Third-party premium has changed from 1st June. Renew now
કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ: કવરેજ, ફાયદા અને તે કેવી રીતે કાર્ય કરે છે
કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ શું છે?
મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા. આ પોલિસી કોઈપણ પર્સનલ ટુ-વ્હીલરને આવરી લેતી નથી.
અકસ્માત, ચોરી, આગ, કુદરતી આફતો જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં ઇન્સ્યોરન્સ પોલિસી તમને અને તમારી કોમર્શિયલ બાઇક બંનેને અથવા કોઈપણ થર્ડ-પાર્ટીને નુકસાનના કિસ્સામાં ઊભી થતી કોઈપણ લાયાબિલિટી આવરી લે છે.
તમે તમારા અને તમારા વાહન માટે ઇચ્છિત સુરક્ષા મેળવવા માટે કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે લાયાબિલિટી ઓનલી પોલિસી અને સ્ટાન્ડર્ડ પેકેજમાંથી પસંદ કરી શકો છો, પરંતુ લાયાબિલિટી ઓનલી પોલિસીના કિસ્સામાં ઇન્શ્યોર્ડને અને વાહન અને પ્રોપર્ટીને આવરી લેવામાં આવશે નહીં. આ તમામ સુવિધાઓ ડિજીટ ઈન્સ્યોરન્સ પર પોસાય તેવા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
નોંધ: કોમર્શિયલ વાહનોમાં કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ આ રીતે ફાઇલ કરવામાં આવ્યો છે -
- ડિજીટ કોમર્શિયલ વ્હીકલ લાયાબિલિટી ઓનલી પોલિસી: IRDAN158RP0001V01201718
- ડિજીટ કોમર્શિયલ વ્હીકલ પેકેજ પોલિસી – માલ વાહક વાહન (ગુડ્સ કેરિંગ વ્હિકલ): IRDAN158RP0001V01201819
- ડિજીટ કોમર્શિયલ વ્હીકલ પેકેજ પોલિસી – મુસાફરો વાહન વાહન (પેસેન્જર કેરિંગ વ્હીકલ): IRDAN158RP0002V01201819
- ડિજીટ કોમર્શિયલ વ્હીકલ પેકેજ પોલિસી - પરચુરણ અને ખાસ પ્રકારના વાહન: IRDAN158RP0003V01201819
તમને કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સની કેમ જરૂર છે?
જો તમારી પાસે ટુ-વ્હિલર વાહન છે અને તેનો ઉપયોગ જાહેર પરિવહન માટે થાય છે તો તમારે નીચેના કારણોસર કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ મેળવવો આવશ્યક છે:
- ભારતમાં કાયદા દ્વારા તમારા કોમર્શિયલ વાહનો માટે ઓછામાં ઓછી ‘લાયાબિલિટી ઓનલી ઇન્સ્યોરન્સ પોલિસી’ હોવી ફરજિયાત છે. જોકે તમારે વધારે કવરેજ જોઈએ તો તમે સ્ટાન્ડર્ડ પેકેજ અને અન્ય એડ-ઓન પણ પસંદ કરી શકો છો.
- અકસ્માત, અથડામણ અથવા કુદરતી આફતને કારણે થતા નાણાકીય નુકસાનની પરિસ્થિતિઓમાં ઇન્સ્યોરન્સ રાખવાથી તમારા ધંધા-કારોબારને રક્ષણ મળશે.
- કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ મુસાફરોની અને કેટલાક કિસ્સાઓમાં પોલિસીની શરતોને આધીન માલિક/ડ્રાઇવરની સુરક્ષાની પણ ખાતરી કરશે.
- કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી રાખવાથી તમારા વાહનને કારણે થતા હાનિ અથવા નુકસાનના કિસ્સામાં કોઈપણ થર્ડ-પાર્ટી જવાબદારીમાંથી પણ તમારું રક્ષણ થાય છે.
ડિજીટનો જ કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો?
કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે?
શું આવરી લેવામાં આવતું નથી?
તમારી કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેથી કરીને જ્યારે તમે ક્લેમ કરો ત્યારે કોઈ આશ્ચર્ય ન થાય. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ જણાવાઈ છે:
જો તમે તમારા કોમર્શિયલ વાહન માટે માત્ર થર્ડ-પાર્ટી કોમર્શિયલ ઈન્સ્યોરન્સ લેવા જઈ રહ્યા છો, તો પછી પોતાને થતી હાનિ (Own Damages) અને નુકશાનને આવરી લેવામાં આવશે નહીં.
જો ક્લેમ દરમિયાન, ડ્રાઇવર-માલિક માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના અથવા આલ્કોહોલના સેવન સાથે ઇન્શ્યોર્ડ વાહન ચલાવતો હોવાનું જણાશે તો ક્લેમ મંજૂર થશે નહીં.
જાણી જોઈને થતી બેદરકારીને કારણે હેવી-ડ્યુટી વાહનને થતા કોઈપણ હાનિ અથવા નુકશાનને આવરી લેવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, જો શહેરમાં પૂર છે તેમ છતા પણ કોઈ ટ્રેક્ટરને બહાર લઈ જાય છે.
અકસ્માત, કુદરતી આફત અથવા આગનું સીધું પરિણામ ન હોય તેવા કોઈપણ હાનિ અથવા નુકશાન કે જે તેને આવરી શકાય નહીં.
ડિજીટના કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ
મુખ્ય વિશેષતાઓ | ડિજીટના ફાયદા |
---|---|
ક્લેમ પ્રોસેસ | પેપરલેસ ક્લેમ |
કસ્ટમર સપોર્ટ | 24x7 સપોર્ટ |
વધારાનું કવરેજ | PA કવર, લિગલ લાયાબિલિટી કવર, વિશેષ બાકાત અને ફરજિયાત કપાતપાત્ર, વગેરે |
થર્ડ-પાર્ટીને નુકસાન | વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, પ્રોપર્ટી/વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી કવર |
કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર11
તમારા વાહનના પ્રકાર અને તમે જે વાહનોનો ઇન્સ્યોરન્સ લેવા માંગો છો તેની સંખ્યાના આધારે, અમે બે પ્રાથમિક પ્લાન ઓફર કરીએ છીએ જેમાંથી તમે ગમે તે પસંદ કરી શકો છો.
લાયાબિલિટી ઓનલી | સ્ટાન્ડર્ડ પેકેજ |
કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીને તમારા ભારે વાહનને કારણે થતા નુકસાન. |
|
કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીને તમારા ઇન્શ્યોર્ડ ભારે વાહન દ્વારા ટોઈંગને કારણે થતા નુકસાન. |
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે ભારે વાહનને થતી હાનિ અથવા નુકશાન. |
|
ભારે વાહનના માલિક-ડ્રાઇવરની ઇજા/મૃત્યુજો માલિક-ડ્રાઈવર પાસે પહેલાથી પર્સનલ એક્સિડન્ડ કવર નથી |
|
Get Quote | Get Quote |
ક્લેમ કેવી રીતે કરવો?
અમને 1800-258-5956 પર કોલ કરો અથવા hello@godigit.com પર ઇમેઇલ કરો
અમારી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે તમારી જરૂરી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને ઇન્શ્યોર્ડ વ્યક્તિ/કોલરનો કોન્ટેક્ટ નંબર તમારી પાસે રાખો.
અમારા ગ્રાહકો અમારા વિશે શું કહે છે
ડિજીટ ઇન્સ્યોરન્સ સાથે મારા વ્હિકલ ઇન્સ્યોરન્સની પ્રક્રિયા દરમિયાન મને અદ્ભુત અનુભવ થયો. તે યોગ્ય ટેકનોલોજીથી સુસજ્જ અને ગ્રાહકને અનુકૂળ છે. કોઈપણ વ્યક્તિને પ્રત્યક્ષ રીતે મળ્યા વિના પણ 24 કલાકની અંદર ક્લેમ મંજૂર કરવામાં આવ્યો. કસ્ટમર સેન્ટરમાં પણ મારા કોલ્સ સારી રીતે હેન્ડલ થયા. આ કેસને ઉત્તમ રીતે હેન્ડલ કરનાર શ્રી રામરાજુ કોંધાનાને મારો વિશેષ આભાર.
ખરેખર એક શાનદાર ઇન્સ્યોરન્સ કંપની કે જેણે ઉચ્ચતમ IDV વેલ્યુ જાહેર કરી અને સ્ટાફ સાથે પણ હું સંપૂર્ણપણે સંતુષ્ટ છે અને ખાસ કરીને ઝંઝટમુક્ત પ્રક્રિયાનો શ્રેય યુવેસ ફરખુનને જાય છે કે જેઓ મને ડીજિટની વિવિધ ઓફર્સ અને ફાયદા વિશે સમયસર જણાવે છે જેના કારણે મેં પોલિસી ખરીદી હતી અને હવે ખર્ચ-સંબંધિત અને સર્વિસ-સંબંધિત ઘણા પરિબળોને કારણે મેં મારા બીજા વાહનની પોલિસી પણ ડિજીટ ઈન્સ્યોરન્સમાંથી ખરીદવાનું નક્કી કર્યું છે.
ગો-ડિજીટમાંથી મારો ચોથો વાહન ઇન્સ્યોરન્સ ખરીદવાનો અનુભવ સારો હતો. શ્રીમતી પૂનમ દેવીએ પોલિસી સારી રીતે સમજાવી, સાથે સાથે તેઓ જાણતા હતા કે ગ્રાહકને શું-શું જરૂરી છે અને મારી જરૂરિયાતો અનુસાર મને ક્વોટ આપ્યો. આ સિવાય ઓનલાઈન પેમેન્ટ પણ મુશ્કેલીરહિત હતુ. આ સમગ્ર પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા બદલ પૂનમનો ખાસ આભાર. આશા છે કે ગ્રાહક સંબંધ ટીમ દિવસેને દિવસે વધુ સારી થતી જશે!! ચીયર્સ.
કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
જો મારી પાસે પહેલેથી જ વ્યક્તિગત બાઇક ઇન્સ્યોરન્સ હોય તો શું મારે કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સની જરૂર છે?
વ્યક્તિગત બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ફક્ત તમારા વાહનને આવરી લે છે, જો તેનો ઉપયોગ વ્યક્તિગત ઉપયોગ માટે કરવામાં આવે છે. તેથી જો તમે તમારા કોમર્શિયલ ટુ-વ્હીલરને સુરક્ષિત કરવા માંગતા હોવ તો તમારે અલગથી કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ મેળવવો જરૂરી રહેશે જે વ્યવસાય સંબંધિત બાઇકના ઉપયોગ સાથે સંકળાયેલા જોખમોને આવરી લેવા માટે રચાયેલ છે.
કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ માટેના પ્રીમિયમની ગણતરીમાં કયા પરિબળો અસર કરે છે?
કોમર્શિયલ બાઇક ઇન્સ્યોરન્સ માટેના પ્રીમિયમની ગણતરી વાહનની કિંમત, તેના લોકેશન, ઉપયોગ અને કવરેજ જેવા પરિબળોના આધારે કરવામાં આવે છે.