ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!
ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો!
ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો
મળતા લાભોને ધ્યાનમાં લીધા વિના જ માત્ર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાથી તમને પાછળથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમે તમારા ટોયોટા ફોર્ચ્યુનરનો ઇન્સ્યોરન્સ લેવા માટે ટોચની ઇન્સ્યોરન્સ કંપનીઓમાં જવા ઈચ્છશો. તમારી માંગ પણ વ્યાજબી છે કારણકે મોંઘા મોડલ માટે શ્રેષ્ઠ પોલિસી આવશ્યક છે.
આ રીતે, તમે ખાતરી કરી શકો છો કે તમે તમારા લાભો અને ROIને વધારવા માટે તમારી ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ શ્રેષ્ઠ સર્વિસોનો લાભ લો છો. આ સંદર્ભમાં તમારી આવશ્યકતાઓને અસરકારક રીતે પૂરી કરવા માટે ડિજિટ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ચાલો કેટલીક વિશેષતાઓ પર એક નજર કરીએ, જે અમને તમારા ટોયોટા ફોર્ચ્યુનરનો ઇન્સ્યોરન્સ લેવા માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે:
ત્વરિત ક્લેમ સેટલમેન્ટ - એક ઉત્તમ ઇન્સ્યોરન્સ કંપનીની ઓળખ તે કેટલી સરળતાથી ક્લેમ સેટલમેન્ટ કરી શકે છે તેના પર આધારિત છે. અમે સમજીએ છીએ કે અકસ્માત કે અન્ય કિસ્સામાં કોઈપણ મોટો ખર્ચ કોઈપણ વ્યક્તિ માટે મોટો આંચકો હોઈ શકે છે તેથી જ અમે ક્લેમને વહેલામાં વહેલી તકે સેટલ કરીને આપની આવી ચિંતાઓને હળવી કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમે નિશ્ચિંત રહી શકો છો કે તમારી ડિજિટ ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસી સામેના તમારા ક્લેમ સબમિટ કરતાની સાથે જ તેનું નિરાકરણ આવશે.
100% ડિજિટલ પ્રોસેસ - ડિજિટ સાથે, તમે વ્યક્તિગત રીતે ક્લેમ કરવાની કંટાળાજનક પ્રક્રિયાને દૂર કરી શકો છો. અમારી ક્લેમ પ્રોસેસ સંપૂર્ણ ડિજિટાઈઝ્ડ છે તેટલું જ નહિ પરંતુ તેનું સેટલમેન્ટ પણ ઓનલાઈન જ થશે; તમારા ટોયોટા ફોર્ચ્યુનરનું ઈન્સપેક્શન પણ ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. આનાથી વધુ શું જોઈએ. જોકે સવાલ થશે કે કેવી રીતે માત્ર ઓનલાઈન જ? જવાબ છે તમારે ફક્ત તમારી ફોર્ચ્યુનરને કે તમારી કાર વડે થયેલા નુકસાનની ઈમેજ સ્માર્ટફોનની મદદથી અમારી મોકલેલ લિંક પર અપલોડ કરવાના રહેશે અને બસ! પછી અમારી ટીમ તે ઈમેજ ચકાસશે અને તે મુજબ તમારી ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્સ્યોરન્સ પોલિસી સામેના ક્લેમનું સેટલમેન્ટ કરશે.
નેટવર્ક ગેરેજની વિશાળ શ્રેણી - ડિજિટની ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે, તમે સમગ્ર ભારતમાં 1400થી વધુ ગેરેજમાં કેશલેસ રિપેરનો લાભ લઈ શકો છો. તેથી, આવતી વખતે જ્યારે તમારા ફોર્ચ્યુનરને અકસ્માતને કારણે રિપેર અથવા પાર્ટ રિપ્લેસમેન્ટની જરૂર હોય, ત્યારે તમે મુશ્કેલી-મુક્ત અને ઝડપી-ઓનટ્રેક સહાય માટે તમારી કારને અમારા નજીકના નેટવર્ક ગેરેજમાં લઈ જઈ શકો છો.
કસ્ટમાઇઝ કરવા યોગ્ય IDV - સામાન્ય રીતે, અમે જો તમારી કાર ચોરાઈ જાય અથવા રિપેરિંગ શક્ય ન હોય તે પ્રકારનું નુકસાન થાય તો મેન્યુફેકચર્રની લિસ્ટેડ કિંમતમાંથી ડેપ્રિસિયેશન/અવમૂલ્યન બાદ કરીને અમે વળતર આપીએ છીએ અર્થાત તામરી કારની IDVની ગણતરી અમે કરીએ છીએ પરંતુ, તેનો અર્થ એ નથી કે આજ આંકડો અને રીત પથ્થરની લકીર છે. જો તમે ટોયોટા ફોર્ચ્યુનર માટે ઉંચી ઈન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ મેળવવા માંગતા હોવ તો અમે આ માંગને સમજીએ છીએ. એટલા માટે અમે તમને ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ કિંમતમાં થોડો ફેરફાર કરીને તમારા IDVને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપીએ છીએ.
અઢળક એડ-ઓન - IDV જેમ ફિક્સડ અને નિર્ધારિત નથી નથી, તેવી જ રીતે અમારી ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ મળતું કવરેજ મર્યાદિત નથી. તમે હંમેશા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ખર્ચમાં થોડો વધારો કરીને એડ-ઓનની અમારી કોમ્પ્રિહેન્સિવ કેટેગરીમાંથી પસંદ કરીને વધારાના લાભો મેળવી શકો છો. અમે 7 અલગ-અલગ એડ-ઓન્સ ઓફર કરીએ છીએ, જેમ કે ટાયર પ્રોટેક્શન કવર , રિટર્ન ટૂ ઇન્વોઇસ કવર, ઝીરો ડેપ્રિસિયેશન કવર , રોડસાઇડ આસિસ્ટન્સ, કન્ઝયુમેબલ કવર વગેરે કવરેજ મેળવીને પોલિસીનો વ્યાપ વધારી શકો છો. દાખલા તરીકે, તમે વધારાના પોલિસીના ખર્ચને ધ્યાને રાખીને અમારા એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવરના એડ-ઓનનો લાભ લઈને તમારા ફોર્ચ્યુનરના એન્જિનનો ઇન્સ્યોરન્સ લેવા માગી શકો છો.
ડોરસ્ટેપ સર્વિસ- ડિજિટની ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે, જો તમે અમારા કોઈપણ નેટવર્ક ગેરેજ પર તમારા વાહન માટે આકસ્મિક નુકસાનનું રિપેરિંગ કરાવવા માંગતા હોવ તો તમે ડોરસ્ટેપ પિક અપ એન્ડ ડ્રોપ સર્વિસનો લાભ લઈ શકો છો. તમારી ફોર્ચ્યુનરને તમારા ઘરેથી લેવામાં આવશે, રિપેર કરવામાં આવશે અને પછી તમને વહેલી તકે પરત પણ પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત, અમારા નેટવર્ક ગેરેજમાંથી સમારકામ પર 6 મહિનાની વોરંટી પણ ઓફર કરવામાં આવે છે.
રાઉન્ડ ધ ક્લોક ગ્રાહક સપોર્ટ - રાષ્ટ્રીય રજા હોય કે સપ્તાહનો કોઈ સામાન્ય દિવસ હોય અમારી ગ્રાહક સપોર્ટ ટીમ તમને હરહંમેશ 24 x 7 સહાય કરશે. તેથી જો તમારી પાસે ભારતમાં ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ કિંમત અથવા સંબંધિત કોઈપણ બાબત વિશે કોઈ પ્રશ્નો હોય કે પોલિસી બાદની કોઈ મૂંઝવણ કે આકસ્મિક જરૂરિયાત, અમારી સર્વિસ ટીમ આપની સેવામાં હાજર જ હશે!
ઉપરોક્ત જણાવેલા કારણોસર અને અદ્દભુત-આવશ્યક સેવાઓ માટે, ડિજિટ ઇન્શ્યોરન્સ તમારી ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસી માટેનું સૌથી વધુ પસંદગીના સ્થળોમાંનું એક બની ગયું છે. તેથી વિલંબ કર્યા વિના આજે જ તમારા ફોર્ચ્યુનરનો ઇન્સ્યોરન્સ મેળવો!
નવું વાહન ખરીદ્યા પછી ફોર્ચ્યુનર કાર ઇન્સ્યોરન્સ એ અતિ-આવશ્યક પગલું છે. ઇન્સ્યોરન્સ એ કાયદાકીય જવાબદારી તો છે, જેને સરકારે વાહન માલિકો માટે તેમની સલામતીના હેતુઓ માટે ફરજિયાત બનાવ્યું છે. બજારમાં અનેક પ્રકારના ઇન્સ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે
કોમ્પ્રિહેન્સિવ પ્લાન સાથે વધારાની સુરક્ષા – દરેક મોંઘી કારના પાર્ટસ મોંઘા હોય છે. આ પાર્ટ્સ અને તમારી કાર અથવા અન્ય પક્ષકારને અકસ્માત કે અન્ય આપત્તિઓના નુકશાનીના કિસ્સામાં તમને થર્ડ-પાર્ટી લાયાબિલિટીઓથી જ નહીં પરંતુ તમારી પોતાની ટોયોટા ફોર્ચ્યુનરને થતા હાનિ અને નુકશાન માટે પણ કવર કરે છે.તે બ્રેક ડાઉન આસિસ્ટન્સ, એન્જિન અને ગિયર બોક્સ પ્રોટેક્શન, ટાયર પ્રોટેક્શન કવર અને ઝીરો-ડેપ્રિસિયેશન કવર પણ ઓફર કરે છે.
નાણાકીય લાયાબિલિટીથી બચો – ચોરી, અકસ્માત કે કુદરતી આફતોથી તમારી કારને થતા નુકશાન અથવા કારના પાર્ટ્સને થતા નુકશાનના કિસ્સામાં તમારા ખિસ્સાને કાતરી ખાઈ શકે છે તેથી ઇન્સ્યોરન્સ હોવાના કિસ્સામાં તમારા આ નુકશાનીના ખર્ચને આવરી લે છે. ઓન ડેમેજ કાર ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો.
કાયદેસર રીતે સુસંગત - તમારી ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસી તમામ જરૂરી કાયદાકીય સુસંગતતાનું પાલનને પૂર્ણ કરશે. તે તમારા વાહનને રસ્તા પર કાયદેસર રીતે ચલાવવા માટે મંજૂરી તરીકે પણ કાર્ય કરે છે. માન્ય કાર ઇન્સ્યોરન્સની ગેરહાજરીમાં, તમારી પાસેથી 2,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે અને તમારું લાઇસન્સ પણ ગેરલાયક ઠરી શકે છે. આ સિવાય ગંભીર કિસ્સામાં 3 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.
થર્ડ-પાર્ટી લાયાબિલિટીને આવરી લે છે - ટોયોટા કાર ઇન્સ્યોરન્સ થર્ડ-પાર્ટી લાયાબિલિટી હેઠળ અકસ્માતમાં થર્ડ-પાર્ટી અથવા મુસાફરોને થયેલા નુકસાનને પણ આવરી લે છે. આવા કિસ્સામાં પોતાના ખિસ્સામાંથી વળતર ચૂકવવામાં સેવિંગ ખાલી થઈ શકે છે. તમારી ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટી દ્વારા થતી માંગણીઓને કવર કરીને તમને રક્ષણ આપે છે.
સેકન્ડ જનરેશ ટોયોટાએ એક વિશાળ અને બોલ્ડ વર્ઝન બહાર પાડ્યું છે અને તેને ટોયોટા ફોર્ચ્યુનર નામ આપ્યું છે. ટોયોટા ફોર્ચ્યુનર TRD સેલિબ્રેટરી એડિશન ઘણા અપડેટેડ ફીચર્સ સાથેનું એક શ્રેષ્ઠ શાનદાર મોડલ છે. તેમાં નવું એન્જિન, મોટાપાયે રીવર્ક કરેલ ચેસીસ અને ઈલેક્ટ્રોનિક સપોર્ટનો બકેટ લોડ મળે છે.
ટોયોટા ફોર્ચ્યુનર 10.01થી 15.04 kmplની માઈલેજ આપે છે. મેન્યુઅલ ડીઝલ વેરિઅન્ટની માઈલેજ 14.24 kmpl છે. ઓટોમેટિક ડીઝલ વેરિઅન્ટની માઈલેજ 15.04 kmpl છે. ઓટોમેટિક પેટ્રોલ વેરિઅન્ટની માઈલેજ 10.26 kmpl છે.
મેન્યુઅલ પેટ્રોલ વેરિઅન્ટ 27.83-33.85 લાખની કિંમતની રેન્જમાં 10.01 kmplની માઇલેજ ધરાવે છે. વાત SUVની આવે ત્યારે લિંગ, જાતિ અથવા વંશીયતાને ધ્યાનમાં લીધા વિના ટોયોટા ફોર્ચ્યુનર બધાજ માનપ માપદંડો અને જરૂરિયાતમાં ટોચ પર હશે.
કારમાં જ્યારે કમ્ફર્ટની વાત આવે છે, ત્યારે ટોયોટા ફોર્ચ્યુનર એક મોટી, વિશાળ સ્પેસ ધરાવતી સાત સીટર જાયન્ટ કાર છે. તે સરળ મુસાફરી માટે તમારા વાહનમાં ઘણા બધા ફીચર્સ અને સપોર્ટ સાથે આવે છે. મલ્ટિફંક્શનલ સ્ટીયરિંગ, ડિટેલ ડ્રાઈવર ઈન્ફોર્મેશન સિસ્ટમ, ટચસ્ક્રીન મલ્ટીમીડિયા સિસ્ટમ ડ્રાઈવને રસપ્રદ અને આકર્ષક બનાવે છે.
ડ્રાઇવરની સીટ માટે જ સ્પેશ્યલ ફાળવેલ એસી વેન્ટ્સ અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટમેન્ટ સાથેની સિંગલ ઝોન્ડ ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ દર્શાવે છે કે તમારી સવારી કેટલી વૈભવી હશે. ટોયોટા ફોર્ચ્યુનર ખરીદવાનું એક મુખ્ય કારણ તેની ઓફ-રોડ ક્વોલિટી પણ છે. પર્યાપ્ત ડિપાર્ચર અને એપ્રોચ એન્ગલ સાથે યોગ્ય 220mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ SUVની વૈભવી ઑફ-રોડિંગ ક્ષમતા દર્શાવે છે.
2.8-લિટર ફોર-સિલિન્ડર ટર્બો-ડીઝલ વેરિઅન્ટ 6-સ્પીડ મેન્યુઅલ સાથે 177PS પાવર અને 420Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન-સજ્જ વર્ઝન વધારાની 30Nm ટોર્ક ઓફર કરે છે. 2.7-લિટર ચાર-સિલિન્ડર પેટ્રોલ વેરિઅન્ટમાં 166PS અને 245Nm છે જે ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તે માત્ર 2WD કન્ફિગરેશનમાં ઉપલબ્ધ છે, જ્યારે ડીઝલમાં 2WD અને 4WD બંને વિકલ્પો મળે છે.
ફોર્ચ્યુનર 2-હાઈ, 4- હાઈ અને 4-લો સિસ્ટમના હાર્ડવેરનો ઉપયોગ કરે છે. પછીના બે હાર્ડવેર વચ્ચે ટોર્ક 50-50 તરીકે વિતરિત કરવામાં આવશે. વ્હિકલ સ્ટેબિલિટી કંટ્રોલ માટે A-trac અથવા એક્ટિવેશન ટ્રેક્શન વિના બ્રેક લાગુ કરે છે. ટોયોટા ફોર્ચ્યુનરમાં સાત એરબેગ્સ, હિલ આસિસ્ટ કંટ્રોલ અને EBD સાથે ABS પણ મળે છે.
ચકાસો/ચેક : ટોયોટા કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
વેરિયન્ટ્સ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
2.7 2WD MT2694 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 10.01 kmpl |
₹ 27.83 લાખ |
2.7 2WD AT2694 cc, ઓટોમેટિક, પેટ્રોલ, 10.26 kmpl |
₹ 29.42 લાખ |
2.8 2WD MT2755 cc, મેન્યુઅલ, ડીઝલ, 14.24 kmpl |
₹ 29.84 લાખ |
2.8 2WD AT2755 cc, ઓટોમેટિક, ડીઝલ, 12.9 kmpl |
₹ 31.7 લાખ |
2.8 4WD MT2755 cc, મેન્યુઅલ, ડીઝલ, 14.24 kmpl |
₹ 31.81 લાખ |
2.8 4WD AT2755 cc, ઓટોમેટિક, ડીઝલ, 15.04 kmpl |
₹ 33.6 લાખ |