે, તો ક્લેમ મંજૂર કરી શકાશે નહીં.
જાણીને બેદરકારીને કારણે હેવી-ડ્યુટી વાહનને થતા કોઈપણ નુકસાન અથવા હાનિને આવરી લેવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, જો શહેરમાં પૂર છે અને છતાં પણ કોઈ ટ્રેક્ટરને બહાર લઈ જાય છે.
કોઈપણ નુકસાન અથવા હાનિ કે જે અકસ્માત, કુદરતી આફત અથવા આગનું સીધું પરિણામ ન હોય તેને આવરી શકાય નહીં.
ડિજીટ દ્વારા JCB ઈન્સ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ
મુખ્ય વિશેષતાઓ | ડિજીટના લાભ |
---|---|
ક્લેમની પ્રક્રિયા | પેપરલેસ ક્લેમ |
ગ્રાહક સેવા | 24x7 સપોર્ટ |
વધારાનું કવરેજ | PA કવર, કાનૂની લાયબિલીટી કવર, વિશેષ બાકાત અને ફરજિયાત કપાતપાત્ર, વગેરે |
થર્ડ પાર્ટીને નુકસાન | વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત લાયબિલીટી, પ્રોપર્ટી/વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી |
JCB ઈન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર11
તમારા હેવી-ડ્યુટી વાહનના પ્રકાર અને તમે જે વાહનોનો ઈન્સ્યોરન્સ લેવા માંગો છો તેના આધારે, અમે બે પ્રાથમિક પ્લાન ઓફર કરીએ છીએ જેમાંથી તમે પસંદ કરી શકો છો.
લાયબિલીટી માત્ર | સ્ટાન્ડર્ડ પેકેજ |
કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીને તમારા ભારે વાહનને કારણે થતા નુકસાન. |
|
કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીને તમારા ઈન્સ્યોરન્સ કરાવેલ ભારે વાહન દ્વારા વાહનને ટો કરવાથી થતા નુકસાન. |
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે ભારે વાહનને નુકસાન અથવા હાનિ. |
|
ભારે વાહનના માલિક-ડ્રાઈવરની ઈજા/મૃત્યુજો માલિક-ડ્રાઇવર પાસે પહેલાથી વ્યક્તિગત અકસ્માત કવર નથી |
|
Get Quote | Get Quote |
કેવી રીતે ક્લેમ કરવો?
અમને 1800-258-5956 પર કૉલ કરો અથવા hello@godigit.com પર અમને ઇમેઇલ કરો
અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને ઈન્સ્યોરન્સ ધારક/કોલરનો સંપર્ક નંબર તમારી પાસે રાખો.
અમારા ગ્રાહકો અમારા વિશે શું કહે છે
ડિજીટ ઈન્સ્યોરન્સ સાથે મારા વાહન માટે ઈન્સ્યોરન્સની પ્રક્રિયા કરતી વખતે મને અદ્ભુત અનુભવ થયો. તે નવી ટેકનોલોજીથી સજ્જ ગ્રાહક માટે અનુકૂળ છે. કોઈપણ વ્યક્તિને રૂબરૂમાં મળ્યા વિના પણ 24 કલાકની અંદર ક્લેમ સેટલ કરવામાં આવ્યો. ગ્રાહક કેન્દ્રોએ મારા કૉલ્સને સારી રીતે હેન્ડલ કર્યા. ખાસ કરીને શ્રી રામરાજુ કોંધાના, જેમણે આ કેસને ઉત્તમ રીતે હેન્ડલ કર્યો હતો.
ખરેખર એક અદ્ભૂત ઈન્સ્યોરન્સ કંપની જેણે ઉચ્ચતમ idv મૂલ્ય જાહેર કર્યું છે અને સ્ટાફ ખરેખર નમ્ર છે અને હું સ્ટાફથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું અને ખાસ કરીને ક્રેડિટ યુવેસ ફરખુનને જાય છે કે જેઓ મને વિવિધ ઑફર્સ અને લાભો વિશે સમયસર જણાવે છે જેમણે મને ફક્ત ડિજીટ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવા તરફ પ્રેરિત કર્યો અને ખર્ચ-સંબંધિત અને સેવા-સંબંધિત ઘણા પરિબળોના કારણે હવે મેં બીજા વાહનની પોલિસી પણ ડિજિટ ઈન્સ્યોરન્સમાંથી ખરીદવાનું નક્કી કર્યું છે.
ગો-ડિજીટમાંથી મારો 4થો વાહન ઈન્સ્યોરન્સ ખરીદવાનો સારો અનુભવ હતો. શ્રીમતી પૂનમ દેવીએ પોલિસી સારી રીતે સમજાવી, સાથે સાથે તેઓ જાણતા હતા કે ગ્રાહક તરફથી શું અપેક્ષા છે અને મારી જરૂરિયાતો અનુસાર ભાવ આપ્યો. અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું પણ સરળ હતું. આ જલદી કરાવવા બદલ પૂનમનો વિશેષ આભાર. આશા છે કે ગ્રાહક સંબંધિત ટીમ દિવસેને દિવસે વધુ બહેતર બનશે!! શુભેચ્છાઓ.
JCB ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું JCB ઈન્સ્યોરન્સ પોલિસી કરાર આધારિત લાયબિલીટીને પણ આવરી લે છે?
ના, કરાર આધારિત લાયબિલીટી બેકહો લોડર ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતી નથી.
શું હું એક JCB અથવા બેકહો લોડર ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ બહુવિધ JCB મશીનોનો ઈન્સ્યોરન્સ કરાવી શકું?
ના, તમારે દરેક JCB મશીનને આવરી લેવા માટે એક અલગ ઈન્સ્યોરન્સ પોલિસીની જરૂર છે. તમારા તમામ JCB મશીનો માટે વ્યાજબી પ્રીમિયમ પર JCB ઈન્સ્યોરન્સ મેળવવા માટે, તમે અમારો સંપર્ક કરી શકો છો
શું કોમર્શિયલ વાહન ઈન્સ્યોરન્સ પર્સનલ વાહન ઈન્સ્યોરન્સ કરતાં વધુ ખર્ચાળ છે?
હા; આનું કારણ એ છે કે કોમર્શિયલ વાહન જોખમો માટે વધુ સંવેદનશીલ હોય છે અને તેથી પર્સનલ વાહન કરતાં તેની લાયબિલીટીની મર્યાદા ઊંચી હોય છે. તેથી, તે તેની ઈન્સ્યોરન્સ કિંમતમાં પણ વધારો કરે છે.