એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

મારુતિ એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યૂ કરો

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દેશની અને દુનિયાની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની છે. તે ભારતમાં સૌથી મોટા અને સૌથી વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોનું સંચાલન કરે છે. સપ્ટેમ્બર 2019માં લોન્ચ થયા પછી 75,000થી વધુ એકમોનું વેચાણ કરીને, મારુતિ સુઝુકી એસ-પ્રેસો ભારતમાં બેસ્ટ સેલિંગ કાર મોડલ તરીકે ઉભરી આવી છે.

કાર માલિકે મારુતિ સુઝુકી એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવી જોઈએ અને કારના અકસ્માત કે અન્ય કિસ્સામાં થતા નુકસાનને કારણે ઉભી થતી જવાબદારી અને નાણાકીય હાનિના જોખમોને દૂર કરવા જોઈએ.

મોટર વ્હિકલ એક્ટ, 1988 મુજબ થર્ડ-પાર્ટીના નુકસાનને કારણે થતા ખર્ચને ટાળવા માટે દરેક કાર માલિક પાસે માન્ય થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ. મોટાભાગના કાર માલિકો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ કવર પસંદ કરે છે. આવી પોલિસી પોતાના નુકસાન તેમજ થર્ડ-પાર્ટી નુકસાન બંનેને આવરી લે છે.

આ જોખમો અને જરૂરિયાતોને અનુલક્ષીને, મારુતિ સુઝુકી એસ-પ્રેસો માટે ઇન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવા માટે ડિજિટ જેવા વિશ્વસનીય ઇન્સ્યોરન્સ પ્રદાતાની પસંદગી કરવી આવશ્યક છે

મારુતિ એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ કિંમત

રજિસ્ટ્રેશન તારીખ પ્રીમિયમ (માત્ર પોતાના નુકસાન પોલિસી માટે)
ઓગસ્ટ-2021 4,535
ઓગસ્ટ-2020 3,244
ઓગસ્ટ-2019 3,099

**ડિસ્કલેમર/અસ્વીકરણ - પ્રીમિયમની ગણતરી મારુતિ સુઝુકી એસ-પ્રેસો VXi AGS BSVI 998.0 માટે કરવામાં આવે છે. જીએસટી બાકાત.

શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - ઓગસ્ટ, NCB - 50%, કોઈ એડ-ઓન નથી, પોલિસી સમાપ્ત નથી થઈ અને આઈડીવી - સૌથી નીચો ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

મારુતિ એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો મારુતિ એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

મારુતિ સુઝુકી એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રીહેન્સીવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

થર્ડ પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન

×

પર્સનલ એક્સીડન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારી IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સીવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજીટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે તે કરી રહ્યા છો તે યોગ્ય છે! ડિજીટના ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજિટનો મારુતિ એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સને પસંદ કરવાના કારણો?

એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સની કિંમત સિવાય, કાર માલિકે ઇન્સ્યોરન્સ પ્રદાતા પસંદ કરતા પહેલા ઘણા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે, ડિજિટ ઇન્સ્યોરન્સમાં સંખ્યાબંધ ફાયદાઓ મળે છે, જે તેને મારુતિ કારના માલિકો માટે ઇચ્છનીય અને પ્રથમ પસંદગીનો વિકલ્પ બનાવે છે:

  • ઓનલાઈન ક્લેમ પ્રક્રિયા - ડ્રાઈવરો ડિજિટમાંથી તેમના એસ-પ્રેસો ઇન્સ્યોરન્સનો ક્લેમ કરી શકે છે અને સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે છે. આ પ્રક્રિયા સાથે, વ્યક્તિ ક્લેમનું સેટલમેન્ટ કરવા માટે અન્ય ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા કરવામાં આવતી ભૌતિક તપાસને પણ ટાળી શકે છે.
  • IDV કસ્ટમાઇઝેશન - ડિજિટની કાર ઇન્સ્યોરન્સ પોલિસી એસ-પ્રેસો જેવી મારુતિ કારના IDVને કસ્ટમાઇઝેશનને સક્ષમ કરે છે, જે ડ્રાઇવરને કારના સંપૂર્ણ નુકશાન એટલેકે રિપેર ન થઈ શકે તેવા નુકશાન અથવા ચોરીના કિસ્સામાં મહત્તમ વળતર મેળવવામાં મદદ કરે છે.
  • એડ-ઓન પોલિસી - ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતા કેટલાક એડ-ઓનમાં બ્રેકડાઉન આસિસ્ટન્સ, ઝીરો ડેપ્રિસિયેશન કવર, રિટર્ન ટૂ ઇનવોઇસ કવર, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર, કન્ઝયુમેબલ કવર અને વધુનો સમાવેશ થાય છે.
  • શ્રેષ્ઠ કસ્ટમર કેર સર્વસિસ - ડિજિટની ચોવીસ કલાક કસ્ટમર કેર સર્વિસ ડ્રાઇવરો, કાર માલિકોને તેમની મારુતિ સુઝુકી એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ અંગે 24*7 સહાય પૂરી પાડે છે.
  • ઇન્સ્ટન્ટ ક્લેમ સેટલમેન્ટ - ડિજિટની સર્વિસ સાથે, વ્યક્તિએ તેમના ક્લેમની સેટલમેન્ટ માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નથી. ડિજિટ તેની ત્વરિત સર્વિસ એટલેકે ઝડપી સેટલમેન્ટ અને મહત્તમ ક્લેમ સ્વીકૃતિ માટે જાણીતી છે.
  • ગેરેજનું વિશાળ નેટવર્ક - સમગ્ર ભારતમાં ડિજિટના 5800+ નેટવર્ક ગેરેજમાંથી ડ્રાઈવરો તેમની મારુતિ કાર માટે કેશલેસ રિપેરનો લાભ લઈ શકે છે તેથી, ગેરેજની વિશાળ શ્રેણીને કારણે ગ્રાહકોએ એસ-પ્રેસો ઇન્સ્યોરન્સ કિંમતો અને ઉપલબ્ધ સર્વિસ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
  • પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી - જો ડ્રાઇવરો રોડ વક્ચે અકસ્માત નડે છે, તો ડિજિટના નેટવર્ક ગેરેજ રિપેર માટે પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી પ્રદાન કરે છે.

ઉપરોક્ત લાભો પરથી સ્પષ્ટ થાય છે કે ડિજિટ મારુતિની એસ-પ્રેસો સહિતની તમામ કાર માટે કોમ્પ્રિહેન્સિવ પ્રોટેક્સશન પ્રદાન કરે છે.

વધુમાં, ડ્રાઇવરો મારુતિ સુઝુકી એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવા માટે થોડી ટિપ્સ અનુસરી શકે છે, જેમાં વધુ કપાતપાત્ર પસંદગી કરી શકાય છે, નાના ક્લેમ ટાળી શકાય છે અને પ્રીમિયમની રકમની તુલના કરી શકાય છે.

જોકે, ઓછા પ્રીમિયમ માટે કવરેજમાં બાંધછોડ કે મળતા લાભો સાથે સમાધાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. આથી, આ પાસા અંગે સ્પષ્ટતા મેળવવા માટે ડિજિટ જેવા ઇન્સ્યોરન્સ પ્રદાતાઓનો સંપર્ક કરો.

મારુતિ એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

મારુતિ સુઝુકી એસ-પ્રેસો માટે ઇન્સ્યોરન્સ ખર્ચ સહન કરવો નીચે જણાવેલા ભારે દંડ અને નુકસાની ખર્ચ ચૂકવવા કરતાં વધુ અનુકૂળ છે:

  • થર્ડ-પાર્ટી ડેમેજ પ્રોટેક્શન - એસ-પ્રેસો માટે થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ નાણાકીય ખર્ચને આવરી લે છે. તે થર્ડ-પાર્ટી વાહન, વ્યક્તિ અથવા પ્રોપર્ટીને થતા નુકસાન સામે રક્ષણ આપે છે. વધુમાં, મારુતિ સુઝુકી એસ-પ્રેસો ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે અકસ્માત સહિતના કિસ્સામાં ઉદ્ભવતા લિટિગેશનના મુદ્દાઓને આવરી લે છે.
  • પોતાની કારને થતા નુકસાન સામે રક્ષણ - કમનસીબ કિસ્સાઓમાં તમારી કાર અકસ્માતમાં પરિણમે ત્યારે ભારે નુકસાન થઈ શકે છે. આવા સંજોગોમાં, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમામ નાણાકીય જવાબદારીઓને આવરી લે છે. તેથી નવી કાર ખરીદતી વખતે કોમ્પ્રિહેન્સિવ એસ-પ્રેસો ઇન્સ્યોરન્સ મેળવવો અથવા સમયસર ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવાવો અને નુકસાન (પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટી લાયાબિલિટી બંને)ના સંપૂર્ણ કવરેજની ખાતરી કરવાની આદર્શ સલાહ આપવામાં આવે છે.
  • પર્સનલ એક્સિડન્ડ કવર - IRDAI (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)એ 2019થી દરેક કાર માલિક માટે આ કવર ફરજિયાત કર્યું છે. આ કવર અકસ્માત પછી કાર માલિકના મૃત્યુ અથવા અપંગતાને કારણે ઊભી થતી નાણાકીય જવાબદારીઓને ઘટાડે છે.
  • કારની ચોરી અથવા સંપૂર્ણ નુકશાનનું વળતર - મારુતિ સુઝુકી એસ-પ્રેસો ઇન્સ્યોરન્સ કારની ચોરીના કિસ્સામાં અથવા આગ, પૂર, ભૂકંપ વગેરેને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરશે.
  • નો ક્લેમ બોનસ લાભો - કાર માલિકો તેમના મારુતિ સુઝુકી એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સને રિન્યૂ કરાવવા પર નો-ક્લેઈમ બોનસના લાભો માણી શકે છે. અહીં, વ્યક્તિ દરેક નોન-ક્લેમ વર્ષ માટે પોલિસીના પોતાના નુકસાનના કોમ્પોનેન્ટ માટે ચૂકવેલ પ્રીમિયમની રકમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

આમ, આવા ફાયદાઓ મેળવવા માટે મારુતિ સુઝુકી એસ-પ્રેસો ઇન્સ્યોરન્સ કિંમત હમણાં ચૂકવો અને ભવિષ્યના ખર્ચને ટાળવું મહત્વપૂર્ણ છે.

આમ ઉપરોક્ત હેતુ માટે અને કારણોસર, કારનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવા અથવા ખરીદવા માટે ડિજિટ એક વિશ્વસનીય વિકલ્પ બની શકે છે.

મારુતિ સુઝુકી એસ-પ્રેસો વિશે વધુ

મારુતિ એસ-પ્રેસો 4 વેરિઅન્ટ્સમાં આવે છે- Std, LXi, VXi VXi+. આ કાર મોડલમાં લોકપ્રિયતામાં વધારો કરતા સંખ્યાબંધ ફીચર્સ છે. તેમાંના કેટલાક છે:

  1. તે 1 લિટર K10 પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જે 68 HP સુધી પાવર જનરેટ કરે છે અને 90 Nmનો ટોર્ક આપે છે.

  2. ખરીદદારો તેના CNG વેરિઅન્ટ દ્વારા આ મોડલનું ફ્યુઅલ-એફિશિયન્ટ વેરિયન્ટ પસંદ કરી શકે છે.

  3. તેમાં ટ્વિન-ચેમ્બર હેડલેમ્પ્સ અને C-આકારની ટેલ લેમ્પ્સ છે.

  4. 5મી જનરેશન હાર્ટટેક્ટ પ્લેટફોર્મ પર આધારિત આ કાર તમામ સેફ્ટી ફિચર્સ સાથે આવે છે.

  5. તે ડ્યુઅલ એરબેગ્સ, પ્રી-ટેન્શનર્સ સાથે સીટ બેલ્ટ અને ફોર્સ લિમિટર્સ જેવા અન્ય સેફ્ટી ફીચર્સને સપોર્ટ કરે છે.

મારુતિ કાર તેના ટકાઉપણું માટે જાણીતી છે છતા અણધાર્યા સંજોગોમાં કોઈપણ પરિબળ જવાબદાર બનીને કારના મોટા નુકસાન તરફ દોરી શકે છે. આવા સંજોગોમાં, ઇન્સ્યોરન્સ પોલિસી આ નુકસાનના ખર્ચને આવરી શકે છે અને નાણાકીય દબાણ ઘટાડી શકે છે.

તેથી વિશ્વાસપાત્ર ઇન્સ્યોરન્સ પ્રદાતા પાસેથી મારુતિ સુઝુકી એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ મેળવવો અથવા તેનું સમયાંતરે રિન્યૂઅલ પણ મહત્વપૂર્ણ છે.

મારુતિ સુઝુકી એસ-પ્રેસો - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિયન્ટ્સ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
એસ-પ્રેસો એસટીડી ₹3.78 લાખ
એસ-પ્રેસો એસટીડી ઑપ્ટ ₹3.84 લાખ
એસ-પ્રેસો એલએક્સઆઈ ₹4.21 લાખ
એસ-પ્રેસો એલએક્સઆઈ ઑપ્ટ ₹4.27 લાખ
એસ-પ્રેસો વીએક્સઆઈ ₹4.47 લાખ
એસ-પ્રેસો વીએક્સઆઈ ઑપ્ટ ₹4.53 લાખ
એસ-પ્રેસો વીએક્સઆઈ પ્લસ ₹4.63 લાખ
એસ-પ્રેસો વીએક્સઆઈ પ્લસ એટી ₹4.63 લાખ
એસ-પ્રેસો વીએક્સઆઈ એટી ₹4.97 લાખ
એસ-પ્રેસો વીએક્સઆઈ ઑપ્ટ એટી ₹5.03 લાખ
એસ-પ્રેસો એલએક્સઆઈ સીએનજી ₹5.11 લાખ
એસ-પ્રેસો એલએક્સઆઈ ઑપ્ટ સીએનજી ₹5.17 લાખ
એસ-પ્રેસો વીએક્સઆઈ સીએનજી ₹5.37 લાખ
એસ-પ્રેસો વીએક્સઆઈ ઑપ્ટ સીએનજી ₹5.43 લાખ

ભારતમાં મારુતિ એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ડિજિટ દ્વારા મારુતિ સુઝુકી એસ-પ્રેસો ઇન્સ્યોરન્સ પોલિસી માટે એનસીબી શું છે?

ડિજિટ સાથે, જો તમે સતત 5 વર્ષ સુધી કોઈ ક્લેમ ન કરો તો તમે તમારા મારુતિ સુઝુકી એસ-પ્રેસો ઇન્સ્યોરન્સ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. દરેક ક્લેમ-ફ્રી વર્ષ માટે, તમને ડિસ્કાઉન્ટ મળશે, જે ક્લેમ વિના સતત દર વર્ષે વધશે.

મારા મારુતિ સુઝુકી એસ-પ્રેસો ઇન્સ્યોરન્સને રિન્યૂ કરવા માટે કયા ડોક્યુમેંટની જરૂર પડશે?

ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ માટે તમારે જરૂરી કેટલાક મુખ્ય દસ્તાવેજો છે:

  • તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર
  • ગત વર્ષનો પોલિસી નંબર
  • ગત વર્ષની પોલિસી સમાપ્તિ તારીખ, વગેરે.