ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ

તમારી ઈ-રિક્ષા/ઓટો રિક્ષા માટે કોમર્શિયલ વાહન ઇન્શ્યુરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સ શું છે?

ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સ એ કોમર્શિયલ વાહન ઇન્શ્યુરન્સ પોલિસી છે, જે ઇન્શ્યુરર અને ઇન્શ્યુરન્સધારક વચ્ચેના કરાર તરીકે કામ કરે છે, જ્યાં ઇન્શ્યુરર કોઈપણ અણધાર્યા હાનિ અથવા નુકસાન માટે કવરેજ આપવા માટે જવાબદાર હોય છે. આ પોલિસી અકસ્માત, ચોરી, કુદરતી આફતો વગેરેના પરિણામે થતા નુકસાન માટે ઉપયોગી છે. તમે પોસાય તેવું પ્રીમિયમ ચૂકવીને પોલિસીનો લાભ લઈ શકો છો.

ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ શા માટે જરૂરી છે?

નીચે સૂચિબદ્ધ કારણોને લીધે ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ઇન્શ્યુરન્સ પોલિસી જરૂરી છે: 

  • ઈ-રિક્ષાની માલિકી ધરાવતી સંસ્થાઓ માટે લાયાબિલિટી ખરીદવી ફરજિયાત છે. જો વાહનને નુકસાન થાય અથવા થર્ડ-પાર્ટીના વાહન, મિલકત અથવા વ્યક્તિને નુકસાન થાય તો માત્ર કાયદા મુજબની પોલિસી જ તેને આર્થિક રીતે આવરી લે છે.
  • આ પોલિસી વ્યક્તિને અકસ્માતો, ચોરીઓ, આગ, આતંકવાદી પ્રવૃત્તિઓ, કુદરતી આફતો અને અન્ય અણધાર્યા સંજોગો જેવા પરિબળોને કારણે થતા નુકસાનમાં મદદ કરી શકે છે.
  • તમે કોઈપણ બિનઆયોજિત નુકસાન અથવા ડાઉનટાઇમનો સામનો કરશો નહીં તેની ખાતરી કરે છે. 
  • ઇન્શ્યુરન્સ લેવો દર્શાવે છે કે તમે તમારા કામ પ્રત્યે જવાબદાર અને ગંભીર છો.

ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ શા માટે ડિજિટ દ્વારા પસંદ કરો?

ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ દ્વારા શું આવરી લેવામાં આવે છે?

શું આવરી લેવામાં આવતું નથી?

હવે જ્યારે તમે જાણો છો કે પોલિસી હેઠળ શું આવરી લેવામાં આવ્યું છે, તો ચાલો આપણે ડિજિટની ઇલેક્ટ્રિક રિક્ષા ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ શું આવરી લેવામાં આવતું નથી તેના પર એક નજર કરીએ.

પરિણામી નુકસાન

ઈ-રિક્ષાને થયેલ કોઈપણ નુકસાન કે જે અકસ્માત અથવા કુદરતી આફતનું સીધું પરિણામ નથી તે પોલિસીમાં આવરી લેવામાં આવતું નથી.

લાયસન્સ વિના અથવા નશામાં હોવ ત્યારે વાહન ચલાવવું

જો વ્યક્તિ માન્ય લાયસન્સ વિના વાહન ચલાવતી હોય અથવા નશામાં હોય, તો ઈ-રિક્ષાને થયેલા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.

ભૌગોલિક વિસ્તારની બહાર

કોઈપણ આકસ્મિક હાનિ અથવા નુકસાન અને/અથવા જવાબદારી ભૌગોલિક વિસ્તારની બહાર ઉભી થાય છે.

કરારની જવાબદારી

કોઈપણ કરારની જવાબદારીમાંથી ઉદ્ભવતા કોઈપણ ક્લેમ.

ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવેલ ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સની વિશેષતાઓ

ડિજિટની ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ઇન્શ્યુરન્સ પોલિસીમાં નીચેની સુવિધાઓ છે - 

  • ઇન્શ્યુરર વ્યક્તિગત અકસ્માત કવર, કાનૂની જવાબદારી કવર, બાકાત અને ફરજિયાત કપાત જેવા વધારાના કવરેજ ઓફર કરે છે.
  • તમે થર્ડ-પાર્ટીના વાહન અથવા મિલકતને થયેલા નુકસાન માટે રૂ. 7.5 લાખ સુધીના વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારીનો ક્લેમ કરી શકો છો. 
  • ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે.
  • ઇન્શ્યુરર ચોવીસ કલાક ગ્રાહક સપોર્ટ ઓફર કરે છે.

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

જો તમે ક્લેમ દાખલ કરવા માંગતા હોવ તો તમારે નીચે દર્શાવેલ પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે:

  • 1800 258 5956 પર કોલ કરો અથવા Hello@godigit.comપર ઇ-મેઇલ મોકલો
  • સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપો
  • ગ્રાહક સપોર્ટ પ્રતિનિધિને પોલિસી નંબર જેવી જરૂરી વિગતો પ્રદાન કરો
  • એકવાર ઇન્શ્યુરર દ્વારા ક્લેમ શરૂ કરવામાં આવે પછી દસ્તાવેજો તૈયાર રાખો
  • ક્લેમ સેટલમેન્ટ ફોર્મ ભરો જેમાં અકસ્માતની વિગતો જેમ કે તારીખ અને સમય, સ્થળ વગેરે જણાવો અને વાહનને થયેલા નુકસાનના ફોટો સબમિટ કરો.

નોંધ: ક્લેમની પતાવટ અથવા નામંજૂરી પહેલાં ઇન્શ્યુરર કોઈ વ્યક્તિને નુકસાનનું નિરીક્ષણ કરવા મોકલી શકે છે.

ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ યોજનાઓના પ્રકાર11

તમારા થ્રી-વ્હીલરની જરૂરિયાતના આધારે અમે મુખ્યત્વે બે પોલિસી ઓફર કરીએ છીએ. જોકે કોઈપણ કોમર્શિયલ વાહનના જોખમ અને વારંવાર ઉપયોગને ધ્યાનમાં રાખીને સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી લેવાની ભલામણ કરવામાં આવે છે, જે તમારી રિક્ષા અને માલિક-ડ્રાઈવરને પણ આર્થિક રીતે સુરક્ષિત કરશે.

જવાબદારી માત્ર (લાયાબિલિટી ઓનલી) સ્ટાન્ડર્ડ પેકેજ

કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા મિલકતને તમારી ઓટો રિક્ષા દ્વારા થતા નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને તમારી ઓટો રિક્ષાને કારણે થતા નુકસાન

×

કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે તમારી પોતાની ઓટો રિક્ષાને હાનિ અથવા નુકસાન

×

માલિક-ડ્રાઈવરની ઈજા/મૃત્યુ

જો માલિક-ડ્રાઈવર પાસે પહેલાથી જ તેમના નામ પર વ્યક્તિગત અકસ્માત કવર નથી

×
Get Quote Get Quote

ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સ પ્લાનના પ્રકાર

ઇલેક્ટ્રિક રિક્ષા માટે ડિજિટ દ્વારા બે પ્રકારની ઇન્શ્યુરન્સ પોલિસી આપવામાં આવી રહી છે. જે છે - 

સ્ટાન્ડર્ડ પોલિસી- સ્ટાન્ડર્ડ પોલિસીમાં અકસ્માતો, આગ, ચોરી, કુદરતી આફતો વગેરે જેવા પરિબળોને કારણે વાહનને થયેલા નુકસાન માટે કવરેજ છે. આ ઉપરાંત કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા નુકસાન અને વાહનના માલિક અથવા ડ્રાઇવરની ઇજા અથવા મૃત્યુને આવરી લેવામાં આવે છે. 

જવાબદારી માત્ર - માત્ર જવાબદારી પોલિસી કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને વાહન દ્વારા થતા નુકસાનને જ આવરી લેશે. વાહનના માલિક/ડ્રાઈવરની ઈજા અથવા મૃત્યુને પણ આવરી લેવામાં આવે છે.

ડિજિટ ઇન્શ્યુરન્સ દાવાઓની કેટલી ઝડપથી પતાવટ થાય છે? તમારી ઇન્શ્યુરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે તે કરી રહ્યાં છો! ડિજિટનો ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

અમારા ગ્રાહકો અમારા વિશે શું કહે છે

વિકાસ થપ્પા
★★★★★

ડિજિટ ઇન્શ્યુરન્સ સાથે મારા વાહન ઇન્શ્યુરન્સની પ્રક્રિયા કરતી વખતે મને અદ્ભુત અનુભવ થયો. તે યોગ્ય ટેકનોલોજીથી સજ્જ ગ્રાહકને અનુકૂળ છે. કોઈપણ વ્યક્તિને ફિઝીકલી મળ્યા વિના પણ 24 કલાકની અંદર ક્લેમ સેટલ કરવામાં આવ્યો. ગ્રાહક કેન્દ્રોએ મારા કોલ્સને સારી રીતે હેન્ડલ કર્યા. શ્રી રામરાજુ કોંધાનાને સવિષેશ આભાર, જેમણે આ કેસને ઉત્તમ રીતે સંભાળ્યો હતો.

વિક્રાંત પરાશર
★★★★★

ખરેખર એક શાનદાર ઇન્શ્યુરન્સ કંપની જેણે ઉચ્ચતમ IDV મૂલ્ય જાહેર કર્યું છે. ડિજિટનો સ્ટાફ ખરેખર નમ્ર છે અને હું સ્ટાફ સાથે સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું. ખાસ કરીને યુવેસને ફરખુનની વર્તણૂક બિરદાવા લાયક છે, જેમણે મને વિવિધ ઓફર્સ અને લાભો વિશે સમયસર જણાવે છે. ડિજિટની આ જ ખાસિયતો મને માત્ર ડિજિટ પાસેથી જ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવા ફોર્સ કરે છે અને હવે ખર્ચ-સંબંધિત અને સેવા-સંબંધિત અનેક પરિબળોને કારણે મેં ડિજિટ ઇન્શ્યુરન્સમાંથી બીજા વાહનની પોલિસી ખરીદવાનું નક્કી કર્યું છે.

સિદ્ધાર્થ મૂર્તિ
★★★★★

ગો-ડિજિટમાંથી મારો 4થો વાહન ઇન્શ્યુરન્સ ખરીદવાનો સારો અનુભવ હતો શ્રીમતી પૂનમ દેવીએ પોલિસી સારી રીતે સમજાવી, સાથે સાથે તેઓ જાણતા હતા કે ગ્રાહકની અપેક્ષા શું છે અને મારી જરૂરિયાતો અનુસાર ભાવ આપ્યો. અને ઓનલાઇન પેમેન્ટ પણ મુશ્કેલી-મુક્ત હતુ. આ પ્રક્રિયા અને મારો ઇન્શ્યુરન્સ જલદી અપાવવા બદલ પૂનમનો ખાસ આભાર. આશા છે કે ગ્રાહક સંબંધ ટીમ દિવસેને દિવસે વધુ સારી થતી જશે!! આનંદો/ચીયર્સ.

Show all Reviews

ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ઈન્સ્યુર્ડ ડિકલેર્ડ વેલ્યુ (IDV) શું છે?

તમે જે રકમ માટે કવરેજ મેળવવા માટે પાત્ર છો તે ઇન્શ્યુરન્સ પોલિસીની IDV તરીકે ઓળખાય છે.

જો આવશ્યક દસ્તાવેજો સબમિટ કર્યા ન હોય તો પણ શું ઇન્શ્યુરર દાવાની પ્રક્રિયા અને વળતર સાથે આગળ વધશે?

દાવાઓની પતાવટ કરવા માટે તમારે બધા દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે. જ્યાં સુધી તમામ દસ્તાવેજો સબમિટ ન થાય ત્યાં સુધી ઇન્શ્યુરર દ્વારા દાવાની પતાવટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે નહીં.

શું ઈ-રિક્ષાના મુસાફરો સ્ટાન્ડર્ડ અને જવાબદારી માત્ર, બંને ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સ પોલિસીમાં આવરી લેવામાં આવે છે?

હા, મુસાફરોને થર્ડ-પાર્ટી માનવામાં આવે છે તેથી તેઓ આવરી લેવામાં આવે છે.

શું નો-ક્લેઈમ બોનસ પોલિસી માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમને અસર કરે છે?

હા, નો-ક્લેઈમ બોનસ પ્રીમિયમને ચોક્કસથી અસર કરે છે.

શું ઇલેક્ટ્રિક ઓટો રિક્ષાનો ઇન્શ્યુરન્સ લેવો ફરજિયાત છે?

હા, મોટર વ્હીકલ એક્ટ મુજબ ઈ-રિક્ષાનો ઇન્શ્યુરન્સ લેવો ફરજિયાત છે. દેશમાં ઈ-રિક્ષા ચલાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછી જવાબદારી માત્ર પોલિસી હોવી જરૂરી છે.