ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સ
Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

ટાઈગન ઈન્સ્યોરન્સ: ફોક્સવેગન ટાઈગન કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યુ કરો

જર્મન મોટર વ્હીકલ મેન્યુફેક્ચરર, ફોક્સવેગન, ભારતમાં તેની મધ્યમ કદની એસયુવી ટાઈગન સાથે એસયુવીડબ્લ્યુ સ્ટ્રેટેજી લોન્ચ કરવા માટે તૈયાર છે. 5-સીટર યુનિટ ભારતમાં 23મી સપ્ટેમ્બર 2021ના રોજ લોન્ચ થવાની સંભાવના છે.

ટાઈગન MQB-A0-IN પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે અને તે આધુનિક સુવિધાઓ, પ્રીમિયમ ઇન્ટીરીયર અને અને અનેક સુવિધાઓ સાથે સજ્જ છે. તેથી, જેઓ આ ફોક્સવેગન બ્રાન્ડની નવી એસયુવી ખરીદવાનું આયોજન કરે છે તેઓએ અકસ્માતો અને અન્ય દુર્ઘટનાઓથી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સની પસંદગી કરવી જોઈએ.

ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ ભારતીય શેરીઓમાં ચાલતી દરેક કાર માટે થર્ડ પાર્ટી લાયબિલીટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી ફરજિયાત છે. આ પ્લાન થર્ડ પાર્ટીના નુકસાનને આવરી લે છે. વૈકલ્પિક રીતે, તમે થર્ડ-પાર્ટી લાયબિલીટી અને તમારી પોતાની કાર માટે સુરક્ષા બંને માટે નાણાકીય કવરેજ સુરક્ષિત કરવા માટે કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ માટે જઈ શકો છો.

તમને ઘણા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર મળશે જે મુશ્કેલી-મુક્ત ફોક્સવેગન ટાઈગન ઇન્સ્યોરન્સ પ્રદાન કરવાનો દાવો કરે છે. ડિજીટ એ આવી જ એક ઇન્સ્યોરન્સ કંપની છે.

આગળનો સેગમેન્ટ તમને ટાઈગનની કેટલીક વિશેષતાઓ, તેના વેરિઅન્ટની કિંમતો, કાર ઈન્સ્યોરન્સનું મહત્વ અને ડિજીટ દ્વારા આપવામાં આવતા લાભોથી પરિચિત કરાવશે.

ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સની કિંમત

રજીસ્ટ્રેશનની તારીખ પ્રીમિયમ (ઓન ડેમેજ ઓન્લી પોલિસી માટે)
ઓક્ટોબર-2021 29,639

**ડીસકલેમર - ફોક્સવેગન ટાઈગન GT પ્લસ 1.5 TSI DSG પેટ્રોલ 1498.0 માટે પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. જેમાં GST શામેલ નથી.

શહેર - બેંગ્લોર, વાહન નોંધણી મહિનો - ઑક્ટોબર, NCB - 0%, કોઈ ઍડ-ઑન્સ, પોલિસી સમાપ્ત થઈ નથી, અને IDV- સૌથી નીચો ઉપલબ્ધ. પ્રીમિયમની ગણતરી ઓક્ટોબર-2021માં કરવામાં આવે છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજીટનો ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

ફોક્સવેગન ટી-રોક કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલો ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો! ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજીટના ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સને પસંદ કરવાના કારણો?

કઈ કાર ખરીદવી તે પસંદ કરવા ઉપરાંત, કારનો ઇન્સ્યોરન્સ ખરીદવો એ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય છે. જો કે, ભરોસાપાત્ર અને સુલભ ઇન્સ્યોરર પસંદ કરવાથી ઘણો ફરક પડે છે. દાખલા તરીકે, ડિજીટ તેના વિવિધ ગ્રાહકોને સેવા આપવા માટે નીચેના લાભો પ્રદાન કરે છે.

  • ડિજિટાઈઝ્ડ ક્લેઈમિંગ પ્રોસેસ - ડિજીટ સાથે, તમારે તમારા ક્લેમ સેટલ ના થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ સિસ્ટમને ત્વરિત રીતે ક્લેમ ફાઇલ કરવા માટે વિસ્તૃત કરે છે. હવે, રૂબરૂમાં એસેસમેન્ટની ઝંઝટને દૂર કરવા માટે, તમારે ટાઈગન ઇન્સ્યોરન્સ સામેના તમારા ક્લેમને વ્યાજબી ઠેરવવા માટે માત્ર ફોટા મોકલવાના રહેશે.
  • ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો - એક જવાબદાર ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર હોવાને કારણે, ડિજીટ ઓછામાં ઓછા શક્ય સમયમાં મહત્તમ સંખ્યામાં ક્લેમ સેટલમેન્ટની ખાતરી આપે છે. તેની વિશ્વસનીયતામાં વધારો કરવા માટે તે ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ ધરાવે છે.
  • વ્યક્તિગત IDV રકમ - ડિજીટ ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ મેળવવા માટે વાહનની એક્સ-શોરૂમ કિંમતમાંથી ઘસારાને બાદ કરે છે. હવે, તમે તમારા ફોક્સવેગન ટાઈગન ઇન્સ્યોરન્સ ખર્ચમાં થોડો વધારો કરીને તમારી IDV ની રકમને કસ્ટમાઇઝ કરી શકો છો. આ તમને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન, સંપૂર્ણ નુકસાન અથવા ચોરી જેવી પરિસ્થિતિઓમાં ઉચ્ચ વળતર મેળવવામાં મદદ કરશે.
  • વધારાના કવર્સની વિશાળ રેંજ - આ લાભો ઉપરાંત, ડિજીટ તેના કોમ્પ્રીહેન્સીવ ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સ પોલિસીહોલ્ડરને 7 વધારાના કવર્સ સાથે સુવિધા આપે છે. તેમાંના કેટલાક છે -

જો કે, તમે તમારા પ્રીમિયમમાં થોડો વધારો કરીને તમારી પોલિસીમાં આમાંથી કોઈપણ કવર ઉમેરી શકો છો.

  • સમગ્ર ભારતમાં નેટવર્ક ગેરેજ - ડિજીટ સમગ્ર ભારતમાં 6000+ ગેરેજનું નેટવર્ક ધરાવે છે, જેમાંથી દરેક કેશલેસ રિપેરિંગ ઓફર કરે છે. તેથી, તમે ગમે ત્યાં હોવ, તમને તમારા લોકેશનની આસપાસ નેટવર્ક ગેરેજ મળશે.
  • અનુકૂળ પિકઅપ, રિપેર અને ડ્રોપ સર્વિસ - એવું બની શકે છે કે તમારી ટાઈગન વાહન ચલાવવા માટે યોગ્ય સ્થિતિમાં નથી. આવા કિસ્સાઓમાં, તમે મુશ્કેલીઓ ટાળવા માટે ડિજીટ નેટવર્ક કાર ગેરેજમાંથી ડોરસ્ટેપ પિકઅપ, રિપેર અને ડ્રોપ સુવિધા પસંદ કરી શકો છો.
  • શ્રેષ્ઠ કસ્ટમર કેર સર્વિસ - છેલ્લે, જો તમારી પાસે ફોક્સવેગન ટાઈગન ઇન્સ્યોરન્સ રિન્યુ અથવા ખરીદી પ્રક્રિયા અંગે કોઈ પ્રશ્નો હોય, તો તમારી અનુકૂળતા મુજબ ડિજીટનો સંપર્ક કરો. ડિજીટના કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ 24X7 ઉપલબ્ધ છે.

આ તમામ લાભો ભારતમાં ડિજીટની વ્યાપક લોકપ્રિયતાના પુરાવા તરીકે કામ કરે છે. જો કે, વાહન માલિકોએ ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સ માટે તેમના પ્રીમિયમ ઘટાડવા માટે કેટલીક ટિપ્સ પણ જાણવી જોઈએ.

યાદ રાખો, ઉચ્ચ ડિકડકટીબલ અને નાના ક્લેમ પ્રીમિયમની રકમને નોંધપાત્ર રીતે ઘટાડે છે. જો કે, ઓછા પ્રિમીયમ વધુ લાભો આપવાની ખાતરી આપતા નથી. તેથી, પ્રક્રિયાને વિગતવાર સમજવા માટે ડિજીટ જેવા વિશ્વસનીય ઇન્સ્યોરરનો સંપર્ક કરો.

ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

દરેક ભારતીય કાર માલિકે દુર્ભાગ્યપૂર્ણ સંજોગો સામે તૈયાર રહેવું જરૂરી છે જે કારને નુકસાન પહોંચાડી શકે છે. અને આ માટે, તમારી નાણાકીય સુરક્ષા માટે માન્ય કાર ઇન્સ્યોરન્સ જરૂરી છે. વધુમાં, ફોક્સવેગન ટાઈગન ઇન્સ્યોરન્સ કિંમત ચૂકવવી એ દંડ અને રિપેરિંગના કારણે થતા નુકસાન પર વ્યાજબી પસંદગી છે.

નીચે એવા કારણો છે જે ભારતમાં કાર ઇન્સ્યોરન્સ પોલિસીની જરૂરિયાતને મજબૂત બનાવે છે.

  • નાણાકીય લાયબિલીટી આવરી લે છે - જો તમારી ફોક્સવેગન ટાઈગન અકસ્માતનો ભોગ બને છે અને તેને નુકસાન થાય, તો તમે તમારી સુવિધા અનુસાર વળતર અથવા મફત રિપેર માટે પસંદગી કરી શકો છો. જો કે, જો તમારી પાસે કોમ્પ્રીહેન્સીવ પોલિસી હોય તો જ તમે આ લાભો માટે યોગ્યતા ધરાવો છો. તદુપરાંત, ટાઈગન બજારમાં નવી હોવાથી, રિપેર અને સ્પેરપાર્ટ્સનો ખર્ચ ઘણો મોંઘો હોઈ શકે છે. આ કાર ઇન્સ્યોરન્સ પોલિસીના મહત્વને યોગ્ય ઠેરવે છે.
  • થર્ડ પાર્ટી ચાર્જીસથી રક્ષણ આપે છે - થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ કોઈપણ થર્ડ પાર્ટીના ક્લેમથી નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. તે વ્યક્તિ અથવા મિલકત બંને માટે હોઈ શકે છે. ડિજીટ જેવા પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર જો કોઈ અકસ્માતમાં સંડોવાયેલા મુકદ્દમાના મુદ્દાઓ હોય તો તેનું સંચાલન કરવા માટે પોલિસી ઓફર કરે છે.
  • ભારે દંડ અથવા સજાથી બચાવે છે - મોટર વ્હીકલ એક્ટ 1988 સ્પષ્ટપણે જણાવે છે કે ભારતમાં દરેક કાર માલિક પાસે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર હોવો આવશ્યક છે. તેથી, કાર ઇન્સ્યોરન્સ પોલિસી વિના ડ્રાઇવિંગ કરનાર કોઈપણ વ્યક્તિને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને ₹2000 સુધીનો ભારે દંડ ચૂકવવો પડશે. અને તે જ ગુનાને પુનરાવર્તિત કરવા માટે, તમારે ₹ 4000 ચૂકવવા પડશે. વધુ ખરાબ કિસ્સામાં, તમારું લાઇસન્સ જપ્ત થઈ શકે છે, અથવા તમને 3 મહિના સુધીની જેલ થઈ શકે છે.
  • કોમ્પ્રીહેન્સીવ પોલિસી સાથે વધારાના કવર્સ ઓફર કરે છે - નામ સૂચવે છે તેમ, કોમ્પ્રીહેન્સીવ પોલિસી આગ, ચોરી, કુદરતી આફતો, માનવસર્જિત આપત્તિઓ અને તમારા નિયંત્રણની બહારના અન્ય પરિબળોને લીધે થતા તમામ પ્રકારના નુકસાનને વ્યાપકપણે આવરી લે છે.
  • નો ક્લેમ બોનસને વિસ્તૃત બનાવે છે - તમે દરેક નોન-ક્લેઈમ વર્ષ માટે તમારા ફોક્સવેગન ટાઈગન ઈન્સ્યોરન્સ રિન્યુઅલ કિંમત પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમે સતત પાંચ વર્ષ સુધી ક્લેમ ન કરો તો ડિજીટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ પ્રિમિયમ પર 50% સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

આ નિયમિત લાભો ઉપરાંત, લોકપ્રિય ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર જેમ કે ડિજીટ, મુશ્કેલી-મુક્ત અનુભવની ખાતરી કરવા પ્રક્રિયાને સરળ બનાવે છે. ઉપરાંત, જો તમે ડિજીટમાંથી ફોક્સવેગન ટાઈગન કારનો ઇન્સ્યોરન્સ ખરીદો છો અથવા રિન્યુ કરો છો, તો તમે ચોરી, આગને કારણે થતા નુકસાન, અકસ્માતો, કુદરતી આફતો અને વધુ સામે મહત્તમ કવરેજની અપેક્ષા રાખી શકો છો.

ફોક્સવેગન ટાઈગન વિશે વધુ માહિતી

નવી ટાઈગન એડવાન્સ ટેકનોલોજી સોલ્યુશન સાથે પાવર-પેક્ડ છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓફર કરતા ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

ચાલો ટાઈગન આપણને શું ઓફર કરે છે તેના પર એક નજર કરીએ.

  • ટાઈગન એક પેટ્રોલ એન્જિનથી સજ્જ છે જેમાં 3-સિલિન્ડર 1.0-લિટર ટર્બો-ચાર્જ્ડ અને 4-સિલિન્ડર 1.5-લિટર TSI યુનિટનો સમાવેશ થાય છે. અગાઉનું યુનિટ 115 bHP જનરેટ કરી શકે છે અને તે 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક યુનિટ સાથે જોડાયેલું છે. પછીનું મોડલ 6-સ્પીડ મેન્યુઅલ અથવા 7-સ્પીડ DSG ઓટોમેટિક યુનિટ સાથે જોડાયેલું છે.
  • તેના સ્પર્ધકો સામે સ્પર્ધા કરવા માટે, ટાઈગન 10-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને હાઇલાઇટ કરે છે જે એન્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ડિજીટલ ડિસ્પ્લે, રીઅર-વ્યૂ કેમેરા, ઇલેક્ટ્રિક સનરૂફ, ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ અને અન્ય સુવિધાઓ પણ છે.
  • તેના તમામ તાજેતરના મોડલ્સની જેમ, ફોક્સવેગને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ESC, હિલ-હોલ્ડ કંટ્રોલ, સિક્સ એરબેગ્સ, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ પોઈન્ટ્સ, રીઅર પાર્ક ડિસ્ટન્સ કંટ્રોલ સિસ્ટમ વગેરે જેવી વિશ્વ-સ્તરની સુરક્ષા સુવિધાઓ સ્થાપિત કરી છે.
  • ફોક્સવેગમાં સિંગલ સ્લેટ ક્રોમ ગ્રિલ, અને ચોરસ આકારની LED હેડલાઇટ્સ અને ઇન્ટીગ્રેટેડ હોરીઝોન્ટલ LED DRLs છે. આગળના ભાગમાં, તમને ક્રોમ ગ્રિલ અને ફોગ લાઇટ્સ સાથે ડ્યુઅલ-ટોન બમ્પર મળશે. નીચેના ભાગમાં, તેમાં ફોક્સ સિલ્વર પ્લેટ છે.
  • ટાઈગન તેના ક્લાસમાં સૌથી વધુ વિસ્તૃત વ્હીલબેસ ધરાવે છે અને સેન્ટર કન્સોલ, આર્મરેસ્ટ અને ડોર પેડ્સ પર પૂરતી જગ્યા આપે છે. મજબૂત ગાદીવાળી ફ્રન્ટ સીટો મોટી છે અને લેટરલ બોલ્સ્ટરિંગને સપોર્ટ કરે છે. તે વિશાળ પ્રવેશને કારણે પાછળની સીટ સુધી સરળ ઍક્સેસ પણ પ્રદાન કરે છે.

ટાઈગનની કિંમત ₹10 લાખ હોવાની ધારણા છે, અને ટોપ-સ્પેક વેરિઅન્ટ્સની કિંમત લગભગ ₹16 લાખ (એક્સ-શોરૂમ કિંમતો) હશે.

તેથી, ટાઈગન માટે આ લમ-સમ રકમનું રોકાણ કરતા પહેલા, મહત્તમ નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાર ઇન્સ્યોરન્સ પોલિસીના વિકલ્પો તપાસો. ડિજીટ તમારી નાણાકીય જવાબદારીને ઘટાડવા માટે ખર્ચ-અસરકારક ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સને વિસ્તૃત બનાવે છે.

ફોક્સવેગન ટાઈગન - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
ફોક્સવેગન ટાઈગુન 1.0 TSI કમ્ફર્ટલાઇન ₹10.49 લાખ
ફોક્સવેગન ટાઈગુન 1.0 TSI હાઈલાઈન ₹12.79 લાખ
ફોક્સવેગન ટાઈગુન 1.0 TSI હાઈલાઈન AT ₹14.09 લાખ
ફોક્સવેગન ટાઈગુન 1.0 TSI ટોપલાઈન ₹14.56 લાખ
ફોક્સવેગન ટાઈગુન 1.5 TSI GT ₹14.99 લાખ
ફોક્સવેગન ટાઈગુન 1.0 TSI ટોપલાઈન AT ₹15.90 લાખ
ફોક્સવેગન ટાઈગુન 1.5 TSI GT પ્લસ ₹17.49 લાખ

ભારતમાં ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ટાઈગન કાર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ શું બાકાત છે?

કાર ઇન્સ્યોરન્સ પ્લાન નીચેના કવરેજ પ્રદાન કરતી નથી-

  • ટાઈગનની ઉંમર અને ઉપયોગને કારણે અવમૂલ્યન
  • ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન
  • આલ્કોહોલ, માદક દ્રવ્યો અને અન્ય માદક દ્રવ્યોના કારણે નુકસાન
  • માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાના ડ્રાઇવર દ્વારા નુકસાન થયું
  • પરિણામી નુકશાન

ભારતની બહાર થયેલું નુકસાન

હું મારા ફોક્સવેગન ટાઈગન કાર ઇન્સ્યોરન્સ સામે એક વર્ષમાં કેટલા ક્લેમ ફાઇલ કરી શકું?

તમે એક વર્ષમાં તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી સામે ઇચ્છો તેટલા ક્લેમ ફાઇલ કરી શકો છો. જો કે, હંમેશા યાદ રાખો કે કાર ઇન્સ્યોરન્સ ક્લેમ નો ક્લેમ બોનસ લાભને અસર કરે છે. ઉપરાંત, એક વર્ષમાં પુનરાવર્તિત ક્લેમ પોલિસીના રિન્યુ પછી તમારા પ્રીમિયમમાં વધારો કરી શકે છે