Third-party premium has changed from 1st June. Renew now
ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો
ફોક્સવેગન એ જર્મન વ્હીકલ મેન્યુફેક્ચરર છે જેની સ્થાપના 1937 માં થઈ હતી અને તે 2016 અને 2017માં વિશ્વભરમાં વેચાણ દ્વારા સૌથી મોટા કાર મેકર છે. આ બ્રાન્ડની સંખ્યાબંધ A, B અને C-સેગમેન્ટ હેચબેક તેમજ એસયુવી ક્રોસઓવર છે જે 2019માં સૌથી વધુ વેચાતા મોડલ તરીકે સાબિત થઇ છે. તેની કારની વિવિધ રેંજ હોવાના કારણે અને અપડેટેડ ટેક્નોલોજીને કારણે, તેણે 2019 માં લગભગ 11 મિલિયન યુનિટ્સનું વેચાણ કર્યું.
વધુમાં, આ જર્મન-એન્જિનિયરવાળી કાર ભારતીય કોમ્યુટર માર્કેટમાં ઉપલબ્ધ છે જે ફોક્સવેગનની ભારતીય પેટાકંપનીને આભારી છે. ભારતમાં કેટલીક લોકપ્રિય ફોક્સવેગન કારમાં વેન્ટો, પોલો, પોલો જીટી વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર 2021 દરમિયાન, આ કંપની સમગ્ર ભારતમાં લગભગ 26,000 પેસેન્જર વ્હીકલનું વેચાણ કરવામાં સફળ રહી છે.
જો તમે આ વર્ષે ઉપરોક્ત મોડલમાંથી કોઈપણ ખરીદવાનો પ્લાન ઘડી રહ્યા હો, તો તમારે અકસ્માત દરમિયાન તેને થઈ શકે તેવા નુકસાનની જાણ હોવી જોઈએ. આને ધ્યાનમાં રાખીને, તમારે પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ફોક્સવેગન કારનો ઇન્સ્યોરન્સ લેવો આવશ્યક છે.
કાર ઇન્સ્યોરન્સ પોલિસી અકસ્માતને કારણે થતા નોંધપાત્ર નુકસાનના કિસ્સામાં વધુ પડતા રિપેર ચાર્જને આવરી લે છે. આ અણધાર્યા ખર્ચાઓ વધારી શકે છે અને જેના કારણે તમારો નાણાકીય બોજ વધી શકે છે. આમ, ફોક્સવેગન કાર માટે ઇન્સ્યોરન્સ મેળવવાથી તમારી નાણાકીય જવાબદારી ઘટાડી શકાય છે અને ભવિષ્યના હેતુઓ માટે તમને ફંડ બચાવવામાં મદદ મળે છે.
વધુમાં, મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ, દંડથી બચવા માટે ફોક્સવેગન માટે બેઝિક કાર ઇન્સ્યોરન્સ પ્લાન મેળવવો ફરજિયાત છે. બેઝિક ઇન્સ્યોરન્સ પ્લાન એ ફોક્સવેગન કાર માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે જે થર્ડ પાર્ટી વ્યક્તિ, મિલકત અથવા વાહનને થતા નુકસાનને આવરી લે છે. જો કે, તમે પોતાની કારના નુકસાન સામે વધારાનું કવરેજ મેળવવા માટે કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પ્લાન પર વિચાર કરી શકો છો.
ભારતમાં કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારી જરૂરિયાતોને અનુરૂપ અન્ય આકર્ષક ડીલ સાથે થર્ડ પાર્ટી અને કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ ઓફર કરે છે. આ સંદર્ભે, ડિજીટ ઇન્સ્યોરન્સને તેના અનેક ફાયદાઓ જેવા કે સ્પર્ધાત્મક ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ કિંમત, ઓનલાઈન પ્રક્રિયાઓ, નેટવર્ક ગેરેજમાંથી કેશલેસ રિપેર અને અન્ય ઘણા ફાયદાઓના કારણે તમે લેવા માટે વિચારી શકો છો.
જો કે, તમારે મહત્તમ લાભો સાથે આવતો પ્લાન પસંદ કરતા પહેલા ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી કરવી જોઈએ.
ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
શું આવરી લેવામાં આવ્યું નથી
તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, જેથી કરીને જ્યારે તમે ક્લેમ કરો ત્યારે કોઈ આશ્ચર્ય ન થાય. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ છે:
થર્ડ-પાર્ટી અથવા લાયબિલિટી ઓન્લી કાર પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.
તમે નશામાં અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.
તમે લર્નર લાયસન્સ ધરાવો છો અને આગળની પેસેન્જર સીટ પર માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડર વિના ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.
કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ડેમેજ કાર ખોટી રીતે ચલાવવામાં આવી હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)
જાણીને કોઈપણ બેદરકારી (દા.ત. પૂરમાં કાર ચલાવવાને કારણે થયેલ નુકસાન, જે મેન્યુફેક્ચરરના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ આગ્રહણીય નથી, તેને આવરી લેવામાં આવશે નહીં)
કેટલીક પરિસ્થિતિઓને એડ-ઓન્સમાં આવરી લેવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને આવરી લેવામાં આવશે નહીં.
તમારે ડિજીટનો ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
ફોક્સવેગન માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન
પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા નુકસાન અને હાનિને આવરી લેવામાં આવે છે.
થર્ડ પાર્ટી | કોમ્પ્રીહેન્સીવ |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
થર્ડ પાર્ટીના વાહનને નુકસાન |
|
થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન |
|
પર્સનલ અકસિડેન્ટ કવર |
|
થર્ડ પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ |
|
તમારી કારની ચોરી |
|
ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ |
|
તમારા IDV ને કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કોમ્પ્રીહેન્સીવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે અમારી કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજીટલ ક્લેમ પ્રક્રિયા છે!
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
સ્ટેપ 3
તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
ફોક્સવેગન વિશે વધુ જાણો
ફોક્સવેગન, જેનો જર્મનમાં અર્થ થાય છે “પીપલ્સ કાર”, એક એવી બ્રાન્ડ છે જે ખરેખર તેના નામ પ્રમાણે છે. તે પ્રીમિયમ લક્ઝરી કારથી લઈને બેઝિક એફોર્ડેબલ કાર સુધીની કારની વિશાળ રેંજનું વેચાણ કરે છે.
ફોક્સવેગને તેની કાર પસાટ સાથે વૈશ્વિક સફળતા મેળવી. તે આ જ કાર સાથે 2007માં ભારતીય બજારમાં પ્રવેશી હતી. બીજા વર્ષે જુલાઇમાં તેમને પાવરફૂલ મોડલ જેટ્ટા સાથે ઓટોમોબાઇલ માર્કેટ પર વિજય મેળવ્યો. 2007 માં તેમની સૌથી પ્રખ્યાત કાર પોલોની લોન્ચ કરી અને આગામી વર્ષોમાં, તેઓએ વેન્ટો અને તેમની લકઝરીયસ કાર ફેટોન લોન્ચ કરી.
વર્ષ 2016 માં, ફોક્સવેગને મજબૂત બિલ્ટ કોમ્પેક્ટ સેડાન એમેયો અને પછી 2017 માં પ્રીમિયમ એસયુવી ફોક્સવેગન ટિગુઆન રજૂ કરી. બ્રાન્ડની સૌથી સસ્તી કાર રૂ.5.84 લાખથી શરૂ થાય છે અને ટોચના મોડલ માટે રૂ.30.88 લાખ સુધી જાય છે.
પુણે અને ઔરંગાબાદ એ ભારતના બે મુખ્ય પ્લાન્ટ છે જે ફોક્સવેગન કારનું મેન્યુફેક્ચરિંગ કરે છે.
બ્રાન્ડ ડિઝાઇન અને દેખાવમાં શ્રેષ્ઠ છે. ફોક્સવેગન પસાટે 2018ના એનડીટીવી કાર અને બાઇક એવોર્ડ્સમાં “ફુલસાઇઝ સેડાન ઓફ ધ યર ટ્રોફી” મેળવી છે. ભરોસાપાત્ર ઓટોમોબાઈલ બ્રાંડ હોવા માટે તેણે વારંવાર પોતાને સાબિત કરી છે.
તમે સસ્તું લાઇન મોડલ પસંદ કરો કે ટોપ મોડલ, કારનો ઇન્સ્યોરન્સ ખરીદવો મહત્વપૂર્ણ છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ, કારના ઇન્સ્યોરન્સ વિના વાહન ચલાવવું એ ગુનો છે જેમાં તમે રૂ.2000/-નો દંડ ભરવા માટે જવાબદાર રહેશો.
તમારે ફોક્સવેગન કાર કેમ ખરીદવી જોઈએ?
- હાઈ રિસેલ વેલ્યૂ: ફોક્સવેગન કાર તમને સારી રિસેલ વેલ્યૂ ઓફર કરે છે. આમ જ્યારે તમે તમારી કાર વેચવાનો પ્લાન ઘડી રહ્યા છો, ત્યારે પણ તમે તેની સારી કિંમત મેળવશો.
- અપબીટ ટેક્નોલોજી સુવિધાઓ: ફોક્સવેગન કાર ઉન્નતબહેતર નેવિગેશન, ટ્રાફિક અપડેટ્સ, સ્પોર્ટ્સ સ્કોર્સ અને હવામાન સંબંધિત માહિતી જેવ ફીચર્સથી સજ્જ છે.
- સ્માર્ટ કાઉન્ટેનન્સ: કાર એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો બંને સાથે સ્માર્ટફોન માટે અનુકૂળ છે. તેમની પ્રીમિયમ ક્વોલીટી મ્યુઝિક સિસ્ટમ તમને સરળ રીતે મનોરંજનનો અનુભવ આપે છે.
- સ્ટ્રોંગ ડ્રાઇવ આસિસ્ટ અને સેફ્ટી ફીચર્સ: અદ્ભુત ડ્રાઇવિંગ અનુભવ માટે, ફોક્સવેગન કાર એડપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટર, લેન આસિસ્ટ, ફ્રન્ટ આસિસ્ટ, એરબેગ્સ અને રીઅર ટ્રાફિક એલર્ટથી સજ્જ છે.
- દેખાવ અને ડિઝાઇન: ફોક્સવેગન કાર શાર્પ લાઇન અને એથલેટિક ડિઝાઇન સાથે બોલ્ડ લૂક આપે છે. આ બ્રાન્ડ એડવાન્સ ટેકનોલોજી સાથે સિમ્પલ ડિઝાઇનનું સંયોજન છે
- વિશ્વસનીય: ફોક્સવેગનના તમામ મોડલ વિશ્વસનીય છે અને હાઈ પરફોર્મન્સ આપે છે.
ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?
અહીં ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ ખરીદવાના કારણો છે:
- મોટર વ્હીકલ એક્ટ મુજબ ફરજિયાત: મોટર વ્હીકલ એક્ટ મુજબ, કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી ફરજિયાત છે. તેના વગર વાહન ચલાવવું એ ગુનો છે. જો તમે આમ કરો છો, તો તમારી પાસેથી રૂ.2000/-નો દંડ વસૂલવામાં આવશે.
- પોતાના નુકસાન ખર્ચનું સંચાલન કરો: કેટલીકવાર કારને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. રિપેરનો ખર્ચ ઘણો મોટો અને ચૂકવવાની ક્ષમતાની બહાર હોઈ શકે છે. આગ, ચોરી, અકસ્માત અથવા કોઈપણ કુદરતી આફતથી નુકસાન થાય ત્યારે કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને ચૂકવણી કરશે.
- થર્ડ પાર્ટીની કાનૂની જવાબદારી માટે ચુકવણીમાં મદદ કરે છે: કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને તમારી કાનૂની જવાબદારી માટે ચુકવણી કરવામાં મદદ કરે છે. જ્યારે તમે તમારી કાર સાથે થર્ડ પાર્ટીને નુકસાન પહોંચાડો છો ત્યારે મિલકતના નુકસાન અથવા શારીરિક ઈજા માટે ચૂકવણી કરવાની જવાબદારી તમે ઉઠાવી શકો છો.
- બેઝિક કાર પોલિસીમાં વધારો કરો: કાર પોલિસી હેઠળ આવરી લેવામાં આવતા ન હોય તેવા નુકસાન માટે (જેમ કે એન્જીનને બિન-આકસ્મિક નુકસાન), તમારે એડ-ઓન કવર ખરીદવાની જરૂર છે. તમે પસંદ કરી શકો તેવા કેટલાક એડ-ઓન કવર છે ઝીરો ડેપ્રિસિયેશન કવર, રિટર્ન-ટુ-ઇનવોઇસ કવર, બ્રેકડાઉન સહાય, ટાયર પ્રોટેક્ટ કવર અને પેસેન્જર કવર.
ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો
અહીં એવા પરિબળો છે જે ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે:
- કારની કિંમત: તમારી કારની ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) પ્રીમિયમને અસર કરે છે. ઉચ્ચ IDV માટે, પ્રીમિયમ વધારે હશે અને નીચી IDV માટે પ્રીમિયમ ઓછું હશે.
- એડ-ઓન કવર: દરેક એડ-ઓન કવર વધારાના પ્રીમિયમની ચુકવણી સાથે આવે છે. જેમ જેમ તમે વધુ એડ-ઓન કવર પસંદ કરો છો, તેમ પ્રીમિયમ વધશે.
- નો ક્લેમ બોનસ (NCB): જો તમે એક આખા વર્ષ માટે એક પણ ક્લેમ કરતા નથી, તો તમને આગામી રિન્યુઅલ સમયે નો ક્લેમ બોનસ (NCB) મળશે.
- ભૌગોલિક સ્થાન: જે શહેરો માટે કારની સંખ્યા વધુ છે, ત્યાં અકસ્માતની સંભાવના પણ વધુ છે. તેથી, તમારે વધુ કાર ઇન્સ્યોરન્સ પ્રિમીયમ ચૂકવવા પડશે. તે ખાસ કરીને મેટ્રોપોલિટન શહેરોમાં થઈ શકે છે.
- કારની ઉંમર: જ્યારે કારની ઉંમર વધે છે, ત્યારે ઘસારાનું મૂલ્ય પણ વધે છે. આથી તમારી કારની IDV ઘટી જાય છે જેના પરિણામે પ્રીમિયમમાં ઘટાડો થઈ શકે છે.
- એન્જિન કેપેસીટી: ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં થર્ડ પાર્ટી ઘટક કારની એન્જિન કેપેસીટી પર આધાર રાખે છે. એન્જિન કેપેસિટી જેટલી વધુ હશે તેટલું TP પ્રીમિયમ વધારે હશે.
- સ્વૈચ્છિક ડિડકટીબલ: ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમની સંપૂર્ણ રકમ આવરી લેવા દેવાને બદલે, તમે કલેમની રકમમાં યોગદાન આપવાનું પસંદ કરી શકો છો. આ સ્વૈચ્છિક રીતે ડિડકટીબલ તરીકે ઓળખાય છે. સ્વૈચ્છિક રીતે ઉચ્ચ ડિડકટીબલ માટે તમારે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે.
ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ માટે ડિજીટ કેમ પસંદ કરવો?
તમારે શા માટે ડિજીટ ઇન્સ્યોરન્સ પસંદ કરવો જોઈએ તેનાં કારણો અહીં છે:
- ઇન્સ્યોરન્સ પોલિસીની પસંદગી: ડિજીટ ઇન્સ્યોરન્સ તમને પસંદગી માટે બે પ્રકારના કાર ઇન્સ્યોરન્સની ઓફર કરે છે. એક પેકેજ પોલિસી છે જેને કોમ્પ્રીહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ કહેવાય છે જે પોતાના નુકસાન અને થર્ડ પાર્ટી લાયબિલીટી કવરેજ માટે રક્ષણ આપે છે. બીજી સ્ટેન્ડઅલોન થર્ડ-પાર્ટી પોલિસી છે જે થર્ડ પાર્ટીને ઈજા અથવા મિલકતના નુકસાન માટે થતી કોઈપણ કાનૂની જવાબદારી માટે ચૂકવણી કરે છે.
- એડ-ઓન કવર ઓફર કરે છે: ઇન્સ્યોરન્સ કંપની ટાયર પ્રોટેક્ટ કવર, ઝીરો ડેપ્રિસિયેશન કવર, બ્રેકડાઉન સહાય, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન અને કન્ઝ્યુમેબલ કવર જેવા એડ-ઓન કવર ઓફર કરે છે. આ વધારાના પ્રીમિયમ સાથે આવે છે. ફોક્સવેગન માટે, તમે ઝીરો ડેપ્રિસિયેશન કવર ખરીદી શકો છો. તે તમને ક્લેમ સમયે સ્પેરપાર્ટ્સ પર લાગુ પડતા ઘસારાને બચાવવામાં મદદ કરશે. જ્યારે તમે આ એડ-ઓન કવર ખરીદો છો, ત્યારે તમારી ઇન્સ્યોરન્સ કંપની નુકસાનની કુલ રકમ માટે ચૂકવણી કરશે. તમે સાથે મુસાફરી કરનારમેં સુરક્ષિત રાખવા માટે પેસેન્જર કવર પણ ખરીદી શકો છો જે અન્યથા બેઝિક પોલિસી હેઠળ આવરી લેવામાં આવતા નથી.
- કસ્ટમાઇઝ કરવા યોગ્ય IDV: ડિજીટ ઇન્સ્યોરન્સ તમને તમારી કાર માટે યોગ્ય IDV કસ્ટમાઇઝ કરવા અને પસંદ કરવાની મંજૂરી આપે છે. પ્રીમિયમ તે મુજબ બદલાશે.
- વાજબી પ્રીમિયમ રેટ: ડિજીટ ઇન્સ્યોરન્સ કોઈ છુપાયેલા ખર્ચ વિના વાજબી અને સ્પર્ધાત્મક પ્રીમિયમ રેટ ઓફર કરે છે.
- ઓનલાઈન અને સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયા: ડિજીટ વડે તમે ઓનલાઈન પોલિસી પસંદ કરી શકો છો. પોલિસીનો ક્લેમ કરવા માટે, તમે તમારા સ્માર્ટફોન દ્વારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકો છો.
- હાઈ-ક્લેમ સેટલમેન્ટ રેશિયો: ડિજીટ ઈન્સ્યોરન્સ ક્લેમ સંબંધી સેવાઓમાં ઝડપી છે. તેમનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો ઊંચો છે.
- ગેરેજનું વિશાળ નેટવર્ક: ડિજીટ ઇન્સ્યોરન્સે તમને શ્રેષ્ઠ રિપેર સર્વિસ પૂરી પાડવા માટે અનેક ગેરેજ સાથે સહયોગ કર્યો છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ પ્લાનમાં ક્ન્ઝ્યુમેબલ કવરમાં શું શામેલ છે?
તમારી હાલના ઇન્સ્યોરન્સ પ્લાન ઉપર અને તેનાથી વધારાનું ક્ન્ઝ્યુમેબલ કવર તમારી ફોક્સવેગન કારના તમામ અન્ય જરૂરિયાતો માટે કવરેજને વિસ્તૃત કરે છે. વધારાના ચાર્જીસ સામે રક્ષણના આ વધારાના સ્તરમાં એન્જિન ઓઈલ, ગ્રીસ, નટ્સ અને બોલ્ટ વગેરેના ખર્ચનો સમાવેશ થાય છે.
શું ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ પોલિસી પર્સનલ એકસીડન્ટ કવર પ્રદાન કરશે?
હા, તમારા ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકારને ધ્યાનમાં લીધા વિના, તમે કાયમી અક્ષમતા અથવા મૃત્યુમાં પરિણમે અકસ્માતોના કિસ્સામાં પર્સનલ એકસીડન્ટ કવર મેળવવા માટે જવાબદાર છો.
શું મારે મારી સેકન્ડ હેન્ડ ફોક્સવેગન કાર માટે ઇન્સ્યોરન્સ લેવાની જરૂર છે?
જો તમારી કારના અગાઉના માલિક પાસે માન્ય ઇન્સ્યોરન્સ પોલિસી હોય, તો તમારે ફક્ત તમારા પોતાના હેઠળ પ્લાન ટ્રાન્સફર કરવાની જરૂર છે. નહિંતર, તમારે નવી પોલિસી ખરીદવાની જરૂર છે.